20 હજાર કરોડની સૌની યોજના છતાં બંધોમાં 17% પાણી, મત મળ્યા, પાણી નહીં

ભાજપને સૌની યોજનાથી રાજકીય ફાયદો મળ્યો પણ લોકોને પાણી ન મળ્યું

નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કેન્દ્રીય જલ આયોગને 22 માર્ચ 2017માં લખેલો પત્ર જાહેર થયો છે જેમાં રીતે કહેવાયું છે કે, સૌની યોજનામાં જે પાણી વાપરવાનું છે તે ચોમાસામાં બંધમાંથી પાણી વહી જાય છે તે જ વાપરવાનું છે. નહીં કે સિંચાઈ માટે 9 મીલીયન એકર ફીટ પાણી માંથી. તેમ છતાં રૂપાણી સરકારે ખેડૂતો સાથે બનાવટ કરીને સિંચાઈ માટે વાપરીને સિંચાઈ થવા દીધી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કરારનો ભંગ કર્યો છે. ચોકીદારે મત ચોરી લીધા પણ હવે પાણી પણ ચોરી લીધું છે.

આ વિવાદ હવે બહાર આવ્યો છે. તે પણ કેન્દ્ર સરકારમાં ભાજપ છે અને તેમની સંસ્થાઓએ ગુજરાત સરકારના રૂ.20 હજાર કરોડના ખર્ચના પ્રોજેક્ટ માટે સવાલો ઊભા કરી દીધા છે. સૌની યોજનાના ભાગ માટે એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા રૂ,6400 કરોડની લોન મંજૂર કરીને આ પ્રોજેક્ટ બન્યો છે. તેની સામે સૌની યોજનાનો પ્રથમ તબક્કો રૂ.7099 કરોડનો બન્યો છે. જેમાં 1 મીલીયન એકર ફીટ પાણી વપરાવાનું છે. જે 2014માં શરૂ થઈ ગયો છે. છતાં ક્યાંય પાણી તો નાંખવામાં આવતું નથી. આ પાણી માત્ર ચોમાસામાં નર્મદાની નહેરો દ્વારા જ લાવવાનું હતું. પણ ખેડૂતોનું સિંચાઈનું પાણી તેમાં ચોમાસા સિવાય નાંખવામાં આવી રહ્યું છે. 2014-15માં 3040 મીલીયન ક્યુબિક મીટર પાણી, 2015-16માં 1005 મીલીયન ક્યુબીક મીટર પાણી અને 2016-17માં 6004 મીલીયન ક્યુબિક મીટર પાણી બંધમાંથી ઓવરફ્લો થયું હતું. ત્યાર પછી બંધના દરવાજા બંધ થયા પણ ડેમ ક્યારેય છલકાયો નથી. તેથી ગુજરાતની ભાજપની રૂપાણી સરકાર જે પાણી વાપરી રહી છે તે વધારાનું પાણી વાપરતી નથી તેનો મતલબ કે તે ગેરકાયદે પાણી વાપરી રહી છે. મધ્ય પ્રદેશ પણ પાણીનો વપરાશ વધારી રહી છે.

2014માં લોકસભાની ચૂંટણી જીતવા માટે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના બનાવીને તે અંગે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની જાણ બહાર શરૂ કર્યો હતો. જેનો રાજકીય ફાયદો ભાજપને મળ્યો પણ પાણી ન મળ્યું.

हर खेत को पानी, हर हाथ को कामના રૂપાળા સુત્રો અને વચનોની લાણી કરીને ગુજરાતના તત્કાલિન ખુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીએ 2012માં વિધાનસભાની ચુંટણી સમયે રૂ.10,000 કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેર કર્યું હતું કે સૌરાષ્ટ્રના 115 ડેમો નર્મદાના પાણીથી છલોછલ ભરાશે. આજે મોટા ભાગના ડેમો તળીયા ઝાટક છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના નાગરીકો-ખેડૂતો સાથે પાણીના નામે છેતરપીંડી કરનાર ભાજપ સરકારની સૌની યોજના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની વધુ એક યોજના હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ વોટર કમિશને ગુજરાત સરકારની સૌની યોજના માટેની રૂ.6,399 કરોડની દરખાસ્ત સામે અનેક પ્રશ્ન કર્યા છે. તેમજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીના 22 માર્તાચ 2017ના પત્ર મુજબ સરદાર સરોવર
નર્મદાના નિગમને જણાવ્યું છે કે સૌની યોજના માટે પાણી કયાંથી આવશે ?

એક તરફ સરકાર નર્મદા ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી સિંચાઈ માટે ખેડૂતોને ખરીફ અને રવિ પાક માટે પાણી આપવાની મનાઈ ફરમાવી છે અને બીજી બાજુ સૌની યોજના માટે પાણી ફાળવવાની વાત થાય છે. આ સૌથી મોટી છેતરપીંડી છે જેનો પર્દાફાશ ભારત સરકારના 31 માર્તાચ 2017ના પત્રથી થયો છે.
રાજયના કુલ 203 બંધમાં માત્ર 26% પાણી છે. કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 17%, ઉત્તર ગુજરાતમાં 21% અને દક્ષિણ ગુજરાતમાં 35% જ પાણીનો જથ્થો છે. વોટર મેનેજમેન્ટ અને વોટર ડીસ્ટ્રીબ્યુશનમાં ભાજપ સરકાર
સદંતર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં રૂ.10 હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો છે. પાણીના જથ્થાનો ઉપયોગ ચુંટણી જીતવા માટે થઈ રહ્યો છે. સૌની યોજનાએ ભાજપ દ્વારા મતદારોને ગુમરાહ કરવા માટે નાટક-
ભ્રષ્ટ્રાચારની યોજના છે.

જ્યારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે નર્મદાના નીરથી ગુજરાતના ડેમો ભરી દેવાની, નદીઓના લિન્કેજ કરી દેવાની જાહેરાતો ભાજપ કરે છે. 17 વર્ષ પહેલા નર્મદાનું 3 મીલીયન એકર ફીટ વધારનું પાણી ઉપલબ્ધ છે તેમાંથી એક મીલીયન એકર ફીટ સૌરાષ્ટ્ર, એક મીલીયન એકર ફીટ ઉત્તર ગુજરાત અને એક મીલીયન એકર ફીટ કચ્છના ડેમો તથા નદીઓના લિન્કેજ માટે આપવાની જાહેરાત થઈ હતી. સતત 17 વર્ષ ભાજપની સરકાર રહી અને આ કામ માટે કોઈની
પણ મંજુરી કે ડેમના દરવાજા બંધ કરવાની જરૂર ન હતી છતાં આ કામ પૂર્ણ થયું નથી અને માત્ર ચુંટણી સમયે જાહેરાતો જ થાય છે.

નર્મદાના પાણીથી ડેમો અને નદીઓનું લિન્કેજનું નાટક સરકાર કરે છે. સૌથી પહેલા મોદીએ 2002ની ચુંટણી પહેલા નર્મદાના પાણીથી નદીઓ અને ડેમોના લિન્કેજની વાતો કરી હતી. ત્યાર બાદ 5 વર્ષ સુધી આ કામ ન કર્યું અને 2007ની ચુંટણી પહેલા 8 સપ્ટેમ્બરના રોજ સિધ્ધપુર ખાતે નર્મદાનું પાણી સિદ્ધપુરની સરસ્વતી નદીમાં વહેવડાવવાનું અને મહાસંગમનું મોટું નાટક કર્યું હતું.

આજે સિધ્ધપુરની નદી ખાલીખમ રહે છે. ત્યાર બાદ 2012ની ચુંટણી નજીક આવી એટલે મોદીએ 25 સપ્ટેમ્બર 2012ના રોજ રાજકોટ ખાતે સૌની યોજનાની જાહેરાત કરી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં મોટું સંમેલન સૌની યોજના માટે યોજ્યું હતું. આ સમયે મોદીએ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રના 115 ડેમો અને સૌરાષ્ટ્રની નાની-મોટી તમામ 87 નદીઓનું નર્મદા સાથે આંતર જોડાણ કરી દેવામાં આવશે.

આ ચારેય ઝોનના કામોના ટેન્ડર જુન 2013માં બહાર પાડી દેવામાં આવશે અને આ ભગીરથ કામ માત્ર ત્રણ જ વર્ષમાં જુન ૨૦૧૬માં પૂરું કરીને સૌરાષ્ટ્રની ચાર લીન્ક દ્રારા 115 ડેમોમાં નર્મદાનું એક મીલીયન એકર ફીટ પાણી છલકાઈ જશે. ફરી લોકસભાની ચૂંટણી 2014માં આવતી હતી ત્યારે મોદીએ 5 મે 2013ના રોજ રાજકોટ જીલ્લાના જ ગોંડલ તાલુકાના દેવડા ગામ ખાતે સૌની યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્રના 115 ડેમોનું કામ ટુંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરી હતી.

સૌની યોજનામાં જે થોડું ઘણું કામ થયું છે તેમાં પાઈપલાઈનમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. પાઈપલાઈનોના કામ માટે પારદર્શક રીતે ટેન્ડરો અપાયા નથી અને પાઈપલાઈનની ક્વોલિટી પણ જાણવવામાં આવી નથી.

સૌની યોજનાના નામે નાટક કરવા આવ્યા છે ત્યારે નીચેના પ્રશ્નોનો જવાબ ગુજરાતની જનતાને આપે.
૧. સૌની યોજના મુજબ જુન ૨૦૧૬માં ૧૧૫ ડેમોમાં લિન્કેજ થઈ જશે તેવી જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી હતી તો આજે કેટલું કામ પુર્ણ થયું છે ?
૨. સૌની યોજનાની વહીવટી મંજુરી રૂ.10 હજાર કરોડની હતી તો કામ 50% પણ પુરું નથી થયું ત્યાં સુધીમાં રૂ.12 હજાર કરોડ કરતાં વધુ ખર્ચ કેમ થયો ?
૩. સૌની યોજનાનું કામ જુન-2016માં પુર્ણ કરી સૌરાષ્ટ્રના 115 ડેમો ભરી દેવાના હતા તો કેટલા ડેમમાં પાણી ઉદ્દઘાટન કરવા માટે નાંખવામાં આવ્યું ?
૪. નર્મદાની કેનાલો વર્ષો સુધી તુટે નહી તેવી ડીઝાઇનો હોવા છતાં નર્મદાની કેનાલો કેમ વારંવાર તુટે છે ?
૫. કચ્છને એક મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાનું કામ શા માટે એક ઇંચ પણ થયું નથી ?
૬. 24 વર્ષ ભાજપ ગુજરાતમાં સત્તા પર રહ્યું અને 13 વર્ષ સુધી મોદી સત્તામાં રહ્યા છતાં નર્મદાની કેનાલનું કામ બાકી શા માટે ?
૭. ઉદ્યોગોના નામે નર્મદા કમાન્ડ એરીયા 28 હજાર હેક્ટર ભાલ વિસ્તારમાં અને 13 હજાર હેક્ટર  સાણંદમાં તથા અન્ય વિસ્તારોમાં હજારો હેકટર સિંચાઈ કેમ ઘટાડી દેવામાં આવી ?
૮. નર્મદના પાણીથી 18 લાખ હેકટર ખેતીની જમીનને સિંચાઈ કરવાના આયોજન સામે માત્ર 4 લાખ હેકટર જમીનમાં જ સિંચાઈનું પાણી પહોંચે છે અને 2 લાખ હેક્ટર સિંચાઈ થાય છે, તો બાકીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં સરકાર કેમ નિષ્ફળ ?CWC-Observations-SAUNI-1