યુનિસેફ સંસ્થાએ બુધવાર 1લી જાન્યુઆરી 2020ની રાત્રે વિગતો જાહેર કરી હતી કે, 2020ના કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે.
જન્મ દર પ્રમાણે ગુજરાતમાં તે 5 હજાર બાળકો જન્મ થયો હોવાનું અનુમાન સમાજસાસ્ત્રીઓ આપી રહ્યાં છે. બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ જન્મ લીધો હોવાની ગણતરી છે.
યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.