200 trees were cut to build a bridge in the green building area ग्रीन बिल्डिंग एरिया में पुल बनाने के लिए 200 पेड़ काट दिए गए
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
અમદાવાદના સરખેજ ગાંધીનગર – એસ. જી. હાઈવે પર મકરબાથી કર્ણાવતી ક્લબને જોડતા નવા પુલના બાંધકામના સ્થળે 200 વૃક્ષો કાપી કઢાયા હતા. આ માર્ગ ગ્રીન બિલ્ડીંગ વિસ્તાર છે. ગ્રીન બતાવીને બિલ્ડરોએ માલ વેચ્યો હતો. અમદાવાદમાં કુલ 719 નોંધાયેલા ગ્રીન બિલ્ડિંગ છે, જેમાં સૌથી વધુ એસ.જી. હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં છે. આ સિવાય આંબાવાડી, નવરંગપુરા, વસ્ત્રાપુર, સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં ગ્રીન બિલ્ડિંગોને આવેલા છે.
અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારીઓ કુહાડી લઈને કઠિયારાની જેમ વૃક્ષો પર તૂટી પડ્યા હતા. 30 વર્ષ જૂના વિશાળ 200 વૃક્ષોને પંદર જ દિવસમાં મૂળથી ઉખાડી નાંખ્યા હતા. હજી બીજા 100 વૃક્ષોને મૂળ સોતા જમીનદોસ્ત કરવાની તૈયારી કરી રહ્યાં છે.
નવા પુલની જાહેરાત થતાં જ દરેક વૃક્ષોને કાપવા માટેનું માર્કિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. વૃક્ષો કાપવામાં જરા મોડું ન કરતા તંત્રે વધુ હોબાળો ના થાય એ માટે રાતોરાત બસો વૃક્ષોને કાપીને સગેવગે કરી દીધા હતા.
ગ્રીન બિલ્ડિંગ
ટ્રાફિક અને અસંખ્ય રજિસ્ટર્ડ ગ્રીન બિલ્ડિંગ ધરાવતા આ રસ્તા પર એવા લોકોની કચેરીઓ છે જેમણે ગ્રીનરીને પ્રાધાન્ય આપીને આ ઓફિસમાં વીસ ટકા ભાવ વધુ આપ્યો છે. હવે આ રસ્તા પર આવેલા વર્ષો જૂના વૃક્ષ ધરાશાયી કરવામાં આવી રહ્યા છે.
3 મહિનાના કોર્પોરેશનની વિગતો પ્રમાણે સૌથી વધુ ગ્રીન બિલ્ડિંગ ધરાવતા વિસ્તારોમાં રોડ પરથી જ હરિયાળા મોટા વૃક્ષોનો ખાતમો બોલાવવામાં આવી રહ્યો છે.
એક તરફ ગ્રીન બિલ્ડિંગને પ્રાધાન્ય તો બીજી તરફ આડેધડ વૃક્ષો ધરાશાયી કરવાની નીતિ ભાજપના નેતાઓની છે.
192 કાઉન્સિલરો અમદાવાદમાં છે. વળી, 2023માં અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ, ખડી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણી છે. ભાજપના આ નેતાઓ આ માટે જવાબદાર છે.