સુરતની જેમ લોકો ઉપરથી કૂદવા તૈયાર થયા 

સુરતની ઘટના જેવા આગમાંથી કુદી પડવાના દ્રશ્યો સર્જાયા હતા. તરફ આગ પાંચમા અને છઠ્ઠા માળ સુધી પ્રસરી જતા લોકો બચવા માટે ગેલેરીમાંથી નીચે ઉતરવાની કોશીશ કરવા લાગ્યા હતા. ફાયરના જવાનોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મ શરૂ ન થઈ શકતા તેની સીડી ઉપરથી ઉપર જઈને લોકોને  નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આગમાં ફસાયેલા લોકોને નીચે ઉતારવાની કામગીરી વિલંબમાં મુકાતા ઉશ્કેરાયેલા લોકોએ ફાયરના કર્મીઓ સાથે મારામારી પણ શરૂ કરી દીધી હતી. આ તરફ ૧૦૮ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફસાયેલા લોકો પૈકી સાત જેટલા લોકોને બહાર કાઢી અને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લોકોને છત પર જવા સુચના આપવામાં આવી, દોરડાથી નીચે ઉતારાયા

આગમાં ફસાયેલા લોકો ગેલેરીમાંથી ઉતરવા પ્રયાસ કરી રહ્યા હતા.એ સમયે ફાયરના જવાનો દ્વારા તેમને આમ કરવાના બદલે છત પર જવા કહેવામાં આવ્યુ હતુ.બાદમાં હાઈડ્રોલિક ક્રેઈનની સીડીથી ફાયરના જવાનોએ ઉપર પહોંચી ફસાયેલાઓને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી હતી.તમામને દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા.