- જિયોએ ડિજિટલ ઇન્ડિયાનું નિર્માણ કર્યું છેઃ મુકેશ અંબાણી
મુંબઈ, 24 ફેબ્રુઆરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઈમાં માઇક્રોસોફ્ટનાં એક કાર્યક્રમ ‘ફ્યુચર ડિકોડ’માં માઇક્રોસોફ્ટ સીઇઓ સત્યા નાદેલા સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનમાં જણાવ્યું હતું કે, “જિયોનાં આગમન અગાઉ ભારતમાં 1 જીબી ડેટાની કિંમત રૂ. 300થી રૂ. 500 વચ્ચે હતી. જિયોનાં આગમન પછી જીબીદીઠ ડેટાની કિંમત ઘટીને રૂ. 12થી રૂ. 14 થઈ ગઈ છે. જિયોએ છેલ્લાં ત્રણ વર્ષમાં 4જી ટેકનોલોજીમાં 38 કરોડ કે 380 મિલિયન સબસ્ક્રાઇબર મેળવ્યાં છે.”
નાદેલાએ અંબાણીને પૂછ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર કેવી રીતે વૃદ્ધિ કરશે? આનો જવાબ આપતાં અંબાણીએ કહ્યું હતું કે, “જિયો અગાઉ ભારતમાં બ્રોડબેન્ડની સ્પીડ 256 કેબીપીએસ હતી. અત્યારે જિયો દેશમાં મોબાઇલ ડેટા 21 એમબીપીએસની સ્પીડ પર આપે છે, જે ભારતમાં દરેક ગામડામાં ઉપલબ્ધ સરેરાશ સ્પીડ છે.” તેમણે ઉમેર્યું હતું કે,
આ ઇન્ટરેક્શનમાં અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં મોબાઇલ નેટવર્ક વધારે સારું છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે દુનિયામાં અન્ય કોઈ દેશથી સારું કે એને સમકક્ષ મોબાઇલ નેટવર્ક ભારતમાં છે. જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સ્ટેડિયમમાં પહોંચશે, ત્યારે તેઓ ભારતમાં મોટાં પરિવર્તનને જોશે. સ્ટેડિયમ ડિજિટલ ટેકનોલોજીની દ્રષ્ટિએ દુનિયાનાં અન્ય કોઈ પણ સ્ટેડિયમથી વધારે સારું છે.”
અંબાણીએ કહ્યું હતું ભારતમાં પરિવર્તન લાવવા ટેકનોલોજી તક પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, “અમે ભારતમાં પ્રીમિયર ડિજિટલ સોસાયટી બનવાની તક ધરાવીએ છીએ. નવી પેઢી તમે (નાદેલા) અને હું જે ભારતમાં મોટો થયો છું એ ભારતથી અલગ ભારત જોશે.”
ઉલ્લેખનીય છે કે, તેમણે માઇક્રોસોફ્ટમાં નાદેલાની લીડરશિપની પ્રશંસા કરી હતી અને દરેક ભારતીયને આ અંગે ગર્વ છે એવું જણાવ્યું હતું.