ગાંડી ગાંડી રે ગુજરાતની ગાદી
ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તેને ત્રણ વર્ષ થતાં ખૂશ થઈને વિજય રૂપાણીએ ઉત્સાહભેર ઊજવણી ગઈ કાલે કરી છે. તેમના પૂરોગામી આનંદીબેન પાંચ વર્ષ શાસન પૂરું કરે તે પહેલાં રૂપાણી, અમિત શાહ અને મોદીએ સાથે મળીને આનંદીબેનને કૌભાંડો માટે હાંકી કાઢ્યા હતા. હવે તેના કરતાં વધું કૌભાંડો અને બિનગુજરાતીઓના તોફાનો અને પક્ષાંતરની ખરીદ વેચાણ તેમના સમયમાં સૌથી વધું થયા છતાં તેમને હાંકી કાઢવામાં આવ્યા નથી તેની તેમને ખૂશી છે. કારણ કે તેઓ જાણે છે કે ગુજરાતની ગાદી ગાંડી છે તે ગમે ત્યારે ઉથલાવી શકે છે. હતા ન હતા કરી શકે છે. તેઓ પોતે આનંદીબેનને ઊથલાવવાના ષડયંત્રમાં સામેલ હતા. તેથી પોતાની ખૂરશી સલામત રહે તેનો સૌથી આનંદ તેમને છે.
અગાઉ કેટલાં મુખ્ય પ્રધાનોની ખૂરશી ખેંચી લેવામાં આવી હતી તેની વિગતો જોતા ખ્યાલ આવે છે કે ગુજરાતના કોઈ પણ મુખ્ય પ્રધાન એક વર્ષ પૂરું કરે એટલે તેઓ આનંદીત હોય છે અને તેની ખૂશી વ્યક્ત કરતાં હોય છે.
ભૂંડો ઈતિહાસ
ગુજરાતનો રાજકીય ઈતિહાસ બળવાથી અને સરકારોને ગબડાવવાથી ભરેલો છે. પ્રથમ મુખ્મંત્રીથી આજ સુધી અનેક વખત રાજકીય બળવા થઈ ચૂક્યા છે. રાજકીય બળવાખોરી કરવી તે હવે ગુજરાતના રાજકીય નેતાઓનું ડીએનએ બની ગયું છે. ગુજરાતના રાજકીય નેતાઓએ આવી પણ એક કુસંસ્કૃતિ વિકસાવી છે. પ્રજાએ જ મહારાષ્ટ્ર અને ગુજરાતની સંયુક્ત સરકારનો વિરોધ કર્યો હતો અને 1960માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું હતુ. ગુજરાતમાં પહેલા મુખ્યમંત્રીથી લઈને આજે આનંદીબેન પટેલથી લઈને શંકરસિંહ વાઘેલા સુધી સતત બળવા થતાં આવ્યા છે. સરકારો ગબડાવતાં રહ્યાં છે. સ્થિર શાસન તો બહું ઓછો સમય રહ્યું છે. રાજકીય ઉથલપાથલ વધારે થતી આવી છે. ગુજરાતની સ્થાપનાના 20 વર્ષ સુધી એક પણ મુખ્યમંત્રી પાંચ વર્ષ સુધી ટક્યા ન હતા. છેલ્લાં 20 વર્ષામાં પણ છ મુખ્ચમંત્રીને ગુજરાતની ગાદી છોડવી પડી છે.
રાજ્યની સ્થાપનાનો પ્રથમ બળવો
રાજ્ય અલગ થયું ત્યારે મુંબઈ રાજ્યના જે ગુજરાતથી ચૂંટાઈને ગયેલાં ધારાસભ્યો હતા તેનાથી ગુજરાતની પ્રથમ સરકાર 1 મે 1960માં રચી હતી. ડો. જીવરાજ મહેતા પહેલા મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમણે બે વર્ષ શાસન કર્યું હતુ. ડો. જીવરાજ મહેતા સમક્ષ કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ શરૃં કર્યો હતો. 1962માં ચૂંટણી આવી અને કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર હતા તે તમામને પ્રજાએ હરાવ્યા હતા. બળવંતરાય મહેતા, ઠાકોરભાઈ દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ હારી ગયા હતા. ડો.જીવરાજ મહેતા જીતી ગયા અને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની કોંગ્રેસને કમને ફરજ પડી હતી. તેમની બીજી મુદતની શરૂઆતથી જ કોંગ્રેસના નેતા રતુભાઈ અદાણી, રસિકલાલ પરીખ, હિતેન્દ્ર દેસાઈ તેમના મંત્રી મંડળમાં હતા અને ડો.જીવરા મહેતાનો વિરોધ કરતાં હતા. ડો.જીવરાજને મુખ્યમંત્રી પદેથી હઠાવવા માટે કોંગ્રેસના પ્રમુખ ત્રિભોવનદાસ પટેલની આગેવાનીમાં ભારે વિરોધ શરૂં થયો હતો. સાદીક અલીને કેન્દ્રમાંથી કોંગ્રેસના ધારાસભ્યોને સાંભળવા માટે મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા જીવરાજ મહેતા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. દરખાસ્તતો પસાર ન થઈ પણ. ચૂંટાયેલી પહેલી સરકારના મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાએ 19-9-1963ના રોજ રાજીનામુ આપવું પડ્યું હતુ.
બળવંતરાય મહેતાનું મોત થયું
ડો.જીવરાજે રાજીનામું આપતાં તુરંત બળવંતરાય મહેતાને મુખ્યમંત્રી બનાવાયા હતા. ત્યારે તેઓ ધારાસભ્ય ન હતા. પછીથી તેઓ ચૂંટાયા હતા. 1965માં ભારત પાકિસ્તાનના યુધ્ધ વખતે તેઓ કચ્છ સરહદ પર 19 સપ્ટેમ્બર 1965ના દિવસે વિમાનમાં નિરિક્ષણ કરવા ગયા હતા. તેમની સાથે તેમના અંગત સચિવ અને એક પત્રકાર હતા. વિમાનને પાકિસ્તાને તોડી પાડ્યું. વિમાન કચ્છના સુથરી ગામે તુટી પડ્યું હતુ. અને એક મુખ્યમંત્રીનો વધ પાકિસ્તાને કર્યો હતો. તેની સાથે ગુજરાતના એક પત્રકારનું પણ સરહદ પર મોત થયું હતુ. પાકિસ્તાને કચ્છની જમીનનો કબજો લઈ લીધો હોવા છતાં ત્યાર પછીની સરકારે તે કબુલ્યું ન હતું.
હિતેન્દ્ર દેસાઈએ વિશ્વાસ ગુમાવ્યો
ત્રીજા મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્ર દેસાઈ આવ્યા હતા. 1965, 1967, 1971ના સમયગાળા દરમિયાન તેઓ મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે વિધાનસભામાં બહુમતી ગુમાવતાં 31 માર્ચ 1971માં રાજીનામું આપ્યું હતુ. ફરીથી મત લેતા તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને બહુમતી મેળવી હતી. આમ ત્યારે તેમને ટોપલ કરવામાં કોંગ્રેસના જ કેટલાંક ધારાસભ્યો મેદાનમાં હતા.
ઘનશ્યામ ઓઝાએ રાજીનામું આપ્યું
1972માં રતુભાઈ અદાણીની આગેવાનીમાં કોંગ્રેસે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસ સારી બહુમતીથી ચૂંટાઈ હતી. પણ મુખ્યમંત્રી કોણ બને તે અંગે વિવાદો ઉભા થયા હતા. સર્વસંમતિ ન સધાતાં ઈન્દિરા ગાંધીને નામ સુચવવાનું કહેવામાં આવ્યું હતુ. તેમણે કળશ ઘનશ્યામ ઓઝા પર ઢોળ્યો હતો. ત્યારે તેઓ ધારાસભ્ય પણ ન હતા. તેઓ સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે તે સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા. તેમના મંત્રી મંડળમાં ચીમનભાઈ જીવાભાઈ પટેલ હતાં. તેઓ સતત એવો દાવો કરી રહ્યાં હતા કે તે મુખ્યમંત્રી બનવા માંગે છે. કોંગ્રેસ પક્ષ પર તેઓ સતત દબાણ લાવતાં હતા. કેન્ર્દીય કોંગ્રેસે તેમની વાત સાંભળવા માટે ગુજરાતમાં નિરિક્ષકો મોકલ્યા હતા. મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાએ 13-3-1973ના રોજ રાજીનામું આપી દીધું હતુ. તેમની સરકારનો વિશ્વાસ લેવા પણ તેઓ રોકાયા ન હતા એટલી હદે તેઓ કોંગ્રેસને આક્રમક નેતા ચીમનભાઈ પટેલથી કંટાળી ગયા હતા. આખરે ચીમનભાઈએ ધનશ્યામ ઓઝાને ટોપલ કર્યાં હતા. અને કોંગ્રેસના ચીમનભાઈ મુખ્યમંત્રી બની ગયા હતા.
ચીમનભાઈ નવનિર્ણમાણમાં ગયા
ચીમનભાઈ સામે ભ્રષ્ટાચારના આરોપસર વિદ્યાર્થીઓ અને રાજનેતાઓએ આંદોલન છેડી દીધું હતુ. સમગ્ર ગુજરાતમાં લોકો રોડ પર આવી ગયા હતા. ચારેબાજુ આરાજકતા હતી. ભ્રષ્ટાચારના નામે લોકો શેરીએ શેરીએ આંદોલનો કરતાં હતાં. 1974માં નવનિર્માણ આંદોલન થયું હતુ. આ આંદોલન અંકુશમાં ન આવતાં ચીમનભાઈએ 1974માં રાજીનામુ આપ્યું હતુ. વિધાનસભાનું વિસર્જન થયું હતુ. ઈંદિરા ગાંધીએ વિસર્જન કરાવવા મોટી ભૂમીકા ભજવી હતી. ચીમનભાઈ સામે કોંગ્રેસને કેટલાંક નેતાને પણ વાંધો હતો. જે પાછલા બારણેથી આંદોલનને મદદ કરતાં હતા.
બાબુભાઈ જશભાઈ – કોંગ્રેસ ગઈ
ચીમનભાઈની સરકાર ઉથલાવી નાંખ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન સતત લંબાવાતું હતુ. તેથી સામે મોરારજી દેસાઈએ આંદોલન કર્યું અને તેઓ ઉપવાસ પર બેસી ગચા હતા. તેથી જૂન 1975માં ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસથી અલગ થયેલી સંસ્થા કોંગ્રેસ, જનસંઘ વગેરે સાથે મળીને જનતા મોરચો રચ્યો હતો અને ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસ વિરૂધ્ધ લોકોએ મતદાન કર્યું હતુ. અને જનતા મોરચાને બહુમતી મળી હતી. 18 – 6 – 1975માં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર બની બતી. જે પ્રથમ બિનકોંગ્રેસી સરકાર હતી. જેમાં ભાજપનો ઉદય થયો હતો. કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ, હેમાબેન આચાર્ય જેવા જનસંઘી (હાલનું ભાજપ) ના નેતાઓ ચૂંટાયા હતા. પણ 12 માર્ચ 1976ના રોજ નાગરિક પુરવઠા વિભાગની ચર્ચામાં દરખાસ્ત પર મદના થતાં તેમાં મતદાનમાં સરકારની હાર થઈ હતી. તેથી બાબુભાઈએ રાજીનામુ આપવું પડ્યું હતુ. આ પણ ધારાસભ્યોએ સરકાર સામે બળવો જ કર્યો ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ સાશન આવ્યું અને વિધાનસભા મૂર્છિત થઈ હતી.
કટોકટીમાં માંધવસિંહ આવ્યા અને ગયા
ગુજરાતમાં મોરચા સરકારની સ્થાપના સાથે જ સમગ્ર દેશમાં ઈન્દિરા ગાંધીએ કટોકોટી લાદી દીધી હતી. પણ ગુજરાત કટોકટીની સીધી અસરથી મુક્ત હતું. દેશના અન્યભાગો કરતાં અહીં કટોકટીની અસર બહું ઓછી હતી. બાબુભાઈની હાર થતાં તેમના સહિત અનેક નેતાઓની ઘરપકડ કરવામાં આવી હતી. 24 – 12 – 76ના રોજ રાષ્ટ્રપતિ શાસન ઉઠી જતાં માધવસિંહની સરકાર બની હતી. તેમણે ચાર જ મહિનામાં રાજીનામુ આપવું પડ્યું હતુ. 11 – 4 – 1977ના રોજ માધવસિંહે બહુમતી ગુમાવતાં રાજીનામું આપવું પડ્યું હતુ. તેથી બાબુભાઈ જશભાઈ પટેલ બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. 17 – 2 – 1980માં વિધાનસભાનું વિસર્જન થયું ત્યાં સુધી તેઓની સત્તા ચાલુ રહી હતી.
ફરી કોંગ્રેસ આવી અને કાયમને માટે માધવસિંહના કારણે ગઈ
1980ની ચૂંટણીમાં કોંગ્રેસને ફરીથી જંગી બહુમતી મળી હતી. ત્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા. 1985 સુધીમાં તેઓ ભાદરણની બેઠક પરથી સાત વખત ચૂંટાયા હતા. 1985 સુધીમાં સળંગ પાંચ વર્ષ પુરા કર્યા હોય તેવા આ એક માત્ર મુખ્યમંત્રી ત્યાં સુધીમાં હતા. પછી નરેન્દ્ર મોદીએ તે રેકોર્ડ તોડ્યો હતો. 1985માં ફરીથી સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા અને તેમણે ખામ થિયરી લાવ્યા હતા. તેમણે બક્ષી પંચને અનામત આપતાં તેની સામે અનામત આંદોલન શરૃં થયું હતુ અને જૂન 1985માં અનામ આંદોલનમાં ગુજરાત ભડકે ભળ્યું હતુ. કોમી રમખાણો બેકાબુ થયા હતા. કાયદો અને વ્યવસ્થઆની સ્થિથી તુટી જતાં 6 – 7 – 85માં માધવસિંહે રાજીનામુ આપવાની ફરજ પડી હતી. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સતત રજૂઆત કરતાં હતા કે માધવસિંહને મુખ્યમંત્રી પદેથી બદલો. આખરે એ દબાણ કામ કરી ગયું. તેમની સ્થાને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવાયા હતા. તેઓ ગુજરાતના 14માં મુખ્યમંત્રી બન્યા હતા.
ફરી ચીમનભાઈનો ભોગ લીધો
ગુજરાતમાં 4 – 3 – 1990માં જનતાદળ અને ભાજપની સંયુક્ત સરકાર બની હતી. 14 વર્ષના વનવાસ બાદ ચીમનભાઈ પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપે ચીમનભાઈની સરકારનો ટેકો પરત ખેંચી લીધો હતો અને સરકાર પડે તેમ હતી. કોંગ્રેસના ટેકાથી સરકાર ચલાવી હતી. પ્રવિણસિંહ જાડેજાને વાંધો પડતાં તેમણે રાજીનામુ આપ્યું હતુ. રાજ્યસભાની ચૂંટણી આવતાં તેમના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જેમાં ક્રોસ વોટીંગ થવાનો તેમને ભય લાગતાં મગજ પર પ્રેસર આવતાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને મોત થયું હતુ. છબીલદાસ મહેતા મુખ્ય મંત્રી બન્યા હતા.
કેશુભાઈને તેના સાથીએ ઉથલાવ્યા
કેશુભાઈ પટેલ 14 માર્ચ 1995ના રોજ ભાજપ સરકારના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપના નેતા શંકરસિંહ વાઘેલાને પસંદ નડ્યું ન હતુ. સાત જ મહિનામાં શંકરસિંહે કેશુભાઈને ઉથલાવી નાંખી તેમનું રાજીનામું લેવડાવી દીધું હતુ. કેશુભાઈ અને શંકરસિંહ બન્ને ખાસ રાજકીય મિત્રો હતા. કેશુભાઈ ગોકુલ ગામને લોકોની ભાગીદારી યોજના બનાવવા માટે વિદેશની યાત્રાએ ગયા હતા. ત્યારે કેશુભાઈની પીઠમાં શંકરસિંહે ખંજર ભોક્યું હતું. ભાજપના 121 ધારાસભ્યોમાંથી પોતાના થોડા સભ્યો લઈને વાસણીયા કેમ્પ કરી દીધો હતો. વાજપેઈ, અડવાણી, કુશાભાઉ, પ્રમોદ મહાજન જેવા દેશના તમામ ટોચના નેતા શંકરસિંહને મનાવવા માટે ગાંધીનગર આવ્યા હતા. શંકરસિંહની માંગણી હતી કે કેશુભાઈ રાજીનામુ આપે. તે કરીને જ તેઓ રહ્યાં. 20 ઓક્ટોબર 1995માં રાજીનામુ આપવાની શંકરસિંહે ફરજ પાડી હતી.
સુરેશ મહેતાને પણ બાપુએ ઉથલાવ્યા
બીજા દિવસે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમની સારી ચાલતી સરકાર સામે પણ સંઘ અને બાપુને વાંધો પડ્યો હતો. અને 11 મહિનામાં તેમને 19 સપ્ટેબર 1996એ તેમની સરકારને પણ ગગડાવવામાં આવી હતી. પણ બાપુના DNA માં બળવો પડેલો છે. શંકારસિંહ સત્તાના ભુખ્યા બન્યા હતા. તેમને મુખ્યમંત્રી બનવું હતુ. ભાજપને ખતમ કરીને પણ મુખ્યમંત્રી બનવું હતુ. એવું જ હવે કોંગ્રેસમાં કર્યું છે.
શંકરસિંહે દિલીપ પરીખને ફેંક્યા
રાષ્ટ્રપતિ શાસન હઠાવી લેવાતાં બગર ચૂંટણીએ 23 – 10 – 1996ના રોજ શંકરસિંહ વાઘેલા 20માં મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે તેઓ ધારાસભ્ય પણ ન હતા. પછીથી રાધનપુરમાં પણ ધાકધમકી અને અરાજકતાંથી ચૂંટાયા હતા. મુખ્યમંત્રીની ખુરશીની બાજુની ચેમ્બરમાં કોંગ્રેસના વિપક્ષના નેતા અમરસિંહની ખુરશી રહેતી હતી. શંકરસિંહનું શાસાન એક વર્ષ ચાલ્યું હશે ત્યાં જ કોંગ્રેસે તેની સામે વાંધો લીધો. તેમણે 27-1- 98માં રાજીનામુ આપવાની કોંગ્રેસ ફરજ પાડી હતી. દિલીપ પરીખને 27-1- 98માં મુખ્યમંત્રી બનાવાયા હતા. નર્મદા ડેમ ઉપર મંત્રી મંડળની બેઠક બોલાવીને શંકરસિંહે દિલીપ પરીખની સરકારને વિખેરી નાંખી હતી અને ફરી ચૂંટણીઓ આવી અને કેશુભાઈ પટેલ ફરીથી 4 માર્ચ 1998માં જંગી બહુમતીથી સરકાર બનાવી હતી.
કેશુભાઈ ફરી ભોગ બન્યા
દિલ્હી મોકલી દેવાયેલાં નરેન્દ્ર મોદીએ ત્યાં બેસીને ગુજરાતમાં કેશુભાઈને સરકારને ખલેલ પહોંચાડવા કાવાદાવા શરૂં કર્યા હતા. તેથી કેશુભાઈએ 2001માં જવું પડ્યું હતુ. તેનું કારણ કચ્છનો ભૂકંપ બતાવવામાં આવ્યો હતો. તેના સ્થાને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા. તેમને ઉથલાવાવ માટે તેના જ પક્ષના છૂટાપડેલાં સાથીઓ અને કોંગ્રેસે ભરપુર પ્રયાસો 2012 સુધી કર્યા હતાં. પણ તેમાં સફળતા મળી ન હતી. તેઓ 2014માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમને શાસન એકધારૂં અને સલામત રહ્યું હતુ. જે એક ગુજરાત માટે વિક્રમ છે.
આનંદીબેનને પણ ગબડાવ્યા
આનંદિબેન પટેલ મુખ્યમંત્રી 2014માં બન્યા તે તેમના કટ્ટર રાજકીય શત્રુ અમીત શાહને પસંદ ન હતું. તેમણે આનંદીબેનને ઉથલાવાવ માટે દાવપેચ કર્યા અને સફળ થયા. નારાજ આનંદીબહેને 1916માં ફેસબુક પર રાજીનામુ આપવું પડ્યું હતુ. ત્યાર પછી નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાના હતા પણ અમીત શાહે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજય રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવાવ માટે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાંથી બળવો કરાવાયો છે. અનેક ધારાસભ્યો એ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે.
આમ ગુજરાતના મુખ્યમંત્રીઓને ગબડાવવાનો ઈતિસાહ ખરડાયેલો છે.