અમિત શાહની જીત, પણ જાણો અડવાણીનો રૅકોર્ડ તોડી શક્યા કે નહીં
ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો લગભગ જીતી ગયા છે કે આગળ છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ જીત મેળવી લીધી છે. અમિત શાહે 555843 મતોથી જંગી જીત મેળવીને ગાંધીનગર સીટ પોતાના નામે કરી લીધી છે. અમિત શાહને 889925 મત મળ્યા છે, તેમની સામે સી.જે.ચાવડાને 334082 મત જ મળ્યા છે.
ઘણાની નજર ગાંધીનગર સીટ પર અમિત શાહની જીત ઉપરાંત સિવાય એ વાત પર પણ હતી કે શું અમિત શાહ લાલકૃષ્ણ અડવાણીનો રૅકોર્ડ તોડી શકશે કે નહીં. પરંતુ અમિત શાહે 555843 મતોથી જીત મેળવીને અડવાણીનો 2014ની ચૂંટણીનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી 483121 મતોના માર્જિનથી જીત્યા હતા. 2014મા લાલકૃષ્ણ અડવાણીને 773539 મત મળ્યા હતા, તેમની સામે કિરિટ પટેલને 290418 મત મળ્યા હતા.
અમિત શાહે જબરદસ્ત પરિણામો બાદ ટ્વીટ કરી હતી…
Amit Shah
✔
@AmitShah
यह परिणाम विपक्ष द्वारा किये गये दुष्प्रचार, झूठ, व्यक्तिगत आक्षेप और आधारहीन राजनीति के विरुद्ध भारत का जनादेश है।
आज का जनादेश यह भी दिखाता है कि भारत की जनता ने देश से जातिवाद, परिवारवाद और तुष्टिकरण को पूरी तरह से उखाड़ फेंककर विकासवाद और राष्ट्रवाद को चुना है।
भारत को नमन।
દાદરા & નગર હવેલીમાં ભાજપને મોટો ઝટકો
લોકસભા ચૂંટણીના પરિણામાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવી દીધો હતો, પરંતુ દાદરા અને નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે. ઇલેક્શન કમિશનના આંકડા મુજબ દાદરા અને નગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા મોહન ડેલકરે બાજી મારી લીધી છે.
ઇલેક્શન કમિશનના ઓફિશિયલ આંકડા મુજબ 7.20 વાગ્યા સુધીમાં મોહન ડેલકરને 89741 મત મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 80920 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારને 8546 મત મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર નટુ પટેલ ઉભા રહ્યા હતા. કોંગ્રેસમાંથી પ્રભુ ટોકિયા ઉભા રહ્યા હતા. મોહન ડેલકર 8821 મતોથી આગળ હોવાનું રિપોર્ટ કહે છે.
ઉલ્લેખનીય છે કે, 2014મા આ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના નટુ પટેલ 6214 મતથી જીત્યા હતા
પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા પર ચૂંટણી લડનાર રેશ્મા પટેલનું જાણો શું થયું
પાટીદાર અનામત આંદોલન સમિતિ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ભારતીય જનતા પાર્ટી છોડીને NCPમા જોડાયેલા રેશ્મા પટેલને લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી બંને જગ્યાએ મોટો ઝટકો લાગ્યો છે. માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં રેશ્મા પટેલની કારમી હાર થઇ હતી. ઇલેક્શન કમિશનના સાંજે 6.45 કલાકના આંકડા મુજબ રેશમા પટેલને ફક્ત 1657 મત મળ્યા હતા, જ્યારે તેની સામે ભાજપના જવાહર ચાવડાને 76000 મત મળ્યા હતા અને કોંગ્રેસના અરવિંદ લાડાણીને 67406 મત મળ્યા હતા.
રેશ્મા પટેલ માણાવદર સિવાય પોરબંદર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા, જ્યાં પણ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇલેક્શન કમિશનના સાંજના 6.45 કલાકના રિપોર્ટ મુજબ રેશ્મા પટેલને પોરબંદર લોકસભા બેઠક પર ફક્ત 3690 મત મળ્યા હતા. તેની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા રહેલા રમેશ ધડૂકને 557855 મત મળ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીમાંથી ઉભા રહેલા લલિત વસોયાને 330280 મત મળ્યા હતા.
રાજકોટમાં ઇવીએમ બદલી ગયાના આક્ષેપ સાથે કોંગ્રેસની ધમાલ
રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી દરમ્યાન શહેરનાં વોર્ડ નં.7 નાં બુથ નં.44 ઉપર ઇવીએમનો મુળ નંબર 73662 હતો પરંતુ ગણતરી ટેબલ ઉપર આવતા ઇવીએમનો નંબર 79672 થઇ જતા ઇવીએમ મશીન બદલી ગયાના આક્ષેપ સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે અને આ અંગે કલેકટર સમક્ષ ઉગ્ર રજુઆત કરતા મામલો ગરમાયો હતો.
રાજકોટ લોકસભા બેઠકની 98 કાઉન્ટિંગ ટેબલ ઉપર 150 રાઉન્ડમાં મતગણતરી
લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલુ છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી કણકોટ ખાતે ચાલી રહી છે. કુલ 98 કાઉન્ટિંગ ટેબલ ઉપર મતગણતરી ચાલુ છે. 150 રાઉન્ડમાં મતગણતરી થશે.
ટંકારામાંથી 299 મતદાન મથક છે. જેને 14 ટેબલ ઉપર કાઉન્ટીંગ ચાલી રહ્યું છે ત્યાં 22 રાઉન્ડ યોજાશે. વાંકાનેરમાં 323 મતદાન મથકો છે ત્યાં 14 ટેબલ ઉપર કાઉન્ટીંગ ચાલી રહ્યું છે. 24 રાઉન્ડમાં મતગણના થશે.
રાજકોટ પૂર્વમાં 263 મતદાન મથકો છે. 14 ટેબલ ઉપર કાઉન્ટીંગ ચાલુ રહ્યુ છે. 19 રાઉન્ડમાં મતગણતરી થશે જ્યારે રાજકોટ પશ્ર્ચિમમાં 312 મતદાન મથકો છે. તેમાં 23 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી.
રાજકોટ દક્ષિણમાં 228 મતદાન મથકની 14 કાઉન્ટીંગ ટેબલ ઉપર મતગણતરી યોજાઈ હતી ત્યાં 17 રાઉન્ડમાં ગણના કરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય 363 મતદાન મથકની 26 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી.
જ્યારે જસદણમાં 262 મતદાન મથકની 19 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. આમ આ બેઠક ઉપર કુલ 2060 મતદાન મથકની 98 કાઉન્ટીંગ ટેબલની ઉપર ચૂંટણી મતગણતરી યોજાઈ હતી. જેમાં 150 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. સૌથી વધુ ડાઉન રાજકોટ ગ્રામ્યમાં 26 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી. તો ઓછા રાઉન્ડ રાજકોટ દક્ષિણનો માત્ર 17રાઉન્ડમાં મતગણતરી થઈ હતી.
જૂનાગઢ બેઠક ઉપર 6 રાઉન્ડનયી મતગણતરી બાદભાજપના રાજેશ ચુડાસમાને 35319 અને કોંગ્રેયસના પુંજાભાઈ વંશને 27424 મત મળતા ભાજપને 7896 મતની લીડ
જૂનાગઢ બેઠક ઉપર 6 રાઉન્ડનયી મતગણતરી બાદભાજપના રાજેશ ચુડાસમાને 35319 અને કોંગ્રેયસના પુંજાભાઈ વંશને 27424 મત મળતા ભાજપને 7896 મતની લીડ
જૂનાગઢમાં ભાજપને લીડ જૂનાગઢ બેઠક ઉપર 6 રાઉન્ડનયી મતગણતરી બાદભાજપના રાજેશ ચુડાસમાને 35319 અને કોંગ્રેયસના પુંજાભાઈ વંશને 27424 મત મળતા ભાજપને 7896 મતની લીડ આણંદમાં પણ ભાજપ આગળ
આણંદની હાઈવોલ્ટેજ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને 22557 મતની લીડ થઈ છે. આ બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ભરત સોલંકી પાછળ છે. રાજકોટમાં ભાજપની 1 લાખની લીડ
રાજકોટ બેઠક પર સાંસદ મોહનભાઈ કુંડારિયા વિજય ભણી : ભાજપને 1 લાખ મતની અનવિદન લીડ : મોહનભાઈને 211661 મત : કોંગ્રેસના લલીત કગથરાને 104381 મત પોરબંદરમાં ભાજપ આગળ
પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ ધડુક 33361 મતની લીડથી આગળ નીકળી ગયા છે જ્યારે કોંગ્રેસના લલિત વસોયા પાછળ હોવાના અહેવાલ મળે છે. ઈલેકશન ન્યુઝ ફલેશ
જામનગરમાં ભાજપના પુનમબેન માડમને 10 રાઉન્ડના અંત 34616 મતની લીડ, પુનમબેનને 78079 મત અને કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયાને 43478 મત મળ્યા ભાવનગરમાં ભારતીબેનને જંગી લીડ
ભાવનગરમાં ભાજપને 55933 મતની સરસાઈ : ડો.ભારતીબેન શિયાળને 105847 મત, કોંગ્રેસના મનહરભાઈ પટેલને 49934 મત મળ્યા અમિત શાહ તોતીંગ લીડ ભણી
ચોથા રાઉન્ડના અંતે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 1,31,475 મતોથી આગળ
વિજય પછીના પડકારો પચાવવા પણ અઘરા છે
વોટિંગ પુરું થયા બાદ હવે બધાની નજર આજની મતગણતરી પર છે. બધા એ જાણવા ઉત્સુક છે કે, જનતાએ કોને સત્તા સોંપી છે. જો, એક્ઝિટ પોલ્સનું માનીએ તો નરેન્દ્ર મોદી ફરીથી સત્તા સંભાળવા જઈ રહ્યા છે. કોંગ્રેસ અને બીજા પક્ષો પણ જીતના દાવા કરી રહ્યા છે. સત્તામાં જે પણ આવશે, તેને મોંઘવારીથી લઈને મંદી સુધી ઘણા પડકારોનો સામનો કરવાનો આવશે.
મોદી સરકારને 2014થી 2019 સુધી મોંઘવારીના મોરચે કોઈ મુશ્કેલી નથી પડી. ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવ ઓછા રહ્યા, પરંતુ આગામી સરકારમાં એવું નહીં થાય ,કેમકે તેની કિંમત વધવા લાગી છે. પશ્વિમ એશિયાની ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિને કારણે ક્રૂડના ભાવમાં ભડકો થઈ શકે છે, તો તાજેતરમાં જ બહાર આવેલા આંકડા દર્શાવે છેકે ,લાંબા સમય સુધી નરમાશ બાદ ખાદ્ય પદાર્થોના હોલસેલ ભાવમાં વધારો થઈ રહ્યો છે.
આગામી સરકાર માટે બીજો એક મોટો પડકાર ડિમાન્ડમાં ઘટાડાને કારણે આવનારી આર્થિક સુસ્તી થશે. એફએમસીજીથી લઈને પેસેન્જર વ્હીકલ સુધી ક્ધઝુમર ડિમાન્ડમાં ઘટાડાથી ઈકોનોમીને મોટો ઝટકો લાગ્યો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, 2018ના છેલ્લા ત્રણ મહિનામાં એફએમસીજી સેક્ટરનો વૃદ્ધિ દર 16 ટકા હતો અને આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ઘટીને 13.6 ટકા રહી ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી વસ્તુઓના વેચાણમાં સૌથી વધારો ઘટાડો આવ્યો છે.
31મી મેએ જીડીપીના સત્તાવાર આંકડા જાહેર થશે, જેમાં ચોથા ક્વાર્ટરના આંકડા ત્રીજા ક્વાર્ટરમાં નોંધાયેલા 6.6 ટકાથી પણ ઓછા રહેવાનો અંદાજ છે. આર્થિક મંદીનો નાણા મંત્રાલયના માસિક રિપોર્ટમાં પણ સ્વીકાર કરાયો છે. તેમાં કહેવાયું છે કે, ગત વર્ષની ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી અંગત ઉપયોગમાં ઘટાડાને કારણે છે. રોકાણ અને નિકાસમાં ધીમો વધારો થયો છે. ઉપયોગ વૃદ્ધિ (ભારતીય જીડીપીનો લગભગ 60 ટકા ભાગ)માં નબળાઈ વર્તમાન વર્ષમાં પણ રહી શકાય છે. તેનો એક સંબંધ એનબીએફસી અને એચએફસી સેક્ટરમાં લિક્વિડિટી સંકટ પણ છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. ઔદ્યોગિક ઉત્પાદન માર્ચમાં 21 મહિનાના નીચલા સ્તર (-) 0.1 પર આવી ગયું.
આર્થિક સુસ્તીને કારણે આગામી સરકારને રોજગારીના મોરચે પણ પડકારનો સામનો કરવો પડશે. રોજગારના મુદ્દાએ 2014માં નરેન્દ્ર મોદીને સત્તા અપાવી, પરંતુ રોજગારીના સંકટને લઈને વિપક્ષ સતત તેના પર હુમલા કરતો રહ્યો. આર્થિક મંદીથી રોજગારના નવી તકો ઓછી ઊભી થશે.
આગામી સરકારને રાજસ્વ વધારવા માટે ઘણું જોર લગાવવું પડશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ડાયરેક્ટ ઈનકમ સપોર્ટનું વચન આપ્યું છે .એવા સમયમાં જ્યારે અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો છે અને જીએસટી સુધારની પ્રક્રિયામાં છે, આગામી સરકારને રેવન્યુ કલેક્શન વધારવા માટે સંઘર્ષ કરવો પડશે, જેથી રોકડ પહેંચવાની સ્કીમને ચલાવી શકે. વિનિવેશ અને નવા સ્પેક્ટ્રમ નિલામીથી સરકાર કેટલીક રકમ ભેગી કરી શકે છે.
મતગણતરીના પ્રારંભે ચૂંટણીપંચનું સર્વર ‘સુવિધા’ ઠપ થતા અફરા-તફરી
રાજકોટ
ભારતભરમાં આજે લોકસભાની બેઠકો ઉપર સવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો પરંતુ સવારે એક કલાક સુધી ચુંટણીપંચનુ મુખ્ય સર્વર ‘સુવિધા’ ઠપ્પ થઇ જતા મતગણતરીના આંકડા ચુંટણીપંચની વેબસાઇટ ઉપર ચડાવવામાં અડચણ ઉભી થઇ હતી અને પ્રથમ કલાકના ટ્રેન્ડને પણ બિન સતાવાર જાહેર કરવામાં હતાં.
રાજકોટમાં પણ સવારે મતગણતરીના પ્રારંભે ચુંટણીપંચની વેબસાઇટ ઠપ્પ થઇ ગઇ હતી પરિણામે જિલ્લા ચુંટણી અધિકારીએ સર્વર ચાલુ થાય નહીં ત્યાં સુધી સતાવાર આંકડા જાહેર નહીં કરવા સુચના આપી હતી. જો કે, એકાદ કલાક બાદ ચુંટણી પંતનું સર્વર ‘સુવિધા’ પુન: શરૂ થઇ જતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો અને મતગણતરીના આંકડા ફરી વેબસાઇટ ઉપર ચડાવવાનું શરૂ થયું હતું.
લોકસભાની ચુંટણી ધ્યાને લઇ ચુંટણીપંચ દ્વારા ખાસ સર્વર ‘સુવિધા’ બનાવવામાં આવ્યું છે અને આ સર્વરમાં દેશની તમામ લોકસભા બેઠકોના પરિણામનો ડેટા સ્ટોર કરવામાં આવે છે પરંતુ આજે સવારે 8-00 કલાકે મતગણતરીના પ્રારંભ સાથે જ ચુંટણીપંચના સર્વર ‘સુવિધા’માં કોઇ ક્ષતિ સર્જાતા સર્વર ઠપ્પ થઇ ગયું હતું પરિણામે બુથવાઇઝ મતગણતરીના આંકડા સર્વરમાં સ્ટોર થઇ નહીં શકતા થોડો સમય માટે ભારે અફડાતફડી મચી ગઇ હતી.
સર્વર ઠપ્પ થઇ જતાં ચુંટણીપંચના અધિકારીઓ પણ તાબડતોબ કામે લાગ્યા હતાં અને સર્વર પુન: શરૂ થાય નહીં ત્યાં સુધી મતગણતરીના સતાવાર આંકડા જાહેર નહીં કરવા તંત્રને સુચના આપવામાં આવી હતી. લગભગ એકાદ કલાક બાદ સર્વર રીપેર થઇ જતાં મતગણતરી પાટે ચડી હતી.
દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત પ્રચંડ બહુમતી સાથે મળી રહી છે સરકાર
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019નાં પરિણામો આવવાનાં ચાલુ થઇ ગયા. વલણથી એક વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે કેન્દ્રમાં ભાજપ એકવાર ફરીથી પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસ તમામ પ્રયાસો છતા પણ સફળ થતી જોવા મળી રહી છે. અને મોટા ગઢમાં તે હારતી દેખાઇ રહી છે. ભાજપ હવે દેશનાં ઇતિહાસમાં પહેલી બિન કોંગ્રેસી પાર્ટી છે, જે સતત બીજી વખત પોતાનાં બહુમતનાં આધારે સરકાર બનાવવા જઇ રહી છે.
આ અગાઉ દેશનાં 67 વર્ષનાં ચૂંટણી ઇતિહાસમાં આવું ક્યારે પણ નથી થયું. જ્યારે કોઇ બિન કોંગ્રેસી સરકારે પોતાનો કાર્યકાળ પુર્ણ કર્યા બાદ ફરી એકવાર સત્તામાં પુન:આગમન કર્યું હોય. દેશમાં 2019થી થઇને 17 ચૂંટણીઓ થઇ છે. ત્યારથી માંડીને અત્યાર સુધી એવું ક્યારે પણ નથી થયું જ્યારે કોઇ બિન કોંગ્રેસ સરકાર આવી હોય અને તેણે પાંચ વર્ષ પુરઅણ કર્યા બાદ સત્તામા પરત ફરી હોય. જો કે 2019માં આ ઇતિહાસ વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ભાજપ બદલવા જઇ રહ્યું છે. અત્યાર સુધી મળી રહેલા વલણના આધારે કહેવાઇ રહ્યું છે કે, ભાજપ ફરીથી પોતાના દમ પર સત્તા પર કબ્જો કરવા જઇ રહી છે.
સૌરાષ્ટ્રમાં મોદીનો ચહેરો ‘હિટ’, મતદારોની કોંગ્રેસ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક
લોકસભાની ચૂંટણીમાં આજે રિઝલ્ટમાં સૌરાષ્ટ્રભરમાં કેસરીયો છવાઈ ગયો હતો. ભાજપનું કમળ તમામ બેઠકો ઉપર ખીલી ઉઠ્યું હતું. લોકસભાની ચૂંટણ પહેલા ગામડાઓમાં ભાજપને ફટકો પડશે તેવી વાતોએ જોર પકડ્યૂં હતું. ગામડાઓના મતદારો ભાજપની નારાજ છે તેવો પ્રચાર થઇ રહ્યો હતો.
ગામડાઓમાં ખેડૂતોને ટેકાના ભાવો યોગ્ય ભાવ નહી મળતા મતદારો નારાજ છે. પાક વીમો, મગફળી કૌભાંડો, પાણીની તંગી સહિતના મુદ્દાઓએ જોર પકડ્યું હતું અને ગામડાઓમાં ભાજપને મતદારો જાકારો આપશે. તેથી તહેર-તહેરની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે જયારે મતગણતરી શરુ થઇ અને શરુઆતથી જ ભાજપ આગળ રહ્યું હતું. તમામ મુદ્દાઓનું ધોવાણ થઇ ગયું હતું. આ ચૂંટણીમાં તમામ મુદ્દાઓ ભુલાય પણ હતા અને રાષ્ટ્રવાદ ઉપર જ મતદાન થયું હતું તે રિઝલ્ટે સાબીત કરી દીધું છે.એટલે કે લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રભરની તમામ બેઠકો ઉપર મોદીનો ચહેરો ફરીવાર હિટ રહ્યો હતો. મતદારોએ મતપેટીમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી ભાજપને ખોબલે ખોબલે મત આપી મોદલીને ફરીવાર મજબુત કર્યા હતા. પોરબંદરમાં કાંટે કી ટક્કર થશે. ઉપરાંત અમરેલીમાં પરેશ ધાનાણી બાજી મારી જશે અને જૂનાગઢમાં પંજો ખીલશે તેવી ચર્ચાઓની બજાર ગરમ રહ્યું હતું.
આજે મતપેટીઓ ખુલ્લી ત્યારે તમામ ચર્ચાઓ ઉપર પાણીઢોળ થઇ ગયું હતું. રાષ્ટ્રવાદની સુનામીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા હતા. સૌરાષ્ટ્રના કરોડો મતદારોએ કોંગ્રેસ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. આ ચૂંટણીમાં મહિલાઓ અને યુવાઓએ જે મતદાન કર્યું હતું તે ભાજપ તરફી રહ્યું હોવાના કારણે ભાજપની જીત ફાઈનલ થઇ હતી.
અહો આશ્ચર્યમ્ : ૧.૯૭ લાખ મતોની તોતિંગ લીડ સાથે ભાજપે આણંદ બેઠક જીતી
લોકસભા ર૦૧૪માં ભાજપે ૬૩૪૨૬ મતોની લીડ સાથે આણંદ બેઠક મેળવી હતી : લોકસભા ર૦૧૯માં ભાજપને પ૮.૦૬ ટકા અને કોંગ્રેસને ૩૯.૯૩ ટકા મત મળ્યા : બન્ને ઉમેદવારો માટે લીડનો આંકડો આશ્ચર્યજનક બન્યો : ર૦૦૯ની લોકસભામાં ભાજપે માત્ર ખંભાતમાં જ લીડ મેળવી હતી : ર૦૧૪માં કોંગ્રેસે આંકલાવ, બોરસદ અને પેટલાદમાં લીડ મેળવી હતી જે આ વખતે ન મળી : ઉમરેઠ વિધાનસભાએ ભાજપને અગાઉ પ૧૧૮ની લીડ આપી હતી તે આ વખતે હનુમાન કૂદકા સાથે ૩૮૧૩૮ પર પહોંચી : ભાજપે આણંદ વિધાનસભામાં ૩૫૬૩૭, ઉમરેઠમાં ૩૮૧૩૮, આંકલાવમાં ૧૭૪૦૧, બોરસદમાં ૧૪૭૨૧, પેટલાદમાં ૨૦૦૪૯, સોજીત્રામાં ૩૧૧૩૦ અને ખંભાત વિધાનસભામાં ૪૦૪૯૭ મતોની લીડ મેળવી
આણંદ જિલ્લાના પડતર પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે પ્રયાસરત બનીશું : મિતેષભાઇ પટેલ
લોકસભા ર૦૧૯માં આણંદ બેઠકની મતગણતરી પૂર્ણ થયા બાદ વિજેતા જાહેર કરાયેલ ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલે મત ગણતરી સ્થળની નજીક મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજની જીત આણંદ જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોની જીત છે. આણંદ જિલ્લાના પડતર પ્રશ્ન અંગેના સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં નવીન સિવિલની મંજૂરી મળી ગઇ છે અને વહેલામાં વહેલી તકે તેનું કામ શરૂ થાય તે માટે પ્રયત્નો કરાશે. આ ઉપરાંત પેટલાદના ઓવર બ્રીજ અને ખારા પાણીની સમસ્યા અંગે રજૂઆત કરીને ત્વરિત નિર્ણય લેવાય તે માટે કાર્યરત બનીશું. વધુમાં જણાવ્યું હતુ ંકે, વડાપ્રધાન મોદીની ઘેર-ઘેર પહોંચેલ વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના કારણે પ્રજાનો ભાજપ તરફે વિશ્વાસ વધ્યો છે. કાંઠા ગાળામાં આવતા ખારા પાણીને શુદ્વ કરીને પીવા યોગ્ય પાણી મળી રહે તે માટે પણ પ્રયાસ હાથ ધરાશે.
લોકસભામાં આણંદની બેઠક જીતે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બનેની “રાજકીય વાયકા” વધુ એકવાર યથાર્થ !
રાજયની ર૬ પૈકીની આણંદ લોકસભા બેઠકનું રાજકીય રીતે ખાસ મહત્વ રહેલું છે. તેમાંયે આણંદ લોકસભાની બેઠક જે પક્ષના ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોવાની રાજકીય વાયકા પણ પ્રચલિત છે. જો કે આજે જાહેર થયેલ પરિણામોમાં આ વાયકા વધુ એક વાર યથાર્થ સાબિત થઇ છે. ભૂતકાળમાં પણ કેન્દ્રમાં યુપીએનો દબદબો હતો ત્યારે આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા હોવાના સંજોગોમાં કેન્દ્રમાં બિનકોંગ્રેસની સરકાર રચાઇ હોવાની વાત હજીયે રાજકીય તજજ્ઞોમાં ચર્ચાય છે. જેમાં વર્ષ ૧૯૮૯માં આણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નટુભાઇ પટેલ વિજેતા બન્યા ત્યારે કેન્દ્રમાં વી.પી.સિંહના નેતૃત્વમાં જનતા દળની સરકાર આવી હતી. જયારે ૧૯૯૯માં આણંદની બેઠક પરથી ભાજપના દિપકભાઇ પટેલ વિજયી બન્યા ત્યારે કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર આવી હતી. મતલબ કે જયારે પણ આણંદ બેઠક પર કોંગ્રેસનો પરાજય થયો છે ત્યારે કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર રચાઇ છે.
ખંભાત વિધાનસભાએ ભાજપને સૌથી વધુ ૪૦૪૯૭ મતોની લીડ અપાવી : લોકસભા ર૦૧૪માં પણ ખંભાત વિધાનસભામાંથી ભાજપને સૌથી વધુ લીડ મળી હતી
ખંભાતના મતદારોનો ભાજપ તરફી ઝોક આજની મતગણતરીમાં તમામ વિધાનસભાઓમાં મોખરે રહ્યાનું જોવા મળ્યું હતું. ખંભાત વિધાનસભામાં ભાજપે ૪૦૪૯૭ મતોની લીડ મેળવી હતી. ખંભાત વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને કુલ ૯૦૯૬૪ અને કોંગ્રેસને કુલ ૫૦૪૬૭ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ર૦૧૪માં પણ ખંભાત વિધાનસભામાંથી ભાજપને ૭૭૪૦૬ અને કોંગ્રેસને ૪૭પર૭ મત મળ્યા હતા. જેમાં ભાજપે ર૯૮૭૯ મતોની લીડ મેળવી હતી.
કાંઠાગાળાના મતદારોનો કોંગ્રેસ તરફી જ ઝોકની ઉકિત ખોટી ઠરી !
આણંદ લોકસભા બેઠકમાં ખાસ કરીને કાંઠાગાળા વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે. અત્યાર સુધી આ વિસ્તારના મોટાભાગના મતદારો કોંગ્રેસ સમર્પિત હોવાનું કહેવાતું હતું. આથી અગાઉની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર કે તેમના સમર્થકોને કાંઠા ગાળા વિસ્તારમાં પ્રચાર કે ચૂંટણી સભા યોજવી પણ મુશ્કેલ હતું. મતલબ કે ભાજપને આ વિસ્તારમાં ચૂંટણીલક્ષી એન્ટ્રી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ભાજપ દ્વારા પ્રજાલક્ષી કાયો હાથ ધરાયા હતા. ઉપરાંત મા કાર્ડ, આયુષ્યમાન યોજના, શૌચાલય, ઉજજવલા યોજના, ખેડૂતના ખાતામાં રૂ. ર હજાર જમા થવા સહિતની યોજનાઓથી લાભાન્વિત કાંઠાગાળાના મતદારોમાં ક્રમશ: ભાજપ તરફી ઝૂકાવ વધી રહ્યો હતો. આ અન્ડર કરન્ટ શરુ થયેલ લોકજુવાળના કારણે કોંગ્રેસને પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો હતો. તેમાંયે આજે જાહેર થયેલા પરિણામમાં કાંઠાગાળામાં ભાજપની સરસાઇ નોંધનીય બની હોવાનું જોવા મળે છે.
મતગણતરીની શરુઆતથી ૧૯મા રાઉન્ડ સુધી ભાજપ આગળ રહ્યું
આણંદ લોકસભા બેઠકની આજે રર રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારે કોંગ્રેસ પર સરસાઇ મેળવી હતી. આ ક્રમ છેક ૧૯મા રાઉન્ડ સુધી ચાલ્યો હતો. જયારે ર૦મા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારે સરસાઇ મેળવી હતી. પરંતુ અંતિમ બન્ને રાઉન્ડમાં પુન: ભાજપ મતોની સરસાઇ મેળવવામાં આગળ રહ્યું હતું.
ગત લોકસભાની સરખામણીએ નોટામાં ૧પર૦ વધુ મત પડયા
આણંદ લોકસભા બેઠક પર કુલ ૧૧૦૮૭૪૯ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાંથી ૧૮૩૯૨ મતદારોએ એકપણ ઉમેદવારને પસંદ કર્યો ન હતો અને પોતાનો મત નોટાને આપ્યો હતો. ગત લોકસભા ર૦૧૪માં નોટામાં કુલ ૧૬૮૭ર મત પડયા હતા. બોરસદ વિધાનસભામાં સૌથી વધુ ૩૦૧૧ મત નોટામાં પડયા હતા.
આણંદ લોકસભા બેઠકના ૧૦ ઉમેદવારોને મળેલ મત
ઉમેદવારનું નામ -મળેલ મત- પોસ્ટલ મત, પટેલ મિતેષભાઇ રમેશભાઇ (ભાજપ)- ૬૩૧૫૮૧- ૧૫૧૬, સોલંકી ભરતભાઇ માધવસિંહ (કોંગ્રેસ)- ૪૩૪૦૦૬- ૧૩૭૩, વણકર રમેશભાઇ વાલજીભાઇ- ૫૯૩૫ ૨૪, ભટ્ટ આશિષભાઇ મનોજકુમાર -૧૦૩૨- ૨, ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઇ- ૧૧૫૪ ૧, પટેલ કેયુરભાઇ પ્રવિણભાઇ -૯૬૬ -, ચાવડા કૌશિકભાઇ- ૧૦૬૩ ૧, સોલંકી ભરતભાઇ -૨૪૫૧- ૯, પટેલ સંતોષભાઇ મહીજીભાઇ- ૨૩૦૦ ૧, પરમાર હિતેન્દ્રસિંહ મોહનસિંહ – ૬૮૫૪ –
આણંદ લોકસભા બેઠક : તમામ વિધાનસભામાં ભાજપે લીડ મેળવી
આણંદ લોકસભા બેઠક માટે આજે મત ગણતરી શરૂ થયાના પ્રથમ રાઉન્ડના અંતે જ ભાજપે લીડ મેળવી હતી. ત્યારબાદના રાઉન્ડમાં ક્રમશ: ભાજપની લીડ વધતી ગઇ હતી. આજે જાહેર થયેલ પરિણામમાં ભાજપે તમામ વિધાનસભા વિસ્તારોમાં હરીફ ઉમેદવાર કરતાં સરસાઇ મેળવી હોવાનું જોવા મળ્યું હતું. જેમાં કોંગ્રેસના ગઢ ગણાતી આંકલાવ, બોરસદ અને પેટલાદમાંથી પ આંકડામાં ભાજપે લીડ મેળવી હતી. લોકસભા ર૦૦૯- લોકસભા ર૦૧૪ – લોકસભા ર૦૧૯- વિધાનસભા વિસ્તાર- ભાજપ- કોંગ્રેસ ભાજપના ભાજપ- કોંગ્રેસ ભાજપના ભાજપ -કોંગ્રેસ ભાજપના -મતની વઘઘટ -મતની વઘઘટ -મતની વઘઘટ આણંદ- ૫૭૪૫૧- ૬૨૩૯૪- -૪૯૪૩ -૯૭૩૪૮- ૭૩૬૦૩- ૨૩૭૪૫ -૧૧૧૩૩૬- ૭૫૬૯૯- ૩૫૬૩૭, ઉમરેઠ- ૩૯૧૮૭- ૪૯૨૪૯- -૧૦૦૬૨- ૬૭૮૦૯- ૬૨૬૯૧- ૫૧૧૮ -૯૯૬૭૦ -૬૧૫૩૨- ૩૮૧૩૮, આંકલાવ- ૨૯૫૨૬- ૪૬૮૪૬- -૧૭૩૨૦- ૫૫૧૮૩- ૬૩૮૨૨ -૮૬૩૯- ૮૦૬૯૨- ૬૩૨૯૧- ૧૭૪૦૧, બોરસદ- ૩૧૪૮૬- ૫૫૨૪૧- -૨૩૭૫૫- ૬૨૦૧૯- ૬૪૧૨૭ -૨૧૦૮ ૮-૨૩૩૦ -૬૭૬૦૯- ૧૪૭૨૧, પેટલાદ- ૩૯૧૯૪- ૫૨૪૫૧- -૧૩૨૫૭- ૬૩૭૮૩- ૬૫૦૫૭ -૧૨૭૪ ૮-૪૩૧૨- ૬૪૨૬૧- ૨૦૦૪૯, સોજીત્રા -૪૦૦૮૮- ૪૨૭૨૯- -૨૬૪૧- ૬૫૯૬૧- ૪૮૪૨૪ -૧૭૫૩૭ -૮૨૨૭૭- ૫૧૧૪૭- ૩૧૧૩૦, ખંભાત- ૪૪૪૦૪- ૩૯૭૧૨- ૪૬૯૨- ૭૭૪૦૬- ૪૭૫૨૭ -૨૯૮૭૯ -૯૦૯૬૪- ૫૦૪૬૭- ૪૦૪૯૭
રાજયની લોકસભા બેઠકો પૈકી કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ લોકસભા બેઠક પર અગાઉ ભાજપે બે વખત જીત મેળવી હતી. જેમાં ગત લોકસભા ચૂંટણીમાં ૬૩૪૨૬ મતોની ભાજપે સરસાઇ મેળવી હતી.પરંતુ આજે જાહેર થયેલ પરિણામમાં ભાજપે ૧.૯૭ લાખ મતોની લીડ સાથે આણંદ બેઠક પર પોતાના મૂળિયા વધુ ઉંડા-મજબૂત બનાવી દીધા છે. જો કે આણંદ બેઠક માટે ૧,૯૭,૭૧૮ મતોની સરસાઇથી મળેલ જીતથી ભાજપના અને આટલા જંગી લીડથી મળેલ હારના કારણે કોંગ્રેસના ઉમેદવાર આશ્ચર્યમાં મૂકાઇ ગયાનું ચર્ચાયું હતું.
લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર મતદાનના એક મહિના બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આણંદ લોકસભા બેઠક માટે વિધાનસભાવાઇઝ ઇવીએમ,વીવીપેટ મત ગણતરી વિદ્યાનગરની નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજોમાં યોજાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા નિયુકત ઓર્બ્ઝવરોની દેખરેખ હેઠળ કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરીની શરુઆત થઇ હતી.ઉલ્લેખનીય છે કે ગત તા. ર૩ એપ્રિલના રોજ આણંદ બેઠક માટે ૧૧૦પ૬૪૪નું મતદાન થયું હતું.
દરમ્યાન આજે સવારે ૮ના ટકોરે મત ગણતરીની પ્રકિયાનો આરંભ કરાયો હતો જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલી હતી. મતગણતરીના પ્રારંભના રાઉન્ડ સાથે જ ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલ હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કરતા અગ્ર ક્રમે રહ્યાનું જોવા મળ્યું હતું. શરૂથી જ ભાજપે લીડ મેળવવાનુ ં ચાલુ કરી દીધું હતુ જે અંતિમ ૨૨ રાઉન્ડ સુધી વધતી જ જવા પામી હતી અને અંતે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ૧૦મા રાઉન્ડ બાદ જ ભાજપનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો એ સાથે જ કોંગી નેતાઓ અને કાર્યકરો દ્વારા મતગણતરી સ્થળ છોડવાનું ચાલુ કરી દીધું હતુ. ત્યારબાદના રાઉન્ડમાં આણંદ બેઠક પર ભાજપે મોદી લહેર વચ્ચે પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ. જેથી વર્ષ ર૦૧૪ની જેમ આ વખતે પણ ભાજપને મોદી લહેરનો ફાયદો મળી રહ્યાનું ગણતરી કેન્દ્રની બહાર ઉભેલા ભાજપ સમર્થકોમાં ચર્ચાતું હતું. આજે કુલ ૨૨ રાઉન્ડમાં પૂર્ણ થયેલ મતગણતરીના અંતે કુલ ૧૦૯૦૨૬૯ મતોમાંથી ભાજપને ૬૩૩૦૯૭ અને કોંગ્રેસને ૪૩૫૩૭૯ મત મળ્યા હતા. ૮૮ પોસ્ટલ બેલેટ મત રદ થયા હતા. પોસ્ટલ બેલેટમાં નોટામાં ૨૭ મતો મળ્યા હતા જ્યારે ઈવીએમમાં ૩૦૪૨ મતો નોટામાં પડ્યા હતા. સાંજના સાતેક વાગ્યાના સુમારે ચૂંટણી અધિકારી દિલીપકુમાર રાણાએ ઓબ્ઝર્વર રાની જ્યોર્જ સહિત અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ચૂંટણી પરિણામની જાહેરાત કરી હતી. ભાજપનો વિજય થતાં જ ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતુ. જેમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડીને વિજયોત્સવ મનાવ્યો હતો.
ખેડા બેઠક પર ભાજપનો ૩.૬૭ લાખ મતથી વિજય
ભાજપના ઉમેદવારને ૭,૧૪,૫૭૨ અને કોંગ્રેસને ૩,૪૭,૪૨૭ મત મળ્યા
ખેડા જિલ્લાના ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોને મળેલ મત
ઉમેદવારનું નામ -મળેલ મત, ચૌહાણ દેવુસિહ (ભાજપ)- ૭૧૪૫૭૨ શાહ બિમલભાઇ (કોગ્રેસ)- ૩૪૭૪૨૭, પાંડવ ભાઇલાલભાઇ – ૭૪૬૧, ચૌહાણ પરષોત્તમભાઇ- ૨૧૦૦, પટેલ કમલેશભાઇ- ૧૭૬૪, પઠાણ આયુસભાનું- ૨૧૮૨, પઠાણ ઇમ્તીયાજખાન- ૪૮૫૮, નોટા -૧૮૨૬૯
ચૂંટણી ઓર્બ્ઝવરની અણઆવડતના કારણે મીડિયાએ ચૂંટણી પ્રકિયાનો બહિષ્કાર કર્યો
નડિયાદ ખાતે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થઇ હતી, પરંતુ ઓર્બ્ઝવરના મનઘડત નિર્ણયોને કારણે બપોરે ૧૨ વાગ્યા સુધી મતગણતરી કાચબા ગતિએ ચાલી હતી. જ્યારે મીડીયા દ્વારા વિધાનસભાવાઇઝ મતગણતરીના આંકડાની તૈયાર કોપીની માંગણી કરી તો ઓર્બ્ઝવર દ્વારા તે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. મહત્વની બાબત છેકે ભૂતકાળમાં દરેક ચૂંટણી દરમ્યાન મતગણતરીના આકડાની કોપી મીડીયાને આપવામાં આવતી હોય છે. પરંતુ આ ચૂંટણી દરમ્યાન ઓર્બ્ઝવર તરીકે આવેલા શાલીની પાંડેએ આચાર સહિતના નામે પોતાની મનમાની ચલાવી હતી. જેના કારણે મીડિયાના પ્રતિનિધીઓએ મતગણતરીની પ્રક્રિયાનો વિરોધ કરી મતદાન કેન્દ્રની બહાર ચાલ્યા ગયા હતા. જોકે બાદમાં માહીતી વિભાગના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરની કુનેહભરી કાર્ય પધ્ધતીના કારણે સોશીયલ મીડિયાના માધ્યમથી માહિતી મળવાની શરૂ થતા મીડિયાએ પરત મતગણતરી કેન્દ્રમાં પહોચી પોતાની કામગીરી હાથ ધરી હતી.
ભાજપના ઉમેદવારનું વિજય સરઘસ
લોકસભા ચૂંટણીમાં ત્રણ લાખ કરતા પણ વધારે મતોથી વિજય બાદ ભાજપના ઉમેદવાર દેવુસિહ ચૌહાણનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતુ. જેમાં નડિયાદ તેમજ ખેડા જિલ્લાના છેવાડાના વિસ્તારમાંથી આવેલા કાર્યકરો જોડાયા હતા. નડિયાદના વાણિયાવડ સર્કલથી વિજય સરઘસ નિકળ્યું હતુ જે પારસ સર્કલ થઇ સંતરામ રોડ પર પહોચ્યું હતુ. મોટી સંખ્યામાં કાર્યકરોએ વિજય સરઘસમાં જોડાઇ ઢોલ નગારા અને ડીજેના તાલે ઝૂમીને જીતનો ઉત્સાહ માણવા સાથે ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી.
ગત લોકસભાની સરખામણીએ ભાજપને મળેલા મતોમાં વધારો, કોંગ્રેસના મતોમાં ઘટાડો
આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિહ ચૌહાણને મળેલા મતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં દેવુસિહ ચૌહાણને ૫,૬૮,૨૩૫ અને કોગ્રેસના ઉમેદવાર દિનશા પટેલને ૩,૩૫,૩૩૪ મતો મળ્યા હતા. ગત લોકસભા ૨.૩૩ લાખ મતોથી જીતનારા દેવુસિહ ચૌહાણે ૨૦૧૯ની ચૂંટણીમાં ફરી બાજી મારી છે. સાથે સાથે તેમને મળેલા મતોની સંખ્યા પણ વધી છે. આ લોકસભામાં દેવુસિહને ૬,૫૭,૬૬૮ મતો મળ્યા છે, એટલે કે ૨૦૧૪ની સરખામણીમાં તેઓએ ૮૯,૪૩૩ વધારે મતો મેળવ્યા છે. જેના કારણે તેમની લીડ પણ વધીને ૩ લાખ ઉપર પહોચી ગઇ છે.
ખેડા લોકસભા બેઠક માટે આજે હાથ ધરાયેલ મત ગણતરીમાં ભાજપે ૩.૬૭ લાખ મતોની લીડથી આ બેઠક અંકે કરી હતી. ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ગત ર૦૧૪ની લોકસભા કરતાં આ વખતે વધુ મતોથી જીત હાંસલ કરી છે. લોકસભા ચૂંટણીમાં ખેડા જિલ્લા બેઠક પર ૬૦.૬૮ ટકા મતદાન થયું હતું. જેમાં કુલ ૧૦,૯૪,૧૩૪ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો.
નડિયાદની આઇ.વી. પટેલ કોર્મસ કોલેજ ખાતે આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઇ હતી. સાત વિધાનસભા માટે દશ દશ ટેબલો એમ કુલ ૭૦ ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધીમાં કુલ ૨૫ રાઉન્ડ સુધી મતગણતરી ચાલી હતી. પ્રથમ રાઉન્ડથી જ ભાજપે લીડ મેળવી હતી. અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર દેવુસિહ ચૌહાણે ૭,૧૪,૫૭૨ મત અને કોગ્રેસના બિમલ શાહને ૩,૪૭,૪૨૭ મતો મળ્યા હતા. આમ, ભાજપના ઉમેદવારે ૩.૬૭ લાખ માતબર મતોથી જીત મેળવી હતી.
મત ગણતરીના દસમા રાઉન્ડથી ભાજપના સમર્થકોએ અભિનંદન પાઠવવા સાથે કેટલાક સ્થળોએ આતશબાજી કરવામાં આવી હતી. અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ઉમટેલા ભાજપ સમર્થકોએ દેવુસિંહ ચૌહાણને અભિનંદન પાઠવીને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મત ગણતરી કેન્દ્રની આસપાસ ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરાયું હતું.
આણંદ લોકસભા બેઠકના પરિણામની સાથે સાથે…
પોસ્ટલ બેલેટ પેપરની મોડી મતગણતરી હાથ ધરાઈ ચૂંટણી પંચના નિર્દેશો મુજબ સૌ પ્રથમ પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની હતી જે માટે તમામ બેલેટે પેપરને બીજેવીએમના એક હોલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં પહેલાં તો બેલેટ પેપરોને અલગ કરીને જે તે ઉમેદવારોના બોકસોમાં નાંખીને બાદમાં મતગણતરી ચાલુ કરી દેવામાં આવી હતી. મતદાન અને મતગણતરીના મતોમાં તફાવત આવતા કોંગ્રેસની ફરિયાદ આણંદ લોકસભા બેઠકની મતગણતરીને લઈને થયેલા મતદાન અને મતગણતરીના મતોમાં આવેલા ૧.૩૪ લાખ ઉપરાંતના વધારાના મતોને લઈને કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના ચૂંટણી એજન્ટ નટવરસિંહ મહિડાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, કુલ મતદારો ૧૬,૫૫,૬૪૨ છે જેમાંથી ૧૧,૦૫,૫૮૭નું મતદાન થયું હતુ. જ્યારે ચૂંટણી પંચની સાઈટ પર ટ્રેન્ડ મુકવામાં આવ્યો છે જેમાં કુલ મતનો આંકડો ૧૨,૪૦,૫૨૫નો બતાવાયો છે. એટલે ૧,૩૪,૯૩૮ મતો વધારાના આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ચૂંટણી પરિણામ જાહેર નહીં કરવાની માંગણી કરી હતી. શરતચુકથી આંકડાની એન્ટ્રી કરતાં ભુલ થયાનો ચૂંટણી અધિકારીનો ખુલાસો : મતોમાં થયેલા મોટા તફાવત અંગે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના ચૂંટણી એજન્ટ નટવરસિંહ મહિડાની ફરિયાદનો જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપકુમાર રાણાએ જવાબ આપતાં જણાવ્યું હતુ કે, સુવિધા એપ્લીકેશનમાં થયેલી મતગણતરીની આંકડાની એન્ટ્રી કરતી વખતે શરતચુકથી પ્રોગ્રેસીવ આંકડા દાખલ કરવામાં આવ્યા હતા. જેેના કારણે મતદાન કરતાં મતનો આંકડો વધુ જણાયો હતો. જે ધ્યાને આવતાં ૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિભાગમાં સુવિધા એપ્લીકેશનમાં મતદાનના આંકડા સુધારી લેવામાં આવ્યા છે. હાલમાં આ તફાવત આવતો નથી. આણંદ બેઠક : ચૂંટણી પંચ દ્વારા મીડિયા કર્મીને અપાયેલ આઇ કાર્ડ અંગે પો.સ.ઇ.નું અજ્ઞાન ! : આજે વિદ્યાનગરની બે કોલેજોમાં યોજાયેલ લોકસભા બેઠકની મત ગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મીઓને આઇકાર્ડ આપવામાં આવ્યા હતા. આજે મત ગણતરી શરુ થતાં અગાઉ કેન્દ્ર પર પહોંચેલા મીડિયા કર્મીઓને જિલ્લા પોલીસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેકટર પટેલે અટકાવ્યા હતા. જેથી મીડિયા કર્મીઓએ ચૂંટણી પંચ દ્વારા ઇશ્યૂ કરાયેલ આઇ કાર્ડ બતાવ્યા હતા. તે જોઇને પો.સ.ઇ.એ કહ્યું હતું કે, આઇકાર્ડમાં અંગ્રેજીમાં લખાણ હોવાથી પોતાને ખબર પડતી નથી, માટે મીડિયા કર્મીઓને અંદર પ્રવેશવા નહીં દઉ. આથી રકઝક જામી હતી તે દરમ્યાન ડીવાયએસપી સ્થળ પર આવી પહોંચતા મામલો શાંત પાડયો હતો અને મીડિયા કર્મીઓને મીડિયા સેન્ટરમાં પ્રવેશ અપાયો હતો. જો કે અંગ્રેજીનું લખાણ ન ઉકેલી શકનાર પોસઇના જ્ઞાન અંગે ચણભણાટ થતો રહ્યો હતો.
કોડ ના મળતાં ૩૭ મિનિટ મતગણતરી મોડી શરૂ થઈ : વિદ્યાનગર ખાતે આજે સવારના આઠ વાગ્યાની જગ્યાએ ૯.૩૭ મિનિટથી મતગણતરી શરૂ થઈ શકી હતી જેના માટે કોડ મેચ ના થતો હોવાનુ ંકારણ જવાબદાર ગણાવાયું હતુ. જિલ્લા કલેક્ટરે આજે સવારના આઠ વાગ્યાના સુમારે બીજેવીએમ ખાતે કોડ નંબર નાંખ્યો હતો પરંતુ તે ચૂંટણી પંચના કોડ સાથે મેચ ના થતાં અને લીંક ના આવતાં મતગણતરી શરૂ થઈ શકી નહોતી. ટેકનીકલ ખામી દૂર થયા બાદ કોડ મેચ થતાં જ ૮.૩૭ મિનિટથી મતગણતરી ચાલુ કરી દેવામાં આવી હતી. ત્રણ લેયર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ઘરાઈ : બીજેવીએમ અને નલીની આર્ટ્સ કોલેજ ખાતે આજે મતગણતરી હોય ગઈકાલ રાતથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બન્ને કોલેજોના ગેટ ઉપર સ્થાનિક પોલીસ, ત્યારબાદ જે તે વિધાનસભામાં પ્રવેશવાના માર્ગ ઉપર એસઆરપી અને પેરામીલીટરી ફોર્સ તેમજ મતગણતરી સ્થળો કે જ્યાં ઈવીએમ મશીનોની ગણતરી કરવામાં આવતી હતી ત્યાં પણ બીએસએફ અને સીઆઈએફનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ગઢ આંકલાવ, બોરસદ અને પેટલાદ ધ્વંસ્ત : આઝાદી કાળથી કોંગ્રેસના ગઢ રહેલા આંકલાવ, બોરસદ અને પેટલાદ આ ચૂંટણીમાં ધ્વંસ્ત થઈ જવા પામ્યા છે. બોરસદ અને આંકલાવમાં ભાજપ લીડનું સ્વપ્નામાં પણ વિચારી ના શકે તે વિધાનસભામાં જંગી લીડ મળી છે જેને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા છે. ખંભાતમાં સૌથી વધુ ૪૦૪૯૭ની લીડ મળવા પામી હતી જ્યારે સૌથી ઓછી લીડ બોરસદ વિધાનસભામાં ૧૪૭૨૧ મળી હતી. ૨૦૧૪-લોકસભા ભાજપે આ બેઠક ૬૩૪૨૬ મતેથી જીતી હતી. જેમાં પણ કોંગ્રેસે બોરસદમાંથી ૨૧૦૮ મત, આંકલાવમાંથી ૮૬૩૯ અને પેટલાદમાંથી ૧૨૭૪ની લીડ મેળવી હતી. પોસ્ટલ બેલેટમાં પહેલીવાર ભાજપે બાજી મારી : આણંદ લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપે બાજી મારતાં કોંગ્રેસ કરતાં વધુ મતો મેળવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં ૩૦૪૨ પોસ્ટલ બેલેટ પેપરનું મતદાન થયું હતુ જેમાં ભાજપના મિતેશકુમાર રમેશભાઈ પટેલ (બકાભાઈ)ને ૧૫૧૬, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને ૧૩૭૩ મતો મળ્યા હતા. પોસ્ટલ બેલેટમાં મતદાન કરનારાઓમાં પોલીસ, એસટી વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, જિલ્લા બહાર ફરજ બજાવતા કર્મચારીઓ અને ચૂંટણીની કામગીરીમાં મૂકાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આણંદ : વહીવટી તંત્રએ દૂરથી મત ગણતરી મથકના ફોટોગ્રાફ લેવા મીડિયા કર્મીઓને મજબૂર કર્યા : વલ્લભ વિદ્યાનગરની નલીની આર્ટસ કોલેજ તથા બીજેવીએમ કોલેજમાં આણંદ લોકસભા બેઠક માટે વિધાનસભાવાઇઝ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી શરુ કરવામાં આવી હતી. પરંતુ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા કર્મીઓને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી બૂથના દૂરથી ફોટોગ્રાફ લેવા જણાવ્યું હતું. જો કે વિરોધનો સૂર ઉઠતા કલેકટરના બોડીગાર્ડ દ્વારા બે-બે મીડિયાકર્મીની જોડી બનાવીને મત ગણતરી સ્થળના દૂરથી ફોટો લેવા દબાણ કરાયું હતું. ત્યારબાદ ઇવીએમથી ગણતરી શરુ થવા સમયે પણ દૂરથી ફોટોગ્રાફ લેવાની સૂચના અપાતા મીડિયાકર્મી અને સ્ટાફ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ ઉપરાંત મીડિયા સેન્ટરમાં પણ ચૂંટણી ફરજ પર હાજર કર્મચારીઓ ગોઠવાઇ જતા મીડિયાકર્મીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડા-આણંદ બેઠકની રાઉન્ડદીઠ જાણકારીમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ : આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે પ્રથમ રાઉન્ડથી જ કોને કેટલા મત મળ્યા તેની રાઉન્ડ પૂર્ણ થયા બાદની જાણકારી વોટસએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઇ રહી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ પરથી પણ ખેડા, આણંદ બેઠક અંગેની માહિતીઓ વિવિધ વોટસગૃપોમાં સતત ‘ખાબકતી’ રહી હતી. મતદાનની લેટેસ્ટ જાણકારી ગૃપમાં સૌથી પહેલા કોણ મૂકે તેની પણ હરિફાઇ જામ્યાનું જોવા મળતું હતું. તેમાંયે ખેડા અને આણંદ બેઠક પર ભાજપના ઉમેદવારની હરિફ સામે પ૦ હજારની સરસાઇ મેળવ્યાનું જાહેર થયા બાદ સોશિયલ મીડિયામાં કાર્ટુનો, વનલાઇનર સહિતના સંદેશાઓની ભરમાર પણ વ્યાપી હતી. જેમાં ખાસ કરીને “ચોકીદાર ચોર નહીં પરંતુ પ્યોર”નું વનલાઇનર ખાસ ચમકતું રહ્યું¶ હતું. મતગણતરી સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : આજે મતગણતરી હોય વિદ્યાનગરની બીજેવીએમ અને નલીની આર્ટસ કોલેજ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. રીઝલ્ટ જાણવા માટે ઉત્સુક બનેલા લોકો જ્યાં રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા ત્યાં એકત્ર થઈ ગયા હતા જે કોઈપણ બહાર આવે તેને પૃચ્છા કરતા નજરે પડ્યા હતા. જેમ-જેમ ટ્રેન્ડ આવતા ગયા તેમ તેમ ભાજપ સમર્થકોનો જુસ્સો વધતો જવા પામ્યો હતો. જો કે કોંગી સમર્થકોએ કીન્ની કાપીને ઘટનાસ્થળેથી બીલ્લી પગે ચાલતી પકડી હતી. ભાજપને ૧૫૬૧ અને કોંગ્રેસને ૧૩૭૩ પોસ્ટલ મતો મળ્યા : આણંદ લોકસભા બેઠક પર કુલ ૩૦૪૨ પોસ્ટલ બેલેટ પેપરનું મતદાન થયું હતુ જેમાં ભાજપના મિતેશકુમાર રમેશભાઈ પટેલ (બકાભાઈ)ને ૧૫૧૬, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને ૧૩૭૩, વણકર રમેશભાઈ વાલજીભાઈને ૨૪, ભટ્ટ આશિષકુમાર મનોજકુમારને ૨, ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈને ૧, કેયુર પ્રવિણભાઈ પટેલ (બકાભાઈ)ને ૦, ચાવડા કૌશિકકુમારને ૧, ભરતભાઈ સોલંકીને ૯, સંતોષકુમાર મહીજીભાઈ પટેલ (બકાભાઈ)ને ૧, હિતેન્દ્રસિંહ મોહનસિંહ પરમારને ૦ મતો મળ્યા હતા. આ ઉપરાંત ૮૮ મતો રદ થયા હતા અને ૨૭ મતો નોટામાં પડ્યા હતા. સાતેય વિધાનસભાના ૩૫ વીવીપેટ, ઈવીએમ સાથે મેચ થયા : ચૂંટણી પંચના નિર્દેશો મુજબ દરેક વિધાનસભાના પાંચ-પાંચ એટલે કે આણંદ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભાના કુલ ૩૫ વીવીપેટ મશીનોને ઈવીએમ મશીનોના મત સાથે સરખાવવામાં આવ્યા હતા જેમાં તમામ મશીનો મેચ થયા હતા. જેને લઈને કોઈ દુવિધા ઉભી થવા પામી નહોતી. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ડ્રો દ્વારા પાંચ બુથોના ઈવીએમ અને તેના વીવીપેટની ચબરખીઓને સરખાવી હતી. ત્યારબાદ પરિણામ જાહેર કર્યુ હતુ.
ઐતિહાસિક જીત સાથે MODI ૨.૦ લોન્ચ : મોદીની સુનામીમાં વિપક્ષ ધ્વસ્ત
ભાજપે એકલા હાથે ૩૦૦+ સીટ મેળવીને ઈતિહાસ રચ્યો : એનડીએ ૩૪૯, યુપીએ ૮૦ તથા : મહાગઠબંધન ૧૬ બેઠકો મેળવી : ભારતના ઈતિહાસમાં સતત બીજી વખત બહુમતી સાથે બીન કોંગ્રેસી સરકાર બનશે : મોદીએ વારાણસી બેઠક પર ગત વખત કરતાં ૧.૫૦ લાખથી વધારે મત મેળવ્યા : ભાજપે ૩૦૨ બેઠકો જીતી : ૨૦નો વધારો : કોંગ્રેસે ૫૧ બેઠકો જીતી : ૮નો વધારો : ટીએમસીએ ૨૨ બેઠકો મેળવી : ૧૨નો ઘટાડો : જેડીયુએ ૧૬ બેઠકો મેળવી : ૧૪નો વધારો
લોકસભાની ચૂંટણી માટે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદીની સુનામી વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. હિન્દી પટ્ટાના રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ શાનદાર દેખાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રેકોર્ડ જીત સાથે ફરીવાર વાપસી કરી છે. મોદી લહેર આ વખતે સુનામીમાં ફેરવાઈને વિરોધીઓના સપનાને ચકનાચૂર કરી દીધા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત ઉપર ૩૦૦થી વધુ સીટો જીતી લીધી છે જ્યારે એનડીએની બેઠકોની સંખ્યા ૩૫૦ સુધી પહોંચી છે. એક્ઝિટ પોલના તારણ કરતા પણ વધુ શાનદાર ભારતીય જનતા પાર્ટી કરી શકી છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવના મહાગઠબંધનની યોજના પણ ફ્લોપ સાબિત થઇ છે. બીજી બાજુ બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને પણ કોઇ સફળતા હાથ લાગી નથી. લાલૂની ગેરહાજરીમાં આરજેડીનો સંપૂર્ણ સફાયો થયો છે. લોકસભાની કુલ ૫૪૨ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા સમાચાર મુજબ ૩૫૦ સીટ જીતવા તરફ કૂચ કરી લીધી હતી જ્યારે યુપીએ ગઠબંધનને ૧૦૦ સીટ પણ મળી રહી નથી. મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી માટે સુવર્ણ યુગ લાવવામાં સફળ સાબિત થયા છે.
સમાજવાદી પાર્ટી અને બસપાના વોટના ટ્રાન્સફર નહીં થવાના કારણે પણ મહાગઠબંધનને જીત મળી નથી. આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણપણે સાફ થઇ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી શકી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા છે. અમેઠી બેઠક ઉપર તેમની સ્મૃતિ ઇરાની સામે હાર થઇ છે. અગાઉ આજે સવારે ઉત્તેજના અને ઉત્સુકતાના માહોલમાં લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શરૃ થયા બાદ તરત જ પ્રવાહ મળવાની શરૃઆત થઇ ગઇ હતી. મતગણતરી શરૃ થયા બાદ કલાકોના ગાળામાં જ એનડીએ દ્વારા જોરદાર લીડ મેળવી લીધી હતી. મોદી મેજિકની સ્થિતી ફરી એકવાર જોવા મળી હતી. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદથી જ હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જોરદાર સ્થિતીમાં દેખાઇ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.
છટ્વી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના દિવસે મતદાન થયુ હતુ. સાતમા તબક્કામાં ૧૯મીમેના દિવસે મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ . છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી.
સતત બીજી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ ૨૬ સીટોનો રેકોર્ડ
લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે દેશભરમાં ઘણા એવા રાજયો હતા કે, જયાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલી શકી ન હતી. ગુજરાતમાં પણ ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જેમ આ વખતે પણ તમામ ૨૬ બેઠકો ફરી એકવાર કબ્જે કરી નવો રેકોર્ડ સર્જયો હતો. મોદી સુનામી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજોના સૂપડા સાફ થઇ ગયા હતા. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભાજપના વિજયોત્સવ અને જીતના જશ્નનો માહોલ છવાયો હતો પરંતુ ગુજરાતમાં ભાજપ દ્વારા તેની ધમાકેદાર અને જોરદાર ઉજવણી કરવામાં આવી હતી કારણ કે, મોદી અને અમિત શાહ બંને મૂળ ગુજરાતના છે અને ભાજપના આ બંને નેતાઓએ ફરી એકવાર તેમની રાજકીય તાકાત પુરવાર કરી બતાવી હતી. ગુજરાતમાં ભાજપે ફરી એકવાર કલીન સ્વીપ કરી તમામ ૨૬ બેઠકો જીતી લેતાં કોંગ્રેસની છાવણીમાં તો સન્નાટો અને આઘાતની લાગણી છવાયા હતા. કોંગ્રેસને સમ ખાવા પૂરતીય એક બેઠક મળી શકી ન હતી. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, લલિત વસોયા, સી.જે.ચાવડા, તુષાર ચૌધરી, બાબુ કટારા, પરથી ભટોળ સહિતના અનેક દિગ્ગજો મોદી સુનામીના કારણે કારમી હાર પામી પછડાયા હતા. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી માટે કુલ ૩૭૧ ઉમેદવારો મેદાનમાં હતા અને ગુજરાતની જનતાએ ૬૪ ટકા જેટલું ઉંચુ મતદાન કરીને રાજયનો બાવન વર્ષ જૂનો મતદાનની ટકાવારીનો રેકોર્ડ તોડયો હતો. આજે વહેલી સવારે આઠ વાગ્યાથી અમદાવાદ સહિત રાજયભરમાં ભારે ઉત્તેજના અને ઉત્સુકતાભર્યા વાતાવરણ વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. શરૃઆતના તબક્કેથી જ મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો સતત આગળ હતા..કોંગ્રેસ કયાંક કયાંક થોડા રાઉન્ડ સુધી ટક્કર આપતી જોવા મળી હતી પરંતુ બપોર સુધીમાં તો, સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ હતી અને ભાજપના ઉમેદવારોની જીત વચ્ચે કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા અને ભાજપે ફરી એકવાર ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો કબ્જે કરી ભગવો અને કમળ લહેરાવી દીધા હતા. તો, ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી અને તેની પણ આજે મતગણતરી હતી, તો વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રસનો સફાયો થઇ ગયો હતો. ભાજપે તેના ૨૬ સાંસદમાંથી ૧૦ની ટિકિટ કાપી હતી અને ૧૬ ને રિપીટ કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ચાર ધારાસભ્યોને ટિકિટ આપી હતી. આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે ૨૫ ટકા મહિલાને તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટિકિટ આપી હતી. ભાજપે ૨૬ બેઠકોમાંથી ૩૩ ટકાને બદલે માત્ર ૨૫ ટકા એટલે કે ૬ મહિલાઓને ટિકિટ આપી હતી. જેમાં ભારતીબેન શિયાળ(ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર) અને શારદાબેન પટેલ( મહેસાણા) તો બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી તેનો સમાવેશ થતો હતો. તો, લોકસભા ચૂંટણીની સાથે સાથે માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝા વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીની પણ મતગણતરી હાથ ધરાઇ હતી. આ ચાર વિધાનસભા બેઠકો પર ભાજપે બે પાટીદાર, એક આહિર અને એક કોળીને તથા કોંગ્રેસે ચાર પાટીદારને ટિકિટ આપી હતી. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, રાઘવજી પટેલ, આશા પટેલ અને પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવિયાની ટિકિટ કાપી હતી. વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં પણ ભાજપનો જ ભગવો લહેરાય તેવી સ્થિતિ બની છે. આમ, ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક ૬૪ ટકા જેટલું ઉંચુ મતદાન કરી ફરી એકવાર દેશનું શાસન ભાજપ અને મોદીના હાથમાં સોંપવાનો જનાદેશ આપ્યો અને ઇતિહાસ રચ્યો છે.
રસપ્રદ ઈતિહાસ
શાહ સહિત ૧૦ નિશાળીયા પહેલી વખતમાં ચૂંટાયા, બીજી ટર્મમાં ચૂંટાયેલ સાંસદોની સંખ્યા ૧૧ થઈ
આજે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપનો જબરદસ્ત અને ઐતિહાસિક વિજય થયો છે. જેમાં ભાજપના સાંસદો અને નવા નિશાળીયાનો પણ નોંધનીય દબદબો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને અમિત શાહ સહિતના ૧૧ નવા નિશાળીયા પહેલા જ ધડાકે લોકસભાની ચૂંટણીમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવ્યા હતા. તો અન્ય સાંસદોએ બે થી ચાર ટર્મ સુધી સતત ચૂંટાવાનો રેકોર્ડ કર્યો હતો. જેમાં મોસ્ટ સિનિયર સાંસદ તરીકે ભરૃચના મનસુખ વસાવા બન્યા છે. મનસુખ વસાવા ગુજરાતની લોકસભાની ભરૃચ બેઠક પરથી ૧૯૯૮થી લઈ ૨૦૧૯ સુધી સતત છ વાર વિજયી બન્યા છે. જ્યારે સી.આર.પાટીલ સહિતના ચાર સાંસદો ચાર ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. તો, સતત બીજી ટર્મમાં ચૂંટાયેલા સાંસદોની સંખ્યા ૧૧ ની થઇ છે. બીજીબાજુ, આ વખતની ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વાર ચૂંટણી જંગ જીતેલા ૧૦ સાંસદો બન્યા છે. આ રસપ્રદ ઇતિહાસ જોઇએ તો, દક્ષિણ ગુજરાતના નવસારીના સી.આર.પાટીલ, સુરતના દર્શના જરદોશ, અમદાવાદ(પશ્ચિમ)ના કિરીટ સોલંકી અને અમરેલીના નારણ કાછડીયા ત્રીજી ટર્મમાં વિજેતા થયા છે, તેમજ બીજી ટર્મમાં દાહોદના જશવંતસિંહ ભાભોર, સાબરકાંઠાના દીપસિંહ રાઠોડ, ખેડાના દેવુસિંહ ચૌહાણ, જૂનાગઢના રાજેશ ચુડાસમા, ભાવનગરના ભારતીબહેન શિયાળ, બારડોલીના પ્રભુ વસાવા, જામનગરના પૂનમ માડમ, વડોદરાના રંજનબહેન ભટ્ટ, રાજકોટના મોહન કુંડારિયા, કચ્છના વિનોદ ચાવડા, વલસાડના કે.સી.પટેલ ચૂંટાઈ આવ્યા છે. તેમજ ખેરાલુના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, પોરબંદરના રમેશ ધડુક, સુરેન્દ્રનગરના ડૉ.મહેન્દ્ર મુંજપરા, બનાસકાંઠાના પરબત પટેલ, અમદાવાદ(પૂર્વ)ના એચ.એસ.પટેલ, આણંદના મિતેશ પટેલ, છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવા, ગાંધીનગરના અમિત શાહ અને મહેસાણાના શારદાબેન પટેલ પહેલીવાર ચૂંટાઈ આવ્યા છે.
ચૂંટણી પૂર્ણ થતાં મોંઘવારી આસમાને : તુવેર દાળ સહિત અન્ય કઠોળના ભાવમાં ભડકો
રાજ્યમાં દૂધ અને શાકભાજી બાદ હવે તુવેરની દાળ સહિત અનેક દાળ અને કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં વેચાતી દાળના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં તુવેર દાળમાં સૌથી વધુ પ્રતિ કિલોએ ૨૦થી ૨૫ રૃપિયાનો વધારો થયો છે, જ્યારે અડદ દાળ, ચણા દાળ અને મગ દાળના ભાવ ૧૦થી ૧૫ રૃપિયા વધ્યા છે. આ ભાવ વધારાથી સૌથી વધારે અસર ગૃહિણીઓના બજેટ પર પડી શકે છે.
ગુજરાતમાં બેફામ વધારાના લીધે દરેક વર્ગની વ્યક્તિના ઘરના બજેટ ખોરવાયા છે. દાળ- કઠોળ, ચોખા, શાકભાજી જેવી રોજિંદા જરૃરિયાતની ચીજ-વસ્તુઓમાં ધરખમ મોંઘવારી જોવા મળી રહી છે. જે તુવેર દાળ પહેલા ૬૫ રૃપિયા પ્રતિ કિલોની આસપાસ મળતી હતી, તે હવે ૨૦થી ૨૫ રૃપિયાના વધારા સાથે ૯૦ રૃપિયા પ્રતિ કિલો સુધી વેચાય રહી છે. આ પહેલા પણ તુવેરની દાળના ભાવમાં વધારો થતો રહ્યો છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા માટે તુવેર દાળના વિતરણ સસ્તા કઠોળની દુકાન મારફતે શરૃ કરાયું છે, પરંતુ તે સામે અન્ય માર્કેટમાં કઠોળના ભાવમાં બેફામ વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં દૂધમાં પણ લિટરે ૨ રૃપિયા સુધીનો વધારો થયો છે, અને શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા કોઇ અણસાર દેખાતા નથી. તો બીજી બાજુ કઠોળના ભાવમાં પણ આટલો મોટો વધારો થતા ગૃહિણીઓના બજેટ પર મોટી અસર પડી શકે તેમ છે. આ વખતે ખેડૂતો દ્વારા કઠોળનું વાવેતર ઓછું થવાથી કઠોળના ભાવમાં અચાનક વધારો થયો હોય તેવું અનુમાન લગાવાય છે
ગુજરાતની તમામ 26 સીટો પરથી પળેપળની અપડેટ
ગુજરાતની તમામ 26એ 26 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. સાથે ફરી એક વખત કોંગ્રેસનો સફાયો થયો છે.
ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી 23 પર ભાજપનો ભગવો લહેરાયો, 3 પર બાકી
કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા ફરીથી ચૂંટાયા
ગુજરાતની 21 બેઠકો પર ભાજપની જીત
અમિત શાહ ગાંધીનગર સીટ પરથી 5 લાખ 54 હજાર મતોથી વિજય
ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ભારતીબેનને 296739 લીડ સાથે આગળ રહ્યા, તો કોંગ્રેસના મનહર પટેલને 283252 મત મળ્યા હતા.
રાજકોટ ભાજપે લોકસભા બેઠક જીત્યાં પછી પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રીક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યું છે.
રાજકોટમાં ભાજપની જીતના કારણે એક પેટ્રોલપંપના માલિકે સાંજના 7થી 11 સુધી મફતમાં CNG આપવાની જાહેરાત
ગુજરાતમાં 26માંથી 16 લોકસભા સીટો પર ભાજપની જીત.
અમરેલીમાં ભાજપના નારણ કાછડીયા જીત્યા, વિપક્ષના નેતા પરેશ ધાનાણીની થઈ હાર
જુનાગઢમાં રાજેશ ચૂડસમાની જીત, કોંગ્રેસના પૂજાભાઈ વંશ હાર્યા
ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાની થઈ જીત, કોંગ્રેસના શેરખાન પઠાણ હાર્યા.
પાટણમાં ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીની જીત થઈ, કોંગ્રેસના જગદીશ ઠાકોર હાર્યા.
વલસાડના ભાજપના ઉમેદવાર કેસી પટેલની જીત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રેકોર્ડ બ્રેક 5 લાખ 11 હજાર મતોથી આગળ
ભાજપે ગુજરાતમાં 14 બેઠકો પર જીત હાંસલ કરી દીધી છે.
BJP Gujarat
✔
@BJP4Gujarat
फिर एक बार मोदी सरकार
Thank You India.
ભાજપ કાર્યાલય પહોંચ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડની જીત રાજેન્દ્ર ઠાકોર હાર્યા
મહેસાણાથી ભાજપનાં શારદાબહેન પટેલ આગળ ચાલી રહ્યાં છે તેમની સામે કોંગ્રેસે એ. જે. પટેલ ઉમેદવાર છે.
પોરબંદર બેઠક પરથી અપક્ષ લડી રહેલા રેશ્મા પટેલની હાર
આણંદ બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો ભાજપના મિતેશ પટેલ સામે 1.45 લાખ મતે પરાજય
અમરેલીમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી
બનાસકાંઠા બેઠક પરથી ભાજપના મંત્રી પરબત પટેલની કોંગ્રેસના પરથી ભટોળ સામે જીત
અમદાવાદ પ.માં ભાજપના કિરીટસિંહ સોલંકીની જીત
Amit Shah
✔
@AmitShah
यह जीत पूरे भारत की जीत है।
देश के युवा, गरीब, किसान की आशाओं की जीत है।
यह भव्य विजय प्रधानमंत्री मोदी जी की पाँच साल के विकास और मजबूत नेतृत्व में जनता के विश्वास की जीत है।
मैं भाजपा के करोड़ों कार्यकर्ताओं की ओर से श्री @narendramodi जी को हार्दिक बधाई देता हूँ।
ગાંધીનગરમાં અમિત શાહ 4 લાખ 65 હજાર લીડથી આગળ
વડોદરામાં કોંગ્રેસના પ્રશાંત પટેલની હાર
ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળની જીત
જામનગરમાં ભાજપના પુનમ માંડમ જીત્યા, તો કોંગ્રેસના મુળું કંડોરિયા હાર્યા
જામનગરમાં ભાજપના પુનમ માંડમ 2 લાખથી વધુની લીડ
અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 105999
પશ્ચિમમાં કિરિટ સોલંકી 180526 મતથી આગળ
સુરતમાં ભાજપના દર્શના જરદોશ 3 લાખ 70 હજારની લીડ
છોટા ઉદેપુરમાં ગીતા રાઠવા 3 લાખ મતોથી આગળ
વડોદરામાં ભાજપના ઉમેદવાર રજનબેન ભટ્ટ ઓફિશિયલ રીતે જીત્યા
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી દેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પોતાના નિવેદન આપતા જણાવ્યું કે, ‘આ જીત નરેન્દ્ર મોદી અને અમિત શાહની છે. આ ચૂંટણીથી ગાંધી પરિવારનું રાજકારણ સમાપ્ત થઈ ગયું છે.’
સુરતના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ જીત્યા
આણંદમાં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી હાર્યા
બારડોલીમાં તુષાર ચોધરી 1 લાખ 50 હજાર મતોથી હાર્યા
દીવ દમણમાં બીજેપીના લાલુ પટેલની જીત, કોંગ્રેસના કેતન પટેલે હાર સ્વીકારી
વલસાડમાં ભાજપના કેસી પટેલ 1 લાખ કરતા વધુ મતોથી આગળ
રાજકોટમાં ભાજપના ઉમેદવાર મોહનકુંડારિયા જીત્યા
ગુજરાતમાં 3 ઉમેદવારો એવા છે જે 2 લાખની લીડ ક્રોસ કરી ગયા
છોટાઉદેપુરમાં ભાજપના ગીતા રાઠવાની 2 લાખની લીડ
આણંદથી ભરતસિંહ સોલંકી 93 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે.
રાજકોટમાં ભાજપના મોહનકુંડારિયાની 2 લાખની લીડ
કચ્છમાં પહેલી વખત 57,000 હજારની ભાજપની લીડ
બરોડામાં ભાજપના રજનબેન ભટ્ટ 1 લાખ મતોથી આગળ
ANI
✔
@ANI
Gujarat: Prime Minister Narendra Modi’s mother Heeraben Modi greets the media outside her residence in Gandhinagar.
સુરેન્દ્રનગરમાં ભાજપના મહેન્દ્ર મુજપરા 50 હજાર મતોથી આગળ
રાજકોટમાં મોહન કુંડારિયા 1 લાખ 75 હજાર મતોથી આગળ
સુરતમાં ભાજપના દર્શના જરદોશ આગળ
નવસારીમાં સીઆર પાટિલ 1 લાખ મતોથી આગળ
અમદાવાદ પ. કિરીટ સોલંકી 65 હજાર મતોથી આગળ
ભરૂચના મનુસખ વસાવા 1.93 હજાર મતોથી આગળ
પંચમહાલમાં કોંગ્રેસના વી.કે ખાંટ પાછળ
પંચમહાલથી ભાજપના રતનસિંહ 42000 મતોથી આગળ
ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો હારે છે
ગાંધીનગરમાં અમિત શાહ 2 લાખની લીડ પાર
બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ આગળ
BJP President Amit Shah leading by over 125000 votes from Gujarat’s Gandhinagarબારડોલીમાં પ્રભુ વસાવા 1 લાખ મતોથી આગળ
આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર નિષ્ચિત
આણંદમાં ભાજપના મિતેશ પટેલ 53,000 મતોથી આગળ
સાબરકાઠામાં દિપસિંહ રાઠોર 31,000 મતોથી આગળ
જામનગરમાં પુનમમાંડમ 70,000 હજાર મતોથી આગળ
ભરૂચ ભાજપના મનસુખ વસાવા આગળ
પંચમહાલ બેઠક પરથી ભાજપના રતનસિંહ 25,000 મતોથી આગળ
ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ 80,000 મતોથી આગળ
આણંદના ભરતસિંહ સોલંકી 50,000 હજાર મતોથી પાછળ
ગાંધીનગરમાં અમિત શાહ 1,75000 હજાર મતોથી આગળ
મતગણતરી વચ્ચે સેન્સેક્સ 40 હજારને પાર
36 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભાજપ એક્લા હાથે બહુમતીના પાર
ગુજરાતમાં ચાર ઉમેદવારોની જીત પાક્કી, તમામ ઉમેદવાર 1 લાખ વોટથી આગળ
ફરીથી મોદી મેજિકના કારણે શેરબજારમાં ઉાછાળો
ગુજરાત સહિત 6 રાજ્યોમાં બીજેપી આગળ
ગાંધીનગરમાં અમિત શાહ 1,15000 મતોથી આગળ
અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા 5,000 મતોથી આગળ
વડોદરામાં ભાજપના રજનબેન ભટ્ટ 86,000 હજાર મતોથી આગળ
રાજકોટમાં મોહન કુંડારિયા 1 લાખ મતોથી જીત
અમરેલીથી પરેશ ધાનાણી આગળ
ગાંધીનગરના કમલમાં જશ્નનો માહોલ
પોરબંદર બેઠક પરથી ભાજપના રમેશ ધડૂક 22,000 મતોથી આગળ
ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ 12,000 મતોથી આગળ
બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 12,000 મતોથી આગળ
અમિત શાહ, ગીતા બેન રાઠવા મોહન કુંડારિયા 70,000 મતોથી આગળ
ગુજરાતમાં 3 બેઠકો પર 70,000થી વધુ મતોની લીડ
રાજકોટમાં મોહન કુંડારિયા 75,000 મતોથી આગળ
સૌરાષ્ટ્રમાં ભાજપના તમામ ઉમેદવારો 40,000 મતોથી આગળ
આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી 21,000 મતોથી પાછળ
દાદાનગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર આગળ
ગાંધીનગરમાં અમિત શાહ 80,000 મતોથી આગળ, જીત નક્કી
જામનગરમાં પુનમબેન માડમ 38000 મતોથી આગળ, જીત નક્કી
જામનગરના કોંગ્રેસના મુળું કંડોરિયા પાછળ
જામનગરમાં ભાજપના પુનમ માંડમ 28000 મતોથી આગળ
અમરેલીમાં પાસુ પલટાયું, ધાનાણી આગળ, નારણ કાછડિયા પાછળ અમદાવાદ પ. ભાજપના કિરીટ સોલંકી આગળ
ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ આગળ
પંચંમહાલ બેઠક પરથી ભાજપના રતનસિંહ આગળ
સૌરાષ્ટ્રમાં ભાજપની બે મહિલા ઉમેદવારો પણ આગળ
ગુજરાતમાં તમામ મહિલા ઉમેદવારોનું શાનદાર પ્રદર્શન
ભાજપની તમામ મહિલા ઉમેદવારો 25,000 મતોથી આગળ અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસના ગીતા પટેલ પાછળ
કોંગ્રેસના તમામ દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે.
દીવ દમણ બેઠક પર ભાજપના લાલુ પટેલ આગળ ચાલી રહ્યાં છે.
વડોદરામાં રજનબેન ભટ્ટ 20,000 મતોથી આગળ
ગાંધીનગરમાં અમિત શાહ 52,000 મતોથી આગળ
અમરેલીમાં પાસું પલટાયું, ઘાનણી પાછળ, ભાજપના નારણ કાછડિયા આગળ
સુરેન્દ્રનગરમાંમહેન્દ્ર મુજપરા 7,000 મતોથી આગળ
રાજકોટમાં મોહનકુંડરિયા 41,000 મતોથી આગળ, વિજય આગળ, દાહોદમાં કોંગ્રેસના બાબુ કટારા આગળ
વડોદરામાં ભાજપના રજનબેન ભટ્ટ આગળ
આણંદમાં ભાજપના મિતેશ પટેલ આગળ
પાટણમાં પાસો પલટાયો, ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ
લોકસભાની ચૂંટણીના પરિણામે સેન્સેક્સમાં 480 પોઇન્ટનો ઉછાળો, શેરબજારમાં ઉછાળો
Sensex up by more than 600 points as early trends show a return to power of NDA Government
પાટણમાં કોંગ્રેસના જગદીશ ઠાકોર આગળ
સુરેન્દ્રનગર બેઠક પરથી મહેંદ્ર મુંજપરા આગળ ચાલી રહ્યા છે.
ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ આગળ ચાલી રહ્યા છે.
અમદાવાદ પશ્ચિમમાં એચએચ પટેલ આગળ
પાટણમાં ભાજપના ભરતસિંહ ડાબી પાછળ
અમદાવાદ પ. હસમુખ પટેલ આગળ
પોરબંદરમાં લલિત વસોયા પાછળ
જામનગરમાં પુનમ માડમ 7000 મતોથી આગળ
બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ આગળ
ગાંધીનગરમાં અમિત શાહ 28,000 મતોથી આગળ
આણંદમાં ભરતસિંહ આગળ
પરેશ ધાનાણી અમરેલીથી આગળ
છોટાઉદેપુરના ભાજપના ગીતાબેન રાઠવા આગળ, કોંગ્રેસના રણજીત સિંહ પાછળ
પોરબંદરમાં ભાજપના રમેશ ધડૂક આગળ
સુરતમાં કોંગ્રેસના અશોક અધેવડા પાછળ
દમન દિવમાં કોંગ્રેસના કેતન પટેલ પાછળ
જૂનાગઢમાં કોંગ્રેસના પુજાવંશ આગળ, જ્યારે ભાજપના રાજેશ ચુડાસમા પાછળ
રાજકોટમાં મોહન કુંડારિયા 20,000 મતોથી આગળ
ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપ આગળ
ખેડા બેઠક પરથી ભાજપના દેવુંસિંહ ચોહાણ આગળ
મહેસાણા બેઠક પરથી ભાજપના શારદાબેન આગળ, જ્યારે કોંગ્રેસના એ.જે પટેલ પાછળ
રાજકોટમાં મોહન કુંડારિયા આગળ
બનાસકાંઠા બેઠક પરથી ભાજપના પરબત પટેલ આગળ
પંચમહાલથી ભાજપના રતનસિંહ આગળ
ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપ, જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ
ભરૂચથી મનસુખ વસાવા આગળ
સુરતમાં દર્શના જરદોશ આગળ
કચ્છમાં વિનોદ ચાવડા આગળ
ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો પર ભાજપ આગળ
પાટણ જગદિશ ઠાકોર આગળ
સાબરકાંઠા દિપસિંહ આગળ
નવસારીથી સીઆર પાટિલ આગળ
ભરતસિંહ આણંદથી આગળ
જામનગરમાં પૂનમ માંડમ આગળ
અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી આગળ, કોંગ્રેસના સી.જે ચાવડા પાછળ
રાજ્યની તમામ બેઠકો પર મતગણતરી શરૂ
EVM અને બેલેટ પેપરથી મતગણતરી શરૂ
સુરત અને બારડોલીમાં મતગણતરી શરૂ
ગુજરાત કોલેજમાં બેલેટ પેપરની મતગણતરી શરૂ, મતગણતરીને લઇને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
સૌપ્રથમ બેલેટ પેપરના મતોની ગણતરી હાથ ધરાશે. ત્યાર બાદ ઇવીએમને ગણતરીમાં લેવાશે.
દરેક મતગણતરી કેન્દ્રમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ મતગણતરી થશે.
મતગણતરી કેન્દ્રોમાં જ મીડિયા સેન્ટર ખોલવામાં આવ્યા છે. , મોટી સ્ક્રીન દ્રારા મતગણતરી-પરિણામ લાઇવ જોઇ શકાશે.
પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ
રાજ્યમાં 13 CRPF કંપની સુરક્ષા માટે તૈનાત
મતગણતરી માટે આશરે 9 હજાર લોકોનો સ્ટાફ, 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરી
મતગણતરી કેન્દ્રોમાં થ્રી લેયર બંદોબસ્ત
લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે?
સાંજના 6.31 વાગ્યા સુધીનું અપડેટ
23-05-2019 06:45 PM – ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, શ્રીલંકાના પ્રધાનમંત્રી, મોરેશિયસના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને ફોન કરીને જીતની શુભેચ્છા આપી હતી. આ પહેલા આ તમામે PM મોદીને લેખિત સંદેશો મોકલીને શુભેચ્છા આપી હતી
23-05-2019 06:26 PM – મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, અમે જનતાનો મેન્ડેટ સ્વીકારીએ છીએ
23-05-2019 06:11 PM – કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા વાડ્રા ગાંધીએ કહ્યું હતું કે, અમે જનતાના ફેસલાનો સ્વીકાર કરીએ છીએ અને PM મોદી અને ભાજપના કાર્યકર્તાઓને જીતની શુભેચ્છા આપીએ છીએ.
23-05-2019 05:42 PM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ 16 સીટનું પરિણામ આવી ગયું છે, જેમાં 14 પર ભાજપ અને 1 સીટ પર કોંગ્રેસની જીત થઇ છે. હવે 526 સીટમાંથી ભાજપ 288 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ
23-05-2019 05:40 PM – પાકિસ્તાનના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી
23-05-2019 05:07 PM – બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી
23-05-2019 04:35 PM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ 6 સીટનું પરિણામ આવી ગયું છે, જેમાં 5 પર ભાજપ અને 1 સીટ પર કોંગ્રેસની જીત થઇ છે. હવે 536 સીટમાંથી ભાજપ 94 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ
23-05-2019 04:32 PM – જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિંઝો આબેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને જીતની શુભેચ્છા આપી હતી
23-05-2019 04:32 PM – ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ દુબઈમાં ભાજપની જીતની ઉજવણી કરી હતી
23-05-2019 03:48 PM – જબરદસ્ત જીત બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટ્ર્સ ખાતે આવી પહોંચ્યા હતા
23-05-2019 03:18 PM – 28 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી જશે
23-05-2019 03:17 PM – નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપી
23-05-2019 03:11 PM – અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા આપી
23-05-2019 02:57 PM – રશિયાના પ્રેસિડન્ટ વ્હાદિમીર પુતિને PM નરેન્દ્ર મોદીને શુભેચ્છા મોકલી હતી
23-05-2019 02:56 PM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 300 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ
23-05-2019 02:43 PM – ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી
23-05-2019 02:34 PM – બિહારની પટના સાહિબ સીટ પર ભાજપના રવિશંકર પ્રસાદની 144249 મતોની શત્રુઘ્ન સિન્હા પર સરસાઇ
23-05-2019 02:30 PM – ગાંધીનગર સીટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહની જીત
23-05-2019 02:19 PM – ભાવનગર બેઠક પર ભારતી શિયાળની જીત
23-05-2019 02:19 PM – અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપના કિરિટ સોલંકીની જીત
23-05-2019 02:15 PM – પંજાબની સંગરુર સીટ પર આમ આદમી પાર્ટીના ભગવંત માને સરસાઇ મેળવી
23-05-2019 02:06 PM – UPAના ચેરપર્સન સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરે જઇને તેમની સાથે મુલાકાત કરી હતી
23-05-2019 01:53 PM – જામનગરમાં પૂનમ માડમની જીત
23-05-2019 01:52 PM – ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ PM મોદીને શુભેચ્છા આપતી ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને આવી જ રીતે મજબૂત બનાવતા રહીશું
23-05-2019 01:46 PM – સુરતમાં મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી હતી
23-05-2019 01:24 PM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 294 અને કોંગ્રેસ 52 સીટ પર આગળ
23-05-2019 01:07 PM – સુરતમાં દર્શના જરદોષની જીત
23-05-2019 12:58 PM – વલસાડ બેઠક પર કે.સી.પટેલની જીત
23-05-2019 12:51 PM – ટ્રેન્ડ જોઇને ભોપાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, વિજય નિશ્ચિત મારો થશે. મારા વિજયમાં ઘર્મનો વિજય થશે. અધર્મનો નાશ થશે. હું ભોપાલની જનતાનો આભાર માનું છું
23-05-2019 12:48 PM – શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે ટ્વીટ કરીને PM મોદીને જબરદસ્ત જીત માટે શુભેચ્છા આપી હતી
23-05-2019 12:39 PM – અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ડૉ.કિરિટ સોલંકી 147722 મતોથી આગળ
23-05-2019 12:31 PM – હિમાચલ પ્રદેશની હમીરપુર સીટ પરથી ભાજપના અનુરાગ ઠાકુરે જીત મેળવી લીધી છે
23-05-2019 12:30 PM – પંજાબમાં ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ઉભા રહેલા સની દેઓલ આગળ ચાલી રહ્યા છે
23-05-2019 12:19 PM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 292 અને કોંગ્રેસ 51 સીટ પર આગળ
23-05-2019 12:05 PM – પૂર્વ હોમ મિનિસ્ટર સુશિલ કુમાર શિંદે મહારાષ્ટ્રની સોલાપુર સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે
23-05-2019 11:50 AM – કર્ણાટકમાં ભાજપ 22 સીટો પર અને કોંગ્રેસ 6 સીટો પર આગળ
23-05-2019 11:49 AM – વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટ્રેન્ડને જોતા પ્રધાનમંત્રીને જીતની શુભેચ્છા આપી હતી.
23-05-2019 11:48 AM – કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે મતગણતરી કેન્દ્ર છોડી દીધું
23-05-2019 11:43 AM – ઓરિસ્સાની પૂરી લોકસભા બેઠક પરથી ભાજપના લીડર ડૉ.સંબિત પાત્રા 700 મતથી આગળ ચાલી રહ્યા છે
23-05-2019 11:31 AM – અમેઠીમાં સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીથી 6727 મતોથી આગળ
23-05-2019 11:26 AM – લોકસભા ચૂંટણીના ટ્રેન્ડ્સને જોતા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટ્સ બહાર સુરક્ષા વ્યવસ્થામાં વઘારો કરી દેવામાં આવ્યો છે
23-05-2019 11:24 AM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 288 અને કોંગ્રેસ 51 સીટ પર આગળ
23-05-2019 11:21 AM – તામિલનાડુમાં DMK હેડક્વાર્ટ્સમાં ટ્રેન્ડ્સને જોતા ઉજવણી શરૂ થઇ ગઇ હતી. DMK તામિલનાડુમાં 22 સીટો પર આગળ ચાલી રહી છે
23-05-2019 11:20 AM – કેરળની તિરુવનંતપુરમ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂર 13000 મતથી આગળ
23-05-2019 11:20 AM – કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરેથી નીકળ્યા હતા
23-05-2019 11:10 AM – ચૂંટણી પંચના ઓફિશિયલ ટ્રેન્ડ મુજબ ભાજપ 294 સીટ અને કોંગ્રેસ 50 સીટ પર આગળ
23-05-2019 11:02 AM – અમિત શાહ ગાંધીનગર બેઠક પર 177350 મતોથી આગળ
23-05-2019 11:00 AM – ઉત્તર પ્રદેશમાં ભાજપ 54, કોંગ્રેસ 2 અને સપા-બસપા 24 સીટો પર આગળ
23-05-2019 11:00 AM – જમ્મુૃ-કાશ્મીરમાં ભાજપ 3 અને PDP 2 સીટ પર આગળ
23-05-2019 10:59 AM – ઓરિસ્સામાં ભાજપ 12 અને BJD 9 સીટ પર આગળ
23-05-2019 10:48 AM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 291 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ
23-05-2019 10:47 AM – જમ્મુ-કાશ્મીરની અનંતનાગ સીટ પરથી મેહબૂબા મુફ્તિ આગળ ચાલી રહ્યા છે
23-05-2019 10:37 AM – વારાસણીમાં નરેન્દ્ર મોદી શાલિની યાદવથી 64856 મતોથી આગળ
23-05-2019 10:34 AM – છત્તીસગઢમાં ભાજપ 9 સીટ અને કોંગ્રેસ 2 સીટ પર આગળ
23-05-2019 10:33 AM – કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે
23-05-2019 10:32 AM – મુંબઈની તમામ 6 સીટો પર ભાજપ અને શિવ સેના આગળ
23-05-2019 10:18 AM – દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સાતે સાત સીટ પર આગળ
23-05-2019 10:17 AM – પંજાબમાં કોંગ્રેસ 8 બેઠક પર આગળ, જ્યારે SAD&BJP 2-2 બેઠક પર આગળ
23-05-2019 10:16 AM – 10.15 વાગ્યા સુધીમાં ઇલેક્શન કમિશનના રિપોર્ટ મુજબ 511 લોકસભા બેઠકમાંથી ભાજપ 277 અને કોંગ્રેસ 52 સીટો પર આગળ
23-05-2019 10:11 AM – ભોપાલ સીટ પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લીડ મેળવી
23-05-2019 10:07 AM – બનાસકાંઠામાં પરબત પટેલ 31000 મતોથી આગળ
23-05-2019 10:07 AM – ગુજરાતની તમામ 26 સીટો પર ભાજપ આગળ
23-05-2019 10:00 AM – પટના સાહિબ સીટ પર ભાજપના રવિશંકર પ્રસાદ આગળ, કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા પાછળ
23-05-2019 10:00 AM – ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી સુલતાનપુર સીટથી પાછળ, વરૂણ ગાંધી પીલીભીત સીટ પર આગળ
23-05-2019 09:37 AM – સુરતના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ કોંગ્રેસના ઉમેદવારથી આગળ
23-05-2019 09:35 AM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 229 અને કોંગ્રેસ 56 સીટ પર આગળ
23-05-2019 09:33 AM – પશ્ચિમ બંગાળમાં TMC 18 સીટો પર આગળ, જ્યારે ભાજપ 7 સીટો પર આગળ
23-05-2019 09:31 AM – ગાંધીનગરમાં અમિત શાહ 16465 મતોથી આગળ
23-05-2019 09:30 AM – સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી આગળ
23-05-2019 09:29 AM – સાઉથ દિલ્હીથી ભાજપના રમેશ ભિદુરી અને વેસ્ટ દિલ્હીથી ભાજપના પરવેશ વર્મા આગળ
23-05-2019 09:24 AM – ગુરદાસપુર સીટ પરથી સની દેઓલ આગળ ચાલી રહ્યા છે
23-05-2019 09:24 AM – શરૂઆતના ટ્રેન્ડમાં NDAની સ્થિતિથી શેરબજારમાં સેન્સેક્સમાં 681 પોઇન્ટનો ઉછાળો
23-05-2019 09:21 AM – વારાસણીમાં નરેન્દ્ર મોદી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવથી 5147 મતોથી આગળ
23-05-2019 09:17 AM – સવારે 9.17 વાગ્યા સુધીમાં ભાજપ 178 સીટો પર અને કોંગ્રેસ 54 સીટો પર આગળ
23-05-2019 09:15 AM – સાબરકાંઠામાં રાજેન્દ્રસિંહ રાઠોર 3140 મતોથી આગળ
23-05-2019 09:15 AM – જામનગરમાં પૂનમ માડમ 10962 મતોથી આગળ
23-05-2019 09:14 AM – દાહોદ બેઠક પર બાબુ કટારા 1974 મતોથી આગળ
23-05-2019 09:07 AM – ભોપાલ સીટ પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આગળ
23-05-2019 09:02 AM – અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસના ઉમેદવાર 4258 મતોથી આગળ
23-05-2019 09:01 AM – ભરૂચમાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ 1045 મતોથી આગળ
23-05-2019 08:56 AM – NDAએ 202 સીટ પર આગળ અને કોંગ્રેસ 60 સીટો પર આગળ
23-05-2019 08:55 AM – ગુના સીટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ
23-05-2019 08:55 AM – છોટા ઉદેપુરમાં ગીતાબેન રાઠવા 4384 મતોથી આગળ
23-05-2019 08:53 AM – દિલ્હીમાં ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર આગળ
23-05-2019 08:52 AM – રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર સોનિયા ગાંધી આગળ
23-05-2019 08:49 AM – અમરેલીથી પરેશ ધાનાણી પાછળ
23-05-2019 08:48 AM – અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ પાછળ અને સ્મૃતિ ઇરાની આગળ
23-05-2019 08:47 AM – બિહારના બેહુસરાયમાં કન્હૈયા કુમાર પાછળ
23-05-2019 08:46 AM – ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 9 અને કોંગ્રેસ 3 સીટ પર આગળ
23-05-2019 08:43 AM – ગાંધીનગર સીટથી ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહ 25000 વોટથી આગળ
23-05-2019 08:43 AM – ગુજરાતમાં ભાજપ 12 સીટો પર આગળ
23-05-2019 08:43 AM – ભાજપ 140 અને કોંગ્રેસ 38 સીટો પર આગળ
23-05-2019 08:41 AM – પશ્ચિમ બંગાળમાં શરૂઆતના ટ્રેન્ડમાં NDA આગળ
23-05-2019 08:41 AM – સુરત, ભરૂચ, બારડોલી, દાહોદમાં ભાજપ આગળ
23-05-2019 08:40 AM – વારાસણીમાં PM નરેન્દ્ર મોદી આગળ
23-05-2019 08:38 AM – ઉત્તર પ્રદેશમાં SP-BSP ગઠબંધન 7 સીટો પર સરસાઇ મેળવી
23-05-2019 08:37 AM – NDA 105 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે UPA 29 સીટો પર આગળ ચાલી રહી છે
23-05-2019 08:36 AM – આણંદ સીટ પર કોંગ્રેસ આગળ
23-05-2019 08:34 AM – દિલ્હી ભાજપે રિઝલ્ટ પહેલા જ 7 કિલો લાડૂની કેક ઓર્ડર કરી દીધી છે
23-05-2019 08:32 AM – અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી આગળ
23-05-2019 08:32 AM – ગાંધીનગર બેઠક પર અમિત શાહ આગળ
23-05-2019 08:31 AM – વડોદરાથી ભાજપના રંજન ભટ્ટ આગળ
23-05-2019 08:31 AM – નવસારી લોકસભા સીટ પરથી સી.આર.પાટીલ આગળ
23-05-2019 08:31 AM – રાજકોટથી મોહન કુંડારિયા આગળ
23-05-2019 08:29 AM – શરૂઆતના ટ્રેન્ડમાં NDA 47 સીટ પર આગળ અને UPA 9 સીટો પર આગળ, જ્યારે અપક્ષ 5 સીટ પર આગળ ચાલી રહ્યા છે
23-05-2019 08:25 AM – દિલ્હીના સીરી ફોર્ટ કોમ્પલેક્સમાં મતગણતરીના દૃશ્યો
23-05-2019 08:23 AM – પહેલીવાર એકસાથે પોસ્ટલ બેલેટ અને EVMમાં ગણતરી સાથે થઇ રહી છે
23-05-2019 08:23 AM – લોકસભાની 542 સીટ માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે
સુરત લોકસભા બેઠકમાં ૯ EVM ખોટકાતા વીવીપેટની સ્લિપની ગણતરી કરવામાં આવી
સુરત બેઠકની મતગણતરી દરમિયાન સાત વિધાનસભામાં ૯ EVM ખોટકાયા હતા. જેને કારણે વીવીપેટની સ્લીપથી વોટની ગણતરની કરવાની ફરજ પડી હતી. સુરત ઉત્તરમાં ૪, કતારગામમાં ૨ જ્યારે કરંજ, ઓલપાડ અને વરાછામાં એક એક EVM બગડયું હતું. ગણતરી વેળા ઇવીએમ ચાલુ કરાતા તેની ડિસ્પ્લે બંધ હતી. તેથી આવા ૯ ઇવીએમના વીવીપેટની સ્લીપ કાઢી વોટની ગણતરી કરી હતી.
સુરત બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા પૈકી સુરત ઉત્તર, કતારગામ, કરંજ, ઓલપાડ અને વરાછા બેઠકમાં મતગણતરી વેળા ઇવીએમ ખોટકાતા હતા. ભાજપ-કોંગ્રેસના એજન્ટની હાજરીમાં જ્યારે બોક્સમાંથી ઇવીએમ બહાર કાઢી ચાલું કરવાની કોશિશ કરાતા મશીન ચાલુ જ થયા ન હતા. અધિકારીઓએ ઇવીએમ ચાલુ કરવા પ્રયાસ કર્યા છતાં ઇવીએમ ઓપરેટ નહીં થતાં અંતે રિટર્નિંગ અધિકારીએ વીવીપેટની સ્લિપના વોટની ગણતરી કરી હતી. જે નંબરનું ઇવીએમ બગડયું હતું તેની સાથે એટેચ કરાયેલા વીવીપેટની સ્લિપની ગણતરી કરાતા મતદાનના આંકડાનો તાળો મળી ગયો હતો.
સુરતના કાપડ વેપારી પાસે નરેન્દ્ર મોદીના વિજય દિવસની ચલણી નોટનું કલેક્શન
ગુરુવારે લોકસભા ચૂંટણીનાં પરિણામો સાથે દેશભરમાં નરેન્દ્ર મોદીનો જયજયકાર થઇ ગયો હતો. બીજી બાજુ સુરતના કાપડ વેપારી અને ચાર દાયકાથી પોસ્ટલ સ્ટેમ્પ, નોટ અને સિક્કાના સગ્રહનો શોખ ધરાવતા અશોક ઢબુવાલાએ નરેન્દ્ર મોદીના વિજય દિવસની તારીખ ધરાવતી ચલણી નોટનું અનોખું કલેક્શન કર્યું છે. તેમને ૧૬-૦૫-૧૪ અને ૨૩-૦૫-૧૯વાળી ભારત દેશની ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ તથા હાલની નવી નોટ અલગ અલગ સિરીઝની રૂપિયા ૧૦ની નોટનો સગ્રહ કર્યો છે.
સુરતમાં ન્યૂ અડાજણ-પાલ રોડ પર હરિદ્વાર કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા અશોક ઢબુવાલા કાપડના વેપાર સાથે જોડાયેલા છે. તેમને વિદ્યાર્થીકાળથી જ અવનવી પોસ્ટલ સ્ટેમ્પનો સંગ્રહ કરવાનો શોખ હતો. ત્યાર બાદ તેઓને ઐતિહાસિક નંબરવાળી ચલણી નોટ અને ઐતિહાસિક ચલણી સિક્કાનો સગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો. ૧૯૬૫ની સાલથી તેઓ પોસ્ટલ સ્ટેમ્પ, ચલણી નોટ અને સિક્કાનો સગ્રહ કરી રહ્યા છે. તેમની પાસે ૭૮૬ નંબર ધરાવતી ૨૦૦ નોટ, વિવિધ નંબર સિરીઝવાળી નોટ, ગાંધીજીના જન્મ-મરણ તારીખ ધરાવતી નોટ, સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગસ્ટ સાથે જોડાયેલી નોટ, આઝાદી પહેલા અને પછીના સમયના સિક્કાઓનું મસમોટું કલેક્શન છે. તેમના આ સંગ્રહમાં ૧૬ મે-૨૦૧૪ના રોજ થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીની થયેલી જીત અને ગુરુવારે ૨૩ મે-૨૦૧૯ના રોજ થયેલી ભવ્ય જીતને સાંકળી લેતી નોટનો ઉમેરો થયો છે. તેમને બન્ને વિજય દિવસ તારીખ ધરાવતી ૫, ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની નોટનો સંગ્રહ કર્યો છે.
અમિત શાહ અને સી.જે.ચાવડા સિવાય તમામની ડિપોઝિટ પણ ગઈ
આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા સીટો પર ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે, જ્યારે કોંગ્રેસનો ફરીથી સફાયો થયો છે. ગુજરાતની તમામ 26એ 26 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. સાથે ફરી એક વખત કોંગ્રેસનો સફાયો થયો છે.
આજે તમને એક વાત જાણીને આંચકો લાગશે કે, ગુજરાતમાં કોંગ્રેસના સીજે ચાવડા સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ ગઇ છે. જ્યારે ત્રીજા નંબરે સૌથી વધુ નોટાને મત મળ્યા છે. લોકસભાની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ બેઠકોમાની એક ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જંગી બહુમતી સાથે વિજયી થયા છે. આ બેઠક પર કુલ 17 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા.
જેમાં ભાજપના પ્રતિસ્પર્થી કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા સિવાય તમામ ઉમેદવારોને ખુબ જ ઓછા મત મળતા તમામની ડિપોઝિટ જપ્ત થઈ જશે. સૌથી મહત્વની બાબત એ છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર ત્રીજા નંબરે નોટામાં મત પડ્યા હતા.
ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને 888210 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને 333642 મત મળ્યા છે. જ્યારે નોટામાં 13954 મત પડ્યા છે. તે સિવાયના તમામ 15 ઉમેદવારોને 7 હજાર કરતા પણ ઓછા મત મળ્યા છે. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર 687 મત મળ્યા છે.
આણંદમાં ચોંકાવનારી મતગણતરી, કોંગ્રેસ ઉમેદવારે ECને લખ્યો પત્ર
લોકસભાની ચૂંટણીનાં પિરણામો સામે આવી ગયા છે જેમા ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે. ત્યાં જ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની તમામે તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ આણંદમાં મતગણતરી અંગે કોંગ્રેસનાં ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ વાંધો ઉઠાવ્યો છે. ભરતસિંહનાં મતે મત ગણતરીમાં મોટો તફાવત સામે આવ્યો છે જે અંગે તેમણે ચૂંટણીપંચને પત્ર પણ લખ્યો છે.
આણંદનાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ ECને પત્ર લખ્યો છે જેમા તેમણે મતગણતરીમાં તફાવત હોવાની ચૂંટણી પંચને રજૂઆત કરી છે. 16 લાખ જેટલા મતદારોમાંથી 11 લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું પરંતુ મતગણતરી સમયે 12.50 લાખ જેટલા મત નીકળતા તેઓ દંગ રહી ગયા હતા અને મતગણતરીના પરિણામ મંજૂર ન હોવાની ભરતસિંહએ માંગ
કરી હતી.
આ વધારાનાં 1 લાખ 32 હજાર 122 મત ક્યાંથી આવ્યા તેનાં પર ભરતસિંહ સોલંકીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે મતગણતરીનાં પરિણામ મંજૂર નથી તેમ પણ જણાવ્યુ છે.
લોકસભા ચૂંટણીમાં રાજ્યનાં આ 5 ઉમેદવારોએ માર્યું મેદાન, મેળવી સૌથી વધુ લીડ
લોકસભાની ચૂંટણીનાં મોટા ભાગના પરિણામો આવી ગયા છે અને સ્પષ્ટ થઇ ગયું છે કે, કેન્દ્રમાં આગામી સરકાર મોદી સરકાર જ હશે. એનડીએને પૂર્ણ બહુમતી મળી ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે તે જાણવું પણ રસપ્રદ છે કે, ગુજરાતનાં ભાજપનાં ૨૬ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ કોને મેળવી છે. આ લિસ્ટમાં સૌ પ્રથમ નામ વડોદરાનાં ઉમેદવાર રંજનાબેન ભટ્ટનું આવે છે. જેમણે ૫,૮૪,૯૧૫ મતની લીડ મેળવી છે.
ગુજરાતમાં સૌથી વધુ લીડ ધરાવતી પાંચ બેઠકો
વડોદરા- આ બેઠક બર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ૫,૮૪,૯૧૫ મતની લીડ મળી હતી.
નવસારી- આ બેઠક પર ભાજપના ઉમેદવાર સી. આર. પાટિલને ૫,૪૮,૨૩૦ મતની લીડ મળી હતી.
ગાંધીનગર- આ બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહને ૫,૫૫૮૪૩ મતની લીડ મળી હતી.
અમદાવાદ -પૂર્વ – આ બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને ૪,૩૧,૩૩૯મતની લીડ મળી હતી.
છોટા ઉદેપુર- આ બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાને ૩,૭૭,૯૪૩મતની લીડ મળી હતી.
વડોદરા લોકસભાની બેઠકના રંજનબેન ભટ્ટે PM મોદીના વર્ષ 2014ના રેકોર્ડને કર્યો ધ્વસ્ત!!!
આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠક પર બીજેપીની જીત પાક્કી દેખાઈ રહી છે. ગુજરાતની તમામ 26એ 26 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. સાથે ફરી એક વખત કોંગ્રેસનો સફાયો થયો છે.
આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં બે ખાસ રેકોર્ડ જોવા મળ્યા હતા. ગાંધીનગર બેઠક પરથી 6 ટર્મથી જીતતા અડવાણીનો રેકોર્ડ આજે અમિત શાહે તોડ્યો હતો. અમિત શાહે આજે 5 લાખ 54 હજાર મતોથી લીડ કરી હતી, તો વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે નરેન્દ્ર મોદીના રેકોર્ડને તોડી નાખ્યો છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પર 5,70,128 મતથી જીત્યા હતા. જેની સામે આ વખતે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટની સરસાઇ 5,80,798 મતથી વધુ થઇ ગઇ છે.
નરેન્દ્ર મોદી 2014માં વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. અને તેઓ 5,70,128 મતથી જીત્યા હતા. ત્યારબાદ તેઓએ વડોદરા લોકસભા બેઠક છોડી દીધી હતી. અને પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 3,29,507 મતથી જીત્યા હતા. રંજનબેન ભટ્ટે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડવાની સાથે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ગુજરાતનાં આ શહેરમાં ભાજપની ભવ્ય જીત પર રિક્ષા ચાલકોને મળશે મફતમાં CNG ગેસ
લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળી ગયો છે એનડીએ 343 સીટ પર ચાલી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુશખુશાલ જણાઇ રહ્યા છે. બીજેપીના તમામ કાર્યકર્તાઓ હાલમાં પાર્ટીને મળેલા બહુમતને લઇ ઉજવણીઓ કરી રહ્યા છે. ત્યારે ભાજપની જીતના પગલે રાજકોટમાં રિક્ષા ચાલકોનો અનોખી ભેટ મળી ગઇ છે. રાજકોટ પેટ્રોલ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે કે પોતાના પંપ ઉપર CNG રીક્ષામાં મફત ગેસ પુરી આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ભાજપને મળેલ લોકસભામાં જ્વલંત સફળતા બાદ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ નિર્ણય લીધો છે કે, પોતાના પંપ પર સીએનજી રીક્ષામાં મફત ગેસ આપવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન અંતર્ગત ઓટો રીક્ષા ચાલકોને રીક્ષામાં ફૂટ ટાંકી ગેસ ભરી આપવાનો નિર્ણય કર્યો છે. રિક્ષાચાલકોને આ ગેસ રાત્રીના 8થી 11 વાગ્યા સુધી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાની જીત થઇ છે. મોહન કુંડારિયાએ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો.
ત્યાં જ રાજકોટમાં મોદી પ્રેમ નજરી આવી રહ્યો છે. એક યુવાને મોદી પ્રેમીએ વાળમાં મોદીજીનો ફેસ કટ કરાવ્યો છે.
દિલ્હીમાં બેઠાબેઠા PM મોદીએ ગુજરાતમાં સર્જ્યો ઇતિહાસ, આ બેઠક પર કરી કમાલ
સામાન્ય રીતે કોઇ લોકસભા સીટ પર વડાપ્રધાન કોઇ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરે છે તો સામાન્ય રીતે તેની જીત નક્કી માનવામાં આવે છે. પરંતુ જૂનાગઢ સીટ પર આવું કંઇ નથી. અહિંયા જ્યારે-જ્યારે કોઇ પીએમએ સ્થાનિક ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે તો તેને હારનો સામનો કરવો પડ્યો છે. જૂનાગઢથી કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઇ જોષીનું તો આ જ માનવું છે. તે કહે છે કે અહિંયા વિધાનસભા માટે પીએમ જ્યારે પણ પ્રચાર કરે છે તો ઉમેદવાર હારી જાય છે. તમને જણાવી દઇએ કે આ સીટ પર પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપા ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે રેલી કરી હતી.
આ સીટ પર આ વિરોધાભાસ 1970થી જ ચાલી આવેલ છે, જ્યારે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી હતાં. તેમણે પોતાની પાર્ટીના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને હારી ગયા હતાં. આ પછી 1989માં રાજીવ ગાંધી કોંગ્રેસ ઉમેદવાર મોહનભાઇ પટેલ માટે કેમ્પેઇન કરવા પહોંચ્યા તો તેમણે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે જનતા દળ ઉમેદવાર ગોવિંદભાઇ શેખડા મુકાબલામાં મજબૂત માનવામાં આવી રહ્યા હતાં.
ભીખાભાઇ કહેતા હતાં,’પીએમ નરેન્દ્ર મોદી 2017માં અહિંથી 6 વખત ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ માટે પ્રચાર કહેવા માટે પહોંચ્યા હતાં, પરંતુ મેં તેમને પરાસ્ત કરી દીધા.’ 10મું ધોરણ પાસ 72 વર્ષીય ભીખાભાઇનું કહેવું છે કે, આ વખતે પણ મોદીએ જૂનાગઢમાં રેલી કરી છે અને તેનો સીધો લાભ કોંગ્રેસ ઉમેદવાર પુંજા વંશને મળશે પરંતુ હાલમાં સામે આવી રહેલા આંકડાઓ અનુસાર રાજેશ ચુડાસમાની જીત નક્કી થઇ ગઇ છે આમ આ વખતે તમામ ભૂતકાળને પીએમ મોદીની રેલીએ ભૂસી નાંખ્યું છે અને આમ રાજેશ ચૂડાસમા જીતી ગયા છે.
વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી દેખાતા ગુજરાત કોંગ્રેસ ઓફિસમાં કાગળા ઉડ્યા
આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ છે. ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકોને લઇને મતગણતરીને લઈને તમામ અપડેટ્સ ધીરે-ધીરે સામે આવી રહ્યા છે. મતગણતરીના પરિણામો જેમ-જેમ સામે આવી રહ્યા છે તેમ ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો હોય તેવું સાફ જોવા મળી રહ્યું છે. હજૂ સુધી પણ કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીત તરફ પ્રયાણ કરી શક્યો નથી ત્યાં જ ગુજરાતમાં બીજેપીના 14 ઉમેદવારો સાફ રીતે જીતી ગયા છે. ગુજરાતમાં પણ 2014ની જેમ કોંગ્રેસના સૂપડાસાફ થઇ ગયા છે. વલણ સ્પષ્ટ થતાં જ ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે.
પરિણામો જેમ-જેમ સામે આવી રહ્યા છે તે જોતા ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ થઇ રહ્યાં છે. વલણ સ્પષ્ટ થતાં જ કોંગ્રેસની ઓફિસોમાં સન્નાટો છવાઇ ગયો, જ્યારે ભાજપની ઓફિસોમાં ઢોલ-નગારા સાથે ઉજવણીઓ થઇ રહી છે. ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયા સમક્ષ કઇ બોલવાનું ટાળી રહ્યાં છે.
ત્યાંજ અમદાવાદનાં એલિસબ્રિજ સ્મશાન ગૃહ સામે એવા બેનરો પણ લાગી ગયા છે કે, કોંગ્રેસ આવે છે. એટલે કે, લોકો એવું કહી રહ્યા છે કે, કોંગ્રેસ સ્મશાનમાં અંતિમ વિધિ માટે આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસે આ વખતની લોકસભામાં આશા સેવી હતી કે 26માંથી ઓછામાં ઓછી 10 સીટ મળશે, આ માટે તેઓએ ઉજવણીની તૈયારીઓ પણ કરી હતી, જો કે ગણિત ખોટું પડ્યું અને તેમની ઉજવણીની તૈયારી કામ નહીં આવી શકે.
CM વિજય રૂપાણીની ભવિષ્યવાણી સાચી ઠરી, ગુજરાતમાં ભગવો લહેરાયો
લોકસભા ચૂંટણીની મતગણતરી હાલમાં ચાલી રહી છે. ત્યાં જ ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના રૂઝાનો અનુસાર અનુમાન છે કે, કેન્દ્રમાં ભાજપ પોતાની સરકાર બનાવી શકે છે. એનડીએ 351નો આંકડાને વટાવી આગળ ચાલી રહી છે. અને ત્યાં જ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તમામે તમામ સીટો પર બીજેપી લીડ કરી રહી છે અને મોટા ભાગની સીટો પર બીજેપીનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિણામના રુઝાન પ્રત્યે ખુશી વ્યક્ત કરી છે.
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
ગુજરાતનાં પરિણામો જોઇ વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરતા ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને તેમણે કહ્યું કે, ભાજપ વિજયી ભવ: આ જીત દેશવાસીઓની જીત છે. ભાજપની જીતથી વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. જનતાએ એક વખત ફરી પ્રધાનમંત્રી મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. ભાજપનો વોટ શેર 50 ટકા વધ્યો છે. ચાર પાંચ રાજ્યોમાં ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અમે સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવીશું.
ગુજરાતની તમામ 4 વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો, કોંગ્રેસના સૂપડા સાફ
આજે દેશમાં લોકશાહીના પૂર્વનો ખાસ દિવસ છે. લોકસભાની 542 બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે, હાલ મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 4 વિધાનસભાની બેઠકોમાં ભાજપ આગળ છે.
ગુજરાતની તમામ 26 સીટો પરથી પળેપળની અપડેટ
જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસના જયંતી સભાયાની થઈ હાર
જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં રાઘવજી પટેલની થઈ જીત
ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દિનેશભાઈ પટેલ હાર્યા
ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપના પરસોતમભાઇ સાબરીયાની થઈ જીત
ગુજરાતમાં 4 વિધાનસભાની બેઠકોમાં ભાજપ આગળ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જ ચાર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતની ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પર 23મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
1) જામનગર ગ્રામ્ય : આ બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર છે.
2) ધ્રાંગધ્રા : આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
3) માણાવદર : ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કોંગ્રેસે આ બેઠક પર તેમની સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા.
4) ઊંઝા :કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી.
અમેરિકામાં મોદી ફિવર: BJPની વિજયની આશમાં ગ્રાહકોને મફત મેથીના ગોટા અને પાણી પુરીની ઓફર
વતનથી દૂર રહેતા ભારતીયોમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો જાણવા માટે ઉત્કંઠા છે. ભારતમાં આજે પરિણામો આવવાની શરૂઆત થશે ત્યારે અમેરિકામાં રાત હોવાથી ઇલેક્શન કાઉન્ટિંગ નાઇટનાં આયોજન થયાં છે. અમેરિકાના ઘણાં શહેરોમાં અનેક સ્થળે થિયેટરોમાં મોટા સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ માટે સોશિયલ મીડિયામાં આમંત્રણ આપવામાં આવ્યાં છે જેના માટે જજમેન્ટ ડે એવું કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. શહેરના વુડબરી થિયેટરમાં આજે રાતે ૯.૩૦ વાગ્યાથી આવતીકાલે સવારે પાંચ વાગ્યા સુધી ચૂંટણીના પરિણામો જોવા માટે ભારતીયો મોટી સંખ્યામાં એકઠા થવાના છે. ઔઇલેક્શન કાઉન્ટિંગ નાઇટમાં એકઠા થનારા લોકોને મોદી ટી શર્ટમાં આવવા હાકલ કરાઈ છે.
ન્યૂ જર્સીના એડિસનમાં એનઆરઆઈ ફોર મોદી દ્વારા ટીવી એશિયાએ બિગ સ્ક્રીનની વ્યવસ્થા કરી છે. નમો અગેન-ઈન્ડિયા વિક્ટરી સેલિબ્રેશન દ્વારા ન્યૂ જર્સીના રોયલ અલ્બર્ટ પેલેસમાં વિક્ટરી નાઇટનું આયોજન થયું છે. હ્યુસ્ટન શહેરમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપ દ્વારા સનાતન શિવશક્તિ મંદિરમાં બિગ સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદીની જીતની ખુશાલીમાં મફત મેથીના ગોટા અને પાણી પૂરીની ઓફરો પણ કરવામા આવી છે. ન્યૂ જર્સીની બોમ્બે સ્પાઇસ-૨ રેસ્ટોરાં ગુરુવારે બપોરે ૧૨.૩૦થી રાતે ૮.૩૦ સુધી ગ્રાહકોને મફતમાં મેથીના ગોટા આપશે, જ્યારે ચોપાટી રેસ્ટોરાં ગુરુવારે સાંજે ૬થી ૯ વચ્ચે મફતમાં પાણી પૂરી ખવડાવશે.
ગુજરાતમાં કોંગ્રેસને જો 4થી ઓછી બેઠક મળે તો પ્રદેશ નેતૃત્વમાં કરાશે ધમખમ ફેરફાર
ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો ઉપરનું પરિણામ ૨૩મી મે ના ગુરુવારે આવશે. ગુજરાતમાં જો કોંગ્રેસ ચારથી ઓછી બેઠકો મેળવશે તો પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી માથે માછલા ધોવાશે તે નક્કી છે.
એટલું જ નહિ પરંતુ પ્રદેશ કોંગ્રેસનું સુકાન બદલાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અલબત્ત, જો ચાર કે તેથી વધુ બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળે તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તેમની ટીમને જીવતદાન મળશે તેમ મનાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે યુવા નેતાગીરીને પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપી હતી. જોકે જૂથવાદ તો જે હતો તેના કરતાં વધુ વકર્યો છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસથી છેડો ફાડયો અને ભાજપમાં ભળી ગયા હતા.
કોંગ્રેસની નેતાગીરી તેમના સભ્યોને મનાવવામાં નાકામ રહી હતી. પ્રદેશની નેતાગીરીની આ ભૂલોને હાઈકમાન્ડે ગંભીરતાથી લીધી છે, જોકે આ સ્થિતિ વચ્ચે પણ જો ગુજરાતમાં કોંગ્રેસને ચાર કે તેથી વધુ લોકસભા બેઠકો મળે તો પ્રદેશ પ્રમુખને જીવતદાન મળશે, વિધાનસભા વિપક્ષ નેતાનું પણ આ જ તર્જ ઉપર ભાવિ ઘડાશે.
ઢીલાઢફ કાર્યકરોને રાહુલનો સંદેશ : ડરવાની જરૂર નથી
એક્ઝિટ પોલના તારણો બાદ કોંગ્રેસના કાર્યકરો ઢીલાઢફ થયા છે ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નામે તમામ કાર્યકરો-આગેવાનોને સંદેશો પાઠવ્યો છે કે, ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહો.
મોદીએ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો
– ભાજપના તમામ નેતાઓને પણ ચોકીદાર શબ્દ હટાવવા માટેની અપીલ કરી
લોકસભાની ચૂંટણીમાં પોતાના દમ પર ભાજપને ભવ્ય વિજય અપાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નામની આગળ મુકેલુ ચોકીદાર શબ્દને હટાવી લીધો છે. વડાપ્રધાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ચોકીદાર શબ્દને દુર કરાયો છે. એટલું જ નહી વડાપ્રધાને ભાજપના જે કોઇ નાના મોટા નેતાઓ કે મંત્રીઓએ પોતાના નામની આગળ ચોકીદાર લખ્યું હતું તેઓને પણ તેને હટાવી લે તેવી અપીલ કરી છે. મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ પ્રકારનો મેસેજ આપ્યો છે. મોદીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, ચોકીદાર શબ્દ ભલે હટાવી દેવાયો પરંતુ મારા દિલમાં ચોકીદાર શબ્દની ભાવના અને લાગણી રહેશે.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં વિવિધ જાહેર સભામાં કોંગ્રેસના પ્રસિડેન્ટ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. રાફેલ ફાઇટર જેટ વિમાનોની ખરીદીમાં મોદીએ મોટો ભ્રષ્ટાચાર કરીને પોતાના મિત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપી દીધાનો આક્ષેપ રાહુલ ગાંધીએ અનેક વખત કર્યો હતો ત્યારબાદ રાહુલે મોદીને ‘ચોર’નું બિરુદ આપ્યું હતું, કારણ કે વડાપ્રધાન મોદીએ અનેક વખત જાહેરમાં કહ્યુ હતુ કે હું આ દેશનો ચોકીદાર છું અને દેશની તિજોરી પર કોઇનો પંજો પડવા દઇશ નહી.
મોદી અને અમિત શાહ દ્વારા ગાંધી પરિવાર પર વારંવાર આકરા પ્રહારો કરાતા હતા જેને પગલે રાહુલ ગાંધીએ રાફેલ કૌભાંડનો હવાલો આપી ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો. જેની સામે વડાપ્રધાન મોદીએ પણ વળતો પ્રહાર કરી મૈં ભી ચોકીદાર એ પ્રકારનું સુત્ર આપ્યું હતું. એટલું જ નહી મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી નાખ્યો હતો. જેને પગલે અમિત શાહ અરૂણ જેટલી, રાજનાથ સિંહ ,સુષ્મા સ્વરાજ જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિતના અનેક મંત્રી તથા ભાજપના આગેવાનોએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો પરંતુ હવે ચૂંટણી સંપન્ન થતા ખુદ મોદીએ જ પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દને હટાવી લીધો છે. મોદીની અપીલને પગલે ભાજપના મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દને હટાવવાનું શરૂ કરી દીધું છે.
અમિત શાહને નાયબ વડાપ્રધાન પદ અપાશે કે પછી ગૃહ કે સંરક્ષણ મંત્રી બનાવાશે?
– પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા બાદ હવે તેઓ રાજ્યસભામાંથી રાજીનામું આપશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 5 લાખ મતની વધુ સરસાઇથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીતી જવાનું નિશ્ચિત થઇ ગયું છે. તેઓ હાલમાં રાજ્યસભાના ગુજરાતના સાંસદ છે. લોકસભા બેઠક પરથી તેઓ પ્રથમ વખત ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહને કેન્દ્રમાં ખુબ જ મોટું પદ અપાશે. દિલ્હીના સુત્રો જણાવે છે કે, અમિત શાહનું કદ જે રીતે વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને નાયબ વડાપ્રધાન પદ ઊભુ કરીને અમિત શાહને તેના પર બેસાડવામાં આવે તેવી શક્યતા છે. જો તેમને નાયબ વડાપ્રધાન નહી બનાવાય તો પછી કેબિનેટ મંત્રી પદ અપાશે જેમાં તેઓને મહત્વનું તેવું ગૃહખાતું અથવા તો ડિફેન્સનું ખાતુ અપાશે.
અમિત શાહને 2014ની ચૂંટણી પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. તેઓએ રાજનાથ સિંહનો બાકી રહેલો કાર્યકાળપૂર્ણ કર્યો હતો ત્યાર બાદ સંપૂર્ણ અધ્યક્ષ પદનો બે વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ તેઓએ બે વખત પુરો કર્યો છે. જેમાં તેઓએ 2014ની ચૂંટણીમાં રણનિતી ઘડીને ઉત્તરપ્રદેશમાં 80 માંથી 73 બેઠકો ભાજપને જીતાડી આપી હતી ત્યાર બાદ પણ અનેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. તેમનો બીજી વખતનો અધ્યક્ષ પદનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. પરંતુ ભાજપ હાઇકમાન્ડે તેમની તાકાતનો ઉપયોગ કરવા માટે અમિત શાહને લોકસભાની ચૂંટણી સુધી અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળી રાખવાનું કહ્યું હતું.
અમિત ભાઇ શાહ હવે લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભાના સાંસદ પદેથી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ આગામી સમયમાં રાજીનામું આપી દેશે તેમજ વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા દિલ્હીમાં તેમની સાથે જ રહેશે.
લોકસભાની ચૂંટણી માં જીતને પગલે અમદાવાદમાં ‘‘જન અભિવાદન સભા’’
લોકસભાના ચૂંટણીમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપાના લોકસભાના ઉમેદવારોનો ભવ્ય વિજય થયેલ છે. લોકસભા ચૂંટણી 2019ના પરિણામો એ લોકશાહીનો વિજય, જનતાજનાર્દનનો વિજય છે. નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ, કર્તૃત્વ, નેતૃત્વની જીત છે. અમિત શાહની કુશળ સંગઠન શક્તિ અને ચૂંટણી વ્યુહ રચનાની જીત છે. કાર્યકર્તાઓના પરિશ્રમની જીત છે.
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોમાં વિજય થયો છે તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપા વિજયી થયેલ છે ત્યારે જનતાને વંદન-અભિનંદન-ધન્યવાદ માટે અભિવાદન સભા આજે ત સાંજે 7 કલાકે નિગમ બસસ્ટેન્ડ, નિગમ સોસાયટી પાસે, સ્મૃતિ મંદિર પાસે, ઘોડાસર, અમદાવાદ ખાતે યોજાઇ હતી. આ સભાને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણી સંબોધશે. તેમજ અમદાવાદ પશ્ચિમ-પૂર્વ લોકસભાના ભાજપાના ઉમેદવારો સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાની તથા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બદલ મતદારોનો આભાર માનતા મુખ્યમંત્રી
– આ જીત દરેક ભારતવાસીની જીત છે આજે સમગ્ર દેશમાં મોદી લહેર છે. નરેન્દ્રભાઈ ફક્ત ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ચૂક્યા છે: વિજય રૂપાણી
આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધન કરતા આજે જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દેશના ચોકીદાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાદી રાજનીતિ, ઈમાનદારી, મજબૂત નિર્ણાયકશક્તિ અને રાષ્ટ્રવાદી રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કરીને દેશની જનતાએ સતત બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય અપાવ્યો છે.
રૂપાણીએ જણાવ્યું કે, આ જીત દરેક ભારતવાસીની જીત છે આજે સમગ્ર દેશમાં મોદી લહેર છે. હવે આપણા નરેન્દ્રભાઈ ફક્ત ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ચૂક્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યપધ્ધતિ પર કોઈ શંકા કરી શકે તેમ નથી. આ ચૂંટણીમાં મોદી જનતાનો ભરોસો બની ચૂક્યા છે જેના અનુસંધાને વર્તમાન પરિણામો લોકમન અને લોકમતનું સ્પષ્ટ પ્રતિબિંબ દર્શાવે છે. આગામી પાંચ વર્ષમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરશે અને જનતાના સપના સાકાર થશે. જનતાને પ્રધાનમંત્રીના નેતૃત્વ અને સરકારની નીતિઓ પર ભરોસો છે તે આજના પરિણામો પરથી સિધ્ધ થયુ છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અભૂતપૂર્વ સંગઠનશક્તિ વિશે વાત કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ શાહના યશસ્વી નેતૃત્વ, કુશળ સંગઠનશક્તિ અને ચાણક્યનીતિએ દેશભરના ભાજપાના કરોડો કાર્યકર્તાઓને પ્રેરણા પુરી પાડી છે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની દેન છે કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં ભાજપાએ આજે શાનદાર પ્રદર્શન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રહિતમાં પોતાના જીવ ગુમાવનાર 80 થી વધુ કાર્યકર્તાઓના બલિદાનને યાદ કરી મુખ્યમંત્રીશ્રીએ તેમને નમન કર્યું હતું. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર તેમજ ચાર વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપાને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા બદલ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાજનાર્દન અને ભાજપા ગુજરાતના નેતૃત્વ તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિશ્વના અનેક દેશોના વડાઓએ PM મોદીને શુભેચ્છા આપી
સાત તબક્કાની મેરેથોન લોકસભા ચૂંટણીના પરીણામો પર દુનિયાની નજર હતી. ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકસભા ચૂંટણીની મત ગણતરીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને સાથી પક્ષોને ભવ્ય સફળતા મળતા વિશ્વના અનેક દેશોના વડાઓએ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી રહયા છે.
ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ મોદીને શુભેચ્છા આપતા સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ, જાપાનના વડા પ્રધાન શિંઝો આબે, શ્રીલંકાના પીએમ રનિલ વિક્રમસિંઘ, રશિયાના પ્રેસિડેન્ટ વ્લામાદિર પુતિન, નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુક, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ PM મોદીને જીત બદલ શુભેચ્છા આપી છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ફ્રેન્ચના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, માલદિવ્સના પ્રમુખ, મોરિશિયસના પીએમએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. યુ.કેના સંસદ સભ્ય બોરિસ જ્હોન્સને PM મોદીને અભિનંદન પાઠવતા નવા ભારતની આશાવાદી દ્રષ્ટિ માટે મજબૂત સમર્થન આપ્યુ તેમજ આગામી વર્ષોમાં યુકે-ઇન્ડિયા વચ્ચે સારા સંબંધો રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં ગયેલા ચારેય ફરીથી જીતી ગયા
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાત કોંગ્રેસમાં તોડફોડ કરી હતી તેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો. આ ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામા આપી દીધા હતા ત્યાર બાદ ચારેય નેતાઓ ભાજપમાં જોડાય ગયા હતા. તેમના રાજીનામાને પગલે ચાર બેઠક ખાલી પડી હતી. ચૂંટણીપંચે લોકસભાની સાથે આ ચારેય વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજી દીધી હતી.
આજે લોકસભાની સાથે જ પેટાચૂંટણીની મતગણતરી પણ હાથ ધરાઇ હતી જેમા ભાજપના ચારેય ઉમેદવારો વિજય થયો છે. જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના રાઘવજી પટેલને સૌથી વધુ 88254 મત મળ્યા હતા. તેમજ તેમનો 33022 મતની સરસાઇથી વિજય થયો હતો. આ જ રીતે ધ્રાંગધ્રા બેઠક પરથી પરશોત્તમ સાબરિયાને 43679 મત મળ્યા હતા તેમનો 11371 મતથી વિજય થયો હતો.
જ્યારે માણાવદર બેઠક પરથી જવાહર ચાવડાને 54109 મત મળ્યા હતા. તેમનો પાતળી સરસાઇથી 6432 મતથી વિજય થયો હતો. મહેસાણા નજીક આવેલા ઊંઝા વિધાનસભા બેઠક સૌથી વધુ ચર્ચસ્પદ બની હતી. ભાજપે કોંગ્રેસના બળવાખોર ડૉ. આશા પટેલને ટીકિટ આપી હતી. જેની સામે ઉ.ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા નારણ કાકાએ ભારે વિરોધ કર્યો હતો તેમજ ભાજપના નેતાઓને ચિમકી પણ આપી હતી કે, આશા બહેનને ટીકિટ અપાશે તો તેમને હરાવાશે. આમ છતા હાઇકમાન્ડે ડૉ. આશા બહેનને જ ટીકિટ આપી હતી.
આથી એવી ભીતી હતી કે ઊંજા બેઠક ભાજપની સૌથી નબળી બેઠક છે આ બેઠક ભાજપ હારી શકે છે. આ જ રીતે માણાવદરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા જવાહર ચાવડા સામે પણ કોંગ્રેસ સાથે બેવફાઇ કરવા બદલ ભારે આક્રોશ હતો. આ બેઠક પણ ભાજપ માટે જોખમી હતી. આમ છતાં મોદી મેજીકમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં ચારેય બેઠકો કબ્જે કરી છે.
ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત
– સુરત અને નવસારી બેઠક પરથી પણ પાંચ લાખથી વધુ માર્જીનથી અને વડોદરા બેઠક પર પોણા પાંચ લાખની સરસાઇથી જીત
– તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી માર્જિનથી જીત્યા છે
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે. આશ્ચર્યની વાતએ છે કે 2014ની ચૂંટણી કરતા પણ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વધુ માર્જિનથી જીત્યા છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને સૌથી વધુ 888210 મત મળ્યા છે. તેમજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 554568 મતોના માર્જિનથી જીત હાંસલ કરી છે ત્યારબાદ સુરત અને નવસારીના ઉમેદવારોએ પણ પાંચ લાખથી લઇ સાડા પાંચ લાખ મતોની સરસાઇથી જીત મેળવી છે.
વડોદરા બેઠક ભાજપે પોણા પાંચ લાખની સરસાઇથી જીતી છે ત્યારે વલસાડ, ભરૂચ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ પશ્ચિમ અને બનાસકાંઠાની બેઠક ત્રણ લાખથી વધુ સરસાઇથી જીત મેળવી છે. ઉપરાંત બે લાખથી વધુની સરસાઇથી જીત મળી હોય તેવી બેઠકોમાં કચ્છ, સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, પોરબંદર, જામનગર, ખેડા, પંચમહાલ અને બારડોલીનો સમાવેશ થાય છે.
આ સિવાયની તમામ બેઠકો ભાજપે એક લાખથી વધુની સરસાઇથી જીતી લીધી છે. આ બેઠકોમાં પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, આણંદ, દાહોદનો સમાવેશ થાય છે. આમ ભાજપે ગુજરાત લોકસભાની ચૂંટણીના તમામ રોકોર્ડ તોડી દીધા છે. તમામ ઉમેદવારો એક લાખથી લઇને સાડા પાંચ લાખના મતની સરસાઇથી જીત્યા છે. સીધી રીતે કહીએ તો કોંગ્રેસના સુપડાં ભાજપે સાફ કરી દીધાં છે. કોંગ્રેસની આટલી ખરાબ હાલત થશે તેવી કલ્પના ભાજપના ટોચના નેતાઓએ કરી નહોતી.
આશ્ચર્યની વાતએ છે કે, કોંગ્રેસને જે બેઠકો જીતવાનો વિશ્વાસ હતો તેવી પાટણ, આણંદ, છોટા ઉદેપુર તથા અમરેલી અને સુરેન્દ્રનગરની બેઠક પણ કોંગ્રેસે મોટા માર્જિનથી ગુમાવી છે. જે સૌ કોઇ માટે આંચકાજનક છે.
ભારે ઉથલપાથલના અંતે સેન્સેક્સમાં 299 પોઈન્ટનું ગાબડુ
– ઈન્ટ્રાડે સેન્સેક્સે 40000, નિફ્ટીએ 12000ની સપાટી કુદાવી હતી
– કામકાજના અંતે સેન્સેક્સ 298.82 ઘટીને 38,811,39ની સપાટીએ બંધ
ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે આજે શેરબજારમાં પણ ભારે વોલેટાલિટી જોવા મળી હતી. આજે સવારે NDAને બહુમતી મળશે તેવુ ચિત્ર ઉપજતા કામકાજના પ્રારંભિક તબક્કામાં BSE સેન્સેક્સ ઓલટાઈમ હાઈ એવી 40000 અને NSEનો નિફ્ટી પણ વિક્રમી 12000ની સપાટી કૂદાવી ગયો હતો પરંતુ કામકાજના મધ્ય ભાગ બાદ ઉંચા મથાળે નફારૂપી વેચવાલી તેમજ યુરોપીયન બજારોમાં નરમાઈનો ટ્રેન્ડ ઉદ્ભવતા કામકાજના પ્રારંભિક તબક્કામાં નોંધાયેલો તમામ સુધારો ભૂસાઈ જવા સાથે કામકાજના અંતે સેન્સેક્સમાં 299 પોઈન્ટનું ગાબડુ નોંધાયુ હતુ.
NDAને બહુમતી મળશે તેવુ ચિત્ર ઉપજતા કામકાજના પ્રારંભિક તબક્કામાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 900થી પણ વધુ પોઈન્ટ ઉછળીને ઓલટાઈમ હાઈ એવી 40000 ની સપાટી કુદાવી. 40,124.96 પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 12041.15ની સપાટી પહોંચ્યો હતો. જોકે કામકાજના મધ્ય ભાગ બાદ ઉંચા મથાળે વેચવાલીનું ભારે દબાણ આવતા બજારની તેજીની ચાલ રૂંધાઈ હતી. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે યુરોપના બજારો પણ તૂટતા તેની પણ શેરબજાર ઉપર અસર જોવા મળી હતી.
આ અહેવાલો પાછળ સેન્સેક્સ ઝડપથી તેની ઓલટાઈમ હાઈ સપાટી ગુમાવીને ઈન્ટ્રાડે 38,651.61 ના તળિયે પટકાયો હતો. બીજી તરફ નિફ્ટી પણ તેની ટોચની સપાટીથી 11614.50ની સપાટીએ ઉતરી આવ્યો હતો.
કામકાજના અંતે સેન્સેક્સ 298.82 પોઈન્ટ ઘટીને 38,811.39 ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 80.85 ઘટીને 11657.05ની સપાટીએ બંધ રહ્યો હતો.
આણંદ બેઠક પર 1.32 લાખ મતનો તફાવત આવ્યો
– કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનો વાંધો જણાવ્યો
મધ્ય ગુજરાતમાં આવેલી આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે પરંતુ તેઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ એવી ફરિયાદ સાથેની રજુઆત કરી છે કે, મતગણતરીમાં 132,122 મતનો તફાવત દેખાય છે. આણંદની બેઠક પર 1105587 લોકોએ મતદાન કર્યું હતું. પરંતુ મતદાન કરતા વધારે મત એટલે કે 1237790નો આંકડો ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ પર બતાવવામાં આવ્યો છે. આમ આટલી મોટી સંખ્યામાં મતદાનનો તફાવત હોય આણંદ બેઠકનું પરિણામ જાહેર નહી કરવા માંગણી કરી છે. આમ છતાં જો પરિણામ જાહેર કરવામાં આવશે તો તેઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે.
બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સમગ્ર બાબતને ટેક્નિકલી ખામીને કારણે આંકડામાં ગડબડ થઇ હોવાનું કબૂલ્યું છે અને તે ભૂલ સુધારી લીધી હોવાનો દાવો કરાયો છે. તેમજ તેવી સ્પષ્ટતા પણ કરી છે કે, ભાજપના ઉમેદવારને 629543 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર 431895 મત મળ્યા હતા. ટેક્નિકલી ભૂલ થઇ હોવા છતાં હાર-જીતના પરિણામ પર તેની કોઇ અસર થઇ નથી તેવો બચાવ અધિકારીઓ કરી રહ્યાં છે.
મતદારોના મનની વાત જાણવામાં કોંગ્રેસના તમામ નેતાઓ કેમ નિષ્ફળ રહ્યાં?
– માત્ર મોદી અને ભાજપની જ ટીકાઓ કરવાનું મોંઘુ પડ્યું: પાંચ વર્ષ સુધી લોકો સાથે સીધો સંપર્ક નહોતો રાખ્યો
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતાઓએ વિવિધ રેલી અને જાહેર સભાઓમાં મોટે ભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહની જ ટીકા કરી હતી તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પણ જોરશોરથી વિરોધ કર્યો હતો. નોટબંધી અને GSTના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. બેરોજગારી ભ્રષ્ટાચાર અને ખેડુતો તથા મહિલાઓની સમસ્યા અને મોંઘવારીને લઇને સરકાને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના નેતાઓને એવું હતું કે, વર્તમાન શાસકોની નબળાઇ દેખાડવાથી મતદારો ભાજપથી વિમુખ થઇ જશે અને કોંગ્રેસને મત આપશે.
કોંગ્રેસના મોટા ભાગના નેતાઓએ એવી બડાશો હાંકી હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો મળશે પરંતુ કમનસીબે કોંગ્રેસનું ખાતુ પણ ખુલી શક્યું નથી. કેન્દ્રમાં મોદી સરકારની કામગીરી સરેરાશ રહી છે. નોટબંધી અને GSTને કારણે તેની વિપરિત અસર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર થઇ છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ આ વાસ્તવિક્તા લોકોને સમજાવી શક્યા નથી. લોકોની ખરેખર શું સમસ્ય છે. નાગરિકો શું ઇચ્છે છે વગેરે જેવી બાબતોથી કોંગ્રેસી નેતાઓ અજાણ રહ્યાં હતા.
ટૂંકમાં કોંગ્રેસના નાના મોટા નેતાઓ મતદારોના મનની વાત જાણવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. ઉપરાંત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ લોકો સાથે સીધો સંપર્ક પણ રાખ્યો નથી. બીજી બાજુ કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતાઓને સંગઠનની તેમજ ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી હતી પરંતુ યુવા નેતાઓ અંદરો અંદર ઝઘડતા રહ્યાં હતા. જેને લીધે પણ તેઓ વર્તમાન સમયમાં નાગરિકોની સમસ્યા યોગ્ય રીતે સમજી શક્યા નથી. જેને લઇને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં ફરીથી મોટો ફટકો પડ્યો છે.
મધ્ય ગુજરાત લોકસભા ઇલેક્શન અપડેટ, વડોદરા સહિત મધ્ય ગુજરાતની પાંચેય બેઠક પર ભાજપની લીડ
બપોરે 2.00 વાગ્યા સુધીમાં વડોદરા માં રંજનબેન 3,06,874, છોટાઉદેપુરમાં ગીતા રાઠવા 3,30,000, દાહોદમાં જશવંત ભાભોર 52,856, ભરૃચમાં મનસુખ વસાવા 2,24,863 અને પંચમહાલમાં રતનસિંહ રાઠોડ 1,01,036 મતોથી આગળ
વડોદરા લોકસભા બેઠકની મતગણતરી આજે સવારે ઉત્તેજનાત્મક મહોલ વચ્ચે શરૃ થઇ હતી. શરૃઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરીની સાથે ઇવીએમના મોત ગણવાનું શરૃ થયું હતું અને ભાજપાના રંજનબેન ભટ્ટ શરૃઆતથી જ સરસાઇ મેળવીને આગળ ધપી રહ્યા છે. બપોરે 2.00 વાગ્યા સુધીમાં
વડોદરામાં 6,06,821 મતોની ગણતરી થઇ છે જેમાંથી ભાજપાના રંજનબેન ભટ્ટને 4,46,116 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,39,242 મતો મળ્યા છે આમ રંજનબેન3,06,874 મતોથી આગળ ચાલી રહ્યા છે.
બીજી તરફ છોટાઉદેપુર બેઠક પર ભાજપાના ઉમેદવાર ગીતા રાઠવા, કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવા સામે 3,30,000ની જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે અહી કોંગ્રેસે હાર સ્વિકારી લીધી છે.
દાહોદમાં પહેલા રાઉન્ડ અંતે કોંગ્રેસના બાબુ કટારા ૨,૫૫૮ મતોથી આગળ ચાલી રહ્યા હતા જો કે બીજા રાઉન્ડના બાદ ભાજપાના ઉમેદવાર જશવંત ભાભોર સતત આગળ વધી રહ્યા છે અને બપોરે 2.00 વાગ્યા સુધીમાં તેઓ 52,856 મતથી આગળ હતા.
તો ભરૃચ બેઠક પર મતગણતરીની શરૃઆતથી જ ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે બપોરે 2.00 વાગ્યા સુધીમાં મનસુખ વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણને પાછળ પાડીને 2,24,863 મતોથી આગળ ચાલી રહ્યા છે અહી પણ કોંગ્રેસના શેરખાન પઠાણે પોતાની હાર સ્વિકારી લીધી છે.
ભાજપના ચાર MLA ચૂંટણી જીતતા હવે ચાર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે
– ખેરાલું, અમરાઇવાડી, થરાદ અને લુણાવાડાની બેઠક માટે લોબિંગ પણ શરૂ થઇ ગયું
લોકસભાની ચૂંટણીના મેદાનમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના સિટિંગ ધારાસભ્યો મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો ચૂંટણી હારી ગયા છે પરંતુ ભાજપે ઉતારેલા ચારેય ધારાસભ્યો ચૂંટણી જીતી ગયી છે. નિયમ મુજબ સાંસદ તરીકે ચૂંટાયા પછી બંન્ન પદ સાથે રાખી શકાતા નથી. એટલે સ્વભાવિક રીતે આ ચારેય ધારાસભ્યો રાજીનામાં આપી દેશે. જેમાં ઉત્તર ગુજરાતની થરાદ બેઠક પરથી પરબત પટેલ, ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અને લુણાવાડાના ધારાસભ્ય રતન સિંહ રાઠોડનો સમાવેશ થાય છે. ભાજપના આ ચારેય ધારાસભ્યો હવે સાંસદ બની ગયા છે. આથી હવે આ ચારેય બેઠકો ખાલી પડવાની છે.
આગામી 6 મહીનામાં ખાલી પડેલી આ ચાર બેઠકો ભરવા માટે પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણી લડવા માટે અત્યારથી જ ભાજપના આગેવાનો અને નેતાઓએ ઉમેદવારોની પસંદગી માટેનું લોબિંગ શરૂ કરી દીધું છે. અત્રે નોંધનીય છે કે, આ ચૂંટણીમાં પરબત પટેલ એક એવા ઉમેદવાર હતા કે જેઓ સાંસદ તરીકે પોતે જીતી જાય તેવું ઇચ્છતા નહોતા. કારણ કે, સાંસદ બનીને તેમણે દિલ્હી જવું પડે અને તેના માટે તેઓએ મંત્રી પદ છોડવું પડે. પરબત પટેલને આ વાત પસંદ નહોતી. આથી તેઓએ ચૂંટણી જીતવા માટે પણ ખાસ કોઇ મહેનત કરી નથી.
બીજી બાજુ સરકારમા પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઇચ્છા પરબત પટેલને કોઇ પણ ભોગે ચૂંટણી જીતાડવાની હતી કારણ કે, 2017માં તેઓ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હારી ગયા હતા. આથી તેઓ કોઇ પણ હિસાબે ધારસભ્ય પદે ચૂંટાઇને રૂપાણી મંત્રી મંડળમાં એન્ટ્રી કરવા માંગે છે. પરબત પટેલ જીતી જાય તે માટે શંકર ચૌધરીએ તનતોડ મહેનત કરી હતી. આથી પરબત પટેલની ખાલી પડનારી થરાદ બેઠક પર હવે શંકર ચૌધરીની નજર છે.
બીજી બાજુ અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને પણ કહ્યાગરા નેતા માનવામાં આવે છે. લોકસભામાં તેમને ટીકિટ મળશે તેવી તેઓએ કલ્પના પણ કરી નહોતી પરંતુ હાઇકમાન્ડનો આદેશ થતાં તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડીને સરળતાથી જીતી ગયા છે. આથી અમરાઇવાડીની ખાલી પડનારી બેઠક પર તેઓ પોતાના વિશ્વાસું વ્યક્તિને મુકવા માંગે છે પરંતુ આ બેઠક પર પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, કમલેશ પટેલ, ભૂતપૂર્વ નાયબ મેયર રમેશ દેસાઇ અથવા તો આ વિસ્તારના કોઇ સ્થાનિક અને સારી ઇમેજ ધરાવતા યુવાનને ટીકિટ મળે તેવી શક્યતા છે.
જ્યારે ભુતકાળમાં બે વખત ભાજપની સીટ પરથી ચૂંટણી હારી ગયેલા સ્થાનિક નેતા જયપ્રકાશ પટેલને લુણાવાડા બેઠક પરથી ટીકીટ મળી શકે છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આ ચારેય બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગીમાં મુખ્યમંત્રી રૂપાણી હવે મહત્વની ભૂમિકા ભજવી શકશે.
મતગણતરી પહેલા વીવીપીએટી-ઇવીએમની સરખામણીની 22 પક્ષોની માગ ચૂંટણી પંચે ફગાવી
– વીવીપીએટી અને ઇવીએમની સરખામણી મતગણતરીના અંતે કરવામાં આવશે
– અગાઉ જે રીતે મતગણતરી કરવામાં આવતી હતી તે મુજબ જ થશે : ચૂંટણી પંચનો વિપક્ષોને જવાબ
મોટા ભાગની માગણીઓનો અસ્વીકાર થતાં ચૂંટણી પંચ પ્રત્યે વિપક્ષોનો રોષ વધ્યો
લોકસભાની ચૂંટણીનું ૨૩મીએ પરીણામ જાહેર થવાનું છે તે પહેલા જ ઇવીએમને લઇને અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસ સહીત આશરે ૨૨ જેટલા પક્ષોએ ચૂંટણી પંચને મળીને એવી માગણી કરી હતી કે મતગણતરી શરૂ કરો તે પહેલા વીવીપીએટી અને ઇવીએમ બન્નેની સરખામણી કરવામાં આવે.
આ માટે એક ડેલિગેશન પણ ચૂંટણી પંચને મળ્યું હતું, જોકે એવા અહેવાલો છે કે ચૂંટણી પંચે આ માગણીને પણ ફગાવી દીધી છે. વિપક્ષોએ એવી પણ માગણી કરી હતી કે જો પાંચમાંથી એક પણ ઇવીએમમાં વીવીપીએટીની સરખામણી સમયે ગડબડ સામે આવે તો દરેક ઇવીએમની ગણતરી ફરી કરાવવી જોઇએ.
જોકે હવે એવા અહેવાલો છે કે ચૂંટણી પંચે એક પણ માગણીનો સ્વીકાર નથી કર્યો અને અગાઉ જે રીતે ગણતરી કરવામાં આવતી હતી તે જ રીતે આ વખતે પણ કરવામાં આવશે તેવો નિર્ણય ચૂંટણી પંચે લીધો છે. એટલે કે અન્ય ઇવીએમની મતગણતરી પૂર્ણ થઇ જાય તે બાદ અંતે વીવીપીએટીની સરખામણી કરવામાં આવશે.
વિપક્ષોની એવી દલીલ છે કે જો વીવીપીએટી અને ઇવીએમની સરખામણી પહેલા જ કરી લેવામાં આવે તો તેનાથી એ ખ્યાલ આવી શકે કે જે તે વિસ્તારમાં કોઇ ગડબડ થઇ છે કે કેમ અને જો ગડબડ સામે આવે તો તે વિસ્તારના દરેક વીવીપીએટી અને ઇવીએમની સરખાણી કરીને જ મતગણતરી કરવી જોઇએ અન્યથા બીજા કોઇ પગલા લેવા જોઇએ.
આ પહેલા પણ જ્યારે મતદાન થઇ રહ્યું હતું ત્યારે અનેક ઇવીએમમાં ખામી સર્જાઇ હતી, જ્યારે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે ઇવીએમમાં છેડછાડ થઇ રહી છે, ઇવીએમમાં ગડબડ કરીને ભાજપને જીતાડવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. આ પહેલા પણ ઇવીએમને લઇને અનેક ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી ચુકી છે. જોકે તેનું કોઇ ખાસ પરીણામ હજુસુધી સામે નથી આવ્યું, આ પરિસ્થિતિ વચ્ચે હવે ફરી ઇવીએમને લઇને વિપક્ષને ચૂંટણી પંચે ઝટકો આપ્યો છે અને માગણીને ફગાવી દીધી છે.
આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક રહો: રાહુલ ગાંધી
લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સતર્ક રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, પ્રિય કાર્યકર્તાઓ, આગામી 24 કલાક દરેક માટે મહત્વના છે, તેથી સતર્ક રહો અને ચેતીને રહો.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં અપીલ કરતા લખ્યું કે, કાર્યકર્તાઓ, ચેતીને રહો સતર્ક રહો. પરંતુ તમે ડરતા નહી. તમે સત્ય માટે લડો છે, ખોટા એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ થશો નહી. તેમણે પોતાના મેસેજમાં કહ્યું કે, પોતાના પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો. તમારી મહેનત એળે નહી જાય. જય હિંદ.
ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક ઓડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કાર્યકર્તાઓને એક્ઝિટ પોલ પર ધ્યાન આપો નહી. સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવાનું કહ્યું હતું.
EVM મુદ્દે ઉદિત રાજે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ પર આપ્યું વિવાદિત નિવેદન
નવી દિલ્હી, તા. 22 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીમાં EVMનો મુદ્દો ગરમાયેલો છે. વિપક્ષી દળો વારંવાર EVMની સુરક્ષાને લઇન સવાલો ઉઠાવી રહ્યાં છે ત્યારે હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા ઉદિત રાજે આ મામલે સુપ્રીમ કોર્ટ પર અને ચૂંટણી પંચ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરી કહ્યું કે, સુપ્રીમ કોર્ટ શા માટે નથી ઇચ્છતી કે VVPATની તમામ ચિઠ્ઠીઓને ગણવામાં આવે, શું તે પણ આ ધાંધલીમાં સામેલ છે? ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે લગભગ ત્રણ મહિનાથી તમામ કામ મંદ પડ્યું છે, તો ગણતરીમાં બે-ત્રણ દિવસ લાગી જાય તો શું ફરક પડે છે. ઉદિત રાજે આ ટ્વીટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ટેગ કર્યા છે.
આ સિવાય ઉદિત રાજે ચૂંટણી પંચ વિશે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપને જ્યાં-જ્યાં EVM બદલવાની હતી ત્યાં બદલી દીધી હશે, તે માટે તો ચૂંટણી સાત તબક્કામાં યોજી અને તમારું કોઇ નહી સાંભળે રાડો પાડતા રહો, લખવાથી કંઇ નહી થાય, રોડ પર આવવું પડશે. જો દેશને આ અંગ્રેજોના ગુલામોથી બચાવવો હોય તો આંદોલન કરવું પડશે. સાહેબ, ચૂંટણી પંચ વેચાય ચૂક્યું છે.
મત ગણતરી કેવી રીતે કરવી?: ચૂંટણી પંચ માટે યક્ષ પ્રશ્ન
– વિધાનસભા દીઠ પાંચ VVPATની સ્લીપ EVM સાથે મેચ થાય તો જ ગણતરી કરો
– 22 રાજકીય પક્ષોએ ચૂંટણી કમિશનરને મળી ગણતરીનું ગણિત સમજાવ્યું , કેજરીવાલ, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, ચંદ્રાબાબુુ, યેચુરી, ડી. રાજા સહિતના નેતાઓનું ડેલિગેશન ચૂંટણી પંચને મળ્યું
પાંચમાંથી એક પણ ઇવીએમ અને વીવીપીએટીની ગણતરીમાં ગડબડ સામે આવે તો તે વિસ્તારના દરેક ઇવીએમની ચકાસણીની માગણી ૨૩મી મેએ લોકસભાની ચૂંટણીના પરીણામ જાહેર થવાના છે, આ સ્થિતિ વચ્ચે હવે ઇવીએમને લઇને શંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આશરે ૨૨ જેટલા પક્ષોએ એક થઇને ચૂંટણી કમિશનને મળીને ઇવીએમને લઇને વીવીધ રજુઆતો કરી છે.
વિપક્ષના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને પોતાની આ રજુઆતો સોપી છે જેમાં એવી માગણી કરી છે કે હાલ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઇ પણ મત વિસ્તારમાં પાંચ મતદાન મથકોમાં ઇવીએમ અને વીવીપીએટી સ્લિપ બન્નેની સરખામણી કરવામાં આવશે.
આ ગણતરી દરમિયાન જો કોઇ એક પણ ઇવીએમ કે વીવીપીએટીમાં ખામી જોવા મળે તો તે વિસ્તારના દરેક ઇવીએમ અને વીવીપીએટીની સરખામણી કરવામાં આવે, એટલે કે માત્ર બે ટકા નહીં પણ ૧૦૦ ટકા ઇવીએમ અને વીવીપીએટીની સરખામણી કરવી.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે મતગણતરી શરુ કરવામાં આવે તે પહેલા જ ઇવીએમ અને વીવીપીએટી બન્નેની સરખાણી કરી લેવી. જે બાદ બાકીના ઇવીએમમાં મતગણતરી શરૂ કરવામાં આવે. આ સ્થિતિ વચ્ચે જો પાંચમાંથી એક પણ ઇવીએમ અને વીવીપીએટીમાં ગડબડ સામે આવે તો તે વિસ્તારના બધા જ ઇવીએમ અને વીવીપીએટીની સરખામણી ગણતરી સમયે કરવામાં આવે. કોંગ્રેસના અન્ય એક નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી આ પ્રકારની રજુઆતો કરી રહ્યા છીએ તેમ છતા કોઇ પગલા હજુસુધી લેવાયા નથી અને હવે ચૂંટણી પંચ કહે છે કે બુધવારે તેઓ એક મિટિંગનું આયોજન કરી રહ્યા છે.
જે ૨૨ પક્ષોના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા અને ઇવીએમ તેમજ વીવીપીએટી બન્નેની સરખામણીની માગણી કરી હતી તેમાં અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, અભિષેક સિંઘવી, ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, બીએસપીના સતીષ ચંદ્ર મિશ્રા, સીપીઆઇ(એમ)ના સિતારામ યેચુરી, સીપીઆઇના ડી. રાજા, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના નેતા અરવિંદ કેજરીવાલ, ટીએમસીના ડેરેક ઓબ્રેન, સપાના રામગોપાલ યાદવ, ડીએમકીના કનીમોઝીનો પણ સમાવેશ થાય છે. આ નેતાઓએ ઉગ્ર રીતે ઇવીએમનો મુદ્દો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવ્યો છે અને વિવિધ માગો મુકી છે. સાથે તેઓ ફરી બુધવારે આ અંગે એક મીટિંગ ચૂંટણી પંચ સાથે યોજવાના છે.
અગાઉ ઈવીએમ દ્વારા એક જ દિવસમાં પરિણામ જાહેર થતાં
પરિણામો જાહેર કરતાં કેટલો સમય લાગશે, તે કોણ જીતે તેના પર આધારિત!
ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી થયા પછી તત્કાળ પરિણામ આવે છે. જોકે છેલ્લી થોડી ચૂંટણીઓમાં એક યા બીજા કારણોસર પરિણામો મોડા પડયાના દાખલા નોંધાયા છે. સાંજ સુધીમાં આવી જનારા પરિણામો મોડી રાત સુધી ચાલ્યા છે. એટલે લોકોમાં એવી શંકા વહેતી થઈ છે કે ઈવીએમ સાથે ગરબડ થઈ શકે એ માટે પરિણામો મોડા કરવામાં આવતા હશે. ખાસ કરીને સત્તાધારી ભાજપને જ્યારે જ્યારે સત્તા મળી નથી ત્યારે પરિણામ મોડા થયા છે.
આ પહેલા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પરિણામો આવ્યા એ વખતે પણ મોડું થયું હતુ. કેમ કે એ બન્ને રાજ્યોમાં ભાજપ વિરૂદ્ધ પરિણામ આવ્યું હતુ. આ વખતે પણ પરિણામ ભાજપની તરફેણમાં ન આવે એવા સંજોગોમાં રિઝલ્ટ જાહેર થતાં મોડુ થાય એવી ચર્ચાઓ દિલ્હીના રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં થઇ રહી છે.
બીજી તરફ દેશભરમાંથી ઈવીએમમાં ગરબડ થયાની શંકાઓ પણ રજૂ થઈ છે. અગાઉની ઘણી ચૂંટણીઓમાં ઈવીએમ દ્વારા ગણતરીના કલાકોમાં પરિણામો આવી ચૂક્યા છે. પરંતુ હવેની છેલ્લી કેટલીક ચૂંટણી વખતે ઈવીએમ હોવા છતાં જાત-જાતના કારણો બતાવીને પરિણામો મોડા પડયાના દાખલા નોંધાયા છે.
માલેગાંવ બ્લાસ્ટ: સાધ્વી પ્રજ્ઞાને NIAની વિશેષ કોર્ટમાંથી મળી રાહત
ભોપાલ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા અને ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી અપક્ષ ઉમેદવાર સુધાકર ચતુર્વેદીએ પોતાની અરજીઓમાં ચૂંટણી વ્યસ્તતાઓનો હવાલો આપ્યો હતો. કર્નલ પુરોહિતે કેટલીક વ્યક્તિગત મુશ્કેલી જણાવી હતી. આરોપીઓના વકીલોને વિસ્ફોટ સ્થળે જવાની અનુમતિ પણ આપી દીધી છે.
અગાઉ આરોપીઓનો કોર્ટમાં હાજર નહીં રહેવા પર મુંબઈની સ્પેશ્યલ NIA કોર્ટે કડક નારાજગી જણાવી હતી. કોર્ટે તમામ આરોપીઓને સુનાવણી દરમિયાન અઠવાડિયામાં એક વાર કોર્ટ રૂમમાં હાજરી લગાવવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે ગત વર્ષે ઓક્ટોબરમાં માલેગાંવ બ્લાસ્ટના સાતેય આરોપીઓ વિરુદ્ધ આતંકી ગતિવિધિઓ, અપરાધિક ષડયંત્ર અને હત્યાની કલમોમાં આરોપ સાબિત થયા હતા. ઉલ્લેખનીય છે કે માલેગાવમાં 29 સપ્ટેમ્બર 2008એ એક મસ્જિદની નિકટ થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થઈ ગયા હતા અને 100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
લોકસભાની તથા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બદલ મતદારોનો આભાર માનતા મુખ્યમંત્રી
– આ જીત દરેક ભારતવાસીની જીત છે આજે સમગ્ર દેશમાં મોદી લહેર છે. નરેન્દ્રભાઈ ફક્ત ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ચૂક્યા છે: વિજય રૂપાણી
આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધન કરતા આજે જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દેશના ચોકીદાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાદી રાજનીતિ, ઈમાનદારી, મજબૂત નિર્ણાયકશક્તિ અને રાષ્ટ્રવાદી રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કરીને દેશની જનતાએ સતત બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય અપાવ્યો છે.
રૂપાણીએ જણાવ્યું કે, આ જીત દરેક ભારતવાસીની જીત છે આજે સમગ્ર દેશમાં મોદી લહેર છે. હવે આપણા નરેન્દ્રભાઈ ફક્ત ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ચૂક્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યપધ્ધતિ પર કોઈ શંકા કરી શકે તેમ નથી. આ ચૂંટણીમાં મોદી જનતાનો ભરોસો બની ચૂક્યા છે જેના અનુસંધાને વર્તમાન પરિણામો લોકમન અને લોકમતનું સ્પષ્ટ પ્રતિબિંબ દર્શાવે છે. આગામી પાંચ વર્ષમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરશે અને જનતાના સપના સાકાર થશે. જનતાને પ્રધાનમંત્રીના નેતૃત્વ અને સરકારની નીતિઓ પર ભરોસો છે તે આજના પરિણામો પરથી સિધ્ધ થયુ છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અભૂતપૂર્વ સંગઠનશક્તિ વિશે વાત કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ શાહના યશસ્વી નેતૃત્વ, કુશળ સંગઠનશક્તિ અને ચાણક્યનીતિએ દેશભરના ભાજપાના કરોડો કાર્યકર્તાઓને પ્રેરણા પુરી પાડી છે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની દેન છે કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં ભાજપાએ આજે શાનદાર પ્રદર્શન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રહિતમાં પોતાના જીવ ગુમાવનાર 80 થી વધુ કાર્યકર્તાઓના બલિદાનને યાદ કરી મુખ્યમંત્રીશ્રીએ તેમને નમન કર્યું હતું. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર તેમજ ચાર વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપાને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા બદલ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાજનાર્દન અને ભાજપા ગુજરાતના નેતૃત્વ તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પર ભાજપનો વિજય
– કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં ગયેલા ચારેય ફરીથી જીતી ગયા
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાત કોંગ્રેસમાં તોડફોડ કરી હતી તેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો. આ ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામા આપી દીધા હતા ત્યાર બાદ ચારેય નેતાઓ ભાજપમાં જોડાય ગયા હતા. તેમના રાજીનામાને પગલે ચાર બેઠક ખાલી પડી હતી. ચૂંટણીપંચે લોકસભાની સાથે આ ચારેય વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજી દીધી હતી.
આજે લોકસભાની સાથે જ પેટાચૂંટણીની મતગણતરી પણ હાથ ધરાઇ હતી જેમા ભાજપના ચારેય ઉમેદવારો વિજય થયો છે. જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના રાઘવજી પટેલને સૌથી વધુ 88254 મત મળ્યા હતા. તેમજ તેમનો 33022 મતની સરસાઇથી વિજય થયો હતો. આ જ રીતે ધ્રાંગધ્રા બેઠક પરથી પરશોત્તમ સાબરિયાને 43679 મત મળ્યા હતા તેમનો 11371 મતથી વિજય થયો હતો.
જ્યારે માણાવદર બેઠક પરથી જવાહર ચાવડાને 54109 મત મળ્યા હતા. તેમનો પાતળી સરસાઇથી 6432 મતથી વિજય થયો હતો. મહેસાણા નજીક આવેલા ઊંઝા વિધાનસભા બેઠક સૌથી વધુ ચર્ચસ્પદ બની હતી. ભાજપે કોંગ્રેસના બળવાખોર ડૉ. આશા પટેલને ટીકિટ આપી હતી. જેની સામે ઉ.ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા નારણ કાકાએ ભારે વિરોધ કર્યો હતો તેમજ ભાજપના નેતાઓને ચિમકી પણ આપી હતી કે, આશા બહેનને ટીકિટ અપાશે તો તેમને હરાવાશે. આમ છતા હાઇકમાન્ડે ડૉ. આશા બહેનને જ ટીકિટ આપી હતી.
આથી એવી ભીતી હતી કે ઊંજા બેઠક ભાજપની સૌથી નબળી બેઠક છે આ બેઠક ભાજપ હારી શકે છે. આ જ રીતે માણાવદરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા જવાહર ચાવડા સામે પણ કોંગ્રેસ સાથે બેવફાઇ કરવા બદલ ભારે આક્રોશ હતો. આ બેઠક પણ ભાજપ માટે જોખમી હતી. આમ છતાં મોદી મેજીકમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં ચારેય બેઠકો કબ્જે કરી છે.
પ્રિયંકા ગાંધીની કોંગ્રેસ કાર્યકરોને એક્ઝિટ પોલ ભૂલીને સ્ટ્રોંગ રૂમ પર ધ્યાન રાખવાની તાકીદ
લોકસભા ચૂંટણી 2019નું મતદાન પૂરું થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને બહુમતિ મળવાની આગાહી કરવામાં આવી છે. જે પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના કાર્યકરોને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કહ્યું કે તેઓ અફવાઓ અને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપે. એ સાથે જ તેમણે કાર્યકરોને સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર રહેવાની તાકીદ કરી છે. પ્રિયંકા ગાંધીએ કાર્યકરોને ઓડિયો મેસેજ જારી કરીને કહ્યું કે તમે લોકો અફવાઓ અને એક્ઝિટ પોલથી હિંમત ન હારો, આ અફવાઓ તમારા જુસ્સાને તોડવા માટે ફેલાવવામાં આવી રહી છે. આ બધાં વચ્ચે તમારી સાવધાની વધારે મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર હાજર રહો અને સાવચેત રહો.
ઉલ્લેખનીય છે કે સાતમા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં એનડીએને 300થી વધારે બેઠકો મળવી આગાહી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના યૂપીએને 100નો આંકડો પાર કરવાનું પણ મુશ્કેલ હોવાનું કહેવામાં આવ્યું છે. એક મહિનાની લાંબા સમય બાદ આજે લોકસભા ચૂંટણીનું પરીણામ આવવાનું છે. ગુજરાતમાં તમામ લોકસભાની 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપની તરફેણમાં સ્પષ્ટ બહુમત ગુજરાતની તમામ બેઠક પર જોવા મળી રહે છે ત્યારે ભાજપના કાર્યકરોએ ગાંધીનગર ખાતે કમલમમાં ભવ્ય ઉજવણી શરૂ કરી છે.
કાર્યકરો ભારત માતા કી જય અને હર હર મોદીના નારા લગાવીને જીતને વધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2014 લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવ્યો હતો અને આ વર્ષે પણ 6 રાઉન્ડ સુધી થયેલી મતગણતરીમાં ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
સુરેન્દ્રનગર બેઠકની રસાકરીભરી ચૂંટણીમાં ભાજપની અણધારી લીડ
– ઝાલાવાડમાં ત્રિપાખીયા જંગમાં ભાજપનો ઘોડો વિનમાં
મતગણતરીના દસ રાઉન્ડને અંતે ભાજપના ઉમેદવાર 80 હજારથી વધુ જંગી લીડથી આગળ: કોંગ્રેસ- અપક્ષના સુપડા સાફ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર રસાકસીભર્યો ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. જેમાં કોંગ્રેસના કદાવર નેતા સોમા ગાંડા, ભાજપના નવા ઉમેદવાર ડોકટર મહેન્દ્ર મુંજપરા અને અપક્ષમાંથી લાલાજી મેર વચ્ચે સીધો જંગ ખેલાયો હતો.
રાજકીય પંડિતોના મતે સુરેન્દ્રનગર બેઠક પર ભારે અપસેટ સર્જાવાની ભીતિ સેવાતી હતી. પરંતું આજે મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારની લીડ સતત વધતી જતી હોવાથી જીત નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. મતગણતરીના દસમાં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને ૮૦ હજાર જેટલા મતની લીડ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં આ વખતે રાજયમાં સૌથી વધુ ૩૧ ઉમેદવારોએ જંગમાં ઝંપલાવ્યું હતું. તેમજ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં મોટા ગજાના નેતાઓએ ઉમેદવારી નોંધાવી હોવાથી ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસમાંથી કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવતા એવા કદાવર નેતા સોમા ગાંડાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે ભાજપે નો રિપિટ થિયરી અપનાવી ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપીને જુગાર ખેલ્યો હતો. જ્યારે બીજી બાજુ અપક્ષમાંથી પણ અગ્રણી નેતા લાલજી મેરે ચૂંટણી જંગમાં ઝંપલાવતા રસાકસી વધી હતી.
રાજકીય નેતાઓએ સુરેન્દ્રનગર બેઠક ભાજપ ગુમાવશે તેવી ભીતિ વ્યકત કરી હતી. પરંતુ મોદી લહેર સામે કોંગ્રેસની મોંધવારીનો મુદ્દા ન ચાલતા શાણા મતદારોએ ભાજપને મત આપતા અણધારી લીડથી જીત થવાની શકયતા નકારી શકાતી નથી. વહેલી સવારથી જ મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારની આગેકૂચથી કોંગ્રેસ અપક્ષમાં સોંપો પડી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મતગણતરીના ૧૦ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરા ૮૦ હજારની લીડથી આગળ રહેતા જીત નક્કી મનાઇ રહી છે. આથી ભાજપના ઉમેદવારના ટેકેદારો, કાર્યકરોએ બારે ઉત્સાહભેર વિજય સરઘસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે રાજયમાં સૌથી વધારે ઉમેદવારી નોંધવનાર સુરેન્દ્રનગર બેઠક કેટલાંક ઉમેદવારોનેડિપોઝિટ પણ ગુમાવવાનો વારો આવે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
સુરેન્દ્રનગર બેઠકની મતગણતરી દરમિયાન ચોટીલાનું ઈવીએમ બંધ થતા ટેકનીશીયનને બોલાવવા પડ્યા હતા જેના લીધે મતગણતરી થોડો સમય બંધ રહી હતી.
દેશની જનતાએ નોટબંધી GSTનો વિરોધ તેમજ ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દો ન સ્વિકાર્યો
– ભાજપના રાષ્ટ્રવાદના તેમજ દેશની સલામતીના મુદ્દાને દેશવાસીઓએ સ્વિકાર્યો
2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષના નેતાઓ દ્વારા જાહેરમાં એકબીજા પર આક્ષેપો કરાયા હતા. આ વખતે નેતાઓની ભાષાનું સ્તર ખુબ જ નીચે ઉતરી ગયું હતું.
કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં મુખ્યત્વે મોદી સરકારની કામગીરીની આલોચના કરી હતી. જેમાં નોટબંધી-GST તેમજ ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દાઓ મુખ્ય હતા. ખેડુતોની તથા મહિલાઓની સમસ્યા અંગે પણ ભાષણો આપ્યા હતા. બીજી બાજુ ભાજપે આ વખતે રાષ્ટ્રવાદ અને દેશની સલામતીના મુદ્દાને મુખ્ય બનાવ્યો હતો. વિકાસના મુદ્દાની ખાસ કોઇ ચર્ચા નહોતી. બંન્ને પક્ષના નેતાઓએ તમામ મર્યાદાઓ ઓળંગતી ભાષાઓનો પ્રયોગ કર્યો હતો. રાહુલ ગાંધીએ ચૌકીદાર ચોર હૈ નો નારો આપ્યો હતો જ્યારે ભાજપે મોદી હૈ તો મુમકીન હૈ અને આયેગા તો મોદી હી એ પ્રકારના સુત્રો વહેતા કર્યા હતા.
તમામ એક્ઝિટ પોલમાં ભાજપ-NDAને 280થી માંડીને 350 બેઠકો મળશે એવું તારણ નિકળ્યું હતું. પરંતું કોંગ્રેસ સહિતના વિવિધ વિરોધ પક્ષને અને દેશના લાખો લોકોને આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ નહોતો. કારણ કે તેઓ એવું કહેતા હતા કે મોદી સરકારે પાંચ વર્ષ દરમિયાન સામાન્ય લોકો માટે કશું કર્યું નહોતું. આ સરકાર સુટ-બુટની અને ઉદ્યોગપતિઓની છે. ભાજપ વિકાસના મુદ્દાને અડતું નથી. 2014માં ભાજપે જે વચનો આપ્યા હતા. તેમાંથી એક પણ વચન પૂર્ણ થયું નથી ભાજપ નકલી રાષ્ટ્રપ્રેમની વાતો કરે છે.
બીજી બાજુ ભાજપે પુલવામા એટેક બાદ પાકિલસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીરમાં એરસ્ટ્રાઇક કરી હતી ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા ભાજપાના અન્ય નેતાઓએ પણ જાહેર સભા અને રેલીમાં લોકો સમક્ષ આ મુદ્દા કહ્યા હતા. આમ ભાજપે આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાને બદલે દેશની સલામતી અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય મુદ્દા બનાવ્યા હતા. તેમજ મોદીએ કોંગ્રેસના ગાંધી પરિવાર પર પ્રહારો કરતા પરિવારવાદને પણ મુદ્દો બનાવ્યો હતો.
આજે મતગણતરીમાં જે પરિણામો સામે આવી રહ્યાં છે તે જોતા સ્પષ્ટ થઇ રહ્યું છે કે, દેશની જનતાએ કોંગ્રેસ કે વિરોધ પક્ષોએ ઉભા કરેલા એક પણ મુદ્દાને સ્વિકાર્યા નથી. પરંતુ ભાજપના રાષ્ટ્રપ્રેમ તથા દેશની સલામતીના મુદ્દાને ખુશીથી સ્વિકારી લીધો છે.
ભાજપ નહીં આ જીત ભારતીયોની છે: વિજય રૂપાણી
– જીતુ વાઘાણીએ મો મીઠું કરાવી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વને બિરદાવ્યું
– ગાંધીનગર કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી
ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ કોન્ફરેન્સને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ મોદીજીની સૌથી મોટી ઉપલબ્ધી છે. સમગ્ર દેશમાં મોદી લહેર છે. એક્ઝિટપોલ આવતાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી આજે વાસ્તવમાં આ લહેર જોવા મળી હતી. આજની જીત એ ભારતીયોની જીત છે. ભારત વિજય ભવ…….
નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવતા રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ઈમાનદાર, દેશ ભક્ત અને મજબુત નેતૃત્વ થકી ભારતીય જનતા પાર્ટીને દેશમાં સર્વાેચ્ય સ્થાન અપાવ્યું છે. નરેન્દ્ર મોદીજીને હું નમન કરૂં છું.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દુનિયામાં ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કર્યું છે આ અંગે વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, અમિત શાહે ખરા અર્થમાં સંગઠનનો પરીચય કરાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને દુનિયાની મોટી પાર્ટી બનાવી છે. અમિત શાહજીએ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને એક જૂટ કર્યું છે. તેઓની રાજનીતીમાં ચાણક્ય નીતી જોવા મળે છે.
ગુજરાતના સમગ્ર ભાજપના કાર્યકરોને શુભેચ્છા આપી તેમના કામને બિરદાવ્યું હતું અને કહ્યું કે, તમામ ભાજપના કાર્યકરોને હુ નમન કરૂં છું.
સટ્ટા બજારનો ભાવ શું ચાલે છે? મોદીએ ચૂંટણીના ભાવનો ઉલ્લેખ કેમ ન કર્યો
– પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાને સટ્ટોડિયાઓનો ઉલ્લેખ કરતા કરોડો લોકો ચૌંકી ઉઠ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શાસનકાળમાં ગઇ કાલે નવી દિલ્હીમાં સૌ પ્રથમ વખત અમિત શાહ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ એક તબક્કે 2014માં યોજાયેલી લોતસભાની ચૂંટણીમાં સટ્ટા બજાર અંગેનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેઓએ એવું કહ્યું હતું કે 17મી મે ના રોજ મોદીની હાજરીથી સત્તાખોરોને અબજો ખરબોનું નુકશાન થયું છે.
સટ્ટોડિયોએ ગત ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેના પર અબજો રૂપિયાનો સટ્ટો રમ્યા હતા પરંતુ પરિણામ તદ્દન જુદુ આવ્યું હતું અને ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. જેને લઇને સટ્ટોડિયાઓને મોટું આર્થિક નુકશાન થયું હતું.
વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ દ્વારા ચૂંટણીમાં સટ્ટો રમાતો હોવાની વાત કરવી તેમજ સટ્ટા બજારના મતે ક્યાં પક્ષને કેટલી બેઠક મળશે તેની જાણકારી રાખવી તે બાબતને ભારતના કરોડો લોકો ખુબ ગંભીર રીતે લઇ રહ્યાં છે.
વડાપ્રધાનના સટ્ટાબજારના નિવેદનને સોશિયલ મીડિયામાં લોકોએ ટીકાનો વરસાદ વરસાવ્યો છે. જેમાં લોકો એવું જણાવે છે કે મોદીને 2014ની ચૂંટણીની સટ્ટાબજારના ભાવની ખબર હતી અને તેની જાણકારી પાંચ વર્ષ પછી આપી રહ્યાં છે પરંતુ 2019ની ચૂંટણી હાલમાં જે ચાલી રહીં છે તેના માટે સટ્ટા બજાર ક્યાં પક્ષને કેટલી બેઠક મળશે કે કેન્દ્રમાં કોની સરકાર રચાશે તેના શું ભાવ ચાલી રહ્યાં છે તેની વિગત કેમ નથી આપી રહ્યાં?
શું તેમને ડર છે આ વખતે સટ્ટા બજાર ખોટુ પડી શકે છે. બીજી બાજુ સમાજના એજ્યુકેટેડ લોકો જણાવે છે કે ભારતમાં સટ્ટો રમવો ગેરકાયદેસર છે જો ખુદ વડાપ્રધાનને સટ્ટા બજાર અંગે જાણકારી મળતી હોય તો તેઓએ પાંચ વર્ષ દરમિયાન આવા સટ્ટોડિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરી તે પણ મોટો પ્રશ્ન છે.
મોદીને ક્લીન ચીટ આપવા મુદ્દે ચૂંટણી પંચમાં જ મતભેદો સર્જાયા
લોકસભાની ચૂંટણી લગભગ પુરી જ થવા આવી છે ત્યારે ચૂંટણી પંચમાં અધિકારીઓ વચ્ચેના મતભેદો જાહેરમાં આવી ગયા છે.
આચાર સંહિતાને લગતા ચૂંટણી પંચના નિર્ણયો પર અસંમતિ દર્શાવનાર ચૂંટણી અધિકારી અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાને પત્ર લખીને માંગણી કરી છે કે, અધિકારીઓ વચ્ચેના મતભેદોને ઓન રેકોર્ડ રાખવામાં આવે.
અશોક લવાસા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર બનવા માટેની લાઈનમાં છે.લવાસા પીએમ મોદી અને અમિત શાહને ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાના ભંગ બદલ અપાયેલી ક્લીન ચીટના વિરોધમાં રહ્યા છે.
દરમિયાન ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યુ હતુ કે, ચૂંટણી પંચમાં ત્રણ સભ્ય હોય છે અને તેઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે.દરેક ચીજનો એક સમય હોય છે.
કોંગ્રેસે જોકે આ વિવાદમાં ચૂંટણી પંચ પર સીધે સીધો મોદીના પીઠ્ઠુ હોવાનો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસ પ્રવકતા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, લવાસાના પત્રથી સ્પષ્ટ છે કે, બંને અધિકારીઓ વચ્ચેના મતભેદો રેકોર્ડ કરવા માટે ચૂંટણી પંચ તૈયાર નથી.
લવાસાએ તો એવુ પણ કહ્યુ છે કે, જ્યાં સુધી ચૂંટણી પંચના સભ્યો વચ્ચેની બેઠકમાં સર્જાતા મતભેદોને રેકોર્ડ પર લેવામાં નહી આવે ત્યાં સુધી હું ચૂંટણી પંચની બેઠકમાં ભાગ નહી લઉં.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચને પોતાના અધિકારીનો યોગ્ય ઉપયોગ નહી કરવા બદલ ફટકાર લગાવેલી છે.કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા પંચ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદોનો વહેલી તકે નિકાલ નહી કરવા બદલ ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટે ટીકા પણ કરી છે.
ભારતની નૌસેનાના અધ્યક્ષની નિમણૂંકના મુદ્દે આંતરિક અસંતોષ આવ્યો સપાટી પર
ચૂંટણી પંચ બાદ હવે ભારતની નૌસેનાના બે ટોચના અધિકારીઓ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે.
ભારતના નવા નેવી ચીફ તરીકે વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી છે. આ મામલે તેમણે સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવીને રક્ષા મંત્રાલય સમક્ષ પિટિશન કરી હતી. જોકે રક્ષા મંત્રાલયે આ પિટિશન ફગાવી દીધી છે.
વાઈસ એડમિરલ બિમલ વર્માએ કહ્યુ હતુ કે, હું સિનિયર હોવા છતાં કરમબીર સિંહને નૌસેના ચીફ બનાવવામાં આવ્યા છે. જેનો જવાબ આપતા રક્ષા મંત્રાલયે કહ્યુ છે કે, નૌસેનાના વડાની નિમણૂંક કરવામાં સિનિયોરિટી એક મહત્વનુ ધારા ધોરણ છે પણ આ એક માત્ર ધારા ધોરણ નથી. ભૂતકાળમાં પણ આ નિયમમાં છુટ આપીને નેવી ચીફની નિમણૂંક કરાઈ છે. સરકારે પિટિશન પર ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે પણ તેમની પિટિશન યોગ્ય નથી. આથી તેને ફગાવી દેવાઈ છે.
આ પહેલા પણ વાઈસ એડમિરલ બિમલ વર્માએ સશસ્ત્ર બળ ટ્રિબ્યુનલમાં પોતાને નૌસેના અધ્યક્ષ નહીં બનાવવા બદલ અરજી કરી હતી અને પાછળથી અરજી પાછી ખેંચી હતી.
એડમિરલ કરમબીર સિંહ હાલના નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબાનુ સ્થાન લેશે. જે મે મહિનાના અંત સુધીમાં નિવૃત્ત થઈ રહ્યા છે.
બહુમતવાળી સરકાર ફરી જીતશે, 5 વર્ષમાં PM તરીકે મોદીની પહેલી અને છેલ્લી પ્રેસ કોન્ફરન્સ
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાર્ટી ની હેડ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. આ પ્રસંગે તેમની સાથે વડાપ્રધા નરેન્દ્ર મોદી પણ હાજર છે. સુત્રો અનુસાર નરેન્દ્ર મોદી પત્રકારોના સવાલના જવાબ નહીં આપે, પરંતુ તે પ્રેસ કોન્ફરન્સમાં હાજર જરૂર રહેશે.
થોડીવાર બાદ સાતમાં અને અંતિમ તબક્કાનું પ્રચાર બંધ થઇ જશે. 19 મેના રોજ 59 બેઠક પર મતદાન થવા જઇ રહ્યું છે. કેન્દ્ર માં સરકાર બન્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક સાથે છે.
પ્રેસ કોન્ફરન્સના મહત્વના અંશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
– દેશમાં એક વખત ફરીથી પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનશે.
– પીએમ મોદીએ કહ્યું લાંબા સમય બાદ દેશમાં કોઇ પાર્ટી સતત બીજી વખત ચૂંટણી જીતીને આવી રહી છે.
– 17 મેના રોજ થઇ હતી ઇમાનદાર સરકારની શરૂઆત
– 16 મેના રોજ પરિણામ આવ્યા હતા, 17 મેના રોજ મોદી આવતાની સાથે જ ભ્રષ્ટાચારીઓને તેમની કિંમત ચૂકવવી પડી.
– ત્યારે કોંગ્રેસનો રેટ 18 રહ્યો હતો અને ભાજપનો 75 હતો. જુગારીઓને પહેલો ઝટકો લાગ્યો.
– આ ચૂંટણી સકારાત્મક અને શાનદાર રહી છે.
– આ વખતે હું પ્રચાર નહોતા કરી રહ્યા પરંતુ લોકોનો આભાર માની રહ્યા હતા.
– પાર્ટી ઓફિસમાં આવીને સારૂ લાગે
– ભારતમાં દુનિયાનું સૌથી મોટી લોકશાહી છે અને દુનિયાને આપણે પ્રભાવિત કરવી જોઇએ.
અમિત શાહ
– ભાજપ જનસંઘના સમયથી અને ભાજપ બન્યા બાદથી સંગઠનાત્મક રીતેથી કામ કરનારી પાર્ટી રહીં છે.
– સંગઠન અમારા તમામ કામોમાં પ્રમુખ અંગ રહ્યું છે.
– દેશમાં ફરી એક વાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે. સરકારનું કામ પાયા સુધી પહોંચ્યું છે.
– આ ચૂંટણી આઝાદી બાદની ચૂંટણીમાં ભાજપની દ્રષ્ટિએ સૌથી વધુ મહેનતવાળુ અને સૌથી વિસ્તૃત ચૂંટણી અભિયાન રહ્યું છે.
– આ ચૂંટણીમાં અમારા અનુભવ અનુસાર જનતા અમારાથી એક ડગલું આગળ રહીં છે
– મે ભી ચોકીદાર જેવા નારા જનતામાંથી ઉભરીને આવ્યો છે
– મોદી સરકાર ફરી બનાવવા માટે જનતાનો ઉત્સાહ બીજેપીથી વધુ રહ્યો છે.
– છેલ્લા પાંચ વર્ષમાં 50 કરોડ ગરીબોનું જીવન સ્તર બદલ્યું છે
– મોદી સરકારની યોજનાઓ જમીન પર દેખાઇ રહી છે.
– દર 15 દિવસોમાં એક યોજના શરૂ થઇ ગઇ 133 યોજનાઓના માધ્યમથી જનતા સુધી ભાજપ પહોંચી.
– બુથ અને શક્તિ કેન્દ્રોને મજબૂત કરી ભાજપ જન જન સુધી પહોંચી રહી છે.
– 50 કરોડ ગરીબો સુધી ભાજપ પહોંચવામાં સફળ રહી છે.
– સમગ્ર દુનિયામાં ભારતનું માન મોદી સરકારે વધાર્યું છે.
– કૃષિ, સ્વાસ્થ્ય, સુરક્ષા, મહિલા, દલિત સૌને ધ્યાનમાં રાખીને મોદી સરકારે વિકાસ કર્યો.
– આ ચૂંટણી મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દો નથી રહ્યો. વિરોધીઓની પાસે બોલવા માટે આ ચૂંટણી કંઇ છે જ નહીં.
કાશ્મીરમાં આતંકીઓ બેફામ, વકરતી પરિસ્થિતિ: જવાન શહીદ, 3 આતંકી ઠાર
– સંવેદનશીલ ભંડેરવામાં એક સ્થાનિકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી, કરફ્યુ લદાયો
– માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરાયા, વધુ તપાસ જારી
હત્યા પાછળનું કારણ ગૌરક્ષા હોવાનો સ્થાનિકોનો દાવો, પોલીસે દાવાને રદિયો આપી અફવા ન ફેલાવવાની અપીલ કરી
જમ્મુ કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જોકે આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે. આ ઉપરાંત એક સ્થાનિક નાગરીકનું પણ મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ અને એક નાગરીકનું મોત નિપજ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે સ્થળે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા ત્યાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે.
જ્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું ત્યારે સ્થળેથી સામાન્ય નાગરીકોને દુર ખસેડી લેવામાં આવ્યા હતા. જે બાદ આતંકીઓએ સરેન્ડર ન કરતા ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીનું નામ નસીર અને ઉમર મીર છે, આ આતંકીઓ પુલવામા અને શોપિયાંના રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે આ બન્ને આતંકીઓના રેકોર્ડની તપાસ કરતા સામે આવ્યું હતું કે તેઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા.
નસીર નામનો આતંકી પુલવામા સહીત અનેક વિસ્તારોમાં આતંકી હુમલા કરાવી ચુક્યો છે. ૨૦૧૮માં પુલવામામાં એક પોલીસ અધિકારી મોહમ્મદ યાકુબ શાહની હત્યામાં પણ નસીરનો હાથ હતો. આ ઉપરાંત પોલીસ અને સૈન્ય પાસેથી હથિયારો ઝૂંટવી લેવા કે લૂંટ ચલાવવાની ઘટનામાં પણ તે સામેલ હતો. બીજી તરફ આ કાર્યવાહી દરમિયાન એક જવાન સીપોય સંદીપ શહીદ થયો હતો જ્યારે અન્ય એક સ્થાનિક નાગરીક રઇસ ડારનું પણ મોત નિપજ્યું હતું.
બીજી તરફ ડોડામાં ભારે હિંસા ફાટી નીકળી હતી, અહીં એક વ્યક્તિનું મોત નિપજતા બાદમાં બે કોમ્યુનિટી વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. અહીં ગોળીબારની એક ઘટના બની હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજો ઘવાયો હતો. જે બાદ સ્થાનિકોએ એવો આરોપ લગાવ્યો હતો કે આ હત્યા પાછળનું કારણ ગૌરક્ષા છે. જેથી બાદમાં હિંસાની પણ ઘટનાઓ બની હતી. જોકે પોલીસે આ ઘટનાને કોમવાદી રંગ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે સાથે સ્થાનિકોને કહ્યું છે કે આ મામલે અફવા ન ફેલાવવામાં આવે.
રાજકોટમાં EVM રિજેક્ટ થતાં કોંગ્રેસે મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી
– EVMના મત ગણાતા હતા તે જ ઈવીએમ રિજેક્ટ કરાયાનો ઘટસ્ફોટ
રાજકોટ લોકસભા સીટની મતગણતરી દરમિયાન રાજકોટ દક્ષિણ વિધાનસભાના વોર્ડ નં. 4ના બુથ નં. 44 પર મતગણતરી દરમિયાન કોંગ્રેસના કાઉન્ટિંગ એજન્ટને જે લીસ્ટ આપવામાં આવ્યુ હતું તે પૈકી EVM નં. 73662ને બદલે જુદું જ મશીન આવતા હોબાળો મચ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મતગણતરી અટકાવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોઝ કરતા ચૂંટણી તંત્ર બચાવની સ્થિતીમાં આવી ગયું હતુ.
કોંગ્રેસના આગેવાનો કાઉન્ટિંગ સેન્ટરમાં પહોંચી EVM મુદ્દે આક્ષેપો કર્યા હતા. જે દરમિયાન આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફીસરે EVM રિપ્લેસ કર્યાની દલીલ કરી હતી. પરંતુ કોંગ્રેસે આ બદલાની કાર્યવાહી થઇ છે કે કેમ તેના પુરાવા માંગતા તંત્ર દોડતુ થયું હતું. જે બાદ વિરોધ વધતા ચૂંટણી તંત્ર દ્વારા EVM રિજેક્ટ કરવામાં આવ્યુ છે અને કોંગ્રેસે બહુ મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે.
બનાસકાંઠા બેઠક પર શંકર ચૌધરીના ઓપરેશન અલ્પેશથી ભાજપને ફાયદો
– પરબત પટેલ જીતે તો થરાદની બેઠક પર શંકર ચૌધરીને ફરી ધારાસભ્ય બનાવવાની અટકળો
– પરબત પટેલ જંગી મતથી જીત તરફ આગળ
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકશ ભર્યો ચુંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક કબજે કરવા માટે સહકારી આગેવાન અને બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળને ચુંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભાજપે બેઠક જાળવી રાખવા માટે થરાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલને ચુંટણીજંગમાં ઉતારતા ચુંટણીજંગ કશ્મકશ ભર્યો બન્યો હતો.
જોકે ભાજપે બનાસકાંઠા બેઠક જીતવા માટે અનેક રાજકીય પાસાઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપના અગ્રણી અને માજી મંત્રી શંકર ચૌધરીએ પોતાના સહકારી હરીફ પરથી ભટોળને પરાસ્ત કરવા માટે અને બનાસકાંઠા બેઠક પર પ્રભુત્વ ધરાવતા ઠાકોર સમાજના મત કબજે કરવા માટે ઓપરેશન અલ્પેશ હાથ ધર્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ વિરુદ્ધ અપક્ષનું સમર્થન કરતાં કોંગ્રેસની વોટબેંકમાગાબડું પડવાથી તેનો સીધો ફાયદો ભાજપનેથયો છે તેમજ કોંગ્રેસની વોટબેંક ગણાતા દાંતા મતવિસ્તારમાં ભાજપે કોંગ્રેસની લીડ તોડવા તનતોડ મહેનત કરી હતી.
જોકે ૨૦૧૭ની ચુંટણીમાં બનાસકાંઠામાં પાટીદાર, દલિત અને ઠાકોર ફેક્ટરે કોંગ્રેસનો ફાયદો કરાવ્યો હતો. જ્યારે આ લોકસભામાં એકેય ફેક્ટર ચાલ્યું ન હોય તેનો ફાયદો ભાજપને થવાની સંભાવના છે. સાથે ભાજપની જીતથી થરાદ વિધાનસભા બેઠક ખાલી થવાથી ત્યાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી ચુંટણી લડીને ફરી સરકારમાં મોભાનું સ્થાન મેળવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારની પસંદગીને લઈ પહેલેથી જ આગેવાનો અને કાર્યકરોની નારાજગી છવાયેલી હતી. ઉમેદવાર કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના એકલા હાથે ચુંટણી લડયા હોય તેમનો જોઈએ તેવો માહોલ જામ્યો ન હતો. જેને લઈ ચુંટણી પૂર્ણ થતાંની સાથે જ સટ્ટાબજારમાં પણ બનાસકાંઠા બેઠક પર ભાજપની જીતના ભાવ બોલાવા લાગ્યા હતા.
અનામત આંદોલનના એપી સેન્ટર મહેસાણા બેઠક પર ભાજપની જીત નક્કી
– મતગણતરીના ત્રણ રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર 6450 મતથી આગળ: કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ
ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની એવી મહેસાણા બેઠક ઉપર મતગણતરી સવારેથી મતગણતરી શરૃ થઇ હતી. જેમાં બીજેપીની જંગી લીડ રહેતા જીત તરફ આગળ વધી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન એપી સેન્ટરમાં પહેલા કોંગ્રેસનું પલડુ ભારે હોઇ તેવા રાજકીય અગ્રણીઓ દાવા કરી રહ્યા હતા. પરંતુ મતગણતરી શરૃ થતા જ ભાજપનો ઘોડો વિનમાં રહ્યો હતો.
મહેસાણા લોકસભાની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શારદા બહેન પટેલને સંગઠનમાં કોઈપણ ઓળખનારું ન હતું. જેથી પ્રચાર સમયે ખુદ નાયબ મુખ્યમંત્રીએ ઉતરવું પડયું હતું.
તેવી જ રીતે શહેરી મતદારો હંમેશા ભાજપની સાથે રહ્યા છે પણ પાટીદાર આંદોલન બાદ ઘણાબધા ફેરફારો થયા છે.
જિલ્લાના 400 ગામોમાં કચકચાવીને વોટીંગ થયું છે. જે કદાચ ભાજપને ફાયદો કરાવી શકે તેમ છે. તેવી જ રીતે કોંગ્રેસમાં પણ અંદરો-અંદરના ઝઘડા હારનુ કારણ બની શકે તો નવાઈ નહી. પાટીદાર પ્રભાવિત વિસ્તાર એવા મહેસાણા લોકસભા બેઠક પર પ્રથમ રાઉન્ડની ગણતરી બાદ ભાજપના ઉમેદવારની જીત નકારી શકાય તેમ નથી. નાયબ મુખ્યમંત્રી ખુદ પ્રચારમાં ઉતરી પડતા સમીકરણો બદલાયા હતા અને કોંગ્રેસના સુપડા સાફ તેવી શકયતા સેવાઇ રહી છે.
મધ્ય ગુજરાતમાં જે બેઠક પર કોંગ્રેસને આશા હતી તે છોટાઉદેપુરની બેઠક પર ભાજપાના ગીતા રાઠવાનો વિજય નિશ્ચિત
કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ માટે તેના પિતા અને પીઢ કોંગ્રેસી નેતા મોહનસિંહ રાઠવા ઉપરાંત નારણ રાઠવા અને સુખરામ રાઠવાએ કરેલો પ્રચાર કામે ના લાગ્યો
ભાજપાના ગીતાબેન રાઠવા અને કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા
મધ્ય ગુજરાતની છોટાઉદેપુર લોકસભા બેઠક પર નવમાં રાઉન્ડના અંતે ભાજપાના ગીતાબેન રાઠવા ૧,૬૯,૦૦૦ જેટલી જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. તે સાથે જ છોટાઉદેપુર બેઠક પર ગીતાબેને પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે. મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર લોકસભાની બેઠક એવી હતી કે જેના પર કોંગ્રેસને જીતની પુરી આશા હતી કેમ કે આ બેઠક પર કોંગ્રેસે પીઢ નેતા મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહને ઉતાર્યા છે અને તેના પ્રચારમાં ખુદ મોહનસિંહ રાઠવા ઉપરાંત પૂર્વ રેલમંત્રી નારણ રાઠવા તથા કોંગી નેતા સુખરામ રાઠવા નીકળ્યા હતા. છોટાઉદેપુર બેઠક પર રાઠવા મતોનું પ્રભુત્વ હોવા છતા મતગણતરીના આંકડા દર્શાવે છે કે આ રાઠવા ત્રિપુટીની મહેનત કામે લાગી નથી.
તેની સામે ભાજપાનું મતબુત સંગઠન અને માઇક્રો પ્લાનિંગ કામ કરી ગયુ અને મતગણતરીની શરૃઆતના રાઉન્ડથી જ ગીતાબેન રાઠવા પોણા બે લાખ જેટલા મતોથી આગળ નીકળી જતા હવે તેની જીત નિશ્ચિત બની ગઇ છે.
એક્ઝિટ પોલ નું પોલમ પોલ: ગુજરાતમાં સર્વે કરનાર માણસોને કોઈએ જોયા નથી
– ખાનગી એજન્સીના માણસો એ કઈ રીતે સર્વે કર્યો તેની કોઈને ખબર નથી
લોકસભાની ચૂંટણીના વિવિધ ખાનગી એજન્સી દ્વારા એક્ઝિટ પોલ કરાયા છે આ એક્ઝિટ પોલ કઈ રીતે કર્યા એની કોઈને ખબર નથી એક્ઝિટ પોલ માં એવું હોય છે કે જે તે એજન્સીના માણસો જુદા જુદા વિસ્તારમાં ફરતા હોય છે અને મતદાન કરનાર વ્યક્તિને મળે છે તેમજ આ વ્યક્તિએ કોને મત આપ્યો તેની જાણકારી મેળવે છે આ રીતે એક્ઝિટ પોલ થતો હોય છે.
પરંતુ ગુજરાતમાં કોઇ એજન્સીના માણસો કોઈ વિસ્તારમાં દેખાયા નથી આ માણસો એ ક્યાં જઈને સર્વે કર્યો કઈ વ્યક્તિને પૂછ્યું ક્યારે ગયા તેની કોઈને કશી ખબર નથી ગુજરાતમાંથી જે કોઈ લોકોને પૂછવામાં આવે છે કે તમારી પાસે સર્વે કરનાર એજન્સીના કોઈ માણસો આવ્યા હતા? જેના જવાબમાં તેઓ ના પાડે છે આનો અર્થ એવો પણ કરી શકાય કે સર્વે કરનાર માણસે જાતે જ જે તે પક્ષના ઉમેદવારને મત આપી દીધો હશે જો આવું જ દરેક જગ્યાએ થયું હશે અથવા તો 50% જગ્યાએ પણ જો એના માણસો ગયા નહીં હોય તો એક્ઝિટ પોલ કઈ રીતે સાચો પડી શકે છે?
મોદીનો ‘ટાઇમ’ ટેસ્ટ : ધર્મ, જાતિ, રાષ્ટ્રવાદના નામે ભારતના ભાગલા
– ચૂંટણીના બે નિર્ણાયક તબક્કા બાકી છે ત્યારે જ ‘ટાઈમ મેગેઝિન’ની મોદી પર વિવાદાસ્પદ કવર સ્ટોરી
– મોદીને નબળા હરીફોથી ફાયદો વિદેશનીતિમાં ડિસ્ટિંક્શન માર્કસ
2002ના રમખાણોથી ઉદય: 2014માં વાયદાઓથી સત્તા : આશા ઠગારી નીવડી
પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ખ્યાત મેગેઝિન ‘ટાઈમ’ના આગામી અંકની એશિયન-આફ્રિકન આવૃત્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કવર સ્ટોરી બનાવાઈ છે જેમાં મોદીના આર્ટવર્ક તસવીર સાથેના મુખપૃષ્ઠ પર હેડિંગ છે કે ‘India’s Divider in Chief એટલે કે ભારતના વિભાજન કે ભાગલા પાડનાર મુખ્ય વ્યક્તિ.
”ટાઈમ”નો આ અંક ૨૦ મેની આસપાસ બજારમાં મુકાશે પણ વેબસાઇટ પર કવર અને કવર સ્ટોરીની ઝલક બંને મુકાઈ જતા મોદીને વૈશ્વિક સ્તરે નીચા જોવાપણું થયું છે. કોઈ ઘટના કે વ્યક્તિને વિશ્વ કઈ રીતે મૂલવે છે તેનો માપદંડ કે અરીસો ‘ટાઈમ’ની કવર સ્ટોરી માનવામાં આવે છે.
મેગેઝિનમાં અંદર જે કવર સ્ટોરી રજુ થઈ છે તેનું હેડિંગ તો મોદીને ભારતમાં હજુ મતદાનના મહત્વના બે તબક્કા બાકી છે ત્યારે નાલેશી સાથે ફટકાર આપે તેવું છે. લાંબુ કહી શકાય તેવું હેડિંગ છે કે ‘Can the World’s Largest Democraey Endure Another Five Years of Modi Government ? શું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર મોદી સરકારના બીજા પાંચ વર્ષનું શાસન સહન કરી શકે ?
આતિશ તાસીર નામના એશિયાના જાણીતા રાજકીય વિશ્લેષકે ઉપરોક્ત લેખમાં નહેરૃના સમાજવાદના એ વર્ષો અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થિતિની તુલના કરી છે. સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોદીને હિન્દુ અને મુસલમાનો વચ્ચે ભાઈચારાની ભાવના વધારવા માટેની કોઈ ઈચ્છા જ નથી જણાતી.
નહેરૃ પરિવાર પર શાબ્દિક હૂમલા અને કોંગ્રેસમુક્ત ભારત તે જ તેમનો ધ્યેય છે. મોદી સત્તા પર આવ્યા ત્યાં સુધી ભારતમાં ઉદાર સંસ્કૃતિનો માહોલ હતો પણ હવે ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસલમાનો વિરૃદ્ધ લાગણી ઉશ્કેરવી તેમજ જાતિગત કટ્ટરતાનું વાતાવરણ છે.
‘ટાઈમ’ના આ લેખમાં ૧૯૮૪ના શીખો પરની હિંસા અને ગુજરાતના ૨૦૦૨ની કોમી હિંસાનો ઉલ્લેખ કરી એવી તુલના કરાઈ છે કે કોંગ્રેસની નેતાગીરી પણ ૧૯૮૪ની ઘટનાથી આરોપ મુક્ત નથી પણ કોંગ્રેસે ઉન્માદી ભીડથી તેમને અલગ રાખ્યું હતું. જ્યારે મોદી ૨૦૦૨ના દંગામાં ‘ઉન્માદી ભીડના દોસ્ત’ બન્યા હતા.
તાસીર એમ પણ લખે છે કે ૨૦૧૪માં મોદીએ નાગરિકોના આક્રોશને આર્થિક વાયદાઓ આપી તેના તરફ વશ કરી લીધા. તેમણે નોકરી અને વિકાસની વાત કરી, પણ હવે એવું માનવું મુશ્કેલ લાગે છે કે તે ખરેખર વાસ્તવિક આશાઓ જગવતી ચૂંટણી હતી.
આ વચનો અને આશા ઠગારી નીવડી છે. આર્થિક ચમત્કાર લાવવાના મોદીએ કરેલા વાયદા નિષ્ફળ ગયા છે. ખરેખર તો મોદીએ સત્તા પર આવીને ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ સર્જી ઝેર જ ફેલાવ્યું છે.
મેગેઝિનના લેખમાં એ પણ નોંધ લેવાઈ છે કે ગાય પ્રત્યેની અનુકંપા વ્યક્ત કરવાના બહાને મુસલમાનો પર અવારનવાર હુમલા થતા રહ્યા છે. એક પણ એવો મહિનો નહીં ગયો હોય જ્યારે નાગરિકોના સ્માર્ટ ફોન પર હિન્દુ ભીડ મુસલમાનોને આ માટે જવાબદાર માની ફટકારતી ના હોય. ૨૦૧૭માં આવા જ માહોલ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ભાજપ ચૂંટણી જીત્યું તો ભગવાધારી અને નફરત ફેલાવનાર મહંતને મુખ્યમંત્રી બનાવી દેવાયા.
લેખમાં નહેરૃને ટાંકીને એવું લખાયું છે કે અંગ્રેજોએ ૧૯૪૭માં બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા કર્યા અને પાકિસ્તાનનો જન્મ થયો હતો પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલા નહેરૃએ નિર્ણય લીધો કે ભારત માત્ર હિન્દુઓ માટે જ નહીં પણ સર્વધર્મની ભૂમિ બની રહેશે.
નહેરૃની વિચારસરણી બિનસાંપ્રદાયિક હતી. એટલે સુધી કે ભારતીય મુસલમાનોને શરિયા પર આધારિત કુટુંબ કાયદા પ્રમાણે રહેવાનો અધિકાર જેમાં ત્રણ વખત તલાક બોલીને તલાક લેવાનું સામેલ હતું. નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં એક આદેશ જારી કરીને આ તલાક પ્રથાને કાનુની અપરાધમાં ફેરવી દીધી.
લેખક-પત્રકાર આતિશ તાસીરે મોદી ભારતમાં આજે પણ મજબુત છે તે માટે કોંગ્રેસની નેતાગીરી અને સોચને જ જવાબદાર ગણી ઝાટકણી કાઢી છે. મોદીને નબળા હરિફો જ ફાયદો કરાવી આપે છે. કોંગ્રેસ પાસે મોદી વિરૃદ્ધ જાણે કોઈ એજન્ડા જ ના હોય તેવી અણઆવડતભરી સ્થિતિ છે.
પ્રિયંકા ગાંધીને મોદીને કાઉન્ટર કરવા મેદાનમાં ઉતારવા તે જ તેઓને ચૂંટણી જીતવાની કે મોદીને મહાત કરવાની પરિકલ્પના છે. આ એવું વિચિત્ર લાગે છે કે જાણે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ પક્ષ ફરી હિલેરી ક્લીન્ટનને પ્રમુખના ઉમેદવાર તરીકે અને તેમાં આકર્ષણ તત્ત્વનો ઉમેરો થાય એટલે તેમના પુત્રી ચેલસીને ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે ઔઉતારે !
પત્રકાર બ્રેમરનો મોદીની આર્થિક નીતિથી પ્રભાવિત લેખ
‘ટાઈમ મેગેઝિન’ના અંકમાં એક લેખમાં મોદીની ટીકા, બીજામાં પ્રશંસા
‘અમેરિકા, ચીન, જાપાન જોડે ભારતના સંબંધ મોદીને લીધે સુધર્યા’
‘ટાઈમ મેગેઝિન’ના આગામી જે અંકમાં મોદીની “India’s Divider in Chief.” શિર્ષક હેઠળ કવર સ્ટોરી છે તે જ અંકમાં એક બીજો લેખ પણ છે જેનું હેડિંગ “Modi is India’s Best Hope For Economic Reform” છે. આ લેખમાં ઇવાન બ્રેમર નામના લેખક પત્રકારે મોદીની આર્થિક નીતિઓની જોરદાર પ્રસંશા કરી છે. બ્રેમર લખે છે કે મોદી જ એવા શખ્સ છે કે જે ભારતને કંઈક આપી શકે છે. ભારતે મોદીના નેતૃત્વમાં ચીન, અમેરિકા, જાપાન જોડેના તેના સંબંધો તો સુધાર્યા જ છે પણ તેના દેશની આંતરિક નીતિઓમાં પણ બદલાવ લાવીને કરોડો નાગરિકોની જિંદગીમાં સુધારો લાવવામાં સફળતા ઔમેળવી છે.
મોદીએ જટિલ કરવેરાના માળખાને સરળ બનાવતા જીએસટીને લાગુ કર્યો જે સરાહનીય પગલુ કહી શકાય. નવી સડકોનું નિર્માણ, હાઈ વે, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એરપોર્ટના નવિનીકરણથી આર્થિક સંભાવનાઓમાં આશાનો સંચાર થયો છે તેમ બ્રેમરે લખ્યું છે. ૭૦ વર્ષોથી અંધારૃં હતું ત્યાં મોદીની સરકારે વીજળી પહોંચાડી છે. આમ ‘ટાઈમ મેગેઝિન’માં મોદી પરના બે વિરોધાભાસી લેખથી એવું પણ લાગે કે મેગેઝિન દૂધ અને દહીં બંનેમાં પગ રાખીને મોદીની નારાજગી વહોરી લેવા નથી માંગતું.
મોદીનું ‘ટાઇમ’ની નજરે ‘રાઇઝ’ એન્ડ ‘ફોલ’
૨૦૧૨ના ‘ટાઇમ’ના ટાઇટલ પર ‘મોદી મિન્સ બિઝનેસ, ૨૦૧૫માં ‘વ્હાય મોદી મેટર્સ’ તરીકે ચમક્યા હતા
ત્રણ વર્ષમાં મોદીને ‘ટાઇમ’ની 100 પ્રભાવશાળી વ્યક્તિમાં સ્થાન
‘ટાઇમ’ મેગેઝિને ૨૦૧૨માં મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સિધ્ધીઓને બિરદાવતા કવર સ્ટોરીનું ટાઇટલ ‘મોદી મિન્સ બિઝનેસ’, આપ્યું હતું.
૨૦૧૫માં મોદી વડાપ્રધાન તરીકેની ભારતની અને તેની વૈશ્વિક છબિ ઉજાગર કરી રહ્યા હતા ત્યારે ‘વ્હાય મોદી મેટર્સ’ તેવા હેડિંગ સાથે કવર સ્ટોરી પ્રકાશિત થઇ હતી. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૭માં મોદીને ‘ટાઇમ’ દ્વારા વિશ્વની સૌથી ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિ વિશેષની યાદીમાં સ્થાન મળ્યું હતું. પણ હવે ‘ટાઇમ’ મેગેઝિને ૨૦૧૪ના મોદીના પાંચ વર્ષના વડાપ્રધાન કાર્યકાળને લોકશાહી માટે ભયજનક અને નાગરિકો માટે નિરાશાજનક રીતે દર્શાવતા નકારાત્મક મૂલ્યાંકન કરવાની ફરજ પડી છે.
ભાજપ મોદી-શાહની પાર્ટી ન બની શકે, વિચારધારા પર ચાલતો પક્ષ: ગડકરી
– ચૂંટણી પરિણામો અગાઉ આરએસએસ સાથે નિકટનો ઘરોબો ધરાવતા નેતાનો સંકેત
– ભાજપની વિચારધારા વ્યક્તિ કેન્દ્રી નથી એટલે જ ક્યારેય માત્ર અટલ-અડવાણીના પક્ષ તરીકેની ઓળખ પણ ન રહી : કેન્દ્રીય મંત્રી
ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપ વિચારધારા પર આધારિત પક્ષ છે અને ક્યારેય મોદી-શાહની પાર્ટી બનશે નહીં. ભાજપ વ્યક્તિવાદ ઉપર ચાલતો પક્ષ નથી.
ભાજપના પૂર્વ અધ્યક્ષ, વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ભાજપ હવે મોદી-શાહની પાર્ટી છે એવી ટીકા વિપક્ષો સતત કરતા રહે છે. તે સંદર્ભમાં નીતીન ગડકરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ વિચારધારા આધારિત પાર્ટી છે અને તે ક્યારેય વ્યક્તિ કેન્દ્રી બનશે નહીં. ભાજપ માત્ર અટલ-અડવાણીનો પક્ષ પણ ન રહ્યો. તેમાં તમામ નેતાઓનું એક સરખું મહત્વ છે. ભાજપમાં પરિવારવાદ કે વ્યક્તિવાદ ચાલી શકે નહીં.
ભાજપમાં મોદી અને અમિત શાહના વધતા પ્રભાવ વચ્ચે ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભાજપમાં કોઈ પણ એક-બે નેતાઓનું વર્ચસ્વ રહે અને એ જ પાર્ટી ચલાવે એવું બન્યું નથી અને બનશે પણ નહીં.
આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો બાબતે ગડકરીએ કહ્યું હતું કે ભાજપને ૨૦૧૪ની લોકસભામાં જેટલી બેઠકો મળી હતી, તેના કરતા પણ વધુ બેઠકો મળશે. જેમ એક સમયે ઈન્ડિયા ઈઝ ઈન્દિરા અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા જેવી સ્થિતિ હતી, તેમ અત્યારે ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ એવી ઓળખ બની ગઈ છે, તેના સંદર્ભમાં ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં તમામ નેતાઓ મહત્વના છે અને તેમાં વ્યક્તિ કરતા વિચારધારાનું મહત્વ છે.
મોદી લહેરના સંદર્ભમાં ગડકરીએ બહુ સૂચન નિવેદન આપતા કહ્યું હતું કે જેમ પાર્ટી મજબૂત હોય પણ સારો નેતા ન હોય તો ચૂંટણી જીતી નથી શકાતી, તેમ મજબૂત નેતા હોય પણ પાર્ટી અને સંગઠન મજબૂત ન હોય તો ચૂંટણી જીતી શકે નહીં. પાર્ટી અને લોકપ્રિય નેતા બંને એકબીજાના પૂરક હોય છે.