ભાજપની મહિલા કાર્યકરો સાથે સેક્સ ટેપમાં સંડોવાયેલા ભાજપના પ્રધાનના ગામમાં અગાઉ તેના જ કાર્યકરો તેને છોડીને કોંગ્રેસમાં જતાં રહ્યાં હતા. તેમના ગામ રતનાલમાં ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેઓ પોતાના ગામમાં પણ ભાજપના કાર્યકરોને સંભાળી શકતા નથી. તેમને પ્રધાન અને એક જિલ્લાના પ્રભારી પ્રધાન બનાવવામાં આવે છે.
શિક્ષણ પ્રધાન અભણ ગોવાળિયા છે
5 નવેમ્બર 2018માં વાણીવિલાસ કરીને ભુજમાં નમો ઇ ટેબના વિતરણ વખતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અભણ ગોવાળિયા સાથે સરખાવતાં પક્ષમાં ગંભીર મુદ્દો બની ગયો હતો. વાસણ આહિરે મોટાઈ વર્ણવતા ભાન ભૂલ્યા હતો.
પક્ષવિરોધ પ્રવૃત્તિ કરનારને નહીં છોડાય
અંજારના ભાજપના ધારાસભ્ય વાસણ આહિરે ચેતવણી આપી હતી કે, ભાજપમાં રહીને પક્ષવિરોધી કામ કરનાર લોકો પાસેથી હું હિસાબ લઇશ. હિન્દુત્વના નામનો ખોટો ઉપયોગ કરનાર તત્વોને ચેતવણી આપું છું.
1995થી રાજકાણમાં
1995 થી સક્રિય રાજકારણમાં પ્રવેશનાર વાસણ આહીર 3 વખત ભુજના અને 1 વખત કચ્છના ધારાસભ્ય કચ્છના અંજારમાંથી 11,313 વધુ મતોથી ચૂંટાઈ આવેલ વાસણ આહીર ધો7 સુધી જ ભણેલા છે. 61 વર્ષના વાસણ આહીર કચ્છના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે. તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. દૂધના વ્યવસાય સાથે. જોડાયેલા હતા. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ છે. તેમની કુલ સંપત્તિ રૂ.3.15 કરોડ જાહેર કરી હતી.
બુટલેગર સાથે આહીર
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના પ્રધાન હતા ત્યારે વાસણ આહીરના મત વિસ્તાર કચ્છ-ભુજમાં કવી કાગની કથા જાહેર થઈ હતી. જયેશદાન ગઢવી સામે અગાઉ દારૂબંધી ભંગનો ગુનો દાખલ કરાયો હતો. આમ એક બૂટલેગર કથા કરી રહ્યાં હતા ત્યારે તેમની સાથે ભાજપ સરકરના પ્રધાન વાસણ આહીર ઉદઘાટન કરીને તેમની સાથે સ્ટેજ પર પણ હતા. બુટલેગર, ગૌચર પર દબાણ કરનારા અને પશુના ઘાસની સબસીડી ખાઈ જનાર જયેશદાન ગઢવી ઉર્ફે કવિ જય અને પ્રધાન વાસણ આહીર સાથે એક જ મંચ પર હાજર હતા. જે ગુનેગારોને છૂટો દોર આપવા બરાબર છે. તેથી રૂપાણીએ આફતનો સામનો કરવો પડ્યો હતો.
આહીરે ખખડાવી નાંખ્યા
પાટણમાં ચૂંટણી સમયે ભાજપના કાર્યકરોની પાંખી હાજરી જોઈને પ્રભારી પ્રધાન વાસણ આહીર દ્વારા એવો સવાલ ઉઠાવાયો હતો કે કાર્યકરો કેમ નથી. આવું કેમ થયું? પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ મોહન પટેલ અને પાટણ શહેર પ્રમુખ સુરેશ પટેલે બચાવ કરવો પડ્યો હતો.
આહીર સામે દેખાવો
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના ટીમ્બા ગામ ખાતે ભાજપના નેતા વાસણ આહીરનો પાટીદારોએ વિરોધ કર્યો હતો. 30 પાટીદાર મહિલાઓએ થાળીઓ વગાડીને વિરોધ કર્યો હતો. જેમને રોકવા માટે પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.