કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે.
સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા છે 6169 છે જેમાંથી 6039 જેટલા લોકોને રજા આપી દેવાઈ છે અને હાલમાં દાખલ કરેલાની સંખ્યા 130 છે. 17 જૂન સુધી કોવિડ-19ના શંકાસ્પદ 415 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 381 ના નેગેટિવ રિપોર્ટ્સ આવ્યા છે.
જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના છઠ્ઠા રાઉન્ડમાં આશરે 3,000થી વધુ ઘરના કુલ 17,000થી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 4 વ્યક્તિઓ તાવ-શરદી-શ્વાસની તકલીફવાળા મળી આવ્યા હતા. આજદિન સુધીમાં કુલ 382 લોકો સામે હોમકોરેન્ટાઇન ના ભંગ બદલ FIR દાખલ કરવામાં આવી છે. ઉપરાંત 2518 જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.