સાણંદના પ્લાન્ટમાં રોજ 1 લાખ પાણીની બોટલ અમદાવાદ સહિત રાજ્યના 20 રેલ મથકો પર રેલનીર બ્રાન્ડનું પાણી આપવાનો પ્લાંટ શરૂ કર્યો છે. જે પાણી ખેડૂતોના ભોગે આ કંપનીને આપશે જેમાં તે રોજ એક લાખ લિટર પાણી વાપરશે. વર્ષે 3.50 કરોડ લિટર પાણી નર્મદા નિગમનું વાપરે છે. આ પાણી ન વાપરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે. ખેડૂત આગેવાન સાગર દેસાઈ કહે છે કે, સાણાંદમાં કોઈ પાણી નથી, તેઓ નર્મદાનું પાણી વાપરે છે. રોજનું 7 કરોડ લીટર પાણી સાણાંદ જીઆડીસીમાં આપવામાં આવે છે. જે દરવર્ષે વધારો થતો જાય છે.
સિવાયનું પાણી વેચી શકાશે નહીં. આ આદેશના પગલે આ સ્ટેશનો પર અન્ય બ્રાન્ડની પાણીની બોટલોનું વેચાણ બંધ કરી દેવાશે. તે માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા અમદાવાદ નજીક સાણંદ ખાતે શરૂ કરાયેલા રેલનીર પ્લાન્ટમાંથી આ સ્ટેશનો પર રેલનીર પહોંચાડવામાં આવશે.
જેમાં અમદાવાદ, પાલનપુર, વીરમગામ, ગાંધીનગર, મણિનગર, સાબરમતી, સુરેન્દ્રનગર, નડિયાદ, ગાંધીધામ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, ઓખા, આણંદ, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, આબુરોડ, ઉદયપુર શહેરનો સમાવેશ થાય છે. દેશના 22 રેલવે સ્ટેશનમાં આ શરૂઆત થઈ છે જેમાં ગુજરાતના 20 અને રાજસ્થાનના 2 રેલ મથકનો સમાવેશ થાય છે.
રેલવે તરફથી ફાળવવામાં આવેલા સ્ટોરમાં હવે ફક્ત ‘રેલ નીર’ની જ બોટલ રાખવી ફરજિયાત કરાશે. જો કોઈ સ્ટોર અન્ય બ્રાન્ડનું પાણી વેચશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રવાસી અન્ય બ્રાંડ ખરીદી શકશે નહીં.
IRCTC તરફથી સાણંદ ખાતે પાણીનો નવો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ટ્રેન 2 કલાક કરતાં વધારે મોડી થાય તો રેલવે તમને પાણીની બોટલ ફ્રી આપશે. બોટલ્ડ પાણી તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસ પણ આપવામાં આવશે.
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ રેલ નીર કૌભાંડમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ મે.આર.કે. એસો. ઍન્ડ હોટેલિયર્સ પ્રા. લિ., મે. સત્યમ કેટરર્સ પ્રા. લિ. તેમ જ અન્ય 5 કંપનીની રૂા.17.55 કરોડની જંગમ મિલકતો પર ટાંચ મારી છે. આ કંપનીઓએ સરકારી તિજોરીને રૂા. 20 કરોડનું નુકસાન કર્યું હતું. સીબીઆઈએ દરોડા પાડી રૂ.20 કરોડ જપ્ત કર્યા હતાં
પાણીના પુરવઠા માટે રેલવે મંત્રાલય પાસેથી મળેલી રકમને આ કંપનીઓએ `રેલ નીર’ને બદલે અન્ય બ્રાન્ડનાં પાણીનાં ઉત્પાદન તરફ વાળી હતી, જે અપરાધ ઠરે છે. રેલ નીર કૌભાંડમાં રેલવેના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
નવી દિલ્હીમાં શુક્રવારે સીબીઆઇએ 7 ખાનગી કંપનીમાં દરોડો પાડી ‘રેલ નીર’માંથી ભેગા કરેલા રૂ.27 કરોડ જપ્ત કર્યા હતા. એમાંથી ચાર લાખની નકલી નોટો મળી હતી. ત્રણ મશીનો કામમાં લીધી હતી. તેઓ રીતસર થાકી ગયા હોય તેવું દેખાતું હતું.
CBIએ કૌભાંડમાં ઉત્તર રેલવેના પીએસ એન્ડ કેટરિંગના પૂર્વ કમર્શિયલ પ્રમુખ એમ.એસ. છલિયા અને સંદીપ સિલાસ સામે કેસ કર્યા હતા. સંદીપ સિલાસ પૂર્વ કેન્દ્રીય મંત્રીના અંગત સચીવ તરીકે પણ કામ કરી ચૂક્યા હતો. આર.કે એસોસિયેટ પ્રાઈવેટ લિ. સત્યમ કેટરર્સ, અંબુજ હોટલ એન્ડ રિયલ એસ્ટેટ, પીકે એસોસિયેટ, સનસાઈન પ્રાઈવેટ લિ. વૃંદાવન ફૂડ પ્રોજેક્ટ અને ફૂડ વર્લ્ડ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી હતી. આરકે એસોસિયેટ અને વૃંદાવન ફૂડ પ્રોજેક્ટના માલિક શ્યામ બિહારી અગ્રવાલ અને તેમના દીકરા અભિષેક અગ્રવાલ અને રાહુલ અગ્રવાલના ઘરેથી રૂ.20 કરોડ રોકડ મળી આવ્યા હતા. આ કંપનીઓ રેલવે ઓફિસરો સાથે મળીને યાત્રીઓ અને રેલવે વિભાગ સાથે દગાખોરી કરી રહ્યા હતાં.
આ કંપનીઓ ‘રેલ નીર’ની પાણીની બોટલોમાં મોટો નફો કર્યો છે. રેલવે અધિકારીઓ ખાનગી કંપનીઓનો પક્ષ લઈ રહ્યા હતા. આ કંપનીઓ રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેન સહિત ગાડીઓમાં ‘રેલ નીર’ નામે ઓછા ભાવે પાણી આપતા હતાં.
વળી, રેલ નીર એક IRCTCની પ્રોડક્ટ છે. છતાં તાત્કાલિક અસરથી રેલવે ભવનમાં બોટલ બંધ પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી.