હળવદ વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી થનાર છે. કોંગ્રેસ દ્વારા આ સીટ ઉપર કયા ઉમેદવારને ટિકિટ આપી જેથી તે ઉમેદવાર જીતી શકે. બાબત ની જાણકારી લેવા માટે કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાના લોકસભાની બેઠકના પ્રભારી બળદેવભાઈ લુણી, ગુણવંતભાઈ મકવાણા તેમજ મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ માજી પ્રમુખ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્રાંગધ્રા તેમજ હળવદના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠક ૨૮ થી વધુ દાવેદાર ઉમેદવારી નોંધાવી હતી. સુરેન્દ્રનગર લોકસભા અને ધ્રાંગધ્રા વિધાનસભા કોંગ્રેસ જીતશે તેવો કોંગ્રેસી આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હળવદ વિધાનસભાની ચુંટણી માટે લેવામાં આવેલ સેન્સમાં ડો.કે.એમ.રાણા, હેમાંગભાઈ રાવલ, ત્રિસાર પટેલ, મનસુખભાઈ પટેલ, ગીતાબેન પટેલ, કિશોરભાઈ ચીખલીયા, દિનેશ પટેલ ,કુલદીપ સિંહ ઝાલા, બકાભાઇ ત્રિવેદી, દિનેશભાઈ પટેલ, કાંતિલાલ બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના ૨૮ થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.