હોળી પૂર્વે દવ લગાડવા પ્રતિબંધ : આદિવાસીઓ બાધા પુરી કરવા ડુંગર નવડાવે છે

March 1st, 2018 નર્મદા જિલ્લામાં આદિવાસીઓ માં હોળી પૂર્વે બાધા પુરી કરવા માટે ડુંગર નવડાવવા ની પરંપરા છે. ત્યારે જેના માટે વન વિભાગ અનેક જાગૃતિ કેમ્પો કર્યા અને જે પરમ્પરા વન ઔષધિઓ અને જીવોને નુકસાન કરતા હોય વન સંરક્ષક દ્વારા ડુંગર પર દવ લગાડાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શુચના આપી એક પ્રતિબંધ અંગે નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં ૪૩ કા વિસ્તાર વન વિસ્તાર છે અને ઉનાળાની ઋતુ નિસરુઆત માં જયારે પાનખર આવે ત્યારે આખું જંગલ પાંદડાંઓથી ભરાઈ જાય અને આ વખતે ફાગણ મહિનો હોય અને જેમાં આવે હોળી જે આદિવાસીઓ નો સૌથી મોટો ત્યોહાર હોય છે અને જે તે સમયે આદિવાસીઓ હોળી માતા ની બાધા રાખવામાં આવે છે, જેમ કે કોઈને સંતાન ના થતું હોય, અથવા સંતાન માંદું રહેતું હોય, લગ્ન ના થતા હોય કે પછી નોકરી ધંધો રોજગાર માટે બાધા રાખે છે. જે પુરી થતા આ બાધા ડુંગર નવડાવી પુરી કરે છે. જેમાં ડુંગર પર જઈને પૂજા કરી દીવો કરી જેનાથી આગ લગાડવામાં આવે છે. જે થી મોટી આગ લાગે જેમાં પશુ, પંખી અને જીવ જંતુ સાથે ઔષધિઓ પણ મરીજાય મોટું નુકસાન થાય છે.