સિંહોના બીજા ઘર બરડામાં બચ્ચાનો જન્મ થયોને બે દિવસમાં મૃત્યુ પામ્યા

સિંહોની પ્રજાતિને બચાવવા જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં બે સિંહ બેલડીને લાવવામાં આવ્યા હતા. બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ-વન નામના નર સિંહ તથા સરિતા નામની માદા સિંહણનું સફળ મેટીંગ થયું હતું. સરિતાએ 1 એપ્રિલ 2019માં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. બંને બચ્ચા તથા સરિતા તંદુરસ્ત હતા.
હાલમાં સાતવિરડા ખાતે બે નર એ-વન તથા નાગરાજા, બે માદા સરિતા તથા પાર્વતી તથા તાજા જન્મેલ બે બચ્ચાં એમ કુલ છ ,સિંહ છે.

લાયન એનીમલ હાઉસ યુનિટ-1 તથા યુનિટ-ર બનાવવામાં આવેલ છે. જે દરેક યુનિટમાં એનીમલ હાઉસ, ક્રોલ, સર્વિસ શેડ, તથા લોફીંગ ગ્રાઉન્ડ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવેલા છે. એન્કલોઝરમાં સિંહોને અનુકુળ આવે તેવી તમામ બાબતોની તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં અવોલી અને આ વિસ્તાર સિંહો માટે અનુકુળતા હોવાનું જણાયેલ છે અને તેથી તેના વસવાટમાં સફળતા મળી છે.

સરિતા નામની સિંહણે 1લી એપ્રિલે બે બચ્ચાને જન્મ આપ્યો હતો એ બન્નેનું 3 એપ્રિલ 2019માં ખુદ તેની માતાના કારણે જ મોત નિપજયું છે. તાજા જન્મેલા સિંહ બાળોને સિંહણ મોઢામાં લઈ ફેરવતી હોય છે આ બચ્ચાઓને આ રીતે ફેવરતી વખતે વધુ દબાણ અપાઈ જતાં ઈજા થયેલ જોવા મળેલ હતી. સકકરબાગ ખાતે આ બન્ને બાળસિંહના પોસ્ટમોર્ટમ થતાં ગંભીર ઈજાઓ જોવા મળેલ હતી. એક બચ્ચાને છાતીના ભાગે તથા બીજા બચ્ચાને માથા-મગજના ભાગે ઈજા જોવા મળેલ. પ્રથમ વખતના બચ્ચાઓની સંભાળ રાખતી વખતે બિલાળી કુળના પ્રમાણીઓમાં આ પ્રકારની ઘટનાઓ કયારેક બનતી હોય છે. વનવિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા આ બચ્ચાઓને બહારનું દુધ પીવડાવવામાં આવતું હતું.