નાગરીકો પાસેથી પાણી વેરો વસુલે છે. બીજી બાજુ ભાજપ સરકારના દેવાળિયા વહીવટને કારણે નર્મદાના પાણીના કરોડો રૂપિયાના પાણી બીલ વસુલાત પેટે બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકાના ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ પાણી પેટે વસુલાત બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકામાં કરોડો રૂપિયા નર્મદા નિગમમાં બાકી બોલે છે.
રાજ્યની અનેક નગરપાલિકા વિસ્તારમાં ત્રણ-ત્રણ દિવસે પાણી નાગરિકોને મળી રહ્યું છે. અનેક નગરપાલિકા વિસ્તારમાં ૧૦થી ૨૦ મિનીટ પાણી જ મળી રહ્યું છે.
નાણાકીય શિસ્તના અભાવે ૭૫ નગરપાલિકા પાણી બિલ પેટે સરદાર સરોવર નર્મદા નિગમને ઓક્ટોબર-૨૦૧૮ સુધીના લેણાં પેટે રૂ.૩૧૫.૯૨ કરોડ ચૂકવવાના બાકી છે. જ્યારે રાજ્યના ૩૩ જીલ્લા વિસ્તારના ૬૩૪.૨૮ કરોડ ચૂકવવાના બાકી છે.
ભાજપ સરકાર જળવિતરણ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સદંતર નિષ્ફળ ગઈ છે. દર વર્ષે કરોડો રૂપિયાના નામે પાણી યોજના, અને પાઈપલાઈન યોજનાઓ ભ્રષ્ટાચારની યોજનાઓ બની ગઈ છે. મોટાભાગની નગરપાલિકામાં ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ શાસનકર્તાના આડેધડ ખર્ચા, મોટા પાયે ભ્રષ્ટાચારનો ભોગ સ્થાનિક નાગરીકો બની રહ્યા છે એમ કોંગ્રેસે જણાવ્યું હતું. ૨૦૧૮માં પાણી સંગ્રહ માટેની ક્ષમતા વધારીને ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ ની વિવિધ યોજનાઓ બનાવેલ તે નિષ્ફળ ગઇ છે.
રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ સમગ્ર રાજ્યના લોકોની સાથે પશુધન અને પક્ષીઓ તેમજ અન્ય જીવોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે.
૨૦૧૮માં એટલે કે ગત વર્ષે ૧૧ હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. જે અગાઉ પાણી ની જે જળ સંગ્રહ ક્ષમતા હતી તેનાથી દોઢ ગણી વધારી હતી. ૩૨ નદીઓને પુનઃ જીવંત કરવાનો દાવો કર્યો હતો. ૧૩,૦૦૦ તળાવને ઊંડા કરવામાં આવ્યા હતા, જ્યારે ૫૫૦૦ કિલોમીટરની નેહરોની સાફ- સફાઈ કરી હતી, તેમજ પાઈપોના જે પાણી લીકેજ હતા તે પણ બંધ કરી દીધા હતા. ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાના રાજ્ય સરકારે કરેલા કામો
ગયા ક્યાં
તમામ કામો બે લાખ લોકોના શ્રમયજ્ઞ તેમજ ૧૫,૦૦૦ જેસીબી દ્વારા કરવામાં આવ્યા હતા. આમ છતાં આજની તારીખે રાજ્યના ૮૦૦૦ ગામડાઓ અને ૧૦૦ થી વધુ નગરપાલિકા શહેરો પાણી માટે વલખા મારે છે.
મે મહિનાનો અંત છે. અને રાજ્યના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો અહીં તહી ભટકીને પાણી મેળવવા વલખા મારે છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ
કરવાની ફરજ પડી રહી છે.