ગુજરાતના 10 બીચ ગંદા-ગોબરા, 8 બીજને દરિયો ગરકાવ કરશે

10 beaches in Gujarat are dirty and filthy

700 કિ.મી. દરિયો લાંબો થતાં 8 બીજને દરિયો ગરકાવ કરી રહ્યો છે

દિલીપ પટેલ
અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2025
ગુજરાતભરના લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સહેલાણીઓ માટે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કચરો નાખીને પ્રદૂષિત કરી રહ્યાં છે. કલેકટર દ્વારા 15 બાબતોનું ધ્યાન રાખવામાં ન આવતું હોવાનું કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.

ખાવાની વસ્તુઓ જેમાં લાવતા હોય એવા પ્લાસ્ટિક અને પાણીની બોટલને લોકો યોગ્ય જગ્યાએ ડસ્ટબીનમાં નાખવાના બદલે ત્યાં ત્યાં ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. જેના કારણે અહીં પ્લાસ્ટિક સહિતનો કચરો મોટી માત્રામાં જોવા મળી રહ્યો છે. જે કચરો દરિયામાં પહોંચી દરિયાઈ જીવસૃષ્ટિને પણ પારાવાર નુકસાન પહોંચાડી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સ્વચ્છતા દિવસે 23 સપ્ટેમ્બર 2025ના રોજ વિવિધ સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના 10 બીચ પર નાગરિકોએ સ્વચ્છતા કરી તો એક જ દિવસમાં 51 હજાર 541 કિલો કચરો નીકળ્યો હતો. દરિયા કિનારે સરકારી સત્તાવાળાઓ બીચને સાફ રાખતા ન હોવાનું બહાર આવ્યું હતું.
એક બીચ પરથી 5151 કોલો કચરો મળી આવ્યો હતો.

દરિયા કિનારે આવેલા સ્થળોમાં ગંદકીથી દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર ગુજરાતના 10 બીચ પર ખતરો તોળાઇ રહ્યો છે.

આ માટે વન,પર્યાવરણ અને બદલાતા હવામાન વિભાગના પ્રધાન મુળુ બેરા અને રાજ્ય વન પ્રધઘાન મુકેશ પટેલ દરિયાની જીવસૃષ્ટિને ખતરામાં મૂકવા માટે જવાબદાર છે.

ગુજરાતના 10 બીચમાં ડુમ્મસ-સુરત, દાંડી, દ્વારકા, બેટ દ્વારકા, વેરાવળ ચોપાટી, પોરબંદર ચોપાટી, રાવલપીર-માંડવી, શિવરાજપુર, ઉમરગામ અને કોળીયાક- ભાવનગરનો સમાવેશ થાય છે.

આ બીચને સાફ કરનારાઓમાં બિન-સરકારી સંસ્થાઓ, શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ-શિક્ષકો, ઔદ્યોગિક એકમો, સ્થાનિક નાગરિકો, સરકારની એજન્સીઓ હતા. એમણે વીણેલા ઘન કચરાને એકત્ર કરી તેનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

નુક્કડ નાટક, રેત શિલ્પ, ચિત્ર સ્પર્ધા દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ તેમજ દરેક બીચ પર વૃક્ષારોપણ કર્યું હતું.

ખરેખર સરકારે જે કરવા જેવું છે કે કરતી નથી.

ગુજરાતમાં દરિયાકાંઠાનું પર્યટન શરૂઆતથી જ શરૂ થઈ રહ્યું નથી. કારણ કે અસંખ્ય દરિયાકિનારાનું ગંભીર ગેરવહીવટ છે.

રાજ્યના દરિયાકાંઠા પર 19 મુખ્ય બીચ પર્યટનના વિકાસ માટે બની શકે છે.
મૂળભૂત માળખાકીય સુવિધાનો અભાવ છે, જેમાં પીવાના પાણી, ચેન્જિંગ રૂમ અને શૌચાલયની કોઈ જોગવાઈ નથી. અહમદપુર-માંડવી જેવા ટોચના દરિયાકિનારા પર પણ ઓછી ડસ્ટબિન અને સ્વચ્છતા જાળવવા માટે કોઈ માણસો નથી. તેથી દરિયો પર્યાવરણીય વિનાશનો ભોગ બને છે.
અહમદપુર-માંડવી બીચ પર્યાવરણીય આપત્તિઓ સામનો કરી રહ્યો છે. એક સમયે ગાઢ જંગલ હતું જે બળતણ અને આજીવિકા પ્રવૃત્તિઓ માટે વૃક્ષો કાપવામાં આવતાં સંકોચાઈ ગયું છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા (કુડા અને કોળીયાક), ભાવનગર જિલ્લાના મહુઆ અને પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે બે બીચ પર કચરાપેટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી કચરો ફેંકવામાં આવે છે અને કચરો ખુલ્લામાં ફેંકવામાં આવે છે.

વલસાડ જિલ્લાના નારગોલ ગામના નારગોલ બીચનો ઉપયોગ કરે છે. કચરાપેટી છે પણ કચરો તેમાં નાખવામાં આવતો નથી.

નવસારી જિલ્લાના ઉભરાટ શૌચાલયું સમારકામ થતું નથી. લોકો શૌચ માટે બીચનો ઉપયોગ કરે છે.

જામનગર જિલ્લાના હર્ષદ બીચ પર, પેશાબ ગૃહો સીધા દરિયામાં વહે છે.

ભાવનગર જિલ્લાના ગોપનાથ ખાતે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો કચરો, જેમાં થર્મોકોલ, કાટ લાગેલા લોખંડ અને સ્ટીલ અને જહાજના અન્ય હાનિકારક અવશેષો આવે છે. બીચ નજીક ફેંકવામાં આવે છે.

દ્વારકાના મીઠાપુર બીચ પર, ટાટા સોલ્ટ અને કેમિકલ વર્ક્સના એકમે પર્યાવરણીય ચિંતા ઉભી કરી છે. 2001માં, પોશિત્રા નજીક પાઇપમાંથી ખારા પાણીના લીકેજને કારણે લગભગ એક લાખ મેન્ગ્રોવ વૃક્ષ નાશ પામ્યા હતા.

સોમનાથ અને દ્વારકામાં ધાર્મિક કચરો નાખ્યા છે.

ઘોઘા, ગોપનાથ, નરારા, નારગોલ, પોરબંદર, ઉભરાટ અને ઉમરગાંવના દરિયાકિનારા કુદરતી કારણોસર ગંભીર ધોવાણ થઈ રહ્યું છે.
ભરતીના પ્રવાહો, અથવા માનવસર્જિત કારણો જેમ કે રેતીનું ખાણકામ અને ઊંચી ભરતી દરમિયાન તેલ છલકાય છે, જેના કારણે કિનારાની નજીક ઉગતા મેન્ગ્રોવ્સ ગૂંગળાય છે. જેના કારણે આસપાસના દરિયાઇ જીવન નાશ થાય છે.

ભાવનગર
રાજ્યના 1600 કિ મી લાંબા દરિયા કાંઠા પૈકી 125 કિમી દરિયા કાંઠો ભાવનગર જિલ્લાને મળેલો છે. અહીં કુડા, કોળીયાક, હાથબ, ગોપનાથ અને મહુવા બીચ ખાતે લોકો હરવા ફરવા જતા હોય છે.
ગરમીથી રાહત મેળવવા અને દરિયામાં નહાવા માટે ભાવનગરના લોકો ઘોઘા તાલુકામાં આવેલા કુડા બીચ પર મોટી સંખ્યામાં જાય છે. કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે ભાવનગર કલેક્ટરે કોઈ વ્યવસ્થા કરી નથી.
સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ લોકોની સુવિધા માટે બીચ ને ડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજે વર્ષો બાદ પણ રોડ, રસ્તા કે માળખાકીય એક પણ જાતની સુવિધા પૂરી પાડવામાં નથી આવી.

દરિયા કાંઠા ધોવાણથી 8 બીચ પર જોખમ
ગુજરાતનો એકમાત્ર ફેમસ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ હવે ધોવાઈ રહ્યો છે. કદાચ ભવિષ્યમાં આ બીચનું અસ્તિત્વ જ નહિ રહે.
ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીને કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં ઓગસ્ટ 2025માં માહિતી આપી કે ગુજરાતના કુલ દરિયાકાંઠાનો 537 કિલોમીટર કરતા વધુ એટલે કે, કુલ દરિયાકાંઠાનો 27 ટકા હિસ્સો ધોવાણનો ભોગ બન્યો છે.

દ્વારકા પાસેના શિવરાજપુર બીચની 32 હજાર વર્ગ મીટર કરતા વધુ જમીન દરિયાઈ ક્ષારને કારણે ધોવાઈ ગઈ છે.
ગુજરાતના 8 બીચ પૈકી ઉભરાટ, તિથલ, સુવાલી, માંડવી, દાંડી, ડભારી, શિવરાજપુર નોર્થ અને શિવરાજપુર સાઉથનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે, દ્વારકા પાસેનો શિવરાજપુર બીચ 32 હજાર વર્ગ મીટર કરતા વધુ ધોવાઈ ગયો છે.

સરવે ઓફ ઈન્ડિયાએ દેશનો દરિયાકાંઠો માપી અહેવાલ જાહેર કર્યા તેમાં ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિમીથી વધીને 2300 કિમી થયો છે. 700 કિલો મીટર દરિયો વધી ગયો છે. ગુજરાતનો દરિયાકાંઠો લાંબો થતા મોટું સંકટ છે.
1978-2020માં કચ્છ અને વલસાડનો દરિયા કાંઠો સૌથી વધુ ધોવાયો છે. ખંભાતના અખાતમાં ધોવાણ વધારે છે.
40 વર્ષના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ગુજરાતનો દરિયાકિનારો ભયજનક દરે અદ્રશ્ય થઈ રહ્યો છે. 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લા નોંધપાત્ર ધોવાણ છે. રાજ્યના દરિયાકાંઠાના લગભગ 45.8%ને અસર કરે છે. જેમાં 8 બીચ પણ આવી જાય છે.

ગુજરાતના બીચ પર આ 15 બાબતોનું ધ્યાન રખાતું નથી
ગુજરાતનો એકમાત્ર ફેમસ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ છે. જે સારી રીતે સચવાય છે.
બ્લુ ફ્લેગ બીચ ગુજરાતમાં નથી કારણ કે નીચેના ધોરણોનું કે કાયદાનું કે નિયમોનું પાલન કલેક્ટર દ્વારા થતું નથી.
બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન એ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઇકો-લેબલ છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (FEE), ડેનમાર્ક દ્વારા ચાર મુખ્ય મુદ્દાઓ હેઠળ 33 માપદંડોને આધારે બ્લુ ફ્લેગ આપવામાં આવે છે.
પર્યાવરણીય શિક્ષણ અને માહિતી, પાણીની ગુણવત્તા, પર્યાવરણ વ્યવસ્થાપન અને દરિયાકિનારા પર સલામતી અને સેવાઓ.
ગુજરાતના બીચ પર નહાવાના પાણીની ગુણવત્તા વિશેની માહિતી પ્રદર્શિત કરવામાં આવતી નથી. સ્થાનિક ઇકો-સિસ્ટમ, પર્યાવરણીય તત્વો અને સાંસ્કૃતિક સ્થળો સંબંધિત માહિતી પ્રદર્શિત કરવામાં આવતી નથી. સુવિધા દર્શાવતો બીચનો નકશો પ્રદર્શિત કરવો જરૂરી છે.
કાયદા અથવા નિયમોને પ્રતિબિંબિત કરતી આચારસંહિતા મૂકવામાં આવતી નથી.
દરિયા કિનારે પાણીની ગુણવત્તાના નમૂના અને ભરતી ઓટ માટેની આવશ્યકતાઓનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. પાણીની ગુણવત્તા વિશ્લેષણનું પાલન કરવું જોઈએ.
ઔદ્યોગિક, ગંદા પાણી અથવા ગટરના પાણી દરિયા કિનારે ઠલવાય છે.
દરિયા કિનારે માઇક્રોબાયોલોજીકલ – ફેકલ કોલી બેક્ટેરિયા અને આંતરડાના એન્ટરકોકી (સ્ટ્રેપ્ટોકોકી) અંગે વિગતો આપવામાં આવતી નથી.
બીચ વ્યવસ્થાપન સમિતિની સ્થાપના કરાતી નથી. કાયદાઓ અને નિયમોનું પાલન કરવું જોઈએ. દરિયા કિનારો સ્વચ્છ હોવો જોઈએ. શેવાળ વનસ્પતિ અથવા કુદરતી કચરો છોડવો જોઈએ.
દરિયા કિનારે કચરાના નિકાલ માટે ડબ્બા કે કન્ટેનર પૂરતી સંખ્યામાં હોવા જોઈએ અને તેમની નિયમિત સફાઈ અને જાળવણી કરવી જોઈએ. ડમ્પિંગ ન હોવું જોઈએ. રિસાયકલ કરી શકાય તેવા કચરાના પદાર્થોને અલગ કરવા માટેની સુવિધા નથી. શૌચાલય ઓછા અને તેની ગટરનો નિકાલ નિયંત્રિત નથી.
દરિયા કિનારે અનધિકૃત કેમ્પિંગ અથવા ડ્રાઇવિંગ ન હોવું જોઈએ. કૂતરાઓ અને અન્ય ઘરેલુ પ્રાણીઓ દરિયા કિનારે પ્રવેશ સામે નિયંત્રણ નથી.
બધી ઇમારતો અને બીચ સાધનો યોગ્ય રીતે જાળવવા કરાતી નથી.
કોરલ રીફ અથવા દરિયાઈ ઘાસના પટનું નિરીક્ષણ કરાતું નથી.
જાહેર સલામતી નિયંત્રણ કરવું જરૂરી છે. પ્રાથમિક સારવારના સાધનો નથી.
પ્રદૂષણના જોખમોનો સામનો કરવા માટે કટોકટી યોજના નથી.
નાગરિકોની સલામતીના પગલાં લેવાતા નથી. ઘણી જગ્યાએ જાહેર જનતાને મફત પ્રવેશ આપવામાં આવતો નથી.
દરિયા કિનારે પીવાના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. શારીરિક રીતે અપંગ લોકો માટે પ્રવેશ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી.