2200 चित्र पैदल बनाये गये 2200 paintings were made on foot
9 સપ્ટેમ્બર 2024
સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતે આગ વધ્યા છે. બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ચિત્રો પોતાના પગ અને મોઢાના ઉપયોગથી સરળતાથી દોરી શકે છે.
બાળપણમાં એક સામાન્ય વ્યક્તિ હતા, પરંતુ એક અકસ્માતે તેમનું જીવન બદલી નાખ્યું હતું. 1994માં જ્યારે મનોજ દસ વર્ષનો હતો ત્યારે એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રમાં વણી ગામ નજીક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં હાથ કપાઈ ગયો અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. નાસિકથી સુરત આવ્યા અને અહીંની સિવિલ હૉસ્પિટલમાં તેની સારવાર શરૂ કરી ત્યારે ડૉક્ટરોએ કહ્યું કે તેના બીજા હાથમાં પણ ઇન્ફેક્શન થઈ ગયું છે અને તેથી એ હાથને પણ કાપવો પડ્યો હતો.
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા મનોજ મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના છે. તેમનો જન્મ મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં થયો હતો. પિતા ગોપાલભાઈ અને માતા શોભાબહેન ભીંગારેના એકમાત્ર સંતાન મનોજ એક આર્ટ સ્ટુડિયો ચલાવે છે. તેઓ પૅઇન્ટિંગ ક્લાસ પણ ચલાવે છે અને આર્થિક રીતે પણ પગભર બની પરિવારની જવાબદારી નિભાવે છે.
મનોજે અંદાજે 2200 ચિત્રો બનાવી ગોલ્ડ મેડલ, બ્રૉન્ઝ મેડલ, રાષ્ટ્રીય બાલશ્રી ઍવૉર્ડ સહિતના 16 જેટલા ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.
કેરમ રમે છે, મોબાઇલ પણ ઑપરેટ કરે છે, જાતે જમે પણ છે. પરંતુ ફર્ક માત્ર એટલો જ છે કે તેઓ આ બધાં કામ પગથી કરે છે.
મનોજે જિંદગીમાં સંઘર્ષ કરીને અને મુસીબતમાં હિંમત ન હારી આત્મવિશ્વાસના દમ પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. મનોજનો જીવન પ્રત્યેનો જુસ્સો જોકે અતિશય મજબૂત છે. હાથ ન હોવાના કારણે સ્કૂલ કૉલેજમાં ઍડમિશન મેળવવામાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદ
મનોજ સરકારી મરાઠી શાળામાં અભ્યાસ કરતા હતા પણ અકસ્માત બાદ જીવનમાં મોટો ફેરફાર આવ્યો હતો. 1995માં ઍડમિશન લેવા માટે અપંગ માનવમંડળ સંસ્થા અમદાવાદ ખાતે પહોંચ્યા ત્યારે ઍડમિશન આપવાની ના પાડી દીધી હતી. હૉસ્ટેલમાં રહેવા માટે પોતાનાં કામ જાતે કરતાં આવડવું જોઈએ અને એ સમયે હું પોતાનાં કામ જાતે કરી શકતો ન હતો.
બંને હાથ ન હોવા છતાં પણ તેઓ પૅઇન્ટિંગ ક્લાસિસ કરાવે છે, એવું બતાવ્યું હતું. હાથ વગર જ બધાં કામ જાતે કરી શકે છે. તમામ કામ જાતે જ કરવાની શરૂઆત કરે છે.
બુક મૂકવી, તેને બેગમાંથી કાઢવી, પુસ્તકનાં પાનાં ફેરવવાં અને જાતે જમવાની પ્રૅક્ટિસ કરવી વગેરે શરૂ કર્યું. શરૂઆતમાં તો ચમચી પણ પકડી શકતો ન હતો. જોકે, આઠ મહિનામાં પોતાનાં કામ જાતે કરતાં શીખી ગયો હતો. ત્યારબાદ ફરી આ સંસ્થામાં ઍડમિશન માટે ગયો અને મને ઍડમિશન મળી ગયું.
મનોજભાઈએ અપંગ માનવસેવા મંડળમાં ધોરણ 6થી 10 સુધીનો અભ્યાસ કર્યો. અહીં જ તેમણે ચિત્રકલા, રમતો, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા સહિતની અનેક સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન દિલ્હી ખાતે યોજાયેલી એક સ્પર્ધામાં તેમની પસંદગી થઈ અને એ જ તેમના જીવનનો જાણે કે સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો હતો.
1999માં યોજાયલી આ સ્પર્ધામાં તેમને બાલશ્રી ઍવૉર્ડ મળ્યો હતો. નક્કી કરી લીધું કે હવે પૅઇન્ટર બનીશ અને તેમાં જ કારર્કિદી બનાવીશ. આ ઍવૉર્ડ બાદ અમદાવાદની અનેક સામાજિક સંસ્થાઓએ સન્માન કર્યું હતું.
પરંતુ ઍવૉર્ડ મળ્યા બાદ પણ આગળ ભણવા માટેનું તેમનો સંઘર્ષ હજી બાકી હતો.
ફાઈન આર્ટસ
2003માં ધોરણ 12 પાસ કર્યા બાદ ફાઇન આર્ટ્સમાં ઍડમિશન લેવા માટે તેમને ફરી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. કૉલેજમાં ઍડમિશન ન મળતાં તેમણે એક વર્ષ સુધી અપંગ માનવમંડળમાં પૅઇન્ટિંગ શીખવાનું શરૂ રાખ્યું હતું. ટ્રેનિંગ લીધા બાદ ફરી એક વખત તેઓ ફાઇન આર્ટસ કૉલેજમાં ઍડમિશન માટે પહોંચ્યા પરંતુ ફરી વખત એ જ જ્યૂરીએ તેમને ઍડમિશન માટે ના પાડી દીધી.
જો હું સામાન્ય સ્ટુડન્ટની જેમ અભ્યાસ ન કરી શકું તો તમે મને ઍડમિશન ન આપતા. ત્યારબાદ મેં ફાઇન આર્ટસ કૉલેજમાં જવાનું શરૂ કર્યું અને એક અઠવાડિયા પછી તેઓએ મારાં પૅઇન્ટિંગ્સ જોઈને મને કૉલેજમાં ઍડમિશન આપી દીધું અને મેં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી.
લગ્ન
મનોજનાં લગ્ન તેમના જ મામાની દીકરી ભાવના સાથે 12 વર્ષ પહેલાં થયાં હતાંઇમેજ સ્રોત,RUPESH
ઇમેજ કૅપ્શન,મનોજનાં લગ્ન તેમના જ મામાની દીકરી ભાવના સાથે થયાં હતાં. મનોજનાં લગ્ન તેમના જ મામાની દીકરી ભાવના સાથે થયાં હતાં. તેમને બે બાળકો પણ છે. જીવનની દરેક ક્ષણમાં પત્ની ભાવના તેમનો હાથ બની તેમનો સાથ આપે છે. ભાવના શારીરિક રીતે એકદમ સ્વસ્થ છે અને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. લોકો તેમને ઘણી વાર સવાલ પૂછે છે કે તેમણે મનોજ સાથે લગ્ન કેમ કર્યાં. લોકોને મનોજમાં કમી દેખાતી હશે પરંતુ તેમને કોઈ જ કમી નથી દેખાતી.
મનોજે જિંદગીમાં કરેલો સંઘર્ષ અને મુસીબતમાં હિંમત હાર્યા ન હતા. આજે આત્મવિશ્વાસના દમ પર તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
મનોજ સ્વિટ્ઝર્લૅન્ડસ્થિત માઉથ ઍન્ડ ફૂડ પૅઇન્ટિગ ઍસોસિયેશનના સભ્ય પણ છે. લાઇવ ડૅમોસ્ટ્રેશન, વર્કશૉપ માટે પણ તેમને દેશ-દુનિયાનાં અલગ-અલગ શહેરોમાંથી ઑર્ડર મળે છે. તેઓ કતાર, દુબઈ, સિંગાપોર જેવા દેશોમાં વર્કશૉપ અને એક્ઝિબિશન કરી ચૂક્યા છે.
મનોજે ક્યારેય હિંમત નથી હારી અને તે સતત મહેનત કરતો રહ્યો અને સફળ થયો. જે લોકો બોલતા હતા તેઓ ત્યાં જ રહી ગયા અને આ છોકરાએ નામ રોશન કરી દીધું. વ્યક્તિના જીવનમાં તકલીફ ભલે ગમે તેટલી હોય પણ જે વ્યક્તિ જીવનમાં ક્યારેય હાર માનતો નથી તે વ્યક્તિને જીવનમાં સફળતા ચોક્કસથી મળે છે. જીવંત ઉદાહરણ સુરતના મનોજ ભીંગારે છે.
ડિપ્રેશનમાં આવી ગયો હતો, હવે લાઇફનું શું થશે તેવા વિચાર આવતા હતા, પરંતુ મનને મક્કમ બનાવીને પગને જ હાથ બનાવીને આગળ વધવા માટે મમ્મી પપ્પા અને ગુરુજનો દ્વારા પ્રેરણા મળી હતી.