એક કરોડ આદિવાસી પ્રજા માટે રજા જાહેર કરો

અંબાજી થી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા 1 કરોડથી વધુ આદિવાસી સમાજ વતી 9 ઓગષ્ટ – વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર માંડવી મામલતદાર મારફત મુખ્યમંત્રીને આપવાનો કાર્યક્રમ કરાયો હતો. આદિવાસી નાગરિકો હવે રજાની માંગણી કરી રહ્યા છે ત્યારે ભરૂચમાં યોજાનારા વિશાળ આદિવાસી સંમેલનમાં આ વાત કરવામાં આવશે. ધારાસભ્ય આનંદ ચૌધરીએ આવેદનપત્ર આપ્યું હતું