18 – 19 દિવસના ઉપવાસ થયા પછી. સમાજની મુખ્ય 6 સંસ્થાઓના હાથે પારણા કરતાં મને આનંદ છે. યુવાનોની વાત હોય છે કોઈ પણ વાત પર મરીફીટવું, વડિલોનું કામ હોય છે એ વાત પર સલાહ અને સૂચન આપવા. આજે 19-19 દિવસ સુધી આપણી આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યાછોવર થઈ ગયા હતા. જેની અંદર ઘણાં બધા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણાં લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી હતી. પહેલા ભગતસિંહ બન્યા અને પછી દેશદ્રોહી બની ગયા હતા. સમાજના વડિલો પાસે આશા છે.
ગરીબોની લડાઈ
ઉંઝાના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પટેલે કહ્યું કે ગામડાની બહેનો પાસે હવે એક બે વિઘા જમીન બચી છે, ભણવા માટે જમીન વેચી દેવી પડી છે. અમારી લડાઈ પણ ગાડી બંગલામાં રહેતાં લોકો માટે નથી. અમારી લડાઈ ખેતરમાં પાંચ હજાર મેળવતાં કે સુરત , અમદાવાદ શહેરોમાં 10કે 15 હજાર લોકો માટેની છે. મજૂરી કરતાં લોકો માટેની લડાઈ છે. સારા માર્ક હોવા છતાંય શાળા કોલેજમાં પ્રવેશ નથી મળતો એવા લોકો માટેની અમારી લડાઈ છે. જે લોકો પાસે રૂ.750 છે અને ખાતરનો ભાવ રૂ.1450 આજે થઈ ગયા એ લોકો માટેની આ લડાઈ છે.
વડીલો સાથ અને સહકાર આપે
આ લડાઈમાં સમાજના વડિયો અમને સાથ અને સહયોગ આપે એવી નમ્ર અપીલ અને વિનંતી છે. સમાજના વડીલો પાસે અમે ક્યારેય પણ એવી આશાઓ રાખી નથી કે, તમે અમારા માટે આ કરો. અમે એવી આશાઓ રાખી છે કે, આ તમારાથી થઈ શકે તેમ છે. તે કામ કરવાનો પ્રયાસ તેમ કરજો. અમે એવું ક્યારેય એવું નથી કહેતાં કે, સમાજના વડીલો અમે વિરોધી છીએ. સમાજના વડીલોએ અમને સંસ્કાર આપ્યા છે. સમાજના મોભીઓને અમને માન અને સન્માન આપ્યું છે. અમને લોકોને અમારું સ્ટેટસ આપ્યું છે.
માન અને સન્માન સાથે સમાજે જીવવું છે, સરકાર સાથે ચર્ચા કરશો તો ગમશે
તેનો મતલબ એવો નથી કે, માન અને સન્માન વગર જીંદગી જીવી શકાય. અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમને દેશ દ્રોહી છો એવું કહેશે. જો તમે નહીં બોલો તો બધા કહેશે કે આ મુંગો છે. મને એવું લાગે છે કે મુંગા રહેવા કરતાં દેશદ્રોહી બનવું બહુ સારું. નરેશભાઈ, સીકેભાઈ કે પ્રહલાદભાઈએ જે વાત કરી કે જે કંઈ મુદ્દા છે તેની સરકાર સાથે ચર્ચા કરશે. તમે ચર્ચા કરશો તો અમને ગમશે. બાકી ઘોડો છું થાકી જાવ તેમ નથી. દોડીશ. છતાં તમે ચર્ચા કરશો અને ઝલદી ઉકેલ આવશે તો અમને કહેવા થશે કે અમારા સમાજના વડિલોની વાત આ સરકારે સ્વિકારી છે. અને સરકાર નહીં સાંભળે તો અમે માનીશું કે આ સરકારને પાટીદારોની જરૂર નથી.
વડીલોના હાથે પાણી પીધું, પણ હું બોલવામાં કડવો છું
તમારા લોકોના હાથે પાણી પીવું એ મને ગમ્યું. સમાજના વડિલોએ મને પાણી પાયુ છે. આમ પણ કણબીનો છોરું છું. ખેતરમાંથી પાકેલા ધાનને ભેગા કરનારનો છોકરો છું. એટલે મોઢામાથી ક્યારેય મીઠાશ વાળી વાત નહીં નિકળે. હોય તો કડવી વાતો હોય. કડવી વાતો કરું છું ત્યારે ઘણી વખત લોકોને એવું લાગે છે કે હાર્દિક આવો છે તેવો છે. સમાજનો છોકરો આવો છે. પણ સમાજના છોકરાઓને પાટીદારોની 6 સંસ્થાઓ પ્રત્યે ક્યારેય નારાજગી ન હતી. હા કદાચ એવું બને કે, વાદ વિવાદ હોઈ શકે. પણ મૂળ મુદ્દો એક છે કે સમાજના ઉત્થાન અને સમાજનું નિર્માણ થશે તો જ ગુજરાતનું નિર્માણ થશે. એમાં અમે આપ સૌ પાસે બહુ આશા રાખીએ છીએ. ભલે આપણે દોઢ કરોડ ગુજરાતમાં છીએ. 6 મોટા મંદિરો બનાવ્યા. તેમાં મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન આવી ગયા. આપણો સમાજ ખેડૂતો છીએ.
લાચાર રહેશો તો ખાઈ રહેશે, હું કોઈની ગુલામી સહન નહીં કરું
આપણે કોઈની સામે લાચાર છીએ. ડી સી પી રાઠોડ જેવા લોકોને જો સાંખી લેવા હોય તો. આપણા સમાજના નેતાઓ અને અમારી વચ્ચે ખાઈ રહેશે જ. આપણી ખુમારી અને ખુદ્દારી રહેશે. તમે પારણાં કરાવવા આવો છો અને સરકાર પરથી ભાર ઓછો કરવા આવો છો અને તેમ છતાં તો સરકાર આપણને સ્વિકારવા ન માંગતી હોય તો આપણે ક્યા સુધી ગુલામી અને લાચારી સહન કરીશું. આમણે ચલવી ચલવીને સમગ્ર ગુજરાતમાં ફર્યા છીએ. હું એ લાચારી કે ગુલામી સહન કરવા માંગતો નથી. હું જેલમાં પણ ગયો છું, બદનામી પણ સહન કરી , બધું સહન કર્યું. પણ ઝૂકીશ તો તમારી સામે – સમાજ સામે – સમાજના નેતા સામે ઝૂકીશ. વડીલો સામે ઝૂકીશ. જીવીશ તો સન્માન સાથે જીવીશ. પણ અમુક લોકો સામે નહીં ઝૂકું. આપણને આપણાં અધિકારીથી મતલબ છે. અહીં ઘણાં બધા લોકો કોંગ્રેસમાં કે ભાજપમાં હોય એવા હાજર છે. તેનાથી આપણને કોઈ ફર્ક નથી પડતો. ભાજપ કોંગ્રેસ વાળીઓએ આ સમાજનું ઉથ્થાન કે મંદિરો નથી બનાવ્યા. એ આપણા બાપદાદાએ મહેનત કરીને બનાવ્યા છે. આપણે આ લોકો સામે આપણી વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ. સૌ વડિલોને વિનંતી છે.
જેલમાં છે તેમને છોડાવો, બાવળામાં તાકાત છે
આપણા યુવાનોને જેલમાં પૂરી દીધા છે. તેને છોડાવવા માટેના પ્રયાસ કરજો. હું જેલમાં ગયો હતો ત્યારે મને પણ ખબર છે કે, ઘણાં બધા સમાજના આગેવાનો આવીને મને કહેતાં હતા કે, જામીન મળી જશે. પણ 9 મહિના રહ્યો હતો. વડીલોથી જેટલું થાય એટલું કરજો, ન થાય તો ના પાડજો. તેનું અમને ક્યારેય ખોટું નહીં લાગે. વડીલો છો થશે એટલું જ કહેવો ન થાય તેમ હોય તો ના પાડી દેજો. પોતાના બાવળા પર તાકાત છે કે આપણી સામે લડવાનાર સામે હિંમતથી લડીશું. ઉપવાસના પારણા ફક્તને ફક્ત તમારા માન અને સન્માન માટે કર્યા છે. લોકોને એ બતાવવું હતું કે, એ અમારા વડીલો છે. અમારી વચ્ચે કોઈ વાદ નથી કોઈ વિવાદ નથી. માન અને સન્માન છે. એટલા માટે આજે, તમારા હાથે અમે પારણાં કર્યા છે. હવે તો વધારે હિંમત આવી છે કે હવે તો સમાજના મારા વડીલો પણ મારી સાથે છે. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. એ જ વાત સાથે આપની પાસે અપેક્ષા રાખું છું. એસ પી સ્વામિનો આભાર માનું છું. સમગ્ર દેશ અને ગુજરાતમાંથી આવેલા લોકોનો આભાર માનું છે. ઉમિયા, ખોડલધામ જેવી સંસ્થાઓ બનાવવા માટે વર્ષો સુધી કામ કરનારા વડિયોને હું વંદન કરું છું. મિડીયાનો આભાર માનું છું જેમણે સત્યના માર્ગે લોકતંત્રના માર્ગે જવા માટે મદદ કરી, સાથ અને સહયોગ આપ્યો છે. મારા સમર્થનમાં ગુજરાતમાં જેટલાં પણ લોકો ઉપવાસ પર છે તે ઉપવાસ છોડે અને પારણા કરે એવી સમાજના વડીલો અને મારી અપીલ છે. સમાજની 6 છત્રછાંયાનો આભાર માનું છું. 19 દિવસ ભૂખ્યા રહેવાથી કંઈ મરી ન જવાય. શરીર શુદ્ધ થઈ જાય છે તેથી હવે વધું દોડવાનો છું. મોટા અવાજે નારો બોલજો. જય સરદાર
(19 દિવસના ઉપવાસથી એક વાત ચોક્કસ બની કે, પાટીદારોની તમામ સંસ્થા વર્ષો પછી એક મંચ પર જોવા મળી. બધાને હાર્દિક પટેલે એક કરી બતાવ્યા. વડીલો આંદોલનથી દૂર ભાગતાં હતા તે હવે આંદોલલનો ભાગ બન્યા છે. સરદાર પટેલ અને પૂર્વ મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ પછી પહેલી વખત એવું બન્યું છે કે દેશના મહત્વના રાજકીય અને સામાજિક નેતાઓ હાર્દિક પટેલ પાસે આવ્યા હતા. સરકાર ઝૂકી નહીં પણ સરકાર ગભરાઈ ગઈ હતી. ભાજપ સરકાર પાટીદારોનું માનવા તૈયાર નથી એ વાત પણ જાહેર થઈ છે. તેની સામે હાર્દિક પટેલ નબળો પડવાના બદલે વધારે મજબૂત થઈને બહાર આવ્યો છે. પોલીસ કઈ હદે ગુજરાતમાં જઈ શકે છે તે સાબિત થયું છે. અન્ના હજારેના ઉપવાસ પછી મિડિયાએ હાર્દિકના ઉપવાસને આટલું મહત્વ આપ્યું હતું. ગુજરાતનો વિકાસ કેટલો ખોખલો છે તે હાર્દિકે 19 દિવસમાં સમગ્ર દેશ સમક્ષ સાચું ચિત્ર રજૂ કરી દીધું છે.)