રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે સભ્યો બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી રૂ.100 ઉઘરાવી લઈને કૌભાંડ કર્યું હોવાનો આરોપ ઠાકોર સેનાના કાર્યકરોએ મૂક્યો છે. રૂ.4 કરોડ સભ્ય ફીના થાય છે તેનો હિસાબ અલ્પેશ આપતો નથી. ઉપરાંચ ઠાકોર મોલ બનાવવા માટે રૂ.1100 વ્યક્તિ દીઠ ઉઘરાવીને ઠાકોર સમાજના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આવું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવતાં ચાણસ્મા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ ઊભો થયો છે. સમાજ માટે કામ કરવાના વચનો આપ્યા પણ એક પણ કામ કર્યા નથી.
ઠાકોર સમાજના લોકોને રોજગારી આપવાની હતી. પણ કોઈ સ્થળે રોજગારી મળી નથી. વિધવા મહિલાઓ જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલી હતી, તેમને ભેંસો આપીને રોજગારી આપીને સમાજને સ્વચ્છ બનાવવાની વાતો કરી હતી. સમાજના સંતો અને દિકરાના નામે શોગંદ ખાઈને રાજકારણમાં ના પ્રવેશવાનું જાહેર કર્યું હતું.
કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાએ પૂરોગામી ભરત સોલંકીએ કરેલી ભૂલ આખરે સુધારી લીધી છે. અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જે કંઈ થાય છે તેની સીધી રાજકીય અસર સમગ્ર ગુજરાતમાં પડે છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ સાથે જે રાજકીય કાવાદાવા કરીને ભાજપને ફાયદો કરાવી આપ્યો હતો તેવા પ્રમુખ ખોડાજી ઠાકોરને આખરે પડતા મૂકીને તેમની સ્થાને લડાયક અને કોંગ્રેસને વફાદાર એવા પંકજસિંહ વાઘેલાની નિમણૂક કરી છે. ખોડાજી ઠાકોરની વિવાદાસ્પદ ભૂમિકા કોંગ્રેસમાં સતત રહેતી આવતી હતી. તેથી અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરને હાંકી કાઢીને તેમના સ્થાને પંકજસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.
AICC દ્વારા જાહેર કરવામાં આવેલી સિદ્ધાર્થ દેસાઇની નવસારી જિલ્લા પ્રમુખ, સુરત જિલ્લા પ્રમુખ તરીકે જગદીશ પટેલ, જુનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે નટવરલાલ આર પોંકિયા અને પાટણ જિલ્લા પ્રમુખ તરીકે બાબુજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે દિનશ ગઢવી, સુરત શહેરના જિલ્લા પ્રમુખ તરીકે બાબુભાઈ રાયકા, વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશ પટેલની વરણી કરવામાં આવી હતી.
અલ્પેશ ઠાકોર પર ભ્રષ્ટાચારના આરોપ નડી ગયા
રાધનપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર અનેક પ્રકારના ગંભીર મૂકી જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરના કારણે અમે કોંગ્રેસ છોડ્યું છે. અલ્પેશ ઠાકોર સોલાર પાર્કમાં પણ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર તેમના પીએ હાર્દિક ત્રિવેદી દ્વારા રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં રૂપિયા 5 કરોડનો બંગલો લીધો છે તેમના અંગત મદદનીશ તેવી જ રીતે હાર્દિક ત્રિવેદી હમણા નવી ગાડી લાવ્યા છે. આટલા દિવસથી તેમની પાસે ગાડી લાવવાના પૈસા ન હોતા તો અત્યારે ગાડી ક્યાંથી આવી? અલ્પેશ ઠાકોર પાસે 10 ગાડી ક્યાંથી આવી? અલ્પેશના પીએ પાસે પણ 10 જેટલી ગાડીઓ છે તે ક્યાંથી આવી? સુરેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે અલ્પેશ ઠાકોરને કારણે જ પાટણ જિલ્લા અને રાધનપુરમાં તાલુકા પંચાયત ગઈ છે. અલ્પેશ ઠાકોર આડતરી રીતે ભાજપ સાથે જોડાયેલો છે. આમ આ આરોપો કોંગ્રેસે ગંભીર લીધા હોવા જોઈએ.
અલ્પેશના પિતા ખોડાજી ઠાકોરની ભૂંડી ભૂમિકા
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત સોલંકી સાથે મળીને સવર્ણ અનામત આંદોલન સામે ઓબીસીનું આંદોલન કરનારા અલ્પેશ ઠાકોર મૂળ કોંગ્રેસમાં હતા. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસથી અલગ કરીને પછી ફરી કોંગ્રેસમાં લાવનારા ભરત સોલંકી હતા. આમ તો શંકરસિંહ વાઘેલા અલ્પેશની પાછળ હતા. પણ પછી ભરત સોલંકીએ બાજી મારી હતી. પિતા ખોડાજી ઠાકોરને ભરત સોલંકીએ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા હતા, તેથી તેનો ઉપયોગ કરીને અલ્પેશને પોતાની તરફે ભરત સોલંકી લવ્યા હતા. ખોડાજીને તેમને તમામ રાજકીય સત્તાઓ આપી હતી. જેના કારણે અમદાવાદમાં કોંગ્રેસને વિધાનસભાની અને જિલ્લા પંચાયતની જેટલી બેઠક મળવી જોઈતી હતી તેટલી મળી ન હતી.
વિરમગામમાં પિતા પૂત્રને જાકારો
ગંદા રાજકારણને કારણે પિતા ખોડાજી અને પુત્ર અલ્પેશ ઠાકોરને વિરમગામમાંથી લોકોએ ગઈ વિધાનસભામાં સ્પષ્ટ જાકારો આપી દીધો હતો. શંકરસિંહ વાઘેલાના કારણે આગળ આવેલાં અલ્પેશ ઠાકોરે શંકરસિંહને ઠગ કહ્યા હતા. તેથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર સામે કોંગ્રેસ છોડી ગયેલાં સભ્યોએ આરોપોનો મારો ચાલુ કર્યો છે. અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ સામે OBC બચાવો આંદોલન જાહેર કરતી વખતે કર્યું હતું કે તે ચૂંટણી નહીં લડે, પરંતુ તે કોંગ્રેસના ધારાસભ્ય બની ગયા છે અને હવે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવી રહ્યાં છે.
ઠાકોરનું જમીન કૌભાંડ
અલ્પેશ અને તેમના પિતા સામે એક વીડિયો વાયરલ થયો હતો તે અંગે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી કે અમિત ચાવડાએ આજ સુધી કોઈ તપાસ કરી નથી. જિલ્લાનું પ્રમુખ પદ ગુમાવવું પડ્યું છે તે પૈકીનું એક કારણ આ વીડિયો પણ છે. વીડિયોમાં એવો આરોપ હતો કે, અમદાવાદ નજીકના સીતાપુર ગામના ખેડૂત નવઘણ ઠાકોરની 39 વીઘા જમીન ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના આગેવાન ખોડાજી ઠાકોરે રિવોલ્વરની અણીએ તેમની જમીન પડાવી લીધી છે. એ જમીન પરત કરવા માટે તેમણે અમદાવાદ કલેક્ટરને અરજી પણ કરી છે. બનાવટી કાગળથી તે જમીન વેચી નાંખી છે. મેં અલ્પેશ અને તેમના પિતા ખોડાજી ઠાકોર સામે કેસ કર્યા પછી હવે તેઓ અડધી જમીન પરત કરવા માટે તૈયાર થયા છે. પણ મારે તો આખી જમીન પરત જોઈએ છે. 2013મા આ જમીન ખોડા ઠાકોરે અમદાવાદના એક બિલ્ડર પાસેથી જમીન લીધી હતી. છતાં નવઘણને ખોડાજીએ પૈસા આપ્યા હતા. આ જમીન રૂ. 20 કરોડની કિંમતની હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. આ પ્રકરણ ભરત સોલંકીએ દબાવી દીધું હતું પણ અમિત ચાવડાએ તેની ગંભીર ગણ્યું હોય એવું લાગી રહ્યું છે.
પ્રમુખ બનાવવા કરોડોની કટકી
વળી, અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં 2018માં સત્તા ગુમાવવી પડી હતી. એની પાછળ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ખોડાજી ઠાકોર પોતે જવાબદાર છે. ભારતીય જનતા પક્ષ સાથે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર સાથે બેઠક થઈ રહી છે. વળી કોંગ્રેસ દ્વારા ભાજપના સભ્યોને ખરીદવા માટે કોંગ્રેસ દ્વારા અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. જે ખોડાજી ઠાકોરને આપવામાં આવ્યું હતું. જે ફંડથી કોંગ્રેસની સત્તા બચાવવા માટે અને જેટલા સભ્યો કોંગ્રેસના ભાજપમાં જાય, એટલા જ ભાજપના સભ્યો સામે તોડવા માટે આ ફંડના નાણાં ભાજપના સભ્યોને આપવાના હતા. પરંતુ લાખો રૂપિયાનું આ ફંડ ક્યાં ગયું તે પ્રશ્ન કોંગ્રેસમાં પૂછવામાં આવી રહ્યો છે. ઘણા સભ્યોએ માગણી કરી રહ્યાં છે કે તે ફંડ ખોડાજી ઠાકોર પાસેથી પરત લેવામાં આવે. ભાજપના ભૂપેન્દ્ર ચુડાસમા સાથેની ખોડાજીની રાજકીય દોસ્તી પણ જાણીતી છે. કોંગ્રેસમાં ખોડાજીનો ભારે વિરોધ થયો છે. કોંગ્રેસના 6 સભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. ખોડાજી ઠાકોર તેમને સારા હોદ્દા આપવા માટે પૈસાની માગણી કરી હતી. એક સભ્યએ ખોડાજીને મોટી રકમ આપી હતી. તમામ સભ્યો પાસેથી હોટલનું બીલ કરવાનું સૂચના આપી હતી એટલે કે એક હોટલનું બીલ તો લોકોએ ચૂકવ્યું હતું અને છ ગણા પૈસા ચૂકવાયા હતા એ પૈસાનો હિસાબ પણ આ સભ્યો માગી રહ્યા છે. અમિત ચાવડા પોતે પણ ઠાકોર છે અને ખોડાજી ઠાકોર પણ પોતે ઠાકોર તેથી કોંગ્રેસ પ્રમુખ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ખોડાજી ઠાકોરને છાવરી રહ્યા છે. ઠાકોર વાદ ચલાવે છે. આ આરોપો પણ ખોડાજીને પદ પરથી હાંકી કાઢવા માટે કારણભૂત હોવાનું કોંગ્રેસમાં 20 ઓગસ્ટે ચર્ચા થઈ રહી છે.
5 કરોડનો બંગલો
રાધનપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બધીબેન આહિર અને કારોબારી ચેરમેન તુલસીભાઈ સુરાણી ભેમાભાઈ ચૌધરી અને સુરેશ ઠાકોર એમ ચારેય 9 જુલાઈ, 2018ના રોજ જોડાયા હતા અને અલ્પેશ ઠાકોરથી નારાજ હોવાના આક્ષેપો કરી પક્ષ પલટો કર્યા હતો. પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રામાભાઇ આહીરે જણાવ્યું હતું કે, ભાજપમાં અમે અલ્પેશ ઠાકોરથી ત્રાસીને ગયા છીએ અને તુલસીભાઈએ મીડિયા સમક્ષ કબૂલાત કરી હતી ત્યારે અમે ભાજપમાં જોડાયા બાદ ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર દ્વારા ડરાવામાં આવ્યા હતા. જેથી તુલસીભાઈ અને ભેમાભાઈ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ. રાધનપુર કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં બીજા ટર્મની પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રસના સદસ્ય સુરેશ ઠાકોર અને પૂર્વ તાલુકા પ્રમુખ બધીબેન આહીર અલ્પેશ ઠાકોરથી નારાજ થઈ ભાજપમાં જોડાઈ ગયા હતા ભાજપના સભ્યોનો ટેકો લઈ સુરેશ ઠાકોરની કારોબારી ચેરમેન તરીકેની વરણી કરાઈ હતી. અલ્પેશ ઠાકોર દ્વારા પોતાના માણસ હાર્દિક ત્રિવેદી મારફતે તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મોટો ભ્રષ્ટાચાર કરી લાખો કરોડો રૂપિયા ખંખેર્યા છે અને હાર્દિક પાસે પહેલા કોઈ સગવડ નહોતી અને હાલમાં નવી 10 લાખની ગાડી ખરીદી તો અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં 5 કરોડનો બંગલો લીધો છે.
જિલ્લા પંચાયતના પતનમાં ખોડાજીનો ખેલ
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર દ્વારા જે રીતે ભાજપ સાથે મળીને કોંગ્રેસનું પતન કરવામાં આવ્યું ત્યાર પછી કોંગ્રેસની પડતી ઝડપી બની હતી. કોંગ્રેસમાં સર્વમાન્ય ઉમેદવાર તરીકે મનુ ઠાકોર હતા. તેમ છતાં ખોડાજી ઠાકોરે તેમને પ્રમુખ બનવા દીધા ન હતા. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ખોડાજી ઠાકોર પોતાના પક્ષ સામે જ દગો કરીને શાસનનો અંત લાવી દીધો હતો. કોંગ્રેસ પક્ષમાં હાલ પણ ભારે રોષ ભભૂકી રહ્યો છે, ત્યારે જે સમિતિઓ બનાવવામાં આવી હતી એ સમિતિઓમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો શામેલ કરવા માટે પણ કોંગ્રેસના આંતરિક ખેલ શરૂ થયા છે. કોંગ્રેસના 7 સભ્યો પક્ષાન્તર કરીને ભાજપમાં ગયા હતા. તેમણે આ છ ઉમેદવારોને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા માટે અનેક લોભ, લાલચો આપી હતી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરી હતી. તેમ છતાં તેમને પ્રમુખ બનાવ્યા ન હતા. તેથી કોંગ્રેસમાં બળવો થયો હતો. ખોડાજી ઠાકોરના કારણે સત્તા ગુમાવવી પડી હતી. જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે અઢી વર્ષ દરમિયાન આરોગ્ય સમિતિ નિયુક્ત કરવાની હતી, તેમ છતાં ખોડાજી ઠાકોર એ થવા દીધી ન હતી અને હવે એ આરોગ્ય સમિતિ ઉપર ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો કાબુ આવી ગયો છે.
ભાજપ અને શંકરસિંહને દગો દીધો
ખોડાજી ઠાકોર કોઈક સમયે ભાજપના સંગઠનમાં 1997 સુધી હતા. તે સમયગાળામાં ખોડાજી ઠાકોરે શંકરસિંહ વાઘેલા, આનંદીબહેન પટેલ સાથે કામ કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ જ્યારે ભાજપને દગો દીધો તેની સાથે ખોડાજી ઠાકોર પણ ભાજપ છોડી દીધો હતો. શંકરસિંહ વાઘેલાએ શક્તિદળ બનાવ્યું. ત્યારે અલ્પેશ ઠાકોર તેની યુવા વિંગનો સંયોજક હતો. શંકરસિંહ વાઘેલાએ ભાજપ છોડ્યો ત્યારે ખોડાજી અને અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરે યુવા નેતા તરીકે અમદાવાદ જિલ્લાની પંચાયત માટે ચૂંટણી ઠાકોરના મુળ વતન-ગામ એંદ્લાથી વર્ષ 2010માં કોંગ્રેસમાંથી લડી ચૂક્યો છે. જયારે ઠાકોર સેનાનું અસ્તિત્વ વર્ષ 2011માં આવ્યુ હતું. પરંતુ ત્યારે અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયો હતો. ઠાકોર સમાજ માટે મૂવમેન્ટ ચલાવવાનો અવાજ ઉઠવા લાગ્યો, તો ખોડાજી ઠાકોરે આ જવાબદારી ઉઠાવતા પોતાના પુત્ર અલ્પેશ ઠાકોરને આગળ કર્યો હતો. આવી રીતે ઠાકોર સેનાની મૂવમેન્ટ ઉભી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરે નશામુક્તિ, બેરોજગારીનું આંદોલન કરીને ભાજપ સામે અવાજ ઊભો કર્યો હતો. પછી હાર્દિક પટેલના આંદોલન સામે તેનો ઉપયોગ ભરત સોલંકીએ કર્યો હતો. અલ્પેશના DNAમાં કોંગ્રેસ છે. મૂળ વિચાર-ધારા કોંગ્રેસી રહી છે.
વિરમગામ કેમ છોડવું પડ્યું
માંડલ અને દેત્રોજ તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓએ અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર માટે બેઠક જોખમી હોવાનું જણાવી નહીં લડવાનું જણાવ્યું હતું હતું. અલ્પેશ ઠાકોરની દાવેદારીને લઇ કોંગ્રેસ અને વિરમગામમાં છૂપો રોષ હોવાથી તેણે સિદ્ધપુર જઈને ચૂંટણી લડવી પડી હતી. અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર 2017ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરનાં લગભગ ફાઈનલ ઉમેદવાર મનાઈ રહ્યા હતાં. તેજશ્રી પટેલે કોંગ્રેસ છોડી તેની પાછળનું મુખ્ય કારણ ખોડાજી ઠાકોર હતા. તેઓ તેજશ્રીબેન પટેલને બીજું પર મૂકીને જ નિર્ણયો લેતા હતા. જેનાં કારણે જ તેજસ્વીનીબેનને પક્ષ પલટો કરવાની ફરજ પડી હતી.
જિલ્લા પંચાયત કેમ ગુમાવી
2016માં અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને 18 અને ભાજપને 16 બેઠકો મળી હતી. જેથી કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં સત્તા પર આવી હતી અને પુષ્પા ડાભીને પ્રમુખ બનાવાયા હતા. હવે જ્યારે પ્રમુખની ટર્મ પુરી થતાં નવા પ્રમુખ માટેની ચૂંટણી થતાં કોંગ્રેસ હારી ગઈ હતી. કોંગ્રેસના જિલ્લા પંચાયતના દિગ્ગજ ગણાતા નેતા અને કારોબારી સમિતિના ચેરમેન મનુજી ઠાકોર પણ ભાજપની તરફેણમાં રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ખોડાજી ઠાકોર અને મનુજી ઠાકોર વચ્ચે ચાલતા શિતયુદ્ધમાં અંતે મનુજી ઠાકોર ખુલીને સામે આવ્યા હતા અને ભાજપની તરફેણમાં જતાં રહ્યા હતા. જેના પગલે કોંગ્રેસને સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો છે. જિલ્લા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના સભ્યો વચ્ચેનો આંતરિક કલેહ ખોડાજીના કારણે રહ્યો હતો જે સપાટી પર આવ્યો હતો.
મનુજી ઠાકોરની અવગણના ખોડાજીને ભારે પડી
જિલ્લા પંચાયત પર કોંગ્રેસે કબજો જમાવ્યો ત્યારે સૌથી મજબૂત સભ્ય તરીકે મનુજી ઠાકોરનું નામ હતું. પણ ખોડાજી ઠાકોરે તેમને પ્રમુખ બનવા દીધા ન હતા. તેમને કારોબારી સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં ખરાબ હાલતમાં આવતી ત્યારે મનુજી ઠાકોર જ કોંગ્રેસની બાજી સંભાળતા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે ટિકિટ માગી હતી પરંતુ તેમને ખોડાજીએ ટિકિટ આપવા દીધી ન હતી. ત્યાર બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમના સ્થાને અન્યને ખોડાજીએ મેન્ડેટ અપાવતા નારાજ મનુજી ઠાકોરે કોંગ્રેસ છોડી હતી અને ભાજપને ટેકો આપ્યો હતો. આ બાજી ખોડાજી ઠાકોરને ભારે પડી છે. અમદાવાદ જિલ્લાનાં કોગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરની મનમાનીને કારણે નારાજ કોંગ્રેસના સભ્યનો લાભ ભાજપે ઉઠાવી લીધો અને કોંગ્રેસના છ સભ્યોએ બળવો પોકારી ભાજપને ટેકો જાહેર કરતા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના જીતેન્દ્રસિંહ ચૂંટાઈ આવ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 18 અને ભાજપના 15 સભ્યો હતા, પરંતુ કોંગ્રેસના સભ્ય મનુજી ઠાકોર પ્રમુખ થવા માગતા હતા પરંતુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ખોડાજી ઠાકોર દ્વારા અમરસિંહને પ્રમખ તરીકેનો મેન્ટેડ આપતા કોંગ્રેસમાં બળવો થયો હતો.
પ્રમુખ બનાવવા કરોડોની કટકી
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં સત્તા ગુમાવવી પડી છે એની પાછળ ઘણાં કારણો હતા તેમાં એક ભારતીય જનતા પક્ષ સાથે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર સાથે બેઠક થઈ રહી છે. વળી કોંગ્રેસ દ્વારા ભાજપના સભ્યોને ખરીદવા માટે કોંગ્રેસ દ્વારા અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. જે ખોડાજી ઠાકોરને આપવામાં આવ્યું હતું. જે ફંડથી કોંગ્રેસની સત્તા બચાવવા માટે અને જેટલા સભ્યો કોંગ્રેસના ભાજપમાં જાય, એટલા જ ભાજપના સભ્યો સામે તોડવા માટે આ ફંડના નાણાં ભાજપના સભ્યોને આપવાના હતા. પરંતુ લાખો રૂપિયાનું આ ફંડ ક્યાં ગયું તે પ્રશ્ન કોંગ્રેસમાં પૂછવામાં આવી રહ્યો છે. ઘણા સભ્યોએ માગણી કરી રહ્યાં છે કે તે ફંડ ખોડાજી ઠાકોર પાસેથી પરત લેવામાં આવે. ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની ખોડાજીની રાજકીય દોસ્તી પણ જાણીતી છે. કોંગ્રેસમાં ખોડાજીનો ભારે વિરોધ થયો હતો. ખોડાજી ઠાકોર તેમને સારા હોદ્દા આપવા અને પ્રમુખ બનાવવા માટે પૈસાની માગણી કરી હતી. એક સભ્યએ ખોડાજીને મોટી રકમ આપી હતી. તમામ સભ્યો પાસેથી હોટલનું બીલ કરવાનું સૂચના આપી હતી એટલે કે એક હોટલનું બીલ તો લોકોએ ચૂકવ્યું હતું અને છ ગણા પૈસા ચૂકવાયા હતા એ પૈસાનો હિસાબ પણ આ સભ્યો માગી રહ્યા હતા.
આમ કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરને પદ પરથી હાંકી કાઢવા માટેના આ મજબૂત કારણો હતા.
(દિલીપ પટેલ)