સેક્સ ટેપમાં રૂપાણીના પ્રધાન વાસણ આહીરનું રાજીનામું ન લેવાયું, હવે જાહેરમાં ખુલ્લીને દેખાવા લાગ્યા

ભાજપના નેતા અને વિજય રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીર જ્યારે ભાજપના કે સરકારના કોઈ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે તેમની પ્રેમિકા અને ભાજપની નેતી સામે ગંદા ઈશારા કરતાં હતા. તેઓ કામવાસનનાના 84 આસનના શોખીન હતા. જુદી જુદી રીતે કામક્રીડા કરવામાં મજા આવે છે. એવું ટેપ બહાર આવી તેમાં સ્પષ્ટ કહે છે. તેની અનેક સેક્સ ટેપ બહાર આવી ત્યારે સમગ્ર ગુજરાતની 6.50 કરોડ જનતા થું કરવા લાગ્યા હતા. તેમ છતાં તેમની સામે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી. તેઓએ 6 જાન્યુઆરી 2020માં

થોડો સમય વાસણ આહીરને ગુપ્ત વાસમાં રાખ્યા બાદ હવે તેમને ફરીથી જાહેરમાં સક્રિય કરવામાં આવી રહ્યાં છે. તેઓ હવે ફરી એક વખત નફ્ફટ થઈને જાહેર વ્યક્તિ બની ગયા છે. વિજય રૂપાણીએ 7 જાન્યુઆરી 2020 સુધી તેમની સામે કોઈ પગલાં ન લીધા કે જાહેરમાં કોઈ ઠપકો પણ આપ્યો નથી. આવા સેક્સ મેનિયાક પ્રધાન ગંદી વાતો અને હરકત કરતાં હોવા છતાં રૂપાણીએ વાસણ આહીરનો હંમેશ બચાવ કરીને તેમની કામવાસનાને છુપાવી છે.

10 ટેપ

ગુજરાતની ભાજપ સરકારના રાજ્યકક્ષાના પ્રવાસન પ્રધાન વાસણ આહિરની ઉપપત્ની હોવાની દાવો કરતી એક ભાજપની સ્થાનિક હોદ્દેદાર અને નેતી ખુદ પ્રધાન અને તેની પ્રેમિકા એવી ભાજપની સ્થાનિક મહિલા હોદ્દેદાર અને નેતીની ઓડિયો ટેપ કે જે ફોન પર વાતચિતની છે એવી 10 ટેપ બહાર આવી હતી. આ ઓડિયો ટેપ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી ગઈ હતી. ભાજપના 61 વર્ષના પીઢ નેતાએ આ બન્ને મહિલાઓ સાથે કામલીલા કરવામાં કંઇ બાકી રાખ્યું નથી. વાસણ આહીર ભાજપની હોદ્દાદારને તો જાહેરમાં પોતાની બેટી ગણાવતાં હતા. પણ ખાનગીમાં તે નેતી સાથે શારીરિક અનૈતિક સંબંધો બાંધ્યા હતા.

બાપ બેટીના સંબંધમાં ખોટો ધંધો

ઓડિયો ટેપમાં એક પત્ર વાંચ્યા બાદ ભાજપની નેતી પ્રધાન આહીરને સમજાવે છે કે, અવળા ધંધા મૂકી દો. આ બધામાં રાજકીય કારકીર્દિ ખતમ થઈ જશે. બાપ બેટીના સંબંધમાં ખોટો ધંધો કરી રહ્યા છો. મૂકી દો આ બધું. નામ ખરાબ થઈ જશે. જાહેરમાં ઈશારા કરો છો. હું પત્ની બનીને રહી પણ તમે રંગરેલીયા મનાવતાં રહ્યાં છો. જવાન છોકરીઓ સાથે તમને મજા આવે છે. આ ઉચ્ચાર વાસણ આહીરની પ્રેમિકાના છે.

જવાન ઓરતો કે સાથ તુમ્હે મજા આતા હૈ, ઉમર થઈ ગઈ છે. ડોસો છતાં કામશાસ્ત્ર મુજબ સંબંધો બાંધે છે. તે કમલમમાં જમતી હોય ત્યારે વાસણ આહીર તેમની પાસે પહોંચી જતાં હતા.

ભાજપની નેતી ચૂંટણી જીતી – પત્રની વિગતો

ભાજપની આ નેતી અંજાર તાલુકામાં ગોલ્ડન સિટીમાં ચૂંટણી જીતી છે. જે સંસદીય સચિવની પ્રેમિકા છે. દીકરી બનાવીને તેની સાથે શારીરિક સંબંધ રાખે છે. તેના ઘરમાં જ પડી રહે છે. પડોશીઓ જાણે છે. ડ્રાઈવર બધું જાણે છે. ઈનોવા કાર આપી છે. તેને દુકાન હતી તે બંધ કરાવી દીધી છે. પતિને નાઈટ ડ્યુટી પર મોકલી દે છે. સાપેડા ફાર્મ હાઉસમાં પકડાએલા પ્રેમીપંખીડા રૂ.20 લાખ આપીને મોં બંધ કરાવી દે છે. એ રાતે બેંગલોર જઈને હનીમૂન મનાવે છે. ઘરવાળઓને આ અંગે કંઈ જ ખબર નથી. આ નેતા પોતાની પ્રેમિકાને ઈશારાઓ કરે છે. જનતા આ બધું જુએ છે. તેની એટલી બધી સ્ત્રીઓ છે કે આ મહિલાઓ કહે છે કે ધારાસભ્ય સાથે મજા આવે છે. મકાનોની માલિક કઈ રીતે બની ગઈ છે. આ માણસના કારણે મહિલાઓ, યુવતિઓ રાજનીતિમાં આવતાં ડરે છે. જે નજરનો ગંદો છે. તેને હવે હટાવો.

એક જમાનો હતો કે જુનાગઢના દેવાયત આહીરને ત્યાં ઊછરેલા રા’નવઘણ ને એનો જીવ બચાવવા પોતાના પુત્ર વાહણનો ભોગ આપી દેતી આહીર હતો. અહીં તો દીકરી કહીને તેની સાથે સેક્સ કરે છે. ભાજપના નેતાના સંવાદો છે. સવારે ભગવાનની પૂજાના બદલે…. તને ચાટી રહ્યો છું, ભૂતકાળને વાગોળું છું, વર્તમાનમાં તને પ્યાર કરૂં છું, ભવિષ્યમાં કરતો રહીશ. મંત્રી ગાળો બોલે છે. ન સાંભળી શકાય એવી ગાળો બોલે છે. સવારે સવારે  અહીં ગાળનો ઉપયોગ થતાં પ્રેમિકા અટકાવે છે અને કહે છે રાધે રાધે બોલો.

આહીર સામે દેખાવો

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના ટીમ્બા ગામ ખાતે ભાજપના નેતા વાસણ આહીરનો પાટીદારોએ વિરોધ કર્યો હતો. 30 પાટીદાર મહિલાઓએ થાળીઓ વગાડીને વિરોધ કર્યો હતો. જેમને રોકવા માટે પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

પુત્રને રાજકારણમાં લાવવા માંગે છે

પુત્ર રણછોડભાઇ વી આહિરને પણ તેઓ રાજકારણમાં લાવવા માંગતાં હતા. હવે પોતાના રાજકારણ પર પૂર્ણ વિરામ મૂકાયું છે. વાસણ આહિરનું સેક્સ કાંડ બહાર આવતાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર દબાણ વધી રહ્યું હતું. જે ઓડિયો ટેપ બહાર પાડી હતી તે ભાજપના જ એક નેતા તેની પાછળ હોવાનું માનવામાં આવે છે.

મોદી-શાહની અનીતિ

જોકે ભાજપની અગાઉની નરેન્દ્ર મોદીની સરકારમાં પણ અનેક પ્રધાનોના કૌભાંડ બહાર આવ્યા ત્યારે તેમાંથી કોઈના રાજીનામાં લેવાના બદલે તેમને છાવરવામાં આવ્યા હતા. છેલ્લે મોદીના પ્રધાન હરી ચૌધરીનું રૂ.2 કરોડનું લાંચ લેવાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પણ તેમનું રાજીનામું લીધું ન હતું. હત્યા કેસમાં અમિત શાહની ધરપકડ થઈ ત્યારે તેમનું રાજીનામું લેવાયું ન હતું. મોદીના પગલે હવે વિજય રૂપાણી પણ રહ્યાં.

નલિયાકાંડના કારણે ચર્ચામાં આવેલા કચ્છમાં ફરી એક વાર રાજકારણીઓની કામલીલાને ઉજાગર કરતો કિસ્સો પ્રકાશમાં તો આવ્યો પણ પણ વાણસ આહિરનું રાજીનામું ન લેવું એવી સલાહ અમિત શાહે પોતાના કહ્યાંગરા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી ન હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે.

કેસરી ખેસ ઉતાર્યો

કચ્છમાં વાસણ આહીરની યુવતી અને મહિલા સાથેની વલ્ગર રાક્ષસી ભાષામાં થયેલી વાતચિતની ઓડિયો ક્લીપના કારણે કચ્છમાં ભાજપના કાર્યકરોએ કેસરી ખેસ ઉતારી દીધા હતા. દિવસોથી ભાજપના કોઈ નેતા તો બહાર નિકળતા ન હતા. કાર્યકરોએ કાર્યલય પર જવાનું ટાળીને કેસરી ખેસ પહેરવાનું બંધ કરી દીધું હતું. ભાજપના બે મોટા નેતાઓને બાદ કરતાં બીજા એક પણ નેતા બહાર ખોંખારીને બોલી શકતાં ન હતા.

6 સેક્સ કાંડ કચ્છમાં થયા

કચ્છમાં ભાજપના મોટા નેતાઓ તેના મહિલા કાર્યકરો સાથે સેક્સના સંબંધો ધરાવે છે. તેને પૃષ્ટિ આપતા 6 સેક્સ કાંડ કચ્છ ભાજપમાં બન્યા છે જેમાં અનેક નેતાઓની વિડિયો ઉતારી લેવામાં આવી છે અને જેમાં ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યા ભાજપના નેતા છબીલ પટેલે કરી તે પણ સેક્સ કાંડમાં થઈ છે. સુરત સેક્સ કાંડ, અમદાવાદ સેક્સ કાંડ જેની ઘટનાઓમાં કચ્છના નેતાઓ સંડોવાયેલા હતા.

માત્ર કાર્યકરો જ નહીં પણ વડાપ્રધાને પોતે મોં છુપાવવું પડી રહ્યું હતું. ભાજપમાં રાક્ષસી વૃત્તિ ધરાવતાં સેક્સ મેનિયાક નેતાઓના કારણ ગુજરાતના અન્ય સ્થળે પણ કલંકિત પ્રકરણના છાંટા ઉડ્યા છે. મતદારો પૂછી રહ્યાં છે કે ભાજપનું રાક્ષસી ચરિત્ર જે જોયું છે તે કોંગ્રેસમાં પણ અગાઉ ક્યારેય ન હતું. પોતાની જ કાર્યકરો અને નેતીઓ સાથે સેક્સ કરવું તે ભાજપનું ચરિત્ર હોય એવું કચ્છની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે.

લોકસભામાં મોદી કચ્છ ન જઈ શક્યા

ભાજપના કાર્યકરો લોકસભાના ઉમેદવારના પ્રચારમાં નિકળી શક્યા ન હતા. મતદારોને પોતાનું મોં બતાવી શકે તેમ નથી. માત્ર કાર્યકરો જ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કચ્છમાં 2019ની ચૂંટણીમાં એક પણ વખત જવાનું ટાળ્યું છે. સામાન્ય રીતે તેઓ કચ્છથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરતાં આવ્યા છે. પણ આ વખતે ભાજપના નેતાઓની સેક્સ કાંડ અને સેક્સ વિડિયો, હત્યાથી તેઓએ કચ્છની પ્રજા સમક્ષ જવાનું ટાળવું પડ્યું હતું.

મુખ્ય પ્રધાન મોં છુપાવી ભાગ્યા

ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા.

પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્રધાન વાસણ આહીર બે મહિલાઓ સાથે ગંદી ભાષામાં વાત કરી રહ્યાં હોવાનો ઓડિયો ક્લીપ ભાજપના જ કાર્યકરે જાહેર કરી દીધી તે અંગે પોલીસ તપાસ કરીને પ્રધાન સામે પગલાં ભરશો કે કેમ ?  બીજા એક પત્રકારનો આ પ્રશ્ન એક બહેરા કાને અથડાયો હતો. જાણે તેમણે સાંભળ્યું જ નથી એમ તેઓએ ચાલતી પકડી હતી. ‘હાલ આ વિષય નથી’ તેવું નિવેદન કરીને મૌન સેવી લીધું હતું. વધુ કોઈ પ્રશ્ન આવે તેં પહેલા જ તેઓ ઊભા થયી ગયા હતા અને તરત જ બીએસએફનાં કેમ્પમાંથી બહાર નીકળી આવ્યા હતા. સીએમ રૂપાણીની આ મુલાકાત વખતે મંત્રી વાસણ આહીર પણ તેમની સાથે રહ્યા હતા. જો કે આ પ્રશ્ન રૂપાણીને પુછાયૉ તે પહેલા જ આહીર પણ રવાના થયી ગયા હતા.

લોકસભાની ચૂંટણી પહેલાં જ કેમ

લોકસભાની ચૂંટણીનાં બે દિવસ પહેલા જ કચ્છનાં અંજારનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજ્યકક્ષાનાં પ્રવાસન પ્રધાન વાસણ આહીરની ઓડિયો ક્લિપ વાઇરલ થયી હતી. જેને લઇને ખાસ્સો એવો વિવાદ હજુ ચાલી રહ્યો છે. તે અંગે વાસણ આહીરે આજ સુધી મૌન જાળવી રાખ્યું છે. તેઓએ જાહેરમાં કંઈ કહ્યું નથી. હવે મુખ્ય પ્રધાન તેમના સાથી પ્રધાનનું રાજીનામું નૈતિકતાના આધાર પર લેશે એવું માનવામાં આવતું હતું. પણ રૂપાણીએ રાજીનામું લીધું નહીં. ગુજરાત ભાજપ દ્વારા આ મામલે મૌન સેવી લેવામાં આવ્યું હતું.

હું બદનામ થઈ ગયો છું

પ્રવાસન પ્રભાગના પ્રધાન વાસણ આહીર સાથે ભાજપની નેતીઓના સેક્સ કાંડ બહાર આવ્યા બાદ હવે તેમના અન્ય કેટલાંક વિવાદો અને વાસણ આહીરની સામે લખાયેલો પત્ર જાહેર થયો હતો.

વાસણ આહીર અને મહિલાઓ સાથેના અનૈતિક સંબંધોનો ભાંડો ફોડતો હિન્દીમાં લખાયેલો એક પત્ર ફરતો થયો હતો. પત્રમાં એમ લખ્યું છે કે વાસણ આહીર સ્ટેજ પરથી ગંદા ઇશારા કરે છે. વાસણ આહીરનો ડ્રાઇવર ભાજપની નેતીને ઘરે છોડે જવાની ફરજ બજાવે છે. પ્રધાન એવું કહે છે કે હું હવે તમારી સાથે સેક્સ કરવાના સંબંધો રાખતો હોવાથી બદનામ થઈ ગયો છું. પણ મહિલા દ્વારા રૂપાણી સરકારના પ્રધાનને ધમકી આપવામાં આવી હતી કે, તારી હાલત ખરાબ કરી દઈશ. મારી પાસે સેક્સ કરતાં હો એવો  વિડિયો છે એવું તમે માનો છો  ?  તારી પ્રેમિકા માંડવીના એક વકીલ અને આચાર્ય પાસે જાય છે. આ ઘટનાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જાણકારોના કહેવા મુજબ આ સમગ્ર ઘટનાક્રમ વાસણ આહીર જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં સંસદીય સચિવ પદે હતા તે કાળનો છે. આ પ્રધાન પેલી મહિલાને હાથે પગે લાગે છે.

1995થી રાજકાણમાં

1995થી સક્રિય રાજકારણમાં પ્રવેશનાર વાસણ આહીર 3 વખત ભુજના અને 1 વખત કચ્છના ધારાસભ્ય કચ્છના અંજારમાંથી 11,313 વધુ મતોથી ચૂંટાઈ આવેલા વાસણ આહીર ધો7 સુધી ભણેલા છે. 61 વર્ષના વાસણ આહીર કચ્છના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે. તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. દૂધના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ છે. તેમની કુલ સંપત્તિ રૂ.3.15 કરોડ જાહેર કરી હતી.

બુટલેગર સાથે આહીર

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના પ્રધાન હતા ત્યારે વાસણ આહીરના મત વિસ્તાર કચ્છ-ભુજમાં કવી કાગની કથા થઈ હતી. જયેશદાન ગઢવી સામે અગાઉ દારૂબંધી ભંગનો ગુનો દાખલ કરાયો હતો. આમ એક બૂટલેગર કથા કરી રહ્યાં હતા. ત્યારે તેમની સાથે ભાજપ સરકરના પ્રધાન વાસણ આહીર ઉદઘાટન કરીને તેમની સાથે સ્ટેજ પર પણ હતા. બુટલેગર, ગૌચર પર દબાણ કરનારા અને પશુના ઘાસની સબસીડી ખાઈ જનાર જયેશદાન ગઢવી ઉર્ફે કવિ જય અને પ્રધાન વાસણ આહીર સાથે એક જ મંચ પર હાજર હતા. જે ગુનેગારોને છૂટો દોર આપવા બરાબર છે. તેથી રૂપાણીએ આફતનો સામનો કરવો પડ્યો હતો.

આહીરે ખખડાવી નાંખ્યા

પાટણમાં ચૂંટણી સમયે ભાજપના કાર્યકરોની પાંખી હાજરી જોઈને પ્રભારી પ્રધાન વાસણ આહીર દ્વારા એવો સવાલ ઉઠાવાયો હતો કે કાર્યકરો કેમ નથી. આવું કેમ થયું? પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ મોહન પટેલ અને પાટણ શહેર પ્રમુખ સુરેશ પટેલે બચાવ કરવો પડ્યો હતો.

વાસણ આહીરના નામે છેતરપીંડી

રૂપાણીની ભાજપ સરકારના પ્રધાન વાસણ આહિરના નામે તેમના 10 સંબંધીઓ પાસેથી રૂ.6 લાખ  અમદાવાદના રઘુવીરસિંહ – મુન્ના ચૌહાણ નામના વ્યક્તિએ પડાવી લીઘા હતા. ત્યારે પણ વિવાદ થયો હતો. જે મોબાઇલ નંબર ઉપરથી ફોન કરવામાં આવતો હતો તે નંબરના ટ્રુકોલરમાં વાસણ આહીરનું નામ લખી દેવાયું હતું. દસથી વધુ

નરેન્દ્ર મોદી અને રૂપાણીની ટીકા કરી

9 ઓક્ટોબર 2018માં વાસણ આહીર દ્વારા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની ટીકા કરી હતી. મોદી જ્યારે રાજકોટ આવ્યા ત્યારે તેમની સભામાં 75 ટકા ખુરશી ખાલી હોવાનું વાસણ આહીરે કચ્છમાં કાર્યકરો સમક્ષ કહ્યું હતું. જે માટે રૂપાણી જવાબદાર હોવાનું તેમણે કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું. જેનો વિડિયો ભાજપના એક કાર્યકરે ઉતારી લીધો હતો અને જાહેર કરી દીધો હતો.

રાજીનામાની માંગણી

26 એપ્રિલ 2018ના રોજ અંજાર ખાતે સવારે કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહિરના રાજીનામાંની માંગણી કરવામાં આવી હતી. રેલી, ધરણા અને દેખાવો કરીને કચ્છની બેટી બચાવોના નારા લગાવાયા હતા. વાસણ આહિરની ઓડિયો ટેપ બહાર આવી છે. જેમાં તેઓ બે મહિલાઓ સાથે અનૈતિક શારિરીક સંબંધ રાખતાં હોવાનું જાહેર થાય છે. તેઓ પોતે મહિલાઓને ન શોભે એવી ગાળો બોલે છે. તેથી કોંગ્રેસ દ્વારા રાજીનામાની માંગણી કરવામાં આવી હતી.

મુંબાઈમાં વિરોધ

વાસણ આહીરની કામલીલાનો વિરોધ મુંબઈ કચ્છી સમાજમાં થઈ રહ્યો છે. 40 જેટલી સંસ્થાઓના આગેવાન દ્વારા ગુજરાતના પોલીસ વડાને તે અંગે એક પત્ર પણ લખ્યો છે. આ સંસ્થાઓ વાસણ આહીરને નજીકથી ઓળખે છે. નલીયા બળાત્કાર કેસ અને જયંતી હત્યા કેસમાં કચ્છને કલંક લાગ્યું હતું હવે આ નવી ઘટનાથી એક કચ્છી તરીકે અમારું માથું શરમથી ઝૂકી જાય છે. કલ્પના અને જ્યોત્શના પણ અમારા કચ્છમાં રહે છે. તેથી હવે વાસણ આહીરનું જીવનું જોખમ ઊભું થયું છે. તેથી વાસણ આહિરના મોબાઈલ ફોન પર તેમને સંદેશો મોકલાવેલો છે. તે પોલીસ અધિકારીઓને પણ મોકલાવેલ છે. તે ઓડિયો ટેપ સોશિયલ મિડિયામાં કોણે મૂકી તેની તુરંત તપાસ કરો.

હું કાળા ધંધા કરતો હોત તો મારી ફિલમ ચાલી ન હોત

30 એપ્રિલ 2012માં ગાંધીધામ આરટીઓ કચેરીના લોકાર્પણ વખતે પ્રધાન વાસણ આહીર દ્વારા ટ્રકના ઓવરલોડના મુદ્દે કોઇનું નામ લીધા વિના અનેકને આડેહાથ લીધા. કાળા ધંધા હું કરતો હોત તો અમારી ‘ફિલમ’ હાલી ન હોત તથા ભુજમાં 22 હજાર મતથી વિધાનસભાની ચૂંટણીમાં હું જીત્યો ન હોત.

તેમણે ભાજપના જ કેટલાંક નેતાઓને લક્ષ્ય બનાવ્યા હતા. ભાજપ અંદરોઅંદરનું શીત યુદ્ધ બહાર આવી ગયું હતું. વાસણએ કહ્યું હતું કે, પોતે તથા તેઓનું સંગઠન ટ્રક ઓવરલોડનું વિરોધી છે, તેવું જણાવી ખોટી રીતે તેમના નામ પર અનેક લોકો માછલાં ધોઇ રહ્યાં છે.

વાસણભાઇએ જણાવ્યું હતું કે, પોતે ટ્રાન્સપોર્ટની લાઇનમાં ૩૦ વર્ષથી છે અને ઓવરલોડ બંધ કરાવવા માટે તેઓ જ સૌપ્રથમ ગુજરાત વડી અદાલત અને ત્યાર બાદ દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. આજ દિવસ સુધી એક પણ ટ્રક ઓવરલોડમાં પકડાઇ નથી. તેમ છતાં અમુક લોકો આરટીઓના અધિકારીઓને ફોન મારફતે વાસણભાઇની ટ્રક ઓવરલોડ ભરીને જઇ રહી છે તેવું જણાવી તેઓના નામ પર ખોટાં માછલાં ધોઇ રહ્યાં છે. આરટીઓના અધિકારીઓને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

વાસણે જણાવ્યું હતું કે, રાજકાણની કારકિર્દીમાં 5 વર્ષ પોતે છૂટા રહ્યા હતા. ત્યાર બાદ ટ્રાન્સફર કરી તેઓને ભુજની વિધાનસભાની ચૂંટણી લડવા મોકલવામાં આવ્યા હતા. તે વખતે કેટલા હિતેચ્છુએ તેઓને જણાવ્યું હતું કે, તમારી દવા કરવા માટે ભુજ મોકલવામાં આવ્યા છે. વાસણભાઇએ જણાવ્યું હતું કે, 22 હજાર વોટથી જીતીને તમામને મેં જવાબ આપી દીધો છે.

વજુ વાળાના પીએને નિશાન બનાવાયા

તે સમયના નાણાં પ્રધાન વજુભાઇ વાળાના અંગત મદદનીશને નિશાન બનાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના આયોજનમાં અનેક લોકોને મુશ્કેલી પડી હતી. સૌથી વધારે મુશ્કેલી વજુભાઇના પીએને પડી હતી.

ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા

ભાજપની મહિલા કાર્યકરો સાથે સેક્સ ટેપમાં સંડોવાયેલા ભાજપના પ્રધાનના ગામમાં અગાઉ તેના જ કાર્યકરો તેને છોડીને કોંગ્રેસમાં જતાં રહ્યાં હતા. તેમના ગામ રતનાલમાં ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેઓ પોતાના ગામમાં પણ ભાજપના કાર્યકરોને સંભાળી શકતા નથી. તેમને પ્રધાન અને એક જિલ્લાના પ્રભારી પ્રધાન બનાવવામાં આવે છે.

શિક્ષણ પ્રધાન અભણ ગોવાળિયા છે

5 નવેમ્બર 2018માં વાણીવિલાસ કરીને ભુજમાં  નમો ઇ ટેબના વિતરણ વખતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અભણ ગોવાળિયા સાથે સરખાવતાં પક્ષમાં ગંભીર મુદ્દો બની ગયો હતો. વાસણ આહિરે મોટાઈ વર્ણવતા ભાન ભૂલ્યા હતા.

પક્ષવિરોધ પ્રવૃત્તિ કરનારને નહીં છોડાય

અંજારના ભાજપના ધારાસભ્ય વાસણ આહિરે ચેતવણી આપી હતી કે, ભાજપમાં રહીને પક્ષવિરોધી કામ કરનાર લોકો પાસેથી હું હિસાબ લઇશ. હિન્દુત્વના નામનો ખોટો ઉપયોગ કરનાર તત્વોને ચેતવણી આપું છું. તેઓ જ પક્ષમાં સૌથી મોટું ગેરશિસ્ત કરી બેઠા હતા. તેમ છતાં રૂપાણીએ તેમની સામે કોઈ પગલાં ન લીધા, તેમને પ્રધાનની નોકરી પર ચાલુ રાખ્યા હતા.