22 ટાપુ પર જવા પ્રતિબંધ પણ 10 બંદરના દરવાજા ત્રાસવાદીઓ માટે ખૂલ્લા

ત્રાસવાદીઓના ભયના પગલે દ્વારકાનાં 22 ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદ પર આવેલો છે. દ્વારકા જિલ્લાલમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ બેટ અને અજાન પર જનજીવન છે.

22 ટાપુઓ માનવ વસતી નથી. તે નોમેન્સ લેન્ડ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો છે. હોવાથી ધાર્મિક પ્રસંગોએ શ્રધ્ધાજળુઓ જતાં હોય છે. આ ટાપુ પર માનવ વસતી ન હોવાથી તેના પર કોસ્ટ ગાર્ડ અને બીએસએફની જાણ બહાર કોઈ પાકિસ્તાની ત્રાસવાદીઓ આવી જાય નહીં તેથી કોઈને પણ મંજૂરી વગર જવા ન દેવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

ટાપુ પર અસામાજિક  લોકો ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે. નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવી, હથિયાર, નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતાના પગલે આવો નિર્ણય લેવાયો હતો.

દેવભૂમિ દ્વારકા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને નરારા ટાપુ, ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૃ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૃ ટાપુ, માન મરૃડી ટાપુ, લેફા મરૃડી ટાપુ, લંધા મરૃડી ટાપુ, કોઠાનો જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ, કુડચલી ટાપુ ઉપર જે-તે ટાપુની મહેસુલી મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બેટ દ્વારકા ટાપુ અને અજાળ ટાપુ તથા ઓખા બંદરનો માચ્છીમારી દરીયા કિનારા પરના 10 બંદર પર કોઈ ચોકી પહેરો હોતો નથી. જો હોય તો આ પ્રતિબંધની કોઈ જરૂર ન પડે. ઓખા બંદર, બેટ બાલાપર, રૂપેણ, હર્ષદ, નાવદ્રા, ભોગાત, સલાયા, નાના આંબલા, ધરાણા, વાડીનાર છે.

જેટી પર રોજની સેકડો હોડીઓ આવે જાય છે. સુરક્ષાની તમામ એજન્સીઓએ સર્તક બનવાની જરૂર છે. અત્યારે ઓખા બંદરના અમુક વિસ્તારો અને રૂપેણ બંદરના કેટલાક વિસ્તારોમાં રાત્રીના આમ જનતા તો શુ પોલીસને પણ જતા ડર લાગે છે. અહી બે રોક-ટોક અસામાજીક પ્રવૃતિઓ ચાલી રહી છે. અને ભુમાફીયાઓની હપ્તા વસુલી પણ અહીં મોટે પાયે ચાલી રહી છે.