દરિયામાં 6 માસ પહેલા 3500 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલી બોટને પોરબંદર કનિદૈ લાકિઅ કાંઠે ભાંગી (શીપ બ્રેકીંગ)નાખવામાં આવશે. આ બોટ ઝડપાય ગયા બાદ આ બોટનું હરરાજીથી વેચાણ કરવા હુકમ થયો હતો આ બોટને એક પાર્ટીએ ખરીદીને પોરબંદર કાંઠે રાખેલ છે. બોટને ભાંગી નાખવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થાય તેવું જાણવા મળે છે.
3500 કરોડના હેરોઇન પકડાયું હતું…
16 જુલાઈ 2018ના દિવસે ભારે વરસાદ હોવાથી પોરબંદરના દરિયા કાંઠે એક બોટ તણાઈ આવી હતી. જેમાં બેઠેલા 6 ખલાસીઓનું રેસ્ક્યૂથી ઓપરેશન કરીને બચાવી લેવાયા હતા, જેમાં ગયા વર્ષે 29 જુલાઈ 2017ના રોજ પોરબંદરના દરિયામાંથી રૂ.3500 કરોડનું 1500 કિલો હેરોઈન ચીતા ડ્રગ્સ પોરબંદરથી 388 કિ.મી.ના દરિયામાં હેનરી નામની ભંગાર શીપ-ટગમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. ઈરાનના છબ્બર બંદરથી હેરોઈન ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાનું દેશના ઈતિહાસનું સૌથી મોટું રેકેટ ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડ્યું હતું. સુપ્રીત તિવારી, મોનિષ કુમાર, મનિષ પટેલ, સંજય યાદવ, દિવ્યેશ કુમાર, દિનેશ કુમાર, વિનય યાદવ અને અનુરાગ શર્મા છે. તેમજ તપાસ એજન્સીઓએ તિવારીના ભાઈ સુરજીત, મુંબઈ સ્થિત વિશાલ યાદવ, ઇરફાન શૈખ અને જેના ફોનથી તિવારીને ફોન કરવામાં આવ્યો હતો તે વિજય નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇજિપ્તમાં ડિલિવર કરવાનું હતું જે માટે જહાજના કેપ્ટનને 5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ તેણે રૂ. 50 કરોડ કમાવવાની લાલચે ઇજિપ્તના બદલે મુંબઈ તરફ જહાજને વાળી દીધું હતું. બળતણ ખૂટતાં તે અલંગ લઈ જવાનું હતું. જહાજના કેપ્ટન સુપ્રીત તિવારી મુંબઈના એક નાવિક વિશાલ યાદવ દ્વારા અપાયેલ ઓફરની લાલચમાં ભારતીય જળસીમામાં ઘૂસ્યો હતો. બોટના ઈરાની મૂળ માલિક અને દુબઈના વેપારી સૌયદ અલ મુરાનીએ જહાજને ઇજિપ્ત લઈ જવા કહ્યું હતું. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. શીપ જ્યારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પહોંચ્યું ત્યારે ઇરાનથી શીપ સાથે આવેલા મુસ્તફા અને મોહમદ નામના બે વ્યક્તિઓ અહીં ઉતરી ગયા હતા. આ બંને વ્યક્તિઓ પણ ISIના એજન્ટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 1523 પેકેટોનો ઓર્ડર લેનાર પ્રમાણે બ્લુ-લાલ, પીળો અને ઉપર બ્લુ પટ્ટી, સફેદ, કલરના પેકિંગમાં ડ્રગ્સ પેક કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ સહિત ભારતની જુદી-જુદી 4થી 5 ટ્રગ્સ માફિયાઓને આપવાનું હતું.
27 જુલાઈ 2017મા બાતમીના આધારે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા તેની શીપ, ડોનીયર વિમાન અને હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરતા ઈરાનની કાર્ગો શીપ દેખાઈ હતી. પ્રાથમિક તબ્બકે તેનું નામ પ્રીન્સ-2 જણાવવામાં આવ્યું હતું અને આજ શીપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છૂપાવવામાં આવ્યું હોવાની કોસ્ટગાર્ડને શંકા જતા તેની ઉપર વધુ વોચ રખાઈ હતી. ઈરાનથી ગુજરાત સમુદ્રમાં આવીને ભાવનગર અથવા અન્ય પોર્ટ ઉપર ડ્રગ્સનો જથ્થો ઉતરવાનો હતો. પોરબંદર કોસ્ટગાર્ડ અને મુંબઈ તેમજ ગાંધીધામથી ડોનીયર પ્લેન અને હેલિકોપ્ટરને તપાસમાં મોકલવામાં આવ્યા હતાં. પકડાયેલા તમામ આઠ શખસો ભારતીય છે. દસ્તાવેજ વગરની ટગની ભંગાર ટગને ખરીદી કરીને તેને રંગકામ કરીને તૈયાર કરવામાં આવી હતી. ઈરાનથી લાવવામાં આવ્યું હતું અને તે પછી અલંગ ભાંગવા માટે જવાનું હતું. મુંબઈ, ગાંધીધામ અને પોરબંદરથી હેલિકોપ્ટર ઉડ્યા હતા અને ત્રણેયે ટગને ઘેરી લઈને પકડી પાડી હતી.