ગાંધીનગર, તા. 01
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ એસ. કે. ઘોટિયાએ આજે હોદ્દો સંભાળ્યો છે. એર માર્શલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. એર માર્શલ એસ કે ઘોટિયા નેશનલ ડિફેન્સ એકેડેમીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને વર્ષ 1981માં ભારતીય વાયુ સેનાનાં ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતાં. તેઓ ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે.
એર માર્શલે વિવિધ હોદ્દા પર જવાબદારી સંભાળી છે, જેમાં ફાઇટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર, ચીફ ઓપરેશન્સ ઓફિસર અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં ફોરવર્ડ એર બેઝના સ્ટેશન કમાન્ડર સામેલ છે. તેમણે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા પર પણ કામગીરી કરી છે. તેમણે કોલેજ ઓફ એર વોરફેરમાં હાયર એર કમાન્ડ કોર્સમાંથી પસાર કર્યા છે.