અમદાવાદ, તા. 30
બીજી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા રાજ્યના ગૃહ વિભાગે સિનિયર આઈપીએસ સહિત 25 આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ સોમવારની સાંજે બહાર પાડ્યો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર તરીકે લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર એડીશનલ ડીજીપી અજય તોમરને મૂકવામાં આવ્યા છે, જ્યારે સતીષ શર્માની નિવૃત્તિને કારણે ખાલી પડેલી સુરત પોલીસ કમિશનરની જગ્યા ઉપર પ્રમોશન સાથે એડીશનલ ડીજીપી આર બી બ્રહ્મભટ્ટને મૂકવામાં આવ્યા છે. જો કે સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર સુરતથી ખસેડી ડીજીપી ઓફિસમાં વહિવટમાં મૂકવામાં આવ્યા છે.
ગુજરાતના અન્ય સિનિયર આઈપીએસ અધિકારીમાં સમશેરસિંગને આર્મસ યુનિટમાંથી ખસેડી સીઆઈડી ક્રાઈમમાં અજય તોમરના સ્થાને મૂકવામાં આવ્યા છે, જ્યારે ઈન્કવારીનો હવાલો સંભાળતા કે એલ એન રાવને જેલના વડા મોહન ઝાની નિવૃત્તિને કારણે ખાલી પડેલી જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે. જ્યારે પંચમહાલ રેન્જમાંથી મનોજ શીશધરનને આઈબીમાં બ્રહ્મભટ્ટના સ્થાને મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાંથી ખુરશીદ અહેમદને રાજકોટ ટ્રાફિક અને ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ રેન્જમાંથી સુભાષ ત્રિવેદીને બોર્ડર રેન્જમાં મૂક્યા છે. જ્યારે બોર્ડર રેન્જમાંથી ડી બી વાઘેલાને એસીબીમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે નિપૃર્ણા તોરવણને પોલીસ એકેડમીમાંથી અમદાવાદ સેકટર-2ના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.
ગૃહ વિભાગે કરેલી બદલીના આદેશ આ પ્રમાણે છે
નામ ક્યાં હતા ક્યાં મુક્યા
(1) સંજય શ્રીવાસ્તવ લો એન્ડ ઓર્ડર આર્મસ યુનિટ
(2) અજય તોમર સીઆઈડી સ્પેશિયલ સીપી અમદાવાદ
(3) શમશેરસિંગ આર્મસ યુનિટ સીઆઈડી
(4) કે એલ એન રાવ ઈન્કવારી જેલ
(5) મનોજ શશીધરન પંચમહલા રેન્જ આઈબી
(6) આર બી બ્રહ્મભટ્ટ આઈબી સુરત સીપી
(7) ખુરશીદ અહેમદ અમદાવાદ વહિવટ રાજકોટ ક્રાઈમ
(8) હરિકુષ્ણ પટેલ સુરત જેસીપી ડીજીપી વહિવટ
(9) સુભાષ ત્રિવેદ્દી જુનાગઢ રેન્જ બોર્ડર રેન્જ
(10) ડી બી વાઘેલા બોર્ડર રેન્જ એસીબી
(11) નિપુર્ણા તોરવણે પોલીસ એકેડમી અમદાવાદ સેક્ટર 2
(12) મનીન્દ્રર સિંગ સીઆઈડી જુનાગઢ રેન્જ
(13) એમ એસ ભરાડા અમદાવાદ સેક્ટર-2 પંચમહાલ રેન્જ
(14) તરૂણ દુગ્ગલ વડોદરા ગ્રામ્ય બનાસકાંઠા
(15) નીલેશ જાજડીયા એસપી મહેસાણા એસપી રેલવે
(16) સરોજકુમારી વડોદરા હેડક્વાર્ટર વડોદરા સીટી
(17) સુધીર દેસાઈ સુરત ટ્રાફિક વડોદરા ગ્રામ્ય
(18) મનિષ સિંગ વડોદરા એસપી મહેસાણા
(19) અક્ષયરાજ મકવાણા અમદાવાદ એસપી પાટણ
(20) આર ટી સુસરા વડોદરા એસસીઆરબી
(21) અચલ ત્યાગી(એએસપી) કેવડિયા ડીસીપી વડોદરા
(22) અજીત રજીયાન(એએસપી) થરાદ ડીસીપી વડોદરા
(23) સંદીપ ચૌધરી(એએસપી) જામનગર ડીસીપી વડોદરા
(24) પ્રશાંત સુમ્બે(એએસપી) ખાંભડીયા ડીસીપી સુરત
(25) વાસમાશેટ્ટી તેજ (એએસપી) માંગરોલ ડીસીપી અમદાવાદ
ગૃહ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં દસ કરતા વધુ આઈપીએસ અધિકારીઓની બદલી થવાની સંભાવના છે, જેમાં કેટલાંક મહત્વના પોસ્ટીંગ થશે