સ્વચ્છ ભારત અભિયાન માટે કુલ 12,300 કરોડ

  • ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત જાળવી રાખવા ઓડીએફ પ્લસ
  • કચરાના નિકાલ સાથે પ્રવાહી અને દૂષિત પાણીના નિકાલ પર વિશેષ ધ્યાન
  • જળ જીવન અભિયાન માટે રૂ. 3.60 લાખ કરોડની મંજૂરી

નવી દિલ્હી, 01-02-2020

સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું, ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત (ઓડીએફ) ને ટકાવી રાખવા અને કોઈ પણ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા સરકાર ઓડીએફ પ્લસ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય નાણાંમંત્રી પ્રવાહી અને દૂષિત પાણીના સંચાલનની દિશામાં વધુ કામ કરવાની જરૂર છે. મુખ્ય ધ્યાન નક્કર કચરાના એકત્રીકરણ, સ્રોત એકત્રીકરણ અને શુદ્ધિકરણ પર રહેશે. નાણામંત્રીએ કહ્યું કે, વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત અભિયાન માટે કુલ 12,300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

જળ જીવન અભિયાન માટે તમામ પરિવારોને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાના હેતુથી 3.60 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું કે, આ યોજના સ્થાનિક જળ સ્ત્રોતોમાં વધારો કરવા, હાલના સ્ત્રોતોનું રિચાર્જ કરવા પર પણ ભાર મૂકે છે અને અને પાણીની ખારાશમાં ઘટાડો કરશે. તેમણે જણાવ્યું હતું કે એક મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના વર્ષ 2020-21 દરમિયાન 11,500 કરોડના સંસાધનો પણ પૂરા પાડશે.