2016થી સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેમાં 5 વખત અત્યાર સુધીમાં કુલ 1,96,66,140 પ્રશ્નો આવેલા હતા. આમ 1.20 કરોડ ઘરમાં 2 કરોડ પ્રશ્નો સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નિકાલ થતાં ન હતા. જે નિકાલ કરાયા છે. તેનો સીધો મતલબ કે પ્રજાના કામો રૂપાણીની ભાજપ સરકારમાં થતાં નથી. એવું વિરોધ પક્ષના ધારાસભ્યો બતાવી રહ્યાં છે. કોઈ એક રાજ્યમાં આવા પડતર પ્રશ્નો હોય એવો રેકોર્ડ ગુજરાતમાં સ્થપાયો છે.
નાના લોકોના નાના કામો થતાં નથી. જમીનોની ફાઈલો તુરંત નિકાલ થાય છે. જમીનો માટે દરેક કલેક્ટર કચેરીમાં ખાસ સેલ બનેલા છે, ઉદ્યોગોના પ્રશ્નોના નિકાલ માટે વન વિન્ડો પધ્ધતિ છે. પણ સામાન્ય લોકોના પોતાના કામો કરાવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડે છે તેમ છતા તેમના નાના કામ રેશનકાર્ડ કઢાવવા કે નામ લખવા માટે કોમ થતાં નથી.
રૂપાણીએ આવા ખાસ કાર્યક્રમો કરવા પડી રહ્યાં છે. જે કામ સામાન્ય નિયમીત રીતે નિકાલ થવા જોઈતા હતા. 99.85 ટકા અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે તેમ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર સરકારે આપ્યો ત્યારે આ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
જામનગર જિલ્લામાં વર્ષ 2019માં શહેરી વિસ્તારમાં સેવાસેતુ હેઠળ કુલ-૭ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં કુલ 9129 અરજીઓ આવી હતી, તે તમામનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર, ધ્રોળ અને સિક્કા તાલુકામાં 7-7 સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ આવીને બેસીને લોકોના પ્રશ્નોનો નિકાલ કરતાં જોવા મળે છે. જેમાં તેઓ પ્રજા પર કામ કરવાનો ઉપકાર કરતાં હોય એવું વર્તન ઘણી જગ્યાએ જોવા મળતું હતું. લોકોની સહાનુભૂતિ મેળવીને ભાજપના નેતાઓ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ ચૂંટણી માટે મત મેળવવાનું મેદાન તૈયાર કરતાં જોવા મળતા હતા.
સેવા સેતુ કાર્યક્રમ તો અધિકારીઓએ કરવાના કામ ન થતાં હોવાથી કરવામાં આવે છે. તેથી ખરેખર તો તે ભાજપ સરકારની મોટી નિષ્ફળતા છે. સરકારી કચેરીઓ પ્રજાના કામ કરતી નથી એવું તેના પરથી સ્પષ્ટ થાય છે. અધિકારીઓ કામ એટલા માટે ન કરે કારણ કે તેને કામ કરવાના પૈસા જોઈતા હોય છે, જે પૈસા આપે તે તુરંત કામ થઈ જાય છે. પણ ગરીબ અને સામાન્ય લોકોના કામ થતાં નથી.