27 કંપનીઓએ વડોદરામાં 700થી વધુ યુવાનોને નોકરી આપી

27 companies employ more than 700 youths in Vadodara

વડોદરા:એમ.એસ. યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૭૦૦થી વધુ યોવાનોનું નોકરી મેળવવાનુ સપનુ સાકાર થયુ છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ મેગા પ્લેસમેન્ટમાં રિલાયન્સ, ટાટા, એલ એન્ડ ટી, જેવી પ્રતિષ્ઠિત ૨૭ જેટલી કંપની હાજર રહી હતી અને ટેકનોલોજી, પોલીટેકનીક, માર્કેટીંગ સહિતના ક્ષેત્રોમાં યુવાનોને નોકરી મેળવવા માટે તક અને મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

આ મેગા પ્લેસમેન્ટનો પ્રારંભ કરાવતા એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ શ્રી પરિમલ વ્યાસે જણાવ્યું કે, પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થી-યુવાનોને ખૂબ તક મળવાની છે પરંતુ, સામે પડકાર પણ તેટલા જ રહેલા છે. યુવાનોએ પોતાની જાતને પદ-સ્થાન માટે લાયક બનાવવી પણ અનિવાર્ય બની રહેશે. તેમ એક વાર કોઈ નોકરી-કામ સ્વીકારી લીધા બાદ તેને પૂર્ણ નિષ્ઠાથી નિભાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. સાથે જ દરેક વ્યક્તિના કામ અને ગરિમાને જાળવવી જોઈએ. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

મેગા પ્લેસમેન્ટ ફેરના નોડલ ઓફિસર  ડો. ચક્રવ્રર્તી જણાવે છે કે, એમ. એસ. યુનિવર્સિટીને મેગા પ્લેસમેન્ટના આયોજનના પ્રથમ વર્ષે જ વડોદરાને શ્રેષ્ઠ નોડલ જોન જાહેર કરવામાં આવ્યું હતો. ત્યારે બીજા આ મેગા પ્લેસમેન્ટને સફળ બનાવવા માટે ૧૧ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં સીએસઆર અંતર્ગત પ્રી પ્લસમેન્ટ કાર્યક્રમમાં યોજવામાં આવ્યાં હતા જેનાથી વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ માટે વધુ સારી તૈયારી કરી શકે. તેમ તેમણે જણાવ્યું હતું.

નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે તત્કાલ રજિસ્ટ્રશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમા ૪૪૨ જેટલા ઉમેદવારોએ નામ નોંધાવ્યા હતા અને ઈન્ટરવ્યુ આપવાની તક મળી હતી.