2500 કરોડનું ડુંગળીમાં ભાવનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં
गुजरात में प्याज की कीमत में 2500 करोड़ रुपये का नुकसान, सरकार की मदद नहीं
2500 crore loss in onion price in Gujarat, government not helping
ડુંગળીએ ખેડૂતોને ચોમાસા પહેલા પણ રડાવ્યા, 2500 કરોડનું નુકસાન
દિલીપ પટેલ, 19 મે 2022
એક અઠવાડિયું વહેલું ચોમાસુ શરૂ થવાની ગણતરી હવામાન વિભાગે કરી છે. તેથી ડુંગળી પકવતાં ખેડૂતો માટે ઓછા ભાવ વચ્ચે ફરી માર પડ્યો છે. જે ખેડૂત પાસે મેળા કે ગોડાઉન નથી તેથી ચોમાસા પહેલા ડુંગળી વેંચી દેવા ટ્રેક્ટરોને બજારમાં મોકલી દીધા છે. વેંચી નહીં તો ખેતરમાં ડુંગળી પલળી જશે. 40થી 50 હજાર ખેડૂતોએ વાવેતર કર્યું હોવાનું અનુમાન છે.
મહારાષ્ટ્રમાં ખેડૂતો ડુંગળી સાવ મફતમાં આપી રહ્યાં છે. હવે ગુજરાતમાં એવી હાલત થઈ શકે છે. તેથી સરકારે બજારમાં દખલગીરી કરવાની જરૂર છે એમ ખેડૂતો માની રહ્યાં છે.
ખેતી ખોટનો ધંધો
ખેડૂતોના ખેતરમાં ઉત્પાદનનું ખર્ચ એક કિલોએ 10થી 11 આવે છે. જેમાં મહેનત, નફો, ભાડા, ઉમેરતાં એક કિલોના રૂ 20 ભાવ હોય તો જ ખેડૂતને વેચવી પરવડે છે. તેના બદલે ખેડૂતોએ 1 રૂપિયાથી 20 રૂપિયે કિલો આપવી પડી છે. મોટા ભાગે સરેરાશ 100 રૂપિયાની 20 કિલો ડુંગળી વેચાઈ છે. 5 રૂપિયે કિલો વેચવી પડી છે. બદલો – બગાડ કાઢી સફાઇ થયેલ ડુંગળીના ભાવમાં ખેડૂતોને એક કિલોએ 10થી 15ની ખોટ ગઈ છે.
ગુજરાતની ખોટ
આમ એક ટન દીઠ ખેડૂતોને નુકસાન 10000થી 15000 રૂપિયાની ખોટ ગઈ છે. ગુજરાતમાં કુલ 24 લાખ ટન ડુંગળી પાકી હોવાના અંદાજો છે. તે હિસાબે 2400,00,00,000 (2400થી 3600 કરોડ)નું નુકસાન ખેડૂતોને થયું છે. જેમાં એકલા ભાવનગરને 1500 કરોડ જેવું નુકસાન હોઈ શકે છે.
20કિલોના 600ના ભાવે ડુંગળી વેચાઈ હોત તો, ખેડૂતોને 7000 કરોડથી 9 હજાર કરોડનો માલ વેચાયો હોત. આમ નફાની ખોટ ઘણવામાં આવે તો ખરેખર ખોટ તો 5500 કરોડની ગઈ હોવાની ગણતરી કરી શકાય છે.
સહાય
એપ્રિલમાં વેચાયેલા માલ પર સરકારે કિલોએ રૂ.2ની સહાય જાહેર કરી છે. સરકારે ટને રૂ.2 હજારની સહાય જાહેર કરી છે. 50 ટકા ખેડૂતોને સહાય કરે તો પણ 240 કરોડ સહાય મળી શકે. તેની સામે ખોટ તો 3600 કરોડની છે.
વેપારી લૂંટ
ખેડૂતોના નવો માલ બજારમાં આવે તે પહેલા ભાવ કિલોના 30 રૂપિયા હતા. ખેતરથી માલ બહાર આવવા લાગ્યો તેની સાથે જ ભાવ નીચા ગયા અને ખેડૂતોને ખોટ ગઈ. મંદી પૂરી થઈ છે, છતાં બજાર સુધરતું નથી. 1 જાન્યુઆરી 2022થી નવો માલ ભાવનગરના મહુવામાં આવવો શરૂ થયો હતો. તે પહેલા 20 કિલોના બજારમાં ભાવ રૂ700 થઈ ગયા હતા. પણ માલ આવતાં જ 20 કિલોના 60થી 150 થઈ ગયા હતા. પછી તે ઘટીને 20 કિલોના 20 રૂપિયા સુધી નીચા ભાવ બોલાયા હતા. આમ વેપારીઓએ ભારે લૂંટ ચલાવી છે.
કૃષિ વિભાગની ભૂલ
કૃષિ વિભાગે જેવું જાહેર કર્યું કે ડુંગળીનું વાવેતર 200 ટકા વધારે છે અને ઉત્પાદન વધશે તેની સાથે જ ભાવ તૂટી ગયા હતા. કૃષિ વિભાગ ખરેખર તો ઉદ્યોગ વિભાગ માટે કામ કરે છે. ખેડૂતો માટે નહીં. કૃષિ વિભાગે એવું જાહેર કર્યું ન હતું કે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધારે કરવું નહીં.
સોમવારે વેચાણ
મહુવા, રાજકોટ અને ગોંડલ ડુંગળી વેચાવાનું મોટું કૃષિ બજાર છે. અહીં 4થી 10 હજાર બોરીના કામ થાય છે. ગુજરાતમાં સોમવારે સફેદ અને લાલ ડુંગળીના 1.10 લાખ બોરીના થયા હતા. સફેદ ડુંગળી 80 હજાર અને લાલ ડુંગળીના 19900 ગુણી માલ ખેડૂતોનો વેચાયો હતો એવા અહેવાલ એપીએમસીના છે.
સફેદ ડુંગળીની આવક મોટી છે. 20 કિલોના 50થી 200ની વચ્ચે હાલ ભાવ છે. ગોંડલમાં 20 કિલોના 40થી 41 રૂપિયા છે. ગોંડલમાં 20થી 126 રૂપિયા છે. મહુવામાં 85 હજાર બોરી ખેડૂતોએ 40થી 250માં 20 કિલોના ભાવે વેચી રહ્યા છે.
લાલ ડુંગળીનો ભાવ 20 કિલોના 20 રૂપિયાથી 200 રૂપિયા સુધી ચાલે છે. લાલ ડુંગળીમાં ગુણવત્તામાં મોટો ફર્ક દરેક ખેતરે દેખાય છે.
ખેડૂતોને હજું ભાવ સારા મળે એવી કોઈ નીતિ સરકારની દેખાતી નથી.
કૃષિ વિભાગ પાસે એવા કોઈ સાધનો નથી કે ખેડૂતોએ કયા પાકનું કેટલું વાવેતર કરવું. જેના કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યાં છે.
વાવેતર
ગુજરાતમાં શિયાળામાં ડુંગળી સરેરાશ 44 હજાર હેક્ટરમાં વાવેતર થતું આવ્યું છે. કૃષિ વિભાગના અધિકારીએ આખરી વાવેતરનો અહેવાલ આપ્યો છે તેમાં 31 જાન્યુઆરી 2022 સુધીમાં 88361 હેક્ટરમાં વાવેતર થયું હતું. સામાન્ય વાવેતર સામે તે 200 ટકા વાવેતર થયું છે.
2020-21માં શિયાળામાં 60547 હેક્ટરમાં વાવેતર થયું હતું. ઉનાળા સાથે 67 હજાર હેક્ટર હતું.
ઉત્પાદન
ગુજરાતના કુલ 88 હજાર હેક્ટરમાંથી સૌરાષ્ટ્રમાં 84 હજાર હેક્ટર વાવેતર થયા હતા. કૃષિ વિભાગના અંદાજો હતા કે 2021-22માં શિયાળામાં 88360 હેક્ટરમાં વાવેતર સાથે કુલ ઉત્પાદન 2391740 ટન થશે. આમ 24 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા હતી. હેક્ટરે 27 હજાર કિલોની ઉત્પાદકતા રહેશે.
અમરેલી
અમરેલીમાં 14 હજાર હેક્ટરમાં 3.78 લાખ ટન પાકી છે.
રાજકોટમાં 12 હજાર હેક્ટરમાં વાવેતરમાં હતા. 3.24 લાખ ટન ડુંગળી પાકી છે.
મહુવા
ભાવનગરમાં જ 38 હજાર હેક્ટર ડુંગળી પાકી છે. ગુજરાતની 50 ટકા ડુંગળી તો એકલા ભાવનગર જિલ્લામાં પાકે છે. 8 લાખ ટન ડુંગળી પાકી છે. તે પણ મહુવામાં સૌથી વધું છે. આખા ગુજરાતમાં મહુવા તાલુકો સૌથી વધારે ડુંગળી પકવે છે.