૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?

નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના દ્વારા રાજ્યના ૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વડોદરા અને અમદાવાદ મહાનગર પાલિકા તથા ભરૂચ-કપડવંજ તથા થરાદ નગરપાલિકાને સીધું પાણી પહોંચાડવામાં આવે છે. તેમ નર્મદા પ્રધાન નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું હતું. 

લોકો સવાલ કરી રહ્યાં છે કે, જો આટલા ગામ અને શહેરને પિવાનું પાણી આપવામાં આવતું હોય તો છેલ્લાં બે વર્ષથી પાણીની તંગી કેમ પડી રહી છે.