હિંમતનગર, તા.૩૧
દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડાના કારણે ઠેરઠેર આગના બનાવો બને છે. પરંતુ હિંમતનગરના મારૂતિ સુઝુકીના શોરૂમના ગોડાઉનમાં શોરૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં સ્પેરસ્પાર્ટ સહિતનો માલસામાન બળી ગયો હતો. જેને પગલે ફ્રેન્ચાઈઝી ધરાવનારને કરોડોનું નુકસાન થયું હતું. હિંમતનગર ફાયર ફાયટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.