અમદાવાદ, 20 જાન્યુઆરી, 2020
કોંગ્રેસના યુવાન લડાયક નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવા માટે કૌલાશનાથનની ટીમ એટલા માટે હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જેમાં હાર્દિક મોટી અસર કરી શકે તેમ છે. વિજય રૂપાણી કોઈ પણ ભોગે મહાનગરો અને પંચાયતોની ચૂંટણી જીતવા માંગે છે. જો તેની 25 ટકા પણ ગુમાવે તો ગુજરાતની સત્તા ગુમાવવી પડે તેમ છે. ધરપકડ કરવા પાછળ ખરું કારણ અદાલતની કાર્યવાહી બતાવવામાં આવે છે પણ અંદરના કારણો મુખ્ય પ્રધાનના સચિવ કે કૈલાશનાથન જાણે છે.
બીજુ કારણ
ભારતીય જનતા પાર્ટી 25 વર્ષના યુવાનથી હજુ ડરી રહી છે. 23 જાન્યુઆરી 2020એ નવી દિલ્હીની નામાંકિત હિન્દુ કોલેજમાં યુવાનો સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર સાથે હાર્દિક પટેલ મુખ્ય વક્તા બનવાના હતા. તેઓ શાહીન બાગ, 24/7 વિરોધ સ્થળ, સામે પણ જવાના હતા. નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ)નો વિરોધ કરવાના હતા. હવે 24 જાન્યુઆરી સુધી પટેલ જેલમાં છે.
ત્રીજુ કારણ
હાર્દિક પટેલ જુવાન છે, તે એક જાદુગર છે, તે ગામઠી છે, પરંતુ તે વાંચે છે, રોજ ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રવાસ કરે છે, રોજ યુવાનો, ખેડુતો, મજૂરો, મહિલાઓની મુલાકાત લે છે. આજે પણ એટલો જ લોકપ્રિય છે. જે 2016માં અનામત આંદોલન વખતે હતો. હાર્દિક કોંગ્રેસના મુખ્ય મથક, રાજીવ ગાંધી ભવન કરતાં ગામડાઓ અને નગરોમાં વધુ જોવા મળે છે. આમ તે પ્રજામાં જઈને વાત કરે છે જે ભાજપને ભારે નુકશાન કરે છે.
ચોથુ કારણ
11 જાન્યુઆરીના રોજ તેઓ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા વિધાનસભા મત વિસ્તારના આંકલાવ ગામે હતા. અહીં, તેમણે યુવાનો, ખેડુતો, મહિલાઓ અને વડીલોને સંબોધન કર્યું, અને તેઓને સમજાવ્યું કે, ખેડુતોની સરખામણીએ બેકારી યુવાનો દ્વારા આત્મહત્યાના કિસ્સા વધુ છે. આમ પ્રજાની વાત તે કહેવા લાગ્યા હતા.
ચોથુ કારણ
12 જાન્યુઆરીના રોજ, ખેડા જિલ્લાને અડીને, તેમને “પાટીદાર આંદોલનની સફળતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા”, જેના કારણે રાજ્ય સરકારને બિનઅનામત વર્ગો માટે 10 ટકા ક્વોટાની જાહેરાત કરવાની ફરજ પડી, મુખ્યમંત્રીની રૂ. 1000 કરોડ યુવા સ્વવલંબન યોજના અને બિન અનામત વર્ગ આયોગની સ્થાપનાની વાત કરી હતી. ફરીથી તે અનામત આંદોલનનો જસ લેવા માંગે છે.