ખાનગી અને સરકારી કર્મચારીના પેન્શનમાં 100 ગણો તફાવત

સરકાર પોતે 100 ગણી ભેદભાવ રાખે છે 100 times difference between private and government employee pension प्राइवेट और सरकारी कर्मचारी की पेंशन में 100 गुना का अंतर

અમદાવાદ, 19 ઓગસ્ટ 2024
ખાનગી કંપનીઓમાં 30થી 35 વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલા કર્મચારીઓને 1500થી 2500 રૂપિયા પેન્શન મળે છે. જેમાં વધારો કરીને રૂ. 7500થી 9500 પેન્શન અને મોંઘવારી ભથ્થુ આપવાની માંગણી છે. 30 વર્ષ પહેલાં જે પગાર હતો તેના આધારે પેન્શન નક્કી કરીને સરકાર કર્મચારઓ અને ખાનગી કર્મચારીઓ વચ્ચે સરકાર ભેદભાવ કરી રહી છે. 100 ગણો ભેદભાવ છે. ખાનગી કર્ચમારીને મહિને 1 હજાર અને સરકારી કર્મચારીને 1 લાખ પેન્શન મળે છે.

વર્ષ 1995ની પેન્શન સ્કીમ પ્રમાણે કર્મચારી કે કામદારના છેલ્લા પગારના બેઝિકમાંથી મહત્તમ 3500નો બેઝિક પગાર ગણીને પેન્શન નક્કી કરવામાં આવી રહ્યું છે. તેને પરિણામે કર્મચારી કે કામદારને 1000થી 2500 રૂપિયા સુધીનું પેન્શન મળી રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારીના વર્તમાન સમયમાં પેન્શનનું આ ધોરણ હાસ્યાસ્પદ છે. પેન્શનની આ રકમમાં કોઈનું જીવન ટકી શકે તેમ જ નથી. તેમ જ તેમના ખોરાકનો ખર્ચ પણ નીકળી શકતો નથી. બીજી તરફ સરકારમાં કામ કરતાં કર્મચારીઓને માસિક 30,000થી 1,00,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે.

ગુજરાત સરકાર 2023-24ના વર્ષમાં પગાર-પેન્શન- દેવાં-વ્યાજની ચુકવણી પાછળ કુલ રૂ.1,24,993 કરોડની તોતિંગ રકમ ખર્ચશે, જે રૂ.3,01,22 કરોડના કુલ બજેટમાં 41.52 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021-22ની તુલનાએ આ ખર્ચમાં 18.86 ટકાનો ધરખમ વધારો થયો છે.

રાજ્ય સરકારમાં તેની ગ્રાન્ટેડ સંસ્થાઓમાં તેમજ તેના જાહેર ક્ષેત્રના એકમોમાં 2021-22માં કુલ મળીને 4,89,773 કર્મચારીઓ હતા, તે 2023-24ના અંદાજ પ્રમાણે વધીને 4,90,009 થયા છે. આમ બે વર્ષમાં કુલ કર્મચારીઓ માત્ર 0.5 ટકા જ વધ્યા છે, પરંતુ પગાર ચુકવણી પાછળનો ખર્ચ 27 ટકા વધી ગયો છે.

એવી જ રીતે રાજ્ય સરકારમાં તેની સહાયિત સંસ્થાઓમાં તેમજ તેના જાહેર ક્ષેત્રોમાં 2021-22માં કુલ 4,89,607 પેન્શનરો હતા, તે 2023-24ના અંદાજ મુજબ વધીને 5,13,716 થયા છે. આમ બે વર્ષમાં પેન્શનરોની સંખ્યા 4.9 ટકા જેટલી વધી છે, પણ એમના પેન્શન પાછળના ખર્ચમાં 24.65 ટકાનો જંગી વધારો નોંધાયો છે.

બજેટ એનાલિસીસ સાથે સંકળાયેલી પાથેય સંસ્થાએ આ બધી વિગતો આપતાં વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દેવામાં મુદત તથા વ્યાજની ચુકવણી પાછળ 2021-22માં જે કુલ રૂ.49,624 કરોડનો ખર્ચ કર્યો હતો. તે 2023-24ના અંતે પ્રાથમિક અંદાજ મુજબ વધીને રૂ.54,924 કરોડ થશે, એટલે કે બે વર્ષમાં આ ખર્ચમાં 10.68 ટકાનો વધારો થશે.

ગુજરાત સરકારે 30 જૂન, 2006ના રોજ અથવા તે પછી નિવૃત્ત થયેલા 85 હજારથી વધુ પેન્શનધારકોના જુલાઈ મહિના માટેના પેન્શનનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં 1 જાન્યુઆરી, 2006થી છઠ્ઠા પગાર પંચનો અમલ થયો ત્યારથી, તમામ કર્મચારીઓ માટે વધારાની તારીખ દર વર્ષે એક જ એટલે કે 1 જુલાઈએ થઈ ગઈ છે.

પેન્શન વેલ્યુએશનને લઈને સર્વોચ્ચ અદાલત સુધી ગયેલી કાનૂની લડાઈના અંતે, ગુજરાત સરકારે 30 જૂન, 2006ના રોજ કે પછી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને રૂ. 750 કરોડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં છઠ્ઠા પગાર પંચના અમલ પહેલા દર વર્ષે સેવામાં જોડાયાની તારીખના આધારે પગાર વધારો આપવામાં આવતો હતો.

વડોદરા શહેર અને જિલ્લામાં રાજ્ય સરકારના પેન્શનરોની સંખ્યા 38000થી વધુ છે. જેમાં 80 થી 100 વર્ષની વયજૂથના આવા પેન્શનરોની સંખ્યા 3200થી વધુ છે, જેમને પેન્શનની મૂળ રકમ કરતાં વધુ પેન્શન મળી રહ્યું છે. દર મહિને સરકારી તિજોરીમાંથી રૂ. 120 કરોડથી વધુ પેન્શન ચૂકવવામાં આવે છે.

80 થી 85 વર્ષની વયજૂથના પેન્શનધારકોને પેન્શનની મૂળ રકમ કરતાં 20 ટકા વધુ મળે છે, જ્યારે 85થી 90 વર્ષની વયજૂથના પેન્શનધારકોને 30 ટકા, 90થી 95 વર્ષ સુધીના પેન્શનરોને 40 ટકા, 95થી 100 વર્ષની વયના લોકોને 50 ટકા મળે છે. વર્ષ અને નિવૃત્ત કર્મચારીઓ જે આ ઉંમરે પહોંચે છે. 100 વર્ષની ઉંમરે, 100 ટકાથી વધુ એટલે કે પેન્શનની બમણી રકમ ઉપલબ્ધ છે.

ઓછામાં ઓછુ સાતમા પગાર પંચ મુજબ પેન્શન રુ.7 હજાર આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં રિટાયર્ડ થયેલા પ્રોફેસર, ડોક્ટર, જજ, ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા સિનિયર કર્મચારીઓને રૂ. 1 લાખથી વધુ દર મહિને પેન્શન મળે છે. પગાર દોઢ-બે લાખથી વધારે હોય એટલે પગારથી અડધુ તેમને પેન્શન ચૂકવવામાં આવે છે.

ભારત સરકારના કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે તમામ કેન્દ્રીય વિભાગોને લોકસભા સ્થાયી સમિતિના 110મા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે. પેન્શનર્સ એસોસિએશનોએ દર પાંચ વર્ષે પેન્શન વધારાની માંગ પર વિચાર કરવો જોઈએ તેવી ભલામણ કરી છે. તેથી પેન્શન અને ફેમિલી પેન્શનમાં દર પાંચ વર્ષ પછી 5, 10 અને 15 ટકાનો વધારો થવાના સંદર્ભમાં વિગતો આપવી પડશે. કેન્દ્ર સરકારના વિભાગોએ 65-70, 70-75, 75-80, 80-85, 85-90, 90-95, 95-100 અને 100 વર્ષથી વધુ વયના પેન્શનરોની સંખ્યા, ડીએ વિના કઈ ઉંમરે, તેમજ ડીએ સાથે કેટલું પેન્શન આપવામાં આવી રહ્યું છે તે અંગે અલગથી મુદ્દાવાર અહેવાલો મંગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે 5 ટકાનો વધારો બેઝિક સેલરીના આધારે થઈ શકે છે. નિવૃત્તિ પછી પેન્શન વેચી દીધું છે તે પણ ૫ ટકાના વધારામાં સામેલ થશે. પેન્શનનું પ્રમાણ અડધા મૂળ પગાર પર હશે. 20 ટકા બાદ કોઈ વધારો નહીં થાય.

કેન્દ્રની મોદી સરકારે માંગને પૂર્ણ કરવાની દિશામાં પગલાં લીધાં છે. દેશના 60 લાખ પેન્શનરોને લાભ થશે.

પેન્શનર્સ દિવસ 17 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પેન્શન શબ્દ આવતા જ દરેક લોકો રિટાયરમેન્ટ પછીની રોજની જરૂરિયાતની ચિંતા કરે છે. દરેક લોકો ઈચ્છે છે કે, નિવૃત્તિ બાદ રોજની જરૂરિયાત પૂરી કરવા માટે એક ઈન્કમ ચાલુ રહે. હજુ પણ દેશની વસ્તીનો 90 ટકા જેવો મોટો હિસ્સો પેન્શન સ્કીમના દાયરામાં નથી. તો જોઈએ પેન્શનની શરૂઆત ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી.

1857માં બ્રિશ સાસન દરમિયાન બ્રિટિસ સરકાર દ્વારા નિવૃત્તિ બાદ કર્મચારીઓ માટે પેન્શન પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં બ્રિટિશ સરકારની આ યોજના બ્રિટનમાં ચાલતી પેન્શન પ્રણાલી સમાન જ હતી.

પગારમાંથી કેટલોક ભાગ નિવૃત્તિ પછીના જીવન માટે કાપવામાં આવે છે, અને તેમાં સરકાર દ્વારા કેટલીક રકમ ઉમેરી નિવૃત્તિ બાદ તેની ચૂકવણી કરવામાં આવે છે.

પેન્શનની યોજના દ્વારા વૃદ્ધાવસ્થા દરમિયાન એવા સમયે આર્થિક રકમ મળે છે જ્યારે આવકનો નિયમીત કોઈ સ્ત્તોત નથી હોતો. વૃદ્ધાવસ્થામાં જીવન જીવવાના અને પોતાની વધતી ઉંમરમાં કોઈના પર નિર્ભરતા રહેતી નથી અને કોઈ સમાધાન સાથે જીવવાનો વારો નથી આવતો. પેન્શનની આ યોજનાથી લોકોને બચત કરવાનો મોકો મળે છે.

સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પ્રભાગ અનુસાર, ભારતમાં જીવન 65 વર્ષથી વધીને 2050 સુધીમાં 75 વર્ષ થઈ જશે. સેવા નિવૃત્તિ પછીના વર્ષોની સંખ્યા વધી ગઈ છે. આ પ્રકારે જીવનનો વધતો ખર્ચ, વધતી ઉંમરને ધ્યાનમાં રાખતા નિવૃત્તિ પછી નિયમીત આવક જરૂરી બની ગઈ છે. વધારેમાં વધારે લોકો નિવૃત્તિ બાદ નિયમીત આવક પ્રાપ્ત કરતા રહે તે માટે સરકારે નેશનલ પેન્શન યોજના શરૂ કરી છે, જેનો લાભ સરકારી કર્મચારી સહિત પ્રાઈવેટ કર્મચારીઓ પણ ઉઠાવી શકે છે.

નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીનો મૂળભૂત માસિક પગાર 10,000 રૂપિયા હોય તો, તો કર્મચારીને 5,000 રૂપિયા પેન્શનની ખાતરી આપવામાં આવતી. ઉપરાંત, સરકારી કર્મચારીઓના પગારની જેમ, કર્મચારીઓની સેવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ મોંઘવારી ભથ્થા અથવા ડીએમાં વધારા સાથે પેન્શનરોની માસિક ચૂકવણીમાં પણ વધારો થતો જાય છે. ડીએમાં 4 ટકાનો વધારો કરે છે.

સરકાર દ્વારા ચૂકવવામાં આવતો લઘુત્તમ પેન્શન દર મહિને રૂ. 9,000 છે, અને મહત્તમ રૂ. 62,500 છે (કેન્દ્ર સરકારમાં ઉચ્ચતમ પગારના 50 ટકા, જે દર મહિને રૂ. 1,25,000 છે).

રાજકિય પેન્શન

60 વર્ષની ઉંમર સુધી કામ કર્યા પછી કર્મચારીઓને આપવામાં આવતું પેન્શન સમાપ્ત કરવાની જોગવાઈ મોદીએ કરી હતી, જો કોઈ એક દિવસ માટે પણ તે જ સંસદના સભ્ય બને છે, તો તેને ભારત સરકાર દ્વારા આજીવન પેન્શન આપવામાં આવે છે.

વરિષ્ઠ સાંસદોને દર મહિને વધુ પેન્શન મળે છે
સંસદના સભ્યો, પછી ભલે તે લોકસભાના હોય કે રાજ્યસભાના સભ્યો, સંસદના સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન એક્ટ-1954 હેઠળ પેન્શન મેળવે છે. હાલમાં આ રકમ દર મહિને 25 હજાર રૂપિયા છે. આ ઉપરાંત, જો કોઈ સાંસદ પાંચ વર્ષથી વધુ સમય સુધી સાંસદ રહે છે, એટલે કે કાર્યકાળ વધે છે, તો તેની વરિષ્ઠતાને માન આપીને દર મહિને 1500 રૂપિયાની અલગ રકમ આપવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાંસદ હતા ત્યારે તેમની આગેવાની હેઠળની સમિતિએ પેન્શનની રકમ વધારવાની ભલામણ કરી હતી. તેને વધારીને રૂપિયા 35 હજાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

કોઈ એક દિવસ માટે સાંસદ બને કે 80 વર્ષની ઉંમર સુધી સાંસદ રહે, જો તે હવે સંસદ સભ્ય નહીં રહે તો તેને જીવનભર પેન્શન મળતું રહેશે. એટલું જ નહીં, સાંસદોના પરિવાર માટે પેન્શનની સુવિધા પણ છે. એટલે કે પતિ, પત્ની અથવા સાંસદના આશ્રિતને પેન્શન આપવામાં આવે છે. સાંસદ કે પૂર્વ સાંસદના મૃત્યુ પર અડધી પેન્શન તેમના પતિ, પત્ની અથવા આશ્રિતોને આપવામાં આવે છે.

સાંસદો અને ધારાસભ્યોને પણ ડબલ પેન્શન લેવાનો અધિકાર છે. કોઈ ધારાસભ્ય ચૂંટણી જીતે છે અને સાંસદ બને છે, તો તેને માત્ર સાંસદનો પગાર જ નહીં પરંતુ ધારાસભ્યનું પેન્શન પણ મળે છે. બાદમાં, ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ ધારાસભ્ય તરીકે, તે બંનેનું પેન્શન મેળવે છે. તેવી જ રીતે, જો કોઈ ભૂતપૂર્વ સાંસદ અથવા ધારાસભ્ય મંત્રી બને છે, તો તેને મંત્રીના પગારની સાથે, તેને સાંસદ-ધારાસભ્ય તરીકે મળતું પેન્શન પણ મળશે.

પૂર્વ સાંસદોને ફ્રી રેલ યાત્રાની સુવિધા પણ મળે છે. ફર્સ્ટ એસીમાં એકલા મુસાફરી કરી શકે છે. આ જ પેન્શન નિયમ રાજ્યની વિધાનસભાઓ અને વિધાન પરિષદોમાં પણ લાગુ પડે છે. ધારાસભ્યો માટે પેન્શનની રકમ તમામ રાજ્યોમાં બદલાય છે. ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી.

પંજાબમાં જેટલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાય છે, ત્યારે તેને તેટલી વખત અલગ પેન્શન મળતું હતું. 10 વખત ધારાસભ્ય બનેલા નેતાને 10 ગણું પેન્શન મળ્યું.  6.62 લાખ રૂપિયા પ્રતિ મહિને પહોંચી ગયું હતું. ભગવંત માનની સરકારે આ નિયમ બદલ્યો અને હવે તમામ ધારાસભ્યોનું પેન્શન 75 હજાર રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે.

પગાર
ભારતમાં સાંસદોને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે. ફરજ પર હોય ત્યારે રોજનું 2,000 રૂપિયાનું વધારાનું ભથ્થું આપવામાં આવે છે.  મહિને 70 હજાર રૂપિયાનું મતવિસ્તાર ભથ્થું આપવામાં આવે છે, જ્યારે ઓફિસ ખર્ચ માટે દર મહિને 60 હજાર રૂપિયા આપવામાં આવે છે. સાંસદોને દર મહિને રૂ. 2.30 લાખ મળે છે, જેમાં માત્ર પગાર, મતવિસ્તાર ભથ્થું અને ઓફિસ ભથ્થું સામેલ છે. દરરોજ 2,000 રૂપિયાનું અલગ ડ્યુટી એલાઉન્સ છે. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2023 થી, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સના આધારે સાંસદોના પગાર અને દૈનિક ભથ્થામાં દર પાંચ વર્ષે વધારો કરવામાં આવશે.