છોટાઉદેપુર, 16 એપ્રિલ 2020
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાટિયા અને બામરોલી ગામની 22 મહિલાઓએ ખાદીના માસ્ક બનાવ્યા છે. જેના દ્વારા તેઓ આજીવિકા મેળવી રહી છે.
માસ્ક પહેરી વ્યક્તિ પોતે સંક્રમણથી બચી બીજા વ્ય
ક્તિઓને સંક્રમિત થતા પણ અટકાવી શકે છે.
ઘરે બેસી રોજના 1450 ખાદીના માસ્ક બનાવે છે. જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા ઉપરાંત ગ્રામ પંચાયતો, ગામડાઓમાં ચાલતી દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને પણ હોલસેલ ભાવે વેચાણ કરી રોજગારી મેળવી છે.
પાટિયા ગામના ગીતાબેન રાઠવા જણાવે છે કે, લોકડાઉનના કારણે અમને માસ્ક બનાવવાની અઠવાડિયાથી કામગીરી મળતા બહેનોને રોજગારી મળે છે. અમારૂં ધ્યેય ગામના દરેક ભાઇ બહેનને માસ્ક મળી રહે.
સરકાર દ્વારા નિયત થયેલા દરથી માસ્કનું વેચાણ કરવામાં આવે છે. ગામના લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં 12 હજાર માસ્ક બનાવવામાં આવ્યા છે. લોકડાઉનના કારણે રૉ-મટિરિયલ મળતું નથી.