2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો
અહેવાલના વર્ષ દરમ્યાન મળેલી અરજી | 8792 |
પ્રાથમિક તપાસ માટે મોકલવામાં આવેલી ફરિયાદો | 915 |
તપાસ કરી કાર્યવાહી માટે મોકલેલી ફરિયાદો | 5939 |
અરજદાર પાસે વધુ વિગત માગી છે | 118 |
આયોગે દફતર કરેલી અરજીઓ | 1820 |
ક્યારે કેટલી ફરિયાદો થઇ છે…
2016 | 8412 |
2017 | 7541 |
2018 | 8792 |
મહત્વની બાબત એવી સામે આવી છે કે આયોગને મળેલા તપાસ અહેવાલ પછી સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશને કરેલી કાર્યવાહીમાં આયોગે ગંભીર નોંધ લીધી છે. આયોગે નોંધ્યુ છે કે સચિવાલયના વિભાગો તથા બોર્ડ કોર્પોરેશન તરફથી મળેલા પ્રાથમિક તપાસના અહેવાલોની ચકાસણી કરતાં મોટાભાગના કેસોમાં પ્રાથમિક તપાસની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી તેવું આયોગને જણાયું છે. કેટલાક કેસોમાં ફરિયાદ અરજીમાં ઉલ્લેખિત બઘાં આક્ષેપોની તપાસ કરવામાં આવતી નથી અને માત્ર અમુક જ આક્ષેપો અંગે તપાસ કીરને આયોગને અહેવાલ આપી દેવામાં આવે છે.
આયોગે કહ્યું છે કે જે આક્ષેપો અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી હોય છે તે અંગે કઇ ક્ષતિ છે. કઇ અનિયમિતતા છે. કઇ ગેરરીતિ છે. ખાતાના ક્યા નિયમોનો ભંગ થયો છે. કોના પક્ષે આવો ભંગ થયો છે. જવાબદારી કોની બને છે. તેના પુરાવા શું છે જેવા સ્પષ્ટ અને ચોક્કસ વિગતો સાથેના અહેવાલો રજૂ કરવામાં આવતા નથી, પરિણામે ફરીથી અહેવાલો મંગાવવા પડે છે.
પ્રાથમિક તપાસમાં ખરેખર કોની જવાબદારી થાય છે અને આવી જવાબદારી કેટલે અંશે થાય છે તે ચોક્કસપણે ચકાસી શકાય તે માટે પ્રાથમિક તપાસના કેસો આયોગને રજૂ કરવા માટે નિયત પત્રક બનાવ્યું છે પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી. સરકારના વિભાગો અને બોર્ડ કોર્પોરેશનના વડાઓને કહેવામાં આવ્યું છે કે આ પત્રક પ્રમાણે અહેવાલ સમયસર બનાવવામાં આવે તો જવાબદારોની ચોક્કસ જવાબદારી નિયત કરી આરોપનામું ઘડવામાં ઉપયોગી બની રહેશે.