અમદાવાદ, તા.13
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો છે. તેમને ખસેડવામાં આવતા નથી. વારંવારની નિષ્ફળતા છતાં તેમને નેતાઓની આસપાસ ફરતા રાખવામાં આવી રહ્યા છે. ગુજરાતની જનતાએ આ નેતાઓને ક્યારના ફગાવી દીધા છે, છતાં તેઓ કોંગ્રેસના દિલ્હીના નેતાઓની આસપાસ કાયમ ગોઠવાતા રહ્યા છે. પ્રજા તેમને પસંદ કરતી નથી. અહમદ પટેલને રાહુલ ગાંધીએ ફેંકી દીધા બાદ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસ પર પ્રભુત્વ ધરાવતા થયા છે. ગુજરાતમાં અહમદ પટેલ અને તેમના 15 નેતાના કારણે કોંગ્રેસ હારતી આવી છે. 22 વર્ષથી અહમદ પટેલ નિષ્ફળ છે, છતાં તેમની ટોળકીને પ્રમોટ કરીને ખરા કાર્યકરોને દૂર રાખવામાં આવી રહ્યા છે, તેથી હમણાં 67 જેટલા પૂર્વ ધારાસભ્યો અને સંસદસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. આ ટોળકીએ આત્મમંથન કરવાના બદલે પક્ષને અંધકારમાં ધકેલવાનું કામ કર્યું હોવાનો આરોપ ફરી એક વખત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે લગાવ્યો છે.
કોણ પીઠબળ પૂરું પાડે છે
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક પછી કોંગ્રેસમાં વિખવાદો વધી રહ્યા છે. જૂથવાદ વધારવામાં આવી રહ્યો છે. પ્રદેશના નવા માળખાને લઈને અમિત ચાવડા, પરેશ ધાનાણી અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આંતરિક લડાઈ વધી હતી. વરિષ્ઠ નેતાઓને એવું લાગે છે કે, તેમની અવગણના થઈ રહી છે. આ ટોળકી પોતાના લોકોની ટિકિટો લાવે છે કે અપાવે છે અને પક્ષ હારે છે. જેને અહમદ પટેલ પીઠબળ પૂરું પાડી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા ખુલ્લા જૂથવાદના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ આ ઉકળાટ વધે છે.
અહમદ પટેલ નિષ્ફળ
લોકસભાની ચૂંટણી વખતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના અમદાવાદના નિવાસસ્થાને 17 જેટલા અસંતુષ્ટ નેતાઓએ જાહેર કર્યું હતું કે, પક્ષમાં પોતાની ઉપેક્ષા થાય છે. ત્યારે અહમદ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોઈ નેતાની નારાજગી અંગેની માહિતી મને મળી નથી. જો કે આ ઘરનો મામલો હોઈ ક્યારેક વાસણ ખખડે પણ ખરા. કોંગ્રેસમાં સબ સલામત છે એવું અહેમદ પટેલે કહ્યું, પરંતુ ખરી વાત તો એ છે કે કોંગ્રેસમાં જૂથવાદ વકરે તે માટે અહમદ પટેલ પોતે ઇચ્છે છે, તે આ પરથી સમજાય છે.
અન્યાયની શરૂઆત
પ્રદેશ માળખામાં 382માંથી માત્ર 6 ટકા પાટીદારોને અને 2 ટકા સવર્ણોને સ્થાન આપવામાં આવ્યું હોવાથી અમિત ચાવડા સામે વિરોધ થઈ રહ્યો છે. હાંસિયામાં ધકેલી દેવાની રાજકીય પક્ષોની વૃત્તિ હોવાનું ખૂલી ગયું છે. તેવો વિરોધ રાજકોટ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સંજય ખૂંટે કર્યો છે. કોંગ્રેસમાં અત્યારે મોટાભાગનાં મહત્ત્વનાં પદ પર ક્ષત્રિય કે રાજપૂત નેતાઓ બેઠા છે.
બે નેતાઓની જૂથબંધી
27 માર્ચ 2018થી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા છે. ગુજરાત કોંગ્રેસનું નવું પ્રદેશ માળખું 20 નવેમ્બર, 2018ના દિવસે જાહેર કરાયું. જેમાં 382 હોદ્દાઓ છે, 22 ઉપપ્રમુખ, 43 મહામંત્રી અને 169 મંત્રી છે. તેઓ પક્ષને બેઠો કરી શક્યા નથી. પરેશ ધાનાણીએ અર્જુન મોઢવાડિયા થકી ગુલાંટ મારી છે અને અહમદ પટેલના ઝભ્ભાનો છેડો પકડી લીધો છે.
પરિવારવાદ
અમિત ચાવડા, પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર પર પરિવારવાદનો આરોપ છે. જૂથવાદનો દાવાનળ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ભભૂકી રહ્યો છે, જેને શાંત કરવા અમિત ચાવડાએ ક્યારેય પ્રયાસ જાહેર કર્યા નથી. ભરતસિંહ સોલંકી કહે એટલું જ તેમના ભાઈ અમિત ચાવડા કરી રહ્યા છે. અમરેલીના નેતા દીપક માલાણીએ પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર પર પરિવારવાદનો આરોપ મૂક્યો હતો. ત્રણેય કોંગ્રેસ અગ્રણી પરિવારવાદ ચલાવે છે.
મનહર પટેલે કહ્યું 15 નેતાઓ મનોમંથન કરો કે પક્ષ 22 વર્ષથી કેમ પ્રજાથી દૂર જતો રહ્યો છે
ગુજરાત કોંગ્રેસના મજબૂત નેતા, પક્ષના પ્રવક્તા અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મનહર પટેલને રાહુલ ગાંધીને મળવા ન દેવાતાં તેઓએ પક્ષના 15 નેતાઓ સામે ફેસબુક પર સત્ય વાતો કહી છે. જે પક્ષના નેતાઓથી સહન ન થતાં પક્ષવિરોધી વાત ગણીને તેમને શિસ્તભંગ ગણીને ખુલાસો માગતી નોટિસ આપી છે. થોડા દિવસ પહેલાં પક્ષના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ પક્ષની નેતાગીરી સામે વિરોધ કર્યો હતો. આમ હવે કોંગ્રેસ પક્ષ અંદરથી ખોખલો બની ગયો છે.
રાહુલ પર ગુનો નોંધેલો હોવાથી તેઓ અમદાવાદમાં આવ્યા હતા. તેમની સાથે રહેવા માટે 200 કિ.મી. દૂરથી હું તેમને મળવા માટે અમદાવાદના એનેક્સીમાં અન્ય કાર્યકરોની સાથે ગયો હતો, જ્યાં મને રોકવામાં આવ્યો હતો. પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ ઘણા જુનિયર આગેવાનોને અંદર જતા રોકવામાં આવ્યા ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે અપેક્ષિત નથી, તેથી રાહુલ ગાંધીને મળવા માટે અંદર નહીં જઈ શકો. મને લાગ્યું કે ઓલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનો સભ્ય છું અને ગુજરાત પ્રદેશ સમિતિનો પ્રવક્તા છું.
ગઈ લોકસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી મારી ભાવનગરમાં ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. હું 24 કલાક કોંગ્રેસના વિચારો માટે કામ કરી રહ્યો છું, મને ઠેસ પહોંચી છે. આગેવાન ગુજરાત આવે તેમની મુશ્કેલીને લઈને આવે ત્યારે હું ઘરમાં બેસી ન શકું. મને મળતો રોકવામાં આવ્યો હતો. આવું અનેક લોકો સાથે બનતું હોવાથી લોકો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. બે-પાંચ જણાના કારણે આવું બની રહ્યું છે. હું પક્ષને પ્રેમ કરું છું. 20 વર્ષથી કોંગ્રેસની માળા જપીએ છીએ, છતાં અમારી સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. હું કોંગ્રેસને નુકસાન કરવા નથી કહી રહ્યો. કોંગ્રેસના એકલદોલક લોકો દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. પક્ષની અંદર દુશ્મન કોઈ છે? 67 પૂર્વ ધારાસભ્યો અને સંસદસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. થોડું તો પૃથક્કરણ કરીએ. જો ઓપીડી બરાબર હોય તો આવું થશે. શું ખામી કે ખરાબી છે તે અંગે તપાસ નહીં કરીએ તો આપણે ઈલાજ કરી શકવાના નથી.
કોંગ્રેસે 20 વર્ષથી મને ઘણું આપ્યું છે. જે આપવા જેવું હતું તે બધું આપ્યું છે. એટલે માન અપમાનનો સવાલ કે ન આપવા અંગે સવાલ નથી. હું માગું અને પક્ષ આપે એવું નથી. બોટાદની ટિકિટ આપી ફોર્મ ભરીને બહાર નીકળ્યો તો બીજાને મેન્ડેટ આપી દેવાયો હતો, તે અપમાન હોવા છતાં પક્ષનો નિર્ણય મેં માથા પર લીધો હતો. મારો પક્ષ હતો.
અન્યાય સહન થઈ શકે પણ અપમાન નહીં. અપમાન સહન કરવા માનસિક સધ્ધર નથી. પક્ષની અંદર સંવેદનશીલ રાજનીતિ કરતા હોઈએ ત્યારે આવું અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. એકલદોકલ બે-પાંચ આગેવાનોના કારાણે અમારું અપમાન થઈ રહ્યું છે. જાહેર જીવનમાં કદર ન કરવામાં આવે.
પ્રમુખ અમિત ચાવડાને 4 વખત ફોન કર્યા હતા તેમણે એકપણ વખત ફોન ઉપાડ્યો નથી. અમારા આગેવાન કમસેકમ ફોનનો જવાબ આપે. પરેશ ધાનાણીએ મને કહ્યું કે તમારી લાગણી સાતવને પહોંચાડો. મારે તો ભાવનગરની જનતાની પીડા છે તે રાહુલ ગાંધીને પહોંચાડવી હતી. ભાવનગર અંગે સરકારને વારંવાર રજૂઆતો કરી છે. ભાવનગરની પ્રજાની મુશ્કેલી હું રાહુલને કહેવા માગતો હતો. જનતાની પીડા કહેવા માગતો હતો. જે લોકો લાયક નથી તેઓ રાહુલને મળવા માટે અંદર હતા, તો મારી સામે શા માટે આટલી બધી ધૃણા છે. મેં પક્ષને હંમેશાં માથે ચઢાવ્યો છે. જયરાજસિંહ પરમારે પોતાની લાગણી જાહેરમાં વ્યક્ત કરી હતી. મનીષભાઈએ પણ આવી જ વાત કહી હતી. હિમાંશુભાઈએ આવી જ વાત કરી હતી.
પક્ષના નેતાઓ દ્વારા યોગ્ય કામ આપવામાં આવતું નથી, છતાં અમને જે યોગ્ય લાગે તે કામ પક્ષ માટે કરીએ છીએ. 25 વર્ષથી સ્થાપિત હિતો પક્ષને નુકસાન કરી રહ્યાં છે. 5 કે 25 લોકો 25 વર્ષથી ગુજરાત આખાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં 26મો કોઈ નથી. મારા ભાવનગર માટે કોણ બોલશે. પક્ષ જ્યારે મારી પ્રજા માટે ઉદાસીન હોય ત્યારે કોણ મારા ભાવનગરની વાત કરશે.
આવાં સ્થાપિત હિતો કોંગ્રેસના નેતાને મળવા માટે દરવાજા બંધ કરી દે છે. મારા દિલને ઠેસ પહોંચી છે. હું તેથી આવનારા દિવસોમાં રાહુલ ગાંધીને મળવાનો છું. પક્ષની શિસ્તમાં રહીને હું આ વાત રાહુલને કહેવાનો છું. મારે કોઈ પદ નથી જોઈતાં. હું કોઈ પદ માગવાનો નથી. માગીએ અને ન આપે એવું નથી.
આગેવાનો આડસરૂપ બનતા હોય તો તેમને ખબરદાર કરવા માગીએ છીએ કે આ પદ્ધતિ બરાબર નથી. આગેવાનો જે ભાવનાથી કામ કરે છે તે જ ભાવનાથી અમે કામ કરીએ છીએ. ભાવનાઓ ટકરાઈ રહી છે અને જનતાનો દ્રોહ કરી રહ્યા છીએ. જનતાનાં કામ કરવામાં બાધારૂપ બની રહ્યા છીએ. મારે ફેસબુક પર જાહેર માધ્યમથી એટલા માટે કહેવું પડે છે કે, જ્યારે પ્રમુખ કે બીજા આગેવાનો ફોન ન ઉપાડે ત્યારે લાગણી વ્યક્ત કરવાનો આ એકમાત્ર માર્ગ છે.
મેં રાહુલ ગાંધીને મેસેજ કર્યો છે કે હું તમને મારી લાગણી પહોંચાડવા માગું છું. મને તમને મળતા રોકવામાં આવ્યા છે, તેથી અનેક નેતાઓ પક્ષને છોડીને જતા રહ્યા છે. પક્ષ છોડીને આગેવાનો કેમ જઈ રહ્યા છે તેનું પોસ્ટમોર્ટમ કરો. આવાં જ કારણો છે. રાહુલ ગાંધીને જે લોકો રિપોર્ટિંગ કરવા જવાબદાર છે તેમણે તેનું પોસ્ટમોર્ટમ કરવું જોઈતું હતું. કેટલાક લોકો હજુ એવા છે કે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમને કોઈ પૂછતું પણ નથી કે તેઓ શા માટે આવું કરી રહ્યા છે.
નેતૃત્વનો ફેરફાર કેમ કરવામાં આવતો નથી. કોઈને કાઢવાની વાત નથી પણ વૈચારિક રીતે ફેરફાર કરો. કોંગ્રેસ પર ગુજરાતની જનતાને ભરોસો છે. મત આપનારને તો એવું ન લાગવું જઈએ કે તેમણે ખોટો મત આપી દીધો છે. જ્યારે શીર્ષ નેતૃત્વ ગુજરાત આવે ત્યારે તેમને મોકળા મને મળવા દો એવી મારી માગણી છે. દર વખતે તમે રાહુલ ગાંધી સાથે ભોજન લો છો, ત્યારે એવો વિચાર કેમ ન આવ્યો જિલ્લા કે તાલુકાના કાર્યકરોની સાથે પણ રાહુલ ગાંધીને ભોજન કરાવીને તેમની વાત સાંભળે. કેમ રાહુલ સાથે 5-15 લોકો જ ભોજન લઈ રહ્યા છો. તમે 15 લોકો ટોળા વળીને રાહુલની પાછળ કેમ ફરી રહ્યા છો? પ્રોટોકોલ આ 15ને જ સંભાળતા આવડે એવું થોડું છે.
આ વાત કોંગ્રેસ સામેની નથી. હું કોંગ્રેસ છોડવાનો નથી. ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે તે માટે ‘રુક જાઓ’ એવું કહેવા માટે ફેસબુક પર જાહેર કરું છું. મત લેતી વખતે ગુજરાતની જનતાને કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસ તમારી સાથે રહેશે.
ભાજપના શાસનમાં હાલના ખરાબ દિવસો કરતાં પણ વધુ ખરાબ દિવસો આવી રહ્યા છે. અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે. ગામડાઓ ખાલી થઈ રહ્યાં છે.