સુરતના ફરાર પ્રેમી વેવાણ હાજર થયા, પણ પતિએ ઈન્કાર કર્યો, બીજા કાકીસાસુ સાથે ભાગ્યા

સુરતનાં દિકરા-દીકરીના સગપણમાં મળેલા વેવાઇ અને વેવાણ ભાગી ગયા બાદ પ્રેમનો ઉભરો શાંત થતાં વેવાણ પરત આવી ગયા છે. ત્યાં બીજો એક આંચકારૂપ કિસ્સો નોંધાયો છે.

નવસારીમાં વેવાણ હાજર થઈ ગયાં બાદ પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન પોલીસ સ્ટેશનમાં આપ્યું હતું. પણ હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે, વેવાણનાં પતિએ પોતાની પત્નીનો ત્યગ કરી દીધો છે. તેમનો સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. વરરાજાના પિતા અને વરવધુની મા બંને અચનાક ગુમ થઇ ગયા હતા. મહિલાનાં પિતા હવે લઈ જશે. યુવક અને યુવતીના લગ્ન તુટી ગયા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા.

આમ એક પ્રેમ કહાનીમાં અનેક વળાંકતો આવ્યા છે પણ તેમાં અનેક કુટુંબો અને સંબંધો તૂટી ગયા છે. લોકોમાં આ વેવાણ અને વેવાઈ સેલિબ્રિટી બની ગયા છે. જાણે વેવાણ કોઈ સેલેબ્રિટી હોય એવી રીતે નવસારી પોલીસ સ્ટેશન ખાતે વેવાણને જોવા ટોળું ભેગું થઈ ગયું હતું.

સુરતમાં જે વેવાઈ-વેવાણ પ્રેમ પાંગરવાના કારણે ભાગી ગયા બાદ સમગ્ર ગુજરાતમાં ઘરેઘરે તેની ચર્ચા થઈ હતી. વેવાણ મળી આવ્યા છે. વેવાઈ હજું ભાગતા ફરે છે.

વેવાણના પતિએ પોતાની પાસે રાખવાનો ઈનકાર કર્યો એટલે વેવાણે તેના પિતાને જાણ કરી હતી. વેવાણના પિતા સુરતથી પોતાની દીકરીને લેવા પહોંચ્યા હતા.

યુવાનીમાં લગ્ન કરવા માંગતા હતા
વરરાજાના પિતા અને વરવધૂની માતા બંને યુવાની સમયથી એકબીજાને ઓળખતા હતા. બંને યુવાનીના સમયથી લગ્ન કરવા માંગતા હતા.

સુરતનો વધુ એક કિસ્સો
કતારગામનો બીજો એક કિસ્સો એક જ સોસાયટીમાં રહેતા કાપડનો ધંધો કરતાં 32 વર્ષનાં જમાઈ અને 45 વર્ષની કાકીસાસુ વચ્ચે પ્રેમ થઈ જતાં બંને જણા 4 દિવસથી પોતાના પરિવારને છોડીને ભાગી ગયા છે. અગાઉ પરિવારજનોએ કાકીસાસુ અને જમાઈને એકબીજા સાથે એકલામાં પકડી પાડ્યાં ત્યારે જમાઈને ફટકા મારવાની સજા કરી હતી. જમાઈએ કહ્યું હતું કે તે હવે નહીં મળે.