રાજેન્દ્રનગર ચોકડી નજીકથી રૂરલ પોલીસે ૧.૪૯ લાખના પોસડોડા ભરેલી પીકઅપ ડાલુ ઝડપ્યું છે. પોષડોડા ભરેલી વાન ઝડપાઈ છે. મોડાસા રૂરલ પોલીસે શામળાજી-હિંમતનગર ને.હા.નં-૮ પર રાજેન્દ્રનગર ચોકડી નજીકથી પીકઅપ ડાલામાં ઘઉંના ભૂંસાની આડમાં સંતાડેલ ૧.૪૯ લાખથી વધુનો પોષડોડાનો જથ્થો ઝડપી લઈને મહારાષ્ટ્રના હુકુમ અમરસીંગ ચારણ નામના શખ્શની ધરપકડ કરી છે.
ઘઉંના ભૂસાના કોથળાની આડમાં સંતાડેલ પ્લાસ્ટિકના થેલાઓમાં લઇ જવાતો પોષડોડાનો ૨૪૯ કિલો જથ્થો કીં.રૂ.૧૪૯૫૮૦નો જપ્ત કરી હુકુમ અમરસીંગ ચારણ (રહે,સાંગવી.ધુલે-મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી મોબાઈલ નંગ-૨ ,રોકડ રકમ તથા પીકપડાલુ મળી કુલ.રૂ.૨૭૫૩૮૦ નો જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલાની સીટ નીચેથી બે પરપ્રાંતીય નંબરપ્લેટ મળી આવતા પોષડોડાનો જથ્થો ઘુસાડવા અલગ-અલગ નંબરપ્લેટનો ઉપયોગ કરતો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું મોડાસા રૂરલ પોલીસે હુકુમ અમરસીંગ ચારણ (રહે,સાંગવી.ધુલે-મહારાષ્ટ્ર) વિરુદ્ધ નૉર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ જિલ્લા એસઓજી ટીમને સુપ્રત કરી હતી.
અગાઉ પણ પકડાયું હતું.
અગાઉ 24 ડિસેમ્બર 2019માં થરાદના ભરડાસર ગામે પોલીસે રવિવારે રાત્રે ખેડૂતના ખેતરમાં બનાવેલા મકાનમાંથી 58 કિલો પોષડોડા અને 64 ગ્રામ અફીણ સહીત રૂ.1.80 લાખના મુદ્દામાલ સાથે ખેડૂતને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદના ભરડાસર ગામના કેશરાભાઈ દલાભાઈ પટેલના ખેતરમાં બનાવેલા મકાનમાં પોલીસની ટીમોએ રવિવારે રાત્રે રેડ કરી હતી.જેમા મકાનમા સંતાડેલો 58810 કિલો પોષડોડા કિં. રૂ.1,76,430 તેમજ 64 ગ્રામ અફીણ રૂ.3200 સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1,80,130નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કેશરાભાઇ દલાભાઇ પટેલને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.