30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી 1269 કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી.
કુલ ૧૭,૧૪૮ પસંદગી પામેલા ઉમેદવારોમાંથી ૬,૬૮૬ કોમર્સ, ૩,૭૪૪ આર્ટસ, ૨,૭૫૦ સાયન્સ, ૧,૯૧૮ ડિપ્લોમાં, ૧,૩૧૦ ઇજનેરી અને ૭૪૦ અન્ય સ્નાતકો હતા.
પ્લેસમેન્ટ સેલ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, અરવલ્લી, દાહોદ, પાટણ, પાલનપુર, બરોડા, સુરત, આણંદ, હિંમતનગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા-મહીસાગર, સુરેન્દ્રનગર, તાપી-ડાંગ, નર્મદા, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને કચ્છ ખાતે યોજવામાં આવ્યા હતા.
૧,૨૬૯ કંપનીઓ હતી. જેમાં લાર્જ, મીડિયમ અને સ્મોલ સ્કેલ સેક્ટરની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે કોર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર અને આઇ.ટી, કેમિકલ, ફાર્મસી, હેલ્થ કેર, મિકેનીક- ઓટો તથા સર્વિસ સેક્ટરની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જેમ કે બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, ટુરિઝમને સંલગ્ન કંપનીઓએ ભાગ લીધો હતો.