108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત

રાજકોટઃતા:૦૯  108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.