અમદાવાદ, 27 ઓક્ટોબર 2022
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા અને ટીમ કોંગ્રેસે જણાવ્યું હતું કે, ગુજરાતનાં તમામ નાગરિકોને શિક્ષણ – સ્વાસ્થ્ય – રોજગારનો અધિકાર મળે એવા 14 સંકલ્પ કરીએ છીએ.
1- ગુજરાતનાં તમામ નાગરિકોને 10 લાખ સુધી મફત સારવાર અને વિનામૂલ્યે દવાઓ મળશે,
2- ગુજરાતના તમામ ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવાશે
3- દરેક ઘરને 300 યુનિટ વીજળી મફત મળશે.
4- ગુજરાતનાં તમામ બેરોજગાર યુવાનો માટે 10 લાખ સરકારી નોકરીની ભરતી કરવામાં આવશે અને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી બેરોજગાર યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
5- મહિલાઓ માટે તમામ નોકરીઓમાં 50 ટકા અધિકાર રહેશે
6- ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે.
7- દૂધ ઉત્પાદકોને પ્રત્યેક લીટર પર 5 રૂ.ની સબસીડી આપવામાં આવશે.
8- ગુજરાતમાં દરેક ઘરની મોંઘવારી દૂર કરવા માટે 500 રૂ.માં રાંધણ ગેસનો બાટલો આપવામાં આવશે.
9- છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો વિરૂદ્ધ કાયદો લાવીને તમામ ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવામાં આવશે.
10- દરેક ઘરનું બાળક શિક્ષીત બને તે માટે 3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવવામાં આવશે.
11- ગુજરાતની તમામ દીકરીઓ માટે KGથી PG સુધીની સંપૂર્ણ શિક્ષા મફત આપવામાં આવશે.
12- કોરોના મહામારીનાં મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.
13- રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન યોજના લાગુ કરાશે.
14- રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગની પ્રથા નાબૂદ કરાશે અને વિવિધ વિભાગોમાં કામ કરતા યુવક – યવતીઓને સન્માન સાથે વેતન અપાશે.