હાર્દિકના કારણે કોંગ્રેસની નીતિ બદલાઈ, પટેલ અને પછાત વર્ગના ઉમેદવાર

ચાર વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવતાં હાર્દિક પટેલના કારણે ગુજરાતનું રાજકારણ ધરમૂળથી બદયાઈ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી,  2017ની ગુજરાત વિધાનસભા અને હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પાટીદારો અને પછાત વર્ગના રાજનેતાઓને વધું ટિકિટો ભાજપ અને કોંગ્રેસે આપી છે. ભાજપ અને કોંગ્રેસને આ થિયરીએટલા માટે અપનાવી છે કારણ કે હાર્દિક પટેલે સફળતા પૂર્વક આંદોલન કર્યું છે.

હાર્દિક પટેલના આંદોલનને જોઈને અલ્પેશ ઠાકોરને પણ ગુજરાતના બન્ને પક્ષોએ ટેકો આપી ઓબીસી આંદોલન શરૂં કરાવ્યું હતું. જો હાર્દિક ન હોત તો અલ્પેશ ન હોત. અને તો પછાત અને પાટીદારોનું રાજકાણ ભાજપ અને કોંગ્રેસ રમત નહીં.

ગુજરાત અને કેન્દ્ર સરકારે તેની વાત માનીને આર્થિક અનામત આપીને આર્થિક સહાય જાહેર કરવી પડી છે જેનો સીધો ફાયદો પટેલ ઉપરાંત 64 પ્રકારના ઉજળીયાત પણ આર્થિક રીતે પછાત લોકોને મળ્યો છે. હાર્દિક પટેલની આ સમાજિક ચવળની સીધી અસર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પરથી જોઈ શકાય છે. હાર્દિક પટેલની આ સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. હવે તે લોકસભામાં કોંગ્રેસની જીત માટે મહત્વનો ભાગ ગુજરાત ઉપરાંત 5 રાજ્યોમાં ભજવશે.

કોંગ્રેસે 9 ઓબીસી અને 8 પાટીદાર ઉમેદવાર ઊભા રાખ્યા છે. 2 વણિક, 1 ક્ષત્રિય અને 1 મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખ્યા છે.  ટિકિટ આપી છે. બાકી રહેતી છ બેઠકોમાં બે એસસી અને ચાર એસટી અનામત ઉમેદવારો સામેલ છે. કોંગ્રેસના 20 ઉમેદવારો સાવ નવા છે અને પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડે છે.

પાટીદારોમાં એ.જે. પટેલ, ગીતા પટેલ, લલિત કગથરા, લલિત વસોયા, પરેશ ધાનાણી, મનહર પટેલ, પ્રશાંત પટેલ,   અશોક પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. 1985માં માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપવાનીને કોંગ્રેસને આજ સુધી ખતમ કરી છે. હવે સાતવેએ તે નીતિ બદલવામાં સફળતા મેળવી છે. ફરી એક વખત ક્ષત્રિય, દલિત, આદિવાસી, મુસ્લિમની રાજકીય થિયરીથી ગઈ વિધાનસભાથી બહાર આવ્યા છે અને હવે ફરી એક વખથ તમામ વર્ગોને એટલું જ પ્રભુત્વ આપ્યું છે.

કોંગ્રેસના 9 ઓબીસી ઉમેદવારોમાં પરથી ભટોળ, જગદીશ ઠાકોર, રાજેન્દ્ર ઠાકોર, સોમા ગાંડા, મુળુ કંડોરિયા, પૂંજા વંશ, ભરતસિંહ સોલંકી, વેચાત ખાંટ કોળી અને ધર્મેશ પટેલ છે.

8 ઉમેદવારો વર્તમાન ધારાસભ્ય છે.