[:gj]ખાનગી કારમાં એકલા બેઠા હોય તો માસ્ક પહેરવું ફરજિયાત છે? જાણો કોર્ટે શું કહ્યું?[:]

[:gj]18 નવેમ્બરના રોજ દિલ્હી સરકારે એક બંધ કારમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક લાગુ ન કરવા બદલ 500 રૂપિયા દંડને પડકારતી અરજી પર આ સોગંદનામું આપ્યું હતું. દિલ્હી સરકારે હાઈકોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, કારને ખાનગી વાહન ગણાવીને રસ્તા પર માસ્ક લગાવવાનું ટાળી શકાય નહીં. અરજદારે 10 લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટના વકીલ સૌરવ શર્મા દ્વારા દાખલ કરેલી અરજી પર આ સોગંદનામું આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 9 સપ્ટેમ્બરના રોજ ચાલતા વાહનને રોકી દેવામાં આવ્યું હતું અને તેમણે દંડ ફટકારી ચલણ આપવામાં આવ્યું હતું ત્યારે તે એકલા પોતાની કારમાં ઘરેથી ઓફિસ જઈ રહ્યા હતો.

અરજદારે કયા તર્ક હેઠળ 10 લાખ રૂપિયા વળતરની માંગણી કરી – આ અંગેના અરજદાર અને વકીલ સૌરવ શર્માએ કહ્યું હતું કે, તેમને જે ચલણ કાપવામાં આવ્યું છે તેમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ કોઈ ગુનો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચલણની રકમ કયા વિભાગમાં જમા કરવામાં આવશે, તે સ્પષ્ટ નથી. વળી, આરોગ્ય મંત્રાલય દ્વારા આવી કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી, જેમાં એવું કહેવામાં આવે છે કે, એકલા કારમાં મુસાફરી કરતી વખતે માસ્ક લગાવવું જરૂરી છે. આના પર, દિલ્હી સરકારે ‘સત્વિંદર સિંહ એન્ડ ઓઆરએસ બિહાર સ્ટેટના સુપ્રીમ કોર્ટના કેસનો ઉલ્લેખ કર્યો.

દિલ્હીમાં માસ્ક પહેરવાની માર્ગદર્શિકા – રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષે 8 એપ્રિલના રોજ એક આદેશમાં કહ્યું હતું કે, જાહેર સ્થળોએ માસ્ક પહેરવા લોકોના હિતની આવશ્યકતા છે. સાથે, આદેશ જારી કરવામાં આવ્યો હતો કે, કોઈપણ વ્યક્તિએ પર્સનલ અને ઓફિસ વાહનોમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.[:]