શાંતિ જાળવવા હાર્દિક પટેલની ગુજરાતના લોકોને અપીલ, હું અને મારી ટીમ નિર્દોષ છીએ

23 જૂલાઈ 2015માં ઉત્તર વિસનગરમાં ત્રીજી રેલી હતી. જેમાં પહેલાં મહેસાણા, બીજી માણસા અને ત્રીજી વિસનગરમાં થઈ હતી. વિસનગરમાં પહેલી રેલી થઈ હતી. જેમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કચેરીએ કેટલાંક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ભાજપના હોદ્દેદારની કાર સઘલાગી દેવામાં આવી હતી. આંદોલન પૂરું કરવા માટે પહેલી વખત તોડફોડ કરીને ભાજપના જ અમૂલ લોકોએ મારા સહિત 17 લોકો સામે કેસ કર્યા હતા. હું 17મો આરોપી હતો. હાર્દિક પટેલ 9 મહિના સુધી મહેસાણામાં પ્રવેશ કરવો નહીં એવો ચૂકાદો આપ્યો હતો. હું 9 મહિના મહેસાણા ગયો નહીં. મારે ગુજરાત બહાર 6 મહિના માટે વનવાસ કરવા જવું પડેલું હતું. પણ નવાઈની વાત એ છે કે કોર્ટે કોઈકના ઈશારે એવું કહી દીધું કે હાર્દિક પટેલે જ્યાં સુધી કેસ પુરો ન થાય ત્યાં સુધી મહેસાણા જવું નહીં. મારું પરિવાર મારું બૃહદ કુટુંબ મહેસાણામાં રહે છે ત્યાં ત્રણ વર્ષથી જઈ શક્યો નથી. જ્યાં મારી કુળદેવી માં ઉમિયા છે એ મંદિર પર દર્શન કરવા જઈ શક્યો નથી. નવાઈની વાત જૂઓ ત્રણ વર્ષ કોર્ટના ધક્કા ખાવા પડ્યા. ખોટી રીતે હેરાન કર્યા છે. ખરેખર આ ઘટનામાં અમે ગુનેગાર ન હતા. મારા સહિત 17 આરોપી ગુનેગાર ન હતા. મારી પહેલાં 16 આરોપી હતા. મારું નામ 17માં આરોપી તરીકે મૂકેલું છે. મારી સાથેના આરોપીઓને આગોતરા જામીન મળી ગયા હતા. પણ મને ચાર મહિના વધું જેલમાં રાખવામાં આવ્યો હતો. મને જામીન માટે શરતો મૂકવામાં આવી હતી. કહેવાય છે કે ન્યાય તંત્રના ઘરે દેર છે પણ અંધેર નથી. આજે જ 25 જૂલાઈ 2018 છે તે ઘટનાને ત્રણ વર્ષ પૂરા થયા અને તેની ઉપર બે દિવસ થશે ત્યારે વિસનગર કેસનો ચૂકાદો છે. ગઈકાલ રાતથી હજારો ફોન આવ્યા છે કે અમે વિસનગર આવીએ, કંઈ કામ હોય તો કહેજો. કેસનો ચૂકાદો કઈ પણ આવે, મારા સમર્થનમાં આવે કે પછી વિરોધમાં આવે તો પણ શાંતિ જાળવજો. ગુજરાતના તમામ સમર્થક મિત્રો અને આંદોલન કરનારા અને ચિંતા કરનારાઓને અપીલ છે કે શાંતિ જાળવે. એવી વ્યવસ્થા ન થાય કે જેથી અન્ય લોકોને કે જાહેર મિલકતો કે જે આપણા પૈસાથી બની છે તેને કોઈ નુકસાન ન થાય એવું ન કરતાં.

ભાજપનું ષડયંત્ર છે

મને ન્યાય તંત્ર પર ભરોસો છે. કારણ કે બે સગાભાઈ ઝડઘડતાં હોય અને જમીનની કે નાણાંની બાબત હોય. છતાં બન્ને ઝઘડે અને કોર્ટમાં જવાનું કહે છે. તે કોર્ટ પર ભરોસો હોવાનું બતાવે છે. અમે 17 આરોપીઓ નિર્દોષ છીએ. આ તો ભારતીય જનતા પક્ષની દાદાગીરી અને જો હુકમી સામે ઘણી વખત અમને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. મેં ઘણી વખત મહેસાણા મારી કર્મભૂમિ છે. મહેસાણાના મારા તમામ મિત્રોને કહું છું કે, મહેસાણાથી અનામત આંદોલન શરૂ થયું હતું. મહેસાણાં એ મારી તાકાત છે. મારી શક્તિ છે. જ્યાં મારી કુળદેવીનો વાસ છે. કુળદેવીના આશીર્વાદ છે તે ભૂમિથી મને દૂર રાખવાનો પ્રયાસ થયો હતો. તે માટે ભારતીય જનતા પક્ષ જવાબદાર છે.

હું જેલમાં હોઈશ તો પણ આમરણાંત ઉપવાસ થશે

ચૂકાદો જે કંઈ આવે. હું જંલમાં હોઉં કે જેલની બહાર, 25 ઓગષ્ટે આમરણાંત ઉપવાસ વિજય સંકલ્પ સાથે થશે જ. તે અધિકાર સાથે સરકારને ઝૂકાવવાની છે. તે આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે. કોઈ ચિંતાનો વિષય નથી. ભગતસિંહ હોય, સરદાર પટેલ હોય. ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ, ચંદ્ર શેખર આઝાદ હોય તેઓ આઝાદી માટે 8-9 વર્ષ જેલમાં રહ્યાં ત્યારે અંગ્રેજો સામે ભારતને આઝાદ કરાવી શક્યા છે. ભગતસિંહ તો 22 વર્ષની ઉંમરે ફાંસીના માચડે લટકાઈ ચૂક્યા હતા. હું તો 25 વર્ષનો થઈ ગયો છું. અન્નદાતા માટે આ દેશની સૌથી મોટી તાકાત યુવાના ભવિષ્ય માટે મારે લડવું પડતું હોય તો માને જેલમાં જવાની કોઈ ચિંતા નથી. લડીશું, દોડીશું, એટલા માટે વિશ્વાસ સાથે કહું છું કે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ થવા છે.

એજ જોશ અને એજ જુસ્સો છે

એજ જોશ છે, એજ જુસ્સો છે. એટલા માટે કહું છું કે ભાજપ સરકાર અમને 25 ઓગષ્ટે ઉપવાસ પર બેસવા દે. ભાજપને અંગ્રેજ બનવાની એટલી બધી ઈચ્છાઓ થતી હોય તો અમને ભગતસિંહ અને આઝાદ બનવાની ઈચ્છાઓ થતી હોય છે. એટલા માટે ન્યાય તંત્રનો ચૂકાદો ન્યાયી હશે. અમે એવા લોકો સામે લડીએ છીએ કે જ્યાં ન્યાય તંત્ર, પ્રશાસન, પ્રધાનો, અધિકારીઓ અમારી સામે બંધુક તાણીને ઊભી છે. તેની સામે અમે લડી રહ્યાં છીએ. ચૂંટણીમાં પણ ખોટી રીતે તાકાતનો દૂર ઉપયોગ કરે છે. હું આશા રાખું છું કે એક મહિનાનો સમય છે. આમરણાંત ઉપવાસની શક્તિમાં લાગી જજો. મને ભરોસો છે કે તમે બધા 25 તારીખે ઉપવાસ કરશો. બીજું એ કહેવું છે કે, 25 તારીખે જ બધાએ નથી આવવાનું. જ્યાં સુધી રોજ પાંચ સાત તાલુકાના લોકો આવો એવા મારી વિનંતી છે. આપણી તાકાત અને આપણું પ્રદર્શન છે.

મારી બહેનો મારી રક્ષા માટે રક્ષાબંધન કરજો

રક્ષાબંધન કરજો

26 તારીખે રક્ષાબંધન છે. મારી ગુજરાતની બહેનોને અપીલ છે કે રાખડી બાંધીને ભાઈને યાદ કરજો. મારા હાથ પર રક્ષા બાંધીને મારી રક્ષાના આશીર્વાદ આપજો. અંગ્રેજો સામે અમે ભગતસિંહ બનીને લડવા નિકળ્યા છીએ.

ચૂડેલ માતા પાસે હાર્દિક પટેલ કેમ ગયા

ગુજરાતના યુવાન સામાજિક નેતા હાર્દિક પટેલ પાટણના કુણઘેર ગામે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના માતા પણ વિરમગામથી આવ્યા હતા. આમતો તેમની માતાના કારણે હાર્દિક ત્યાં પહોંચ્યો હતો. પાસના કન્વીનર હાર્દિક પટેલ કુણઘેર ગામમાં આવેલા ચુડેલ માતાના મંદિરે તેમની માતેએ રાખેલી બાધા પૂરી કરવા ગયા હતા. માતા અને પુત્ર બન્ને ગામનમાં પૂજા કરવા માટે હાજર થયા ત્યારે આસપાસના ગામના લોકો અને મંદિરના ટ્રસ્ટીઓ પણ તેમને આવકારવા માટે હાજર હતા. હાર્દિક પટેલને ભાજપની આનંદીબેન અને રૂપાણી સરકારે જેલમાં ધકેલીને રાજ્ય બહાર વનવાસ જાહેર કરાવ્યો ત્યારે હાર્દિકની માતને હાર્દિકના રક્ષણ માટે ઈશ્વર અને માતાજી પાસે પ્રાર્થના કરી હતી. હાર્દિક જેલમાંથી છૂટે ત્યારે તેને લઈને માતા ચૂડેલ પાસે દર્શન કરવા આપશે અને બાધા આખડી પૂરી કરશે એવી તેમની લાગણી હતી. જે આજે પૂરી થઈ છે. જેલ વાસ દરમિયાન તેમના માતાએ ચૂડેલ માતાની બાધા આખડી રાખી હતી. એ બાધા પુરી કરવા માટે ચુડેલ માતાના મંદિરે આવ્યા હતા. ત્યારબાદ દર્શન કરી પ્રાર્થના કરી બાધા-આખડી પૂરી કરી હતી. હાર્દિકને જ્યારે જેલની સજા થઇ ત્યારે એમની માતાએ તેના રક્ષણ માટેની માતાજીને પ્રાર્થના કરી હતી. એમનાં દર્શને આવી બાધા પુરી કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. પછી ઘણા લાંબા સમય પછી તેઓએ પોતાની બાધા પૂર્ણ કરવા અહીં આવ્યા હતા. એમના માતા ને વિશેષ આનંદ થયો હોવાની લાગણી પણ જોવા મળી હતી.