મોટરસાયકલ , કાર, સાયકલમાં હવે હવાની જરૂર રહેશે નહીં કે પંચરનો ડર રહેશે નહીં. અમદાવાદના ખાડાઓમાં સારી રીતે ચાલી શકે એવા નવા ટાયર આવી ગયા છે.
જાપાની દિગ્ગજ ટાયર ઉત્પાદક બ્રિજસ્ટોન વાહનો માટે નવા એરલેસ (નોન એર) ટાયરનું પહેલું મોડેલ બજારમાં રજૂ કરશે. વાયુયુક્ત દબાણની જગ્યાએ રિસાયકલ થર્મોપ્લાસ્ટિકના વેબ (જાળીદાર)નો ઉપયોગ કરતી હતી. આ ટાયરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે 2200 કિગ્રા સુધીના ભારને સરળતા સાથે ઉપાડવા માટે સક્ષમ છે.
ટાયર ટ્રક માટે બનાવવામાં આવ્યું છે. તે પરીક્ષણ મોડમાં છે. બ્રિજસ્ટોન એ એરલેસ ટાયર બનાવનારી પહેલી કંપની નથી. ફ્રાન્સની અગ્રણી ટાયર ઉત્પાદક મિશેલિનએ પણ એરલેસ ટાયર રજૂ કર્યા છે.
બ્રિજસ્ટોને 2011 માં પહેલી વાર એરલેસ ટાયરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યું હતું. ત્યારબાદ 2013 ના ટોક્યો મોટર શોમાં, કંપનીએ તેની બીજી પેઢીના ખ્યાલનું અનાવરણ કર્યું. હવે કંપની આ ટાયરના પ્રોડક્શન વર્ઝન સાથે તૈયાર છે. ઉનાળામાં સત્તાવાર રીતે લોંચ કરી શકાય છે.
ટાયર કેવી રીતે કાર્ય કરે છે:
રસ્તા પર દોડતી વખતે, જ્યારે ટાયર કોઈ છિદ્ર વગેરેમાંથી પસાર થાય છે, ત્યારે તેમાં આપવામાં આવેલો થર્મોપ્લાસ્ટીક તે જ આકારમાં ફેરવાય છે. આ સિવાય, નળીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કે હવા તેમાં ભરવાની જરૂર નથી. કંપની આ ટાયરને નાના વાહનો માટે પણ તૈયાર કરી રહી છે, ટૂંક સમયમાં તે કાર અને ટૂ-વ્હીલર્સ માટે પણ બનાવવામાં આવશે.