રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારના કર્મચારીઓના નજીવા પગાર વધારાની જાહેરાત કરી છે. ત્યારે બાંધેલા પગાર, કરાર આધારિત નોકરી, ઉછીના કર્મચાીરઓ લેવાના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ થાય છે. પગારની ચુકવણીમાં 4 મહિનાના વિલંબને પરિણામે રાજ્યના 5 લાખ સહાયક અને 15 લાખ આઉટસોર્સિંગમાં કામ કરતાં યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશ છે. શોષણ કરતી ભાજપ સરકાર સામે “સમાન કામ – સમાન વેતન”ની ન્યાયિક માંગણી સાથે લડત આપી રહ્યા છે.
ભાજપ સરકારની સહાયકપ્રથા નીતિને ગુજરાત વડી અદાલતે પણ રદ્દ કરી નાખી છે. ગુજરાત વડી અદાલતે ગુજરાતના યુવાનોને ન્યાય મળે અને સરકારની શોષણવાળી નીતિ સામે “સમાન કામ – સમાન વેતન” ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના નિર્ણય સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેની સામે ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા ગુજરાતના લાખો યુવાનો સતત ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા ગુજરાતના 5 લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સહાયકપ્રથા અને પંદર લાખ કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે.
તેથી સર્વોચ્ચર અદાલતમાં ગુજરાત સરકારે કરેલી અરજી તુરંત પરત ખેંચી લેવી જોઈએ. એવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 20 લાખ સરકારી કર્મચારીઓને વર્ષે રૂ.2000 કરોડ પગાર આપવામાં આવે છે. જે ખરેખર સરકારના વેચત પંચ પ્રમાણે આપવામાં આવે તો રૂ.6થી 7 હજાર કરોડ આપવો જોઈએ. પણ સરકાર વર્ષે રૂ.5,000 કરોડનો પગાર ઓછો આપી રહી છે.
રાજ્યમાં મોટી કંપનીઓના 20 હજાર કરોડના વેચાણવેરા, વેટ માફી કરે છે. ટાટા જેવી મોટી કંપનીને રૂ.33,000 કરોડ લાભ આપ્યો છે. બીજા પણ એટલા જ લાભ આપ્યા છે. પણ ગુજરાતને કોઈ લાભ થયો નથી. ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશનમાં 20,000 કરોડનો ગેરરીતી-ભ્રષ્ટાચાર ‘કેગ’ દ્વારા બહાર પડાયો છે. ઉત્સવો, રેલી, યાત્રા, રથ પાછળ દર વર્ષે 1000 કરોડ ખર્ચ કરે છે. નેતાઓ પોતાની પ્રસિદ્ધી માટે ટીવી, અખબારો, હોર્ડીંગ્સ પાછળ રૂ.2000 કરોડ ખર્ચે છે.
ગુજરાતના યુવાનોને “સમાન કામ – સમાન વેતન” ના સિધ્ધાંત મુજબ લાયકાત હોવા છતાં વેતન ન આપતી નથી. તેમ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું.