અમદાવાદ મહાનગર પાલિકાએ સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં ગંદકી કરવા બદલ તેમાં આવેલી 100 દુકાનોને સીલ કરી દીધી હતી
જોકે, જાહેર રસ્તા અત્યંત ગંદા હોવા છતાં સફાઈનો ઠેકો લેનારાઓને વિજય નહેરાએ નોટિસ આપી નથી કે તેમનો ઠેકો રદ કર્યો નથી. શહેરમાં સફાઈ થતી ન હોવાથી તેના માટે અધિકારી જવાબદાર હોવા છતાં તેમની સામે વિજય નહેરાએ કોઈ પગલાં લીધા નથી.
જાહેરમાં ગંદકી કરવા બદલ નૂતન નાગરિક બેંક(લો ગાર્ડન)થી લઈ થાઈ સેન્સેશન સહિતના એકમોને રૂ.25 હજારથી લઈ રૂ.1500 સુધીના દંડ કરાયો હતો. શહેરમાં ગંદકી અને અસ્વચ્છતા સામે અમપાના સત્તાધીશો દ્વારા ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.
– આનંદનગર રોડ પર આવેલા થાઈ સેનશેસનને જાહેરમાં રિપેરિંગ કામ બાદનો કાટમાળ જાહેર રોડ પર નાંખવા બદલ રૂ.25 હજારનો દંડ કરાયો હતો.
– સાબરમતીમાં આવેલા સાશ્વત સ્કાયને ગટરનું પાણી જાહેરમાં નાંખવા બદલ રૂ. 5 હજારનો દંડ
– લો ગાર્ડન સ્થિત નૂતન નાગરિક બેંકને રૂ.25 હજારનો દંડ નારોલમાં આકાશ ફેશન પ્રિન્ટ્સ પ્રા.લિ.ને જાહેર રોડ પર કચરો ફેંકવા બદલ રૂ. 25 હજાર દંડ
– ઠક્કરબાપા નગરમાં આવેલા સ્ટોન કટિંગ ગોડાઉનને જાહેરમાં કચરો ફેંકવા બદલ રૂ.5 હજાર દંડ
– ઈન્ડિયા કોલોનીમાં સુહાના ગેસ્ટહાઉસને રોડ પર પાણી ફેંકવા બદલ રૂ.2500 દંડ
– ઈન્ડિયા કોલોનીમાં આવેલા રિયાઝ સ્ક્રેપ ટ્રેડર્સને જાહેરમાં ગંદકી કરવા બદલ રૂ.1500 દંડ
– ખાડિયામાં સનરાઈઝ હોટલને જાહેર રોડ પર પાણી ફેંકવા બદલ રૂ.5000નો દંડ