સિંહના 14 નહોર સાથે તુલસીશ્યામ પાસે એક વ્યક્તિ ઝડપાયો

14 ફેબ્રુઆરી 2019ના દિવસે તુલસીશ્યામ જંગર રેંજમાં નાનદીવેલા વિસ્‍તારમાંથી એક નર સિંહના  મૃતદેહ પરથી 14 સિંહ નખ (નહોર) કાઢી લેનાર 45 વર્ષના વશરામ સાર્દુલ ધાપાની ધરપકડ કરવામાં આવી છે.

વન વિભાગના 11 લોકોની એક ખાસ તપાસ ટુકડી બનાવવામાં આવી હતી. એક કિ.મી. વીસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. સોનારીયા અને પચપચીયા ગામના વાડી વિસ્‍તારમાં ચોકી ગોઠવવામાં આવી હતી. પચપચીયા ગામનાં વશરામ નામની વ્‍યકિતની સઘન પુછપરછ કરતા તેનાં ખેતરની નજીક થોરની વાડ પાસેથી 14 સિંહ નખ મળી આવેલા હતા. સેડયુલ વનનાં સિંહના 14 નખ અને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.