2014માં કોંગ્રેસ કરતા 23 ટકા વધુ મતો સાથે ભાજપે સાતે સાત બેઠક જીતી હતી. પરંતુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિષ્ફળ શાસનના કારણે 2017માં સૌરાષ્ટ્રમાં ભાજપનું વિધાનસભામાં ધોવાણ થયું હતું. 2017માં ભાજપને 46.8 ટકા અને કોંગ્રેસને 46.3 ટકા મત મળ્યા હતા. તેથી વિધાનસભાના 49 ધારાસભ્યોમાંથી 30 ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા હતા. ભાજપે માત્ર 19 ધારાસભ્યો મેળવ્યા હતા. ઓછા મત આપીને સૌરાષ્ટ્રની પ્રજાએ કોંગ્રેસને વધું બેઠકો આપી હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની નિષ્ફળતા દેખાય છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની જાહેરસભામાં કોઈ આવતું નથી.
રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી એમ 7 લોકસભા બેઠકમાંથી આ વખતે કોંગ્રેસ તરફી જુવાળ દેખાય છે. જેમાં રાજકોટ અને જામનગર બેઠક પર ભાજપ અને અમરેલી, જૂનાગઢ, પોરબંદર બેઠક પર કોંગ્રેસની જીત જોવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠક પર બન્ને પક્ષની ટક્કર ચાલી રહી છે.
પક્ષાંતર, મગફળી કૌભાંડ, ભાજપના ભ્રષ્ટાચાર, સૌની યોજના અને નરેમદા યોજનાનની નિષ્ફળતા, ખેત પેદાશોના ઓછા ભાવ, કૃષિ પાક વીમો, પાણીની તંગી જેવા કારણે ભાજપ જામનગર, પોરબંદર અને જૂનાગઢ બેઠક ગુમાવે એવી શક્યતા છે.
પોરબંદરમાં ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ ખારવા સમાજ સામે કરેલા નિવેદન અને પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ધોરાજડી, ગોંડલ અને જેતપુરમાં ગુંડાઓને છુટો દૌર આપી દેવામાં આવ્યો હોવાથી પ્રજા ભાજપને જાકારો આપી રહી છે. ભાજપના ઉમેદવાર આ ગુંડા લોકો સાથે જોડાયેલા હોવાના આરોપો મૂકવામાં આવી રહ્યાં છે.
અમરેલી અને ભાવનગર બેઠક ડુંગળીના ઓછા ભાવ, દુષ્કાળ, કૃષિ વિમો, મગફળી કૌભાંડ, ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ રાજપુતો સામે કરેલા નિવેદનો, ગ્રામ્ય પ્રજા માટે ઓરમાયુ વર્તન ભાજપની હાર માટે કારણ માનવામાં આવે છે. અહીં રાજપુત અને કોળી સમાજ ભાજપથી ખુશ નથી.
સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજના પીઢ નેતા સુરેન્દ્ર ગાંડા પટેલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. સુરેન્દ્રનગરમાં ભાજપે જે રીતે પક્ષપલટાનું રાજકારણ અને ટિકિટો આપવામાં રૂ.9 કરોડ લીધા હોવાના ભાજપના જ રાજપુત નેતાએ જાહેરમાં કરેલા આક્ષેપોથી લોકો ભાજપની આ નીતિથી નારાજ છે. ખેડૂતોનો અહીં સૌથી મોટો પ્રશ્ન છે. અહીં નર્મદા નહેર નિકળતી હોવા છતાં ખેડૂતોને પાણી આપવામા આવતું નથી. રૂ.25 હજાર કરોડનો કોલસો કાઢી લેવાનું કૌભાંડ છેલ્લાં 15 વર્ષમાં થયું હોવાથી લોકો ભાજપના કૌભાંડો જાણી ગયા છે.
કોંગ્રેસે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં અને અમરેલીમાં 5 MLA મેદાનમાં ઉતાર્યા છે. 7માંથી ભાજપે 5 સાંસદોને ફરીથી ટિકિટ આપી છે. બેને કૌભાંડો તથા નબળા કારણોને લીધી ટિકિટ આપી નથી.
સૌરાષ્ટ્રમાં ભાજપની હાર નક્કી તઈ જતાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોડી આપીને સભા કરવી પડી છે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની નિષ્ફળ નેતાગીરીથી ખુશ હોય એવું લાગતું નથી.