200 કરોડની જમીન કૌભાંડ 3 કરોડ થઈ ગઈ, બેંક લોન લઈને બીજું કૌભાંડ

રાજકોટ હવાઈ મથક પાસે સરકારી જમીન ખાનગી કરીને આચરવામાં આવેલા રૂ.200 કરોડના મોટા કૌભાંડ પર વધું એક કૌભાંડ થયું છે. 800 એકર જમીન ખરીદીને તેના પર બેંક લોન લઈ લેવામાં આવી છે. તેથી સરકારની આ જમીન પર વધું એક કૌભાંડ થયું છે.

જમીન ગેરકાયદેસર રીતે ગીરવે મૂકીને ચોટીલા તાલુકાની સરકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ જિલ્લા બેંક અને અલગ-અલગ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોગસ અને બનાવટી જામીનગીરી ઊભી કરી આશરે 80 કરોડ રૂપિયાની લોન લીધી છે. 550 એકર જમીન પર લોન લીધી છે. મહીદડ ગામની 210 એકર તેમજ 300 એકરની અન્ય જમીન માર્ગે જ કરવામાં આવી છે. બેંકો દ્વારા આસામીઓને લોન પણ આપી દેવામાં આવી છે. ચોટીલા પંથકની કૌભાંડવાળી જમીન ઉપર ચોટીલાના બદલે ગોંડલની એક બેંકમાંથી પણ કરોડો રૂપિયાની લોન લેવામાં આવી છે અને આ લોનમાં પણ શંકાસ્પદ વ્યવહારો થયાનુ કહેવાય છે.

સરકારી વીડીની કે બીડની જમીન વેચાતી લેવા માટે કલેકટર પાસેથી મંજૂરી લેવાની હોય છે.  તેમ થયું ન હતું અને જમીન કૌભાંડ થયું હતું.

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા 1960માં એકટ – 2/1974થી કરેલા સુધારા બાદ બામણબોર, જીવાપર ગામની કુલ 380.20 એકર જમીન મામલતદાર અને કૃષિપંચ ચોટીલાએ ગત તા.30/11/19-88ના હુકમથી ફાજલ જાહેર કરી હતી.

સુપ્રિમકોર્ટ આ બાબતે સરકારની તરફેણમાં નિર્ણય કર્યો હોવા છતા આદેશોનું ખોટું અર્થઘટન કરી જમીન આપવાનો ગેરકાયદે હુકમ કરવામાં આવ્યો હતો. હુકમની સરકારની પરવાનગી મળે તે પહેલા જ ખાનગી લોકો કેટલીક જમીનમાં પ્લોટીંગ પાડી બીનખેતી કરી હતી.

સરકારી જમીન વેંચી નાખવામાં આવી હતી. આ બનાવ અંગે સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેકટર સી.જે.પંડ્યા, ચોટીલાના ડે.કલેકટર વી.ઝેડ. ચૌહાણ અને ચોટીલાના ઈન્ચાર્જ મામલતદાર જે.એલ. ઘાડવીને બરતરફ કરીને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જમીન ખરીદનારા 13 લોકો સામે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે ફરિયાદ કરી છે. જેમાં કૌભાંડ રૂ.200 કરોડનું નહીં પણ માત્ર 800 એકર જમીનની કિંમત રૂ.3.23 કરોડ જણાવીને ફરિયાદ કરી છે. જમીન ટોચ મર્યાદાની ન્યાયીક કાર્યવાહી દરમિયાન રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરપયોગ કરી બીનપીયતની જમીન કરાવી ખોટા દસ્તાવેજી પુરા ઊભા કરી સરકારને રૂા.3.23 કરોડનું નાણાકીય નુકશાન કર્યું છે.