પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ પહેલી વખત વિરોધ પક્ષના નેતાઓ, ભાજપના નેતાઓ અને સરકારના વડાઓ એક મંચ પર જોવા મળ્યા છે. 20 વર્ષ પછી ગુજરાતમાં ખરી લોકશાહી વિજય રૂપાણીની સરકારમાં જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં લોકોએ ઊભી કરેલી વ્યવસ્થાના લોકાર્પણ સમયે આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હોય તો આવા દ્રશ્યો આજે જોવા મળત નહીં. તેઓ રાજકીય વિચાર ભેદ હોય તેમને સાથે લઈને ચાલવામાં માનતા નથી. પણ વિજય રૂપાણીએ બધાને સાથે બેસવાની મંજૂરી આપી હતી.
વિજય રૂપાણી લોકોનો અવાજ સાંભળે છે. પણ સરકારનો વિરોધ શહન કરી શકતા નથી. બાદલપરા ગામમાં સાથે તો બેઠા પણ વિજય રૂપાણી લોકોને પોતાનો અવાજ રજૂ કરવા દેતા નથી. 144 કલમ તુરંત લગાવી દે છે. લાઠીચાર્જ કરાવે છે. લોકોની જાસૂસી કરાવે છે. અવાજ કરનારાઓને દવાબી દે છે. જો તેમાં તેઓ સુધારો કરે તો ગુજરાતમાં પૂર્ણપણે લોકશાહી 20 વર્ષ પછી આવી શકે તેમ છે. એવું રાજકીય નિરિક્ષકો માની રહ્યાં છે.
કોણ હતું એક મંચ પર ?
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પરેશભાઈ ધાનાણી, ભગવાનભાઈ બારડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પુનમબેન માડમ, રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોધંરા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, અમરીશભાઈ ડેર, ભીખાભાઈ જોશી, હર્ષદભાઈ રીબડીયા, બાબુભાઈ વાજા, નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, પુર્વ મંત્રી જશાભાઈ બારડ, ઝવેરીભાઈ ઠકરાર, ગોવિંદભાઈ પરમાર હતા.
શું થયું બાદલપરામાં ?
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામા લોકસેવક ધાનાભાઇ માંડાભાઇ બારડ અને બારડ પરિવાર દ્વારા નિર્મિત લોકસેવાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.
ગીર સોમનાથનું બાદલપરા વર્ષોથી સંપૂર્ણ સ્વચ્છ અને આદર્શ ગામ છે. ગામમાં લોકોના સહિયારા પ્રયાસથી હરિયાળી છે .પાણીનું જતન થઈ રહ્યું છે. ગ્રામ પંચાયતમાં મહિલાઓનું સંચાલન છે.
બાદલપરા જેવા ગુજરાતના આદર્શ અને મોડેલ ગામોને એક મંચ પર લાવી અન્ય ગામોના હોદ્દેદારો અને લોકો આવા આદર્શ ગામોની મુલાકાત લે અને દરેક ગામોમાં આવી સુવિધા ઊભી થાય તે માટે સરકાર સાથે સહિયારા પ્રયાસ કરવામાં આવશે.
નર્મદાના પાણીથી ૧૧૫ ડેમ છલકાવી દેવાશે અને આપણે ત્યાં પાણીનો દુકાળ ભૂતકાળ બનશે. ગીરની હિરણ નદી ના ૧૧ કિમી વિસ્તારમાંથી પાણીનો કાપ દૂર કરવાનો પ્રોજેક્ટ મંજૂર કરી દેવામાં આવ્યો છે. સરકારને એક પણ પૈસાનો ખર્ચ થવાનો નથી અને કંપનીઓના સહકારથી આ કાર્ય આગામી ઉનાળામાં શરૂ થવાનું છે. આ પ્રોજેક્ટ સફળ થશે તો સમગ્ર ગુજરાતમાં આ રીતે નદીઓને ઉંડી ઉતારવાનું આપણું આયોજન સરકારનું છે.
આહિર સમાજના ત્રણ લોક સેવક ધાનાભાઇ માંડાભાઇ બારડ , હેમંતભાઈ માડમ અને પેથલજીભાઈ ચાવડા છે. ધાનાભાઇએ સામી છાતીએ ગોળીઓ ઝીલીને પ્રજા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓએ જશુભાઇ બારડને પણ યાદ કરીને હાલ ભગવાનભાઇ બારડ પણ આ સેવા કરી રહ્યા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાયકલોન સેન્ટરનું ડિઝિટલ તકતીથી ખાત મુહુર્ત કર્યું હતું. શહિદ ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ સેન્ટર, જશુભાઈ બારડ આદર્શગ્રામ બાદલપરા પ્રવેશદ્રાર, રાહુલ રામભાઈ બારડ, આદર્શ ગામ સમાજવાડી, સાર્વજનિક વાંચનાલય અને બાળ ક્રિડાંગણનું લોકાર્પણ કરી આ તમામ પ્રકલ્પોની સુવિધાનું મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. હેલ્થ અને વેલનેશ સેન્ટરનું પણ લોકાર્પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું.
વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે, વટવૃક્ષ જેવા આ ગામનો છાયો બધાને મળે તે આશા વ્યક્ત કરી શહેરનો નાગરિક અહિયા રહેવા માટે પ્રેરાય તેવું આ ગામ છે. ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પુર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ભાગવત્તાચાર્ય મહાદેવપ્રસાદ મહેતાએ પ્રાસંગિક વકત્વ આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં તાલાળાના ધારાસભ્ય અને બાદલપરાના વતની ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રીનું સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યો હતો. સરકારના સાયકલોન સેન્ટર માટે બે વિધા જમીનના ભુમિદાનનો પત્ર મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.